PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 12 JUN 2020 6:39PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 12.06.2020

 

 

 

Released at 1900 Hrs

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

 

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; દર્દીઓ સાજા થવાનો દર વધીને 49.47% નોંધાયો; અત્યાર સુધીમાં 1,47,194 દર્દીઓ સાજા થયા

દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી દર્દીઓ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે અને હાલમાં દર્દીઓ સાજા થવાનો દર 49.47% નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,47,194 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે જ્યારે 1,41,842 દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 6,166 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થયા છે. દેશમાં કોવિડ-19ના કેસો બમણા થવાનો દર સતત સુધરી રહ્યો છે અને ત્યારે 17.4 દિવસ થઇ ગયો છે જે લૉકડાઉનની શરૂઆતમાં 3.4 દિવસ હતો.

કેબિનેટ સચિવે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્ય સચિવો, આરોગ્ય સચિવો અને શહેરી વિકાસ સચિવો સાથે બેઠક યોજી હતી. રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે તેઓ, કોવિડ-19ના વધુ અસરકારક વ્યવસ્થાપન માટે કન્ટેઇન્મેન્ટ, પરીક્ષણ અને ટ્રેસિંગ, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો, કેસોના તબીબી વ્યવસ્થાપન અને સામુદાયિક જોડાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે. ICMR દ્વારા નોવલ કોરોના વાયરસના પરીક્ષણ માટે ક્ષમતા વધારવામાં આવી છે. સમગ્ર દેશમાં કુલ 877 લેબોરેટરી (637- સરકારી લેબોરેટરી અને 240 ખાનગી લેબોરેટરી)માં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,50,305 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 53,63,445 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631161

 

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ શહેરો/ મેટ્રો રેલ કંપનીઓએ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને શહેરી પરિવહન સેવાઓ પૂરી પાડતી વખતે અનુસરવાના માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા

આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, શહેરો અને મેટ્રો રેલ કંપનીઓ માટે એક એડવાઇઝરી બહાર પાડીને ત્રણ-ધારી વ્યૂહરચના તબક્કાવાર રીતે અપનાવવાની સલાહ આપી છે [ટુંકા ગાળાની (6 મહિનામાં), મધ્યમ ગાળાની (1 વર્ષમાં) અને લાંબા ગાળાની (1-3 વર્ષમાં)]. એડવાઇઝરી કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે જેના કારણે અચાનક આપણા જનજીવન પર મોટી અસર પડી છે અને તેના કારણે આપણા સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક પરિવહન તંત્રો ખોરવાઇ ગયા છે. કોવિડ-19ની મહામારીએ આપણને અલગ જાહેર પરિવહનના વિકલ્પો અપનાવવા અને નવા એવા ઉકેલો સાથે આગળ આવવાની તક આપી છે જે ગ્રીન, પ્રદૂષણ મુક્ત, અનુકૂળ અને ટકાઉક્ષમ હોય. આવી વ્યૂહરચના માટે નોન-મોટરાઇઝ્ડ પરિવહન અને જાહેર પરિવહન પર મોટું ધ્યાન આપવાનું છે અને સાથે ટેકનોલોજીનો મોટાપાયે ઉપયોગ કરવાનો છે જેથી મુસાફરી પહેલાં અને તે દરમિયાન તમામ પ્રકારની ચુકવણી થઇ શકે અને મુસાફરોને માહિતીની સિસ્ટમ પૂરી પાડી શકાય.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631071

 

GST કાઉન્સિલ દ્વારા કાયદો અને પ્રક્રિયા સંબંધિત ભલામણો કરવામાં આવી

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી GST કાઉન્સિલની 40મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કાયદો અને પ્રક્રિયા સંબંધિત ફેરફારોની ચોક્કસ ભલામણો કરવામાં આવી હતી. અગાઉના રિટર્ન માટે વિલંબ ફીમાં ઘટાડા સહિત વ્યાપાર સુવિધાના પગલાં; ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2020 કરવેરાના સમયમાં નાના કરદાતાઓને રિટર્ન મોડુ ભરવામાં રાહત; અનુવર્તી કરવેરા સમયગાળા માટે નાના કરદાતાઓને રાહત (મે, જૂન અને જુલાઇ 2020); નોંધણીનું રદીકરણ પાછું ખેંચવા માટેના સમયગાળામાં એક વખત મુદત વૃદ્ધિ; CGST અધિનિયમ 2017 અને IGST અધિનિયમ 2017માં સુધારો કરીને નાણાં અધિનિયમ, 2020ની કેટલીક ચોક્કસ જોગવાઇઓ, 30.06.2020થી અમલમાં મૂકવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631142

 

શ્રી પીયૂષ ગોયલે ક્વૉલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સમીક્ષા કરી; કહ્યું કે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ ગુણવત્તા અને સેવાના પાયા પર થશે

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ગુણવત્તા ભારતનું ભાવિ નક્કી કરશે. આજે, ક્વૉલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સમીક્ષા કરતી વખતે શ્રી ગોયલે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ ગુણવત્તાપૂર્ણ સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓના પાયા પર થશે અને તેના થકી તે વધુ સમૃદ્ધ થશે. તેમણે જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત સજાગતાએ સામાન્ય માણસના સ્તર પર ધ્યાન આપવું પડશે, અને ગુણવત્તાયુક્ત સંસ્કૃતિ આપણા જીવનના તમામ પાસાઓમાં આત્મસાત અને સંવર્ધન કરશે. તેમણે QCIને અન્ય દેશોમાં કોવિડ પછીના સમયમાં ઉભરી રહેલી શ્રેષ્ઠ રીતભાતોનો અભ્યાસ કરવાનું કહ્યું હતું અને વિવિધ પાસાઓ તેમજ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે અનુસાર ભારતમાં તે અપનાવા માટે જણાવ્યું હતું,  

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631132

 

સંરક્ષણ મંત્રાલયે કોવિડ-19ની પરિસ્થિતિના કારણે સ્થાનિક ઉત્પાદકોની મૂડી હસ્તાંકરણ ડિલિવરીની મુદત ચાર મહિના લંબાવી

સંરક્ષણ મંત્રાલયે કોવિડ-19ના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં પૂરવઠા સાંકળમાં વિક્ષેપ પડ્યો હોવાથી તમામ ભારતીય વેન્ડર્સ સાથે હાલમાં અસ્તિત્વમાં રહેલ મૂડી હસ્તાંતરણના કરારોની મુદત ચાર મહિના સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ બાબતે સંરક્ષણ મંત્રાલયની હસ્તાંતરણ પાંખ દ્વારા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહની માન્યતા સાથેનો આદેશ આજે બહાર પાડવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે, “આ અનઅપેક્ષિત સંજોગોના કારણે ઉભી થયેલી સ્થિતિ ચાર મહિના માટે એટલે કે 25 માર્ચ 2020 થી 24 જુલાઇ 2020 સુધી અમલમાં રહેશે. આદેશમાં ટાંકવામાં આવ્યું છે કે, અનઅપેક્ષિત સ્થિતિના સમયને કરાર કરેલા ઉપકરણો/ સેવાની ડિલિવરીના વિલંબની ગણતરી કરતી વખતે બાકાત રાખવામાં આવશે અને પ્રવાહિતતા નુકસાન ચાર્જ લાગુ કરવાનું પણ બાકાત રાખવામાં આવશે. પગલાંથી સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગ, કે જેમનું ઉત્પાદન શિડ્યૂલ કોવિડ-19ની સ્થિતિના કારણે અટકી ગયું છે તેમને મોટી રાહત મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631078

 

ભારતીય રેલવે રાજ્યોને તેમની માંગ અનુસાર શ્રમિક વિશેષ ટ્રેનો આપવાનું ચાલુ રાખશેIndian વિસ્થાપિત શ્રમિકો સલામત અને આરામદાયક રીતે તેમના વતન રાજ્યોમાં પરત ફરી શકે તે માટે ભારતીય રેલવે રાજ્યોની માંગ અનુસાર તેમને શ્રમિક વિશેષ ટ્રેનો આપવામાં ચાલુ રાખશે. હાલમાં, રેલવે બોર્ડના ચેરમેને સંદર્ભે તમામ રાજ્યોને પત્ર દ્વારા જાણ કર્યા પછી વિવિધ રાજ્યો દ્વારા વધુ 63 શ્રમિક વિશેષ ટ્રેનોની માંગણી કરવામાં આવી છે. કુલ 7 રાજ્યો એટલે કે, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગુજરાત તેમજ જમ્મુ અને કાશ્મીર દ્વારા શ્રમિક વિશેષ ટ્રેનો આપવા માટે માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભારતી રેલવે દ્વારા અત્યાર સુધીમાં 4277 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાં 60 લાખથી વધુ મુસાફરો તેમના ગંતવ્ય સ્થળે પહોંચ્યા છે. 1 મે 2020થી શ્રમિક વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. કુલ 63 શ્રમિક વિશેષ ટ્રેનોમાં 3 ટ્રેનની વિનંતી આંધ્રપ્રદેશ, 1 ટ્રેનની વિનંતી ગુજરાત, 9 ટ્રેનની વિનંતી જમ્મુ અને કાશ્મીર, 3 ટ્રેનની વિનંતી કર્ણાટક, 32 ટ્રેનની વિનંતી કેરળ, 10 ટ્રેનની વિનંતી તામિલનાડુ, 2 ટ્રેનની વિનંતી પશ્ચિમ બંગાળ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની સરકાર તેમની જરૂરિયાત અનુસાર જાણ કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631092

 

આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત, 22,812 મેટ્રિક ટન ખાદ્યાન્નનું મે અને જૂન મહિનામાં 45.62 લાખ લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું; 2,092 મેટ્રિક ટન દાળનું વિતરણ પણ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવ્યું

ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)ના અહેવાલ અનુસાર 11.06.2020ના રોજની સ્થિતિ પ્રમાણે FCI પાસે 270.89 લાખ મેટ્રિક ટન ચોખા અને 540.80 લાખ મેટ્રિક ટન ઘઉં, એમ કુલ મળીને 811.69 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો (હાલમાં ચાલી રહેલી ઘઉં અને ચોખાની ખરીદીમાં જે જથ્થો હજુ ગોદામો સુધી નથી પહોંચ્યો તે સિવાયનો જથ્થો) ઉપલબ્ધ છે. અંદાજે 55 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નની દર મહિને NFSA અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે જરૂર પડે છે. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ 5.48 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો ઉપાડ્યો છે અને 22,812 મેટ્રિક ટન ખાદ્યાન્નનું કુલ 45.62 લાખ (મે મહિનામાં 35.32 લાખ અને જૂન મહિનામાં 10.30 લાખ) લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. PMGKAY અંતર્ગત ત્રણ મહિના- એપ્રિલ, મે અને જૂનમાં કુલ 104.3 લાખ મેટ્રિક ટન ચોખા અને 15.2 લાખ મેટ્રિક ટન ઘઉંની જરૂર હતી જેમાંથી 94.71 લાખ મેટ્રિક ટન ચોખા અને 14.20 લાખ મેટ્રિક ટન ઘઉં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631110

 

રામગુંદમ પ્લાન્ટમાં સપ્ટેમ્બર 2020 સુધીમાં ઉત્પાદન પ્રક્રિયા શરૂ થશે તેવી અપેક્ષા, જ્યારે ગોરખપુર, બરૌની અને સિંદરીમાં કોવિડ-19ની સ્થિતિ હોવા છતાં પણ મે 2021 સુધીમાં ઉત્પાદન શરૂ થઇ જશે

કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખાતર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને ખાતરના પાંચ પ્લાન્ટ ફરી બેઠાં કરવા માટે ચાલી રહેલી કામગીરીમાં પ્રગતીની સમીક્ષા કરી હતી. શ્રી માંડવિયાને માહિતી આપવામાં આવી હતી કે, રામગુંદમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL) દ્વારા અત્યાર સુધીમાં 99.53% ભૌતિક કામગીરીમાં પ્રગતી કરી લેવામાં આવી છે અને કોવિડ-19 મહામારીના કારણે કેટલાક નાના નાના ભૌતિક કાર્યો પૂરાં કરવામાં વિલંબ થયો છે. આ તમામ કાર્યો સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં પૂરાં થઇ જશે તેવી અપેક્ષા છે. ગોરખપુર, સિંદરી અને બરૌની ખાતર પ્લાન્ટમાં અત્યાર સુધીમાં અનુક્રમે 77%, 70% અને 69% ભૌતિક કામગીરીઓ સંપન્ન થઇ ગઇ છે. ગોરખપુર, બરૌની અને સિંદરી પ્લાન્ટની કામગીરી મે 2021 પહેલાં પૂર્ણ થઇ જશે તેવી અપેક્ષા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1631136

 

NCR પ્રદેશમાં હળવા ભૂકંપના આંચકા: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના વડાએ કહ્યું, ગભરાવાની જરૂર નથી

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના નિદેશક, ડૉ. બી.કે. બંસલે જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હી –NCR પ્રદેશમાં આવેલા ભૂકંપના હળવા આંચકાથી ગભરાવાની કોઇ જરૂર નથી. પરંતુ એ પણ મહત્વપૂર્ણ છે કે, અગાઉથી તૈયારીએ રાખવી જોઇએ ભૂકંપના જોખમને ઘટાડવા માટે શમનના પગલાં લેવા જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630974

 

શ્રી નરેન્દ્રસિંહ તોમરે ઇન્ટર્નશીપ કાર્યક્રમની યોજના - સહકારમિત્રનો પ્રારંભ કર્યો

આ યોજનાનો પ્રારંભ કરતા શ્રી તોમરે જણાવ્યું હતું કે, અનન્ય સહકારી ક્ષેત્ર વિકાસ ફાઇનાન્સ સંગઠન, રાષ્ટ્રીય સહકારી વિકાસ સંગઠન, NCDC દ્વારા સહકારી ક્ષેત્ર ઉદ્યમશીલતા વિકાસ ઇકો સિસ્ટમ માટે ખાસ કરીને ક્ષમતા નિર્માણ, યુવાનો માટે પેઇડ ઇન્ટર્નશીપ અને ઉદાર શરતો સાથે નિશ્ચિત પ્રોજેક્ટ દ્વારા શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે જેથી યુવા સહકારી સાહસિકો સ્ટાર્ટઅપ મોડથી આગળ વધી શકે. સહકારમિત્ર યોજનાથી સહકારી સંસ્થાઓને યુવા પ્રોફેશનલો પાસેથી નવા અને નવીનતાપૂર્ણ વિચારોનો ઍક્સેસ મળશે જ્યારે ઇન્ટર્ન્સને આત્મનિર્ભર બનવા માટે ફિલ્ડમાં કામ કરવાનો અનુભવ મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631125

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • મહારાષ્ટ્ર: રાજ્યમાં ગુરુવારે 3607 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 97,648 ઉપર પહોંચી ગઇ છે. રાજ્યમાં 47,968 સક્રિય કેસો છે જ્યારે ગુરુવારના રોજ 152 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. રાજ્યના હોટસ્પોટ મુંબઇમાં ગુરુવારે વધુ 1540 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અહીં કોરોના વાયરસના કારણે પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની કુલ સંખ્યા 53,985 પર પહોંચી ગઇ છે. કોવિડ-19ના દર્દીઓને બેડની ફાળવણીમાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને વિકેન્દ્રિકૃત હોસ્પિટલ બેડ વ્યવસ્થાપન સિસ્ટમ તૈયાર કરી છે અને તમામ 24 વૉર્ડમાં તેને કાર્યરત કરી છે.
  • ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 513 નવા કેસોના ઉમેરા સાથે ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 22,032 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાંથી 366 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી જેથી રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 15,019 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 38 દર્દીઓ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા હોવાથી અત્યાર સુધીમાં કુલ 1385 દર્દીઓએ કોરોના વાયરસમાં જીવ ગુમાવ્યો છે. અગાઉના નિર્ણયમાં સુધારો કરતા, રાજ્યની સરકારે આજથી MD હોય તેવા કોઇપણ ખાનગી ફિઝિશિયનની સલાહના આધારે ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે સવાર સુધીમાં કોવિડ-19ના નવા 92 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા મોટાભાગના કેસ સિરોહીમાંથી અને તે પછી જયપુરમાંથી છે. સારી વાત છે કે, રાજ્યમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર 74% કરતા વધારે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ 11,930 દર્દીઓમાંથી 8843 દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યમાં હાલમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 2818 છે જ્યારે અત્યાર સુધીમાં રોગના કારણે કુલ 269 દર્દીઓના મૃત્યુ થયા છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના વધુ 192 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 10,241 થઇ ગઇ છે. ગુરુવારે, રાજ્યમાં કોરોનાની બીમારીથી 4 વ્યક્તિના મોત નીપજ્યાં હોવાથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 431 થયો છે. 31 મેના રોજ લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા ત્યારથી, રાજ્યમાં કોવિડ-19ના નવા 2152 કેસ ઉમેરાયા છે.
  • છત્તીસગઢ: રાજ્યમાં ગુરુવારે કોવિડ-19ના નવા 46 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કોરોના વાયરસથી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1398 થઇ ગઇ છે. તેમાંથી, હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 945 છે.
  • ગોવા: ગોવામાં ગુરુવારે વધુ 30 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે અસરગ્રસ્ત થયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 417 સુધી પહોંચી ગઇ છે જેમાંથી 350 સક્રિય કેસ અત્યારે સારવાર હેઠળ છે.
  • પંજાબ: રાજ્યમાં કોવિડ-19ના સામુદાયિક ફેલાવાની આશંકાઓ અને મહામારી તેના સર્વાધિક સ્તરે પહોંચશે તેવા અનુમાનો બે મહિના દૂર હોવાના સંકેતો વચ્ચે પંજાબના મુખ્યમંત્રીએ લૉકડાઉનના ચુસ્ત અમલનો આદેશ આપ્યો છે અને વિકએન્ડ્સ, જાહેર રજાઓના સમયમાં માત્ર -પાસ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આવા પગલાંઓ લેવા જરૂરી હતા કારણ કે કોવિડના કેસો અત્યાર સમગ્ર દુનિયામાં વધી રહ્યા છે. જો આકરા પગલાં લેવામાં આવશે તો શક્ય હોય ત્યાં સુધી સર્વાધિક કેસોની સ્થિતિમાં વિલંબ લાવી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે, કોઇ પ્રારંભિક રસી નથી અથવા કોઇ ચોક્કસ સારવાર નથી માટે મહામારી સામે લડવા માટે માત્ર પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાનું તે એકમાત્ર વિકલ્પ છે.
  • હિમાચલ પ્રદેશ: મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારે હિમકેર અને આયુષમાન ભારત યોજના અંતર્ગત કોરોનાના પરીક્ષણ અને સારવારની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં અંદાજે 5.69 યોગ્યતા ધરાવતા લોકોને સામાજિક સુરક્ષા પેન્શન ત્રણ મહિના માટે એડવાન્સમાં આપવામાં આવ્યું હતું જેથી સમાજના નિઃસહાય વર્ગને કોરોના મહામારીના કારણે કોઇ મુશ્કેલીનો સામનો કરવાની નોબત ના આવે. તેમણે કહ્યું કે, સામાજિક સુરક્ષા પેન્શનના 44000 નવા કેસને મંજૂરી આપી દેવાઇ છે.
  • કેરળકોવિડ બીમારીના કારણે કન્નુરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 19 થયો છે. વ્યક્તિ 9 જૂને મુંબઇથી આવી હતી અને તેને હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવી હતી. દરમિયાન, સત્તાધીશો થ્રિસુરમાં ચુસ્ત પ્રતિબંધો મુકવાની તૈયારી કરી રહ્યા છે કારણ કે ત્યાં એકબીજાના સંપર્કોમાં આવવાથી કોવિડ-19ના કેસોની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. કેરળ ઉચ્ચ અદાલતની ડિવિજન ખંડપીઠે આજે સિંગલ જજના ચુકાદા પર મનાઇહુકમ આપ્યો હતો જેમાં ખાનગી બસોના ચાલકોને કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરો પાસેથી વધુ ભાડુ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. વધુ કેરળવાસીઓ અખાતી દેશોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હોવાથી અખાતી દેશોમાં રાજ્યના કુલ 215 લોકો બીમારીથી મૃત્યુ પામ્યા છે. અંદાજે 300 કેરળવાસીઓ રાજ્યની બહાર કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ગઇકાલે કેરળમાં નવા 83 કેસ પોઝિટીવ નોંધાયા છે. હાલમાં કોવિડ-19ના 1,258 દર્દીઓ સારવાર હેઠળ છે.
  • તામિલનાડુ: સર્વોચ્ચ અદાલતે તામિલનાડુ સરકારને ઑનલાઇન અથવા પ્રત્યક્ષ વેચાણ દ્વારા દારુના વેચાણ માટે યોજનાબદ્ધ પદ્ધતિ અપનાવવાની મંજૂરી આપી છે. મદ્રાસ ઉચ્ચ અદાલતે રાજ્ય અને કેન્દ્રને વિદેશમાં ફસાયેલા તામિલો બાબતે નોટિસ પાઠવી છે. ચેન્નઇ- ચેનંગાલપટ્ટુ સરહદે વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, માન્ય -પાસ ફરજિયાત કરવામાં આવ્યો છે. તામિલાનાડુની સરકારે અફવાઓનું ખંડન કરતા કહ્યું હતું કે, ચેન્નઇમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. ગઇકાલે રાજ્યમાં 1875 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1372 દર્દીઓ સાજા થયા હતા અને 23 વ્યક્તિનાં મરણ નીપજ્યાં હતા. ચેન્નઇમાં 1406 કેસ નવા નોંધાયા હતા. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા: 38176, સક્રિય કેસ: 17659, મૃત્યુ થયા: 349, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા 13310 નોંધાઇ છે.
  • કર્ણાટક: ઉચ્ચ શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી ડૉ. સી.એન. અશ્વથનારાયણે જણાવ્યું  હતું કે, સંપૂર્ણ અનલૉક પછી રાજ્યમાંમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવશે. દરમિયાન, તબીબી શિક્ષણ મંત્રી ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે, ILI (ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણો) ધરાવતા દર્દીઓને અલગ રાખવામાં આવશે. રાજ્યમાં ગઇકાલે 204 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 114 દર્દીને રજા આપવામાં આવી હતી અને 3 વ્યક્તિનાં મરણ નીપજ્યાં હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ: 6245, સક્રિય કેસ: 3195, મૃત્યુ પામ્યા: 72, સાજા થયા: 2976
  • આંધ્રપ્રદેશ: ACB ભૂતપૂર્વ મંત્રી અને TDPના નેતા કે. અચનાયડુની શ્રીકાકુલમ જિલ્લામાંથી ESICના કરોડો રૂપિયાના કૌભાંડમાં તેમની સંડોવણીના આરોપ બદલ ધરપકડ કરી હતી. કોવિડ-19ના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી રાજ્ય સરકારે વધુ ડૉક્ટરો અને પેરા-મેડિકલ સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. 9712 જગ્યાઓ કાયમી ધોરણે, કોન્ટ્રાન્ક્ટ અને આઉટસોર્સિંગના આધારે ભરવા સંબંધે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. તિરુપતિમાં TTD કર્મચારીને કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવતા શ્રી ગોવિંદરાજાસ્વામી મંદિર બંધ કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,775 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી 141 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 59 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે અને કોઇ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 4402, સક્રિય કેસ: 1723, સાજા થયા: 2599, મૃત્યુ થયા: 80
  • તેલંગાણા: ગાંધી હોસ્પિટલમાં શુક્રવારે સવારે જુનિયર ડૉક્ટરોએ શરતો સાથે હડતાળ સમેટી લીધી હતી અને તાત્કાલિક તેમની ફરજમાં પાછા જોડાઇ ગયા હતા. તેલંગાણાના તમામ જિલ્લા ફરી કોરોના વાયરસની પકડમાં આવી રહ્યા છે. કુલ પોઝિટીવ નોંધાયેલા કેસોનો આંકડો વધીને 4,320 થયો છે જેમાંથી 2,162 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 13,479 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. કુલ કેસ 67 નોંધાયા છે જેમાંથી 63 કેસ હાલમાં સક્રિય છે. અરુણાચલમાં લૉકડાઉનના ઉલ્લંઘનના કુલ 12,272 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 624 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 891 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 27 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
  • મણીપૂર: આરોગ્યમંત્રીએ કામજોંગ અને નોનેય જિલ્લા માટે બે એમ્બ્યુલન્સ સોંપી છે. એમ્બ્યુલન્સ કોવિડ-19ના દર્દીઓ અને શંકાસ્પદોને લઇ જવા માટે PPP મોડેલ પર ખરીદવામાં આવી છે.
  • મિઝોરમ: મિઝોરમના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ચેન્નઇથી પરત આવી રહેલા તમામ લોકોનું કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવશે. ચેન્નઇથી પરત આવેલા કેટલાક લોકોને પોઝિટીવ રિપોર્ટ આવ્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે.
  • નાગાલેન્ડ: ગુવાહાટી ઉચ્ચ અદાલત, કોહીમા ખંડપીઠે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં કોવિડ-19 ઉપકર લાગુ કરવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી સંબંધે નાગાલેન્ડ સરકારને જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. નાગાલેન્ડમાં દીમાપુર ખાતે પરંપરાગત કુટીરોમાં લોથા પરત ફરનારાઓની પ્રતિક્ષા થઇ રહી છે. કુટીરો પરંપરાગત નાગા શૈલીમાં તૈયાર કરવામાં આવી છે અને લોથા સમુદાયના અંદાજે 15 લોકોને ત્યાં રહેવાની વ્યવસ્થા થશે.
  • ત્રિપુરા: રાજ્યના મુખ્યમંત્રીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી અંગે વર્તમાન સ્થિતિ અને ભાવિ બાબતો પર ચર્ચા કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Image

 

 



(Release ID: 1631227) Visitor Counter : 233