PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 16 JUN 2020 6:22PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 16.06.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

No photo description available.

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દેશમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 52.47% નોંધાયો; MoHFW કોવિડ-19 સંબંધિત ભેદભાવની ભાવના દૂર કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19થી પીડાતા 10,215 દર્દીઓ આ બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,80,012 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 52.47% નોંધાયો છે જે એ તથ્ય સૂચિત કરે છે કે દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ દર્દીઓમાંથી અડધાથી વધુ દર્દીઓ આ બીમારીમાં સાજા થઇ ગયા છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,53,178 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ-19થી અસરગ્રસ્ત લોકોને જે ભેદભાવની ભાવનાનો સામનો કરવો પડે છે તે દૂર કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ, અગ્ર હરોળમાં રહીને કામ કરી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓ, તેમના પરિવારો વગેરેને સમાવી લેવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631925

 

કોવિડ-19ના પરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો, દૈનિક ક્ષમતા વધીને દૈનિક 3 લાખ થઇ

દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોનું નિદાન કરવા માટે કોવિડ-19ના પરીક્ષણની ક્ષમતામાં એકધારી વૃદ્ધિ કરવામાં આવી રહી છે. હવે દેશમાં દરરોજ 3 લાખ સેમ્પલનું પરીક્ષણ કરવાની ક્ષમતા થઇ ગઇ છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 59,21,069 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી 1,54,935 સેમ્પલનું પરીક્ષણ છેલ્લા 24 કલાકમાં જ કરવામાં આવ્યું છે. દેશમાં આજની તારીખે 907 લેબોરેટરીઓના નેટવર્કમાં કોવિડ-19ના પરીક્ષણની કામગીરી ચાલી રહી છે. આ લેબોરેટરીઓમાં સરકારી ક્ષેત્રણી 659 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 248 લેબોરેટરી સામેલ છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 534 (સરકારી: 347 + ખાનગી: 187)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 302 (સરકારી: 287 + ખાનગી: 15)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 71 (સરકારી: 25 + ખાનગી: 46)

દિલ્હીમાં તપાસની ક્ષમતા વધારવા માટે તમામ 11 જિલ્લામાં અલગથી લેબોરેટરીઓ સ્થાપવામાં આવશે જ્યાં સંબંધિત જિલ્લાઓના સેમ્પલની તપાસ કરવામાં આવશે. દરેક જિલ્લાના સેમ્પલ તે જિલ્લાની લેબોરેટરીમાં જ મોકલવામાં આવશે જેથી સમયસર તપાસ સુનિશ્ચિત થઇ શકે અને કોઇપણ પ્રકારે વિલંબ વગર પરિણામ મળી શકે. હાલમાં દિલ્હીમાં 42 લેબોરેટરીઓ છે જેની દૈનિક તપાસની ક્ષમતા લગભગ 17 હજાર સેમ્પલની છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631927

 

પ્રધાનમંત્રીએ અનલૉક 1.0 બાદ ઉભરી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રીઓ સાથે સંવાદ યોજ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનલૉક 1.0 બાદ ઉભરી રહેલી પરિસ્થિતિ અને કોવિડ-19 મહામારી ઉપર નિયંત્રણ મેળવવા આગામી આયોજન અંગે ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ યોજ્યો હતો. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યુ હતું કે, મહામારીનો સામનો કરવા માટે લેવામાં આવેલા સમયસર નિર્ણયો દેશમાં તેનો ફેલાવો રોકવા માટે અસરકારક પૂરવાર થયા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણે પાછળ વળીને જોઇશું ત્યારે લોકો યાદ કરશે કે આપણે વિશ્વ સમક્ષ સહકારી સમવાયતંત્રનું ઉદાહરણ રજૂ કર્યુ હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન લેવાયેલા પ્રયત્નોના કારણે આર્થિક ગતિવિધીઓમાં થઇ રહેલો વધારો હવે જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભાગ લઇ રહેલા રાજ્યોમાં કૃષિ, બાગાયત, મસ્ત્ય અને MSMEsનું નોંધપાત્ર મહત્ત્વ રહેલું છે, જેના માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જોગવાઇઓ કરવામાં આવી છે.

આજનો વાર્તાલાપ દ્વી-માર્ગીય સંવાદનો પ્રથમ ભાગ હતો અને તેમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, હોવા, મણીપૂર, નાગાલેન્ડ, લદાખ, પુડુચેરી, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, આંદામન અને નિકોબાર ટાપુ, દાદરા નગર હવેલી અને દમણ દીવ, સિક્કિમ અને લક્ષદ્વીપ સહિતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631923

 

પ્રધાનમંત્રીએ કોવિડ-19 અંગે મુખ્યમંત્રીઓ સાથે કરેલા વાર્તાલાપની પ્રારંભિક ટિપ્પણીઓ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631905

 

કેન્દ્રએ આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે અને વાજબી દરે ગંભીર સંભાળ પૂરી પાડવા માટે રાજ્યોને ખાનગી ક્ષેત્રો સાથે જોડાવા કહ્યું

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું છે કે, તેઓ ખાનગી આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સાથે જોડાયેલા રહે જેથી બેડની ઉપલબ્ધતા વધારી શકાય અને ગંભીર સંભાળ આરોગ્ય સુવિધાઓમાં વૃદ્ધિ થઇ શકે તેમજ દર્દીઓને નિષ્પક્ષ અને વાજબી ચાર્જમાં કોવિડ-19ની સારવાર અને સંભાળ ઉપલબ્ધ થઇ શકે. દર્દીઓને તાત્કાલિક, સારી ગુણવત્તાની અને વાજબી દરે સારવાર મળી રહે તે માટે રાજ્યોને સૂચન કરવામાં આવ્યું છે કે, તેઓ સ્થાનિક ખાનગી આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સાથે વિચારવિમર્શ કરે અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓ માટે વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોના ખર્ચ સહિત વિવિધ પાસાંને ધ્યાનમાં રાખીને એક ચોક્કર સારવાર ચાર્જ નિર્ધારિત કરે. એવું સૂચન કરવામાં આવ્યું છે કે, એક વાર ચાર્જ નિર્ધારિત થઇ જાય તે પછી, દર્દીઓને આરોગ્ય સેવા પ્રદાતાઓમાં આવશ્યકપણે તેનો વ્યાપક રીતે પ્રચાર કરવામાં આવે જેથી લોકો સંપૂર્ણપણે તેનાથી માહિતાગર રહે અને તમામ ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ થઇ શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631776

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે લોકનાયક જયપ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઇને કોવિડ-19 સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે લોકનાયક જયપ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઇને કોવિડ-19 સંબંધિત અહીં વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. શ્રી અમિત શાહે દિલ્હીના મુખ્ય સચિવને દરેક કોરોના હોસ્પિટલોમાં કોરોના વૉર્ડ્સમાં CCTV કેમેરા લગાવવા માટે નિર્દેશો આપ્યા હતા જેથી તમામ વૉર્ડ પર બરાબર દેખરેખ રાખી શકાય અને દર્દીઓને પડતી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હીના મુખ્ય સચિવને એવા પણ નિર્દેશો આપ્યા હતા કે, કેન્ટિનના પૂરવઠા માટે બેકઅપની પણ વ્યવસ્થા કરવી જોઇએ જેથી જો કોઇ એક કેન્ટિનમાં ચેપનો ફેલાવો થાય તો, દર્દીઓને કોઇપણ વિક્ષેપ વગર જમવાની સુવિધા એકધારી મળતી રહે. શ્રી અમિત શાહે નિર્દેશો આપ્યા હતા કે, કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરીને માનવજાતની સેવા કરી રહેલા ડૉક્ટરો અને નર્સોનું સાઇકો-સોશિયલ કાઉન્સેલિંગ થવું જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631723

 

પ્રધાનમંત્રી વન ધન યોજના હાલમાં 18,000 SHGS પરથી વિસ્તરણ કરીને 50,000 વન ધન SHGS સુધી લઇ જવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, આદિજાતિ સમૂહોને ત્રણ ગણા વધુ આવરીને 10 લાખ કરવામાં આવશે

કુદરતની અભૂતપૂર્વ કટોકટીને અંકુશમાં લેવા માટે અને કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે અલગ અને અભિનવ અભિગમ અપનાવવો જરૂરી છે. હાલમાં ચાલી રહેલી કટોકટીની સ્થિતિમાં આદિજાતિ વસ્તીનો એક સમુદાય અત્યંત અસરગ્રસ્ત થયો છે. આવી પરિસ્થિતિમાં, આદિજાતિ બાબતોના મંત્રાયલ અતંર્ગત TRIFED દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના હેઠળ સ્થાપવામાં આવેલા વન ધન સ્ટાર્ટઅપ્સ આદિજાતિ સમૂહો અને વનવાસીઓ માટે તેમજ ઘરે રહીને મજૂરી કામ કરતા લોકો અને કારીગરો માટે રોજગારીનો સ્રોત બનીને ઉભરી રહ્યા છે. 22 રાજ્યોમાં 1205 ઉદ્યોગો સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી 3.6 લાખ આદિજાતિ સમૂહનોના લોકોને રોજગારીની તકો પૂરી પાડી શકાય અને 18000 સ્વ સહાય સમૂહની પણ રચના કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631790

 

આયુષ મંત્રાલયે "ઘરમાં યોગ, પરિવાર સાથે યોગઅભિયાન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020ની તૈયારીઓ કરી

કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખતા, દૈનિક પ્રવૃત્તિઓ ધીમી પડી છે અને લોકોના આવનજાવનમાં પણ પ્રતિબંધો આવી ગયા છે જેથી, વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મુખ્યત્વે યોગની મદદથી આરોગ્ય નિર્માણ અને તણાવમાંથી મુક્તિના પાસા પર પ્રકાશ પાડવાનો આશય રાખવામાં આવ્યો છે. બાબતે સુવિધા પૂરી પાડવ માટે, આયુષ મંત્રાલય દ્વારા ટ્રેઇનરની મદદથી સત્રનું આયોજન કરવામાં આવશે જેનું પ્રસારણ 21 જૂન 2020ના રોજ સવારે 6.30 કલાકે દૂરદર્શન પર કરવામાં આવશે જેથી લોકો તેને અનુસરે અને એકજૂથ થઇને તેને આચરણમાં મૂકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631870

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢ: કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે આરોગ્ય અધિકારીઓને રાજ્ય બહારથી આવી રહેલા મુલાકાતીઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અને સહ-બિમારી ધરાવતાં દર્દીઓની વિશેષ સંભાળ રાખવા નિર્દેશો આપ્યાં હતાં. તેમણે નાગરિકોને સામાજિક અંતર જાળવવા અને જાહેર સ્થળો ઉપર માસ્ક પહેરવા અંગે પણ અપીલ કરી હતી.
  • પંજાબ: કોવિડ-19 મહામારીના કારણે રાજ્યમાં સર્જાયેલા વ્યાપક નુકસાન અને મુશ્કેલી તરફ નિર્દેશ કરતાં પંજાબના મુખ્યમંત્રીએ રૂ. 80,845 કરોડ જેટલી રકમની નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે ભારત સરકાર સમક્ષ માગણી કરી છે. આ ઉપરાંત તેમણે ભારત સરકાર પાસેથી જીવન બચાવવા માટે અને સામાન્ય જનજીવન કાર્યરત કરવા માટે લોકોની આજીવિકા સુરક્ષિત કરવા માટે વિવિધ ક્ષેત્રો માટે બિન-રાજકોષિય સહાયતાની પણ માંગ કરી હતી.
  • હરિયાણા: કોવિડ-19 અંગે હાથ ધરાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને માનવતા માટે સેવાની ભાવના સાથે કામ કરવા અને ચેપથી પોતાનું રક્ષણ કરવા અંગેની પદ્ધતિઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા પગલાં લેવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કોવિડ-19થી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લોકોમાં માસ્કનું વિતરણ કરવા પર ભાર મૂક્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે માસ્ક ન પહેરવા માટે લોકો પાસેથી વસુલવામાં આવેલા દંડની રકમનો ઉપયોગ નવા માસ્ક બનાવવા માટે કરવો જોઇએ અને જરૂરિયાતમંદ લોકોમાં તેનું વિતરણ કરવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, લોકોને પોતાની રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધારવા પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, આર્યુવેદિક અને હોમિયોપેથી દવાઓ કોઇ આડઅસરો ધરાવતી નથી અને લોકો સામાન્યપણે તેનો ઉપયોગ કરે તો કોઇ નુકસાન થતું નથી.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં નવા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત નવા 2,786  લોકોના રિપોર્ટ પોઝિટીવ નોંધાતાની સાથે રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1,10,744 પર પહોંચી ગઇ છે. અત્યારે કુલ સક્રિય કેસોની સંખ્યા 50,554 છે. હોટસ્પોટ મુંબઇમાંથી નવા 1,066 કેસો નોંધાયાં હતાં.
  • ગુજરાત: રાજ્યમાં હવે કોવિડ-19ના 5,886 પોઝિટીવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 24,055 છે.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં આજે કોવિડ-19ના નવા 115 કેસ નોંધાયા છે જેમાંથી મોટાભાગના કેસ ભરતપુર જિલ્લામાંથી નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 13,096 થઇ ગઇ છે જેમાંથી 9794 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે જ્યારે 302 દર્દીઓના અત્યાર સુધીમાં આ બીમારીનો ચેપ લાગવાથી મરણ નીપજ્યાં છે. રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 75 ટકા નોંધાયો છે જે દેશમાં સૌથી વધુ છે. રાજસ્થાનમાં 21 જૂનથી 10 દિવસ માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે જે લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે છે. અભિયાન અંતર્ગત, રાજ્યના આરોગ્ય વિભાગની ટીમો, ઘરે ઘરે જઇને સક્રિયપણે સર્વેલન્સ કરશે અને લોકોને કોવિડ-19થી બચવા અને તેને નિયંત્રણમાં લાવવા માટે કેવી સાવચેતીઓ રાખવાની જરૂર છે તે અંગે માહિતી આપશે.
  • મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં વધુ 133 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાથી રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 10,935 થઇ ગઇ છે. કોવિડ-19ના કારણે ચોવીસ કલાકમાં દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેથી કુલ 465 દર્દીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કેસ બમણા થવાનો સમય વધીને 34.1 દિવસ થઇ ગયો છે જ્યારે સાજા થવાનો દર 71.1 ટકા થયો છે. દેશમાં દર્દીઓ સાજા થવાના સૌથી વધુ દર બાબતે મધ્યપ્રદેશ બીજા ક્રમે આવે છે જ્યારે રાજસ્થાન પ્રથમ છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 44 પોઝિટીવ કેસ નોંધાયા હતા. આથી રાજ્યમાં કુલ કોવિડ-19ના કેસની સંખ્યા 1715 થઇ ગઇ છે જેમાંથી 875 સક્રિય દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે.
  • ગોવા: ગોવામાં સોમવારે કોવિડ-19 વધુ 28 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 592 પર પહોંચી ગઇ છે જેમાંથી 507 સક્રિય કેસો સારવાર હેઠળ છે. ગોવામાં પોઝિટીવ કેસો નોંધાવાના મુખ્ય સ્થળોમાં મંગોર હિલ, ન્યૂ વેડ્ડેન, મોર્લેમ, બાઇના, ચીમબેલ અને સાડા છે.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં આસામના ધેમાજીથી પૂર્વ સિઆંગ અને અન્ય જિલ્લામાંથી આવતી ટ્રકોને ફરી આવનજાવન માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે તેમાં માત્ર આવશ્યક ચીજોનું પરિવહન થઇ શકશે. ટ્રક ચાલકોને SoPનું પાલન કરવા અંગે ઉભા થયેલા પ્રશ્નોના કારણે એક અઠવાડિયા પહેલા ટ્રકોનું આવનજાવન બંધ કરી દેવામાં આવ્યું હતું.
  • આસામ: આસામમાં કોવિડ-19ના નવા 10 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 4319 થયો છે. આમાંથી 2103 સક્રિય કેસ છે જ્યારે 2205 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે અને 8 દર્દી મૃત્યુ પામ્યા છે.
  • મણીપૂર: મણીપૂરના મુખ્યમંત્રીએ ઇમાકેથેલ અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આવતા અન્ય સેંકડો સ્ટ્રીટ વેન્ડર્સને ધિરાણ સુવિધા પૂરી પાડવાની જોગવાઇ સંબંધે જાહેર ક્ષેત્રની બેંકોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.
  • મિઝોરમ: મિઝોરમમાં હાલમાં 8884 લોકોને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ માહિતી આપતા કહ્યું કે, રાજ્ય સરકાર પરીક્ષણની સંખ્યા વધારવા માટે પ્રયાસ કરી રહી છે.
  • નાગાલેન્ડ: દીમાપુરમાં લૉકડાઉનની સુધારેલી માર્ગ બહાર પાડવામાં આવી છે. આગામી 30 જૂન સુધી મુસાફર વાહનો, સલૂનો બંધ રહેશે જ્યારે બજારો/ મોલ તબક્કાવાર ફરી ખોલવામાં આવશે. નાગાલેન્ડના પેરેનમાં આવેલી જિલ્લા ટાસ્ક ફોર્સે પેરેન જિલ્લા હોસ્પિટલ અને CHC જાલુકીએ કોવિડ હોસ્પિટલમાં બેઝીન અને સ્ટેન્ડ લગાવેલી પાણીના સંગ્રહની ટાંકીઓનું દાન આપ્યું છે.
  • કેરળ: કેરળે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, વંદે ભારત મિશન અંતર્ગત રાજ્યમાં આવતા તમામ લોકો માટે કોવિડ નેગેટિવનું પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવે. રાજ્યના ઉદ્યોગમંત્રી ઇ.પી. જયરંજને કહ્યું હતું કે, વિદેશથી કોવિડ અસરગ્રસ્ત લોકોને વિશેષ વિમાનમાં લાવવા જોઇએ. સાઉદી અરબમાં ભારતીય દૂતાવાસને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, ચાર્ટર વિમાનની મદદથી કેરળમાં આવી રહેલા વિદેશી ભારતીયોને 20 જૂનથી કોવિડ નેગેટિવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું કહેવામાં આવે. રાજ્યના આરોગ્ય વિભાગે કોવિડ પ્રાથમિક પરીક્ષણ કેન્દ્રો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે; જેમને માત્ર હળવા લક્ષણો છે અથવા લક્ષણો દેખાતા નથી તેમને પ્રારંભિક તબક્કે પ્રાથમિક કેન્દ્રોમાં દાખલ કરવામાં આવશે. ચાર વધુ કેરળવાસીઓ કેરળની બહાર કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે જેમાંથી મેક્સિકોમાં એક નનનું પણ અવસાન થયું છે. રાજ્યમાં કોવિડના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે 82 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે અને 73 દર્દી સાજા થયા છે. હાલમાં રાજ્યમાં કુલ 1348 દર્દીઓ સારવાર હેઠળ છે અને કુલ 1,20,727 લોકોને વિવિધ જિલ્લામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: તામિલનાડુમાં 13 લાખથી વધુ દિવ્યાંગજનોને રૂપિયા 1,000 રોકડા રાહત તરીકે આપવામાં આવશે જેથી હાલમાં ચાલી રહેલા લૉકડાઉનના તબક્કામાં તેમને મદદ મળી શકે; અગાઉ આવી જ રાહત રાજ્ય દ્વારા ચોખાના રેશનકાર્ડ ધારકોને અને બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને આપવામાં આવી હતી. પુડુચેરીમાં કોવિડ-19ના નવા 14 કેસ નોંધાયા છે જેમાંJIPMERના માઇક્રોબાયોલોજિસ્ટનો પણ સમાવેશ થાય છે. આ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 216 થઇ ગઇ છે. ગઇકાલે રાજ્યમાં નવા નોંધાયેલા કેસ 1843, જ્યારે 797 દર્દીઓએ સાજા થયા અને 44 દર્દી મૃત્યુ પામ્યા. ચેન્નઇમાં નવા 1257 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 46504, સક્રિય કેસ: 20678, મૃત્યુ થયા: 479, સાજા થતા રજા આપવામાં આવી: 24547, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 15385.
  • કર્ણાટક: રાજ્યના મુખ્યમંત્રીએ આજે બેંગલોરમાં જણાવ્યું હતું કે, કોવિડ કટોકટી કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકારે 50 લાખ ખેડૂતોમાં દરેકને રૂપિયા 2000ની સહાયનું વિતરણ કરવા માટે રૂ. 1000 કરોડ રિલીઝ કર્યા છે. KSRTCની આંતર રાજ્ય બસ સેવાઓ આવતીકાલથી ફરી શરૂ થશે, જેમાં શરૂઆતમાં આંધ્રપ્રદેશ જવાની બસોનું પરિચાલન કરવામાં આવશે. કર્ણાટકની ઉચ્ચ અદાલતે માસ્ક ફરજિયાત પહેરવાના નિયમનો પડકારતી અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. IISc બેંગલોર દ્વારા કાર્યસ્થળે સ્વ-આકનલ ઑનલાઇન ટૂલ તૈયાર કરવામાં આવ્યું છે જેની મદદથી સંસ્થાઓને મહામારી સંબંધિત વિશેષ નીતિઓ અને આચરણો અમલમાં મૂકવામાં મદદ મળી શકશે. ગઇકાલે રાજ્યમાં 213 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 180 દર્દીઓ સાજા થઇ ગયા હતા અને બે દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 7213, સક્રિય કેસ: 2987, મૃત્યુ થયા: 88, સાજા થતા રજા આપવામાં આવી: 4135. આંધ્રપ્રદેશ: નાણાકીય વર્ષ 2020-21 માટે, આંધ્રપ્રદેશના નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે, જેમાં રૂ. 2,24,789.18 કરોડના ખર્ચની દરખાસ્ત મૂકવામાં આવી છે, મહેસુલ ખર્ચ રૂ. 1,80,392.65 કરોડ રહેવાનું અનુમાન છે, લોનની પુનઃચુકવણી અને અન્ય મૂડી ચુકવણીઓ સહિત કુલ મૂડી ચુકવણી રૂ. 44,396.54 કરોડ રહેવાનો અંદાજ છે. વર્ષ 2020-21ના અંદાજપત્રમાં એકંદરે વર્ષ 2019-20ના અંદાજપત્રના અનુમાનોની સરખામણીએ 1.4 ટકાનો ઘટાડાનું અનુમાન કરવામાં આવ્યું છે જે કોવિડ-19 મહામારીના કારણે અર્થતંત્રને પડેલા ફટકાના પરિણામે હશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15,911 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 193 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે બે વ્યક્તિ મૃત્યુ પામી છે અને 81 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 5280, સક્રિય કેસ: 2341, સાજા થયા: 2851, મૃત્યુ પામ્યા: 88.
  • તેલંગાણા: નિષ્ણાતો એવું મંતવ્ય આપી રહ્યા છે કે, તેલંગાણા સરકારે કોવિડ-19 પ્લાન પર ફરી કામ કરવું જોઇએ; તેલંગાણામાં કોવિડ-19ના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે, વ્યૂહનીતિઓ ઘડવા માટે જાહેર આરોગ્ય નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાની પ્રબળ જરૂરિયાત છે. 16 જૂનની સ્થિતિ અનુસાર, રાજ્યમાં નોંધાયેલા કુસ પોઝિટીવ કેસની સંખ્યા 5193 થઇ છે. અત્યાર સુધીમાં 2766 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે 2240 સક્રિય કેસ સારવાર હેઠળ છે અને 187 દર્દીના મૃત્યુ થયા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

FACT CHECK

 

 

 

Image

 



(Release ID: 1631979) Visitor Counter : 232