PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 06 JUN 2020 6:27PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 06.06.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના કુલ 4,611 દર્દી સાજા થઇ ગયા છે. સાથે, અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,14,073 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર હાલમાં 48.20% નોંધાયો છે. અત્યારે દેશમાં કુલ 1,15,942 સક્રિય કેસો છે અને તેમને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓને ઝડપથી શોધી કાઢવા માટે ICMR દ્વારા સેમ્પલના પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં અત્યારે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 520 કરવામાં આવી છે જ્યારે ખાનગી લેબોરેટરીની સંખ્યા 222 છે (કુલ 742 લેબોરેટરી). છેલ્લા 24 કલાકમાં 1,37,938 સેમ્પલનું કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 45,24,317 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

 

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629900

 

ઓપરેશન સમુદ્ર સેતુ – INS જલશ્વ 700 ભારતીયો સાથે ટુટીકોરિન આવવા માટે માલેથી રવાના

ભારતીય નૌસેનાનું જહાજ જલશ્વ, 04 જૂન 2020ના રોજ ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે તેમના ત્રીજા ફેરા માટે માલદીવ્સના માલે ખાતે પહોંચ્યું હતું. વિદેશમાંથી ભારતીયોને પરત લાવવાના ભારત સરકારના પ્રયાસોમાં નૌસેનાના યોગદાનરૂપે ઓપરેશન ચલાવીને દરિયાઇ માર્ગે તેમને પાછા લાવવામાં આવે છે. માલે પહોંચેલું જલશ્વ જહાજ 700 ભારતીયો સાથે 05 જૂન 2020ના રોજ મોડી સાંજે ત્યાંથી ભારત આવવા માટે રવાના થયું હતું. જહાજમાં મુસાફરોને બેસાડવાની કામગીરી દરમિયાન કોવિડ-19ના તમામ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. જહાજ 07 જૂન 2020ના રેજ ટુટીકોરિન પહોંચશે તેવી અપેક્ષા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629821

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રવાન્ડાના રાષ્ટ્રપતિ મહામહિમ પૌલ કાગમે વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રવાન્ડાના રાષ્ટ્રપતિ મહામહિમ પૌલ કાગમે વચ્ચે આજે ટેલીફોન પર ચર્ચા થઇ હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારીના કારણે પોત પોતાના દેશોમાં આરોગ્ય સંભાળ તંત્ર અને અર્થતંત્ર સામે ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરી હતી. તેમણે આ બીમારીથી દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે અને તેનું વ્યવસ્થાપન કરવા માટે પોતાના દેશમાં લીધેલા પગલાંઓ અંગે એકબીજાને માહિતી આપી હતી. બંને નેતાઓ એ વાતે સંમત થયા હતા કે, વર્તમાન કટોકટીના આ સમયમાં એકબીજાના દેશોના નાગરિકોને સ્વદેશ પરત મોકલવામાં બંને દેશો શક્ય હોય તે તમામ પ્રકારે સહકાર આપશે. પ્રધાનમંત્રીએ રવાન્ડાના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, કોરોના વાયરસને નાથવા માટે રવાન્ડાના પ્રયાસોમાં ભારત અડગપણે સહકાર આપવાનું ચાલુ રાખશે જેમાં તબીબી સહાય પહોંચાડવાનું પણ સામેલ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629747

 

ગ્રામીણ ભારત અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે રાષ્ટ્રપતિએ બે વટહુકમ બહાર પાડ્યા

આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવાના આશયથી કેટલાક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ નિર્ણયોની જાહેરાત કર્યા પછી, ભારતના રાષ્ટ્રપતિએ ભારતમાં કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા ખેડૂતો માટે ગ્રામીણ ભારતને વેગ આપવા અને તેની પ્રગતીના આશયથી નીચે દર્શાવેલા વટહુકમ બહાર પાડ્યા છે: કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધાવટહુકમ 2020; અને ભાવની ખાતરી પર ખેડૂત સમજૂતી કરાર (અધિકાર આપવો અને સુરક્ષા) અને કૃષિ સેવા વટહુકમ 2020.

જ્યારે કૃષિ અને તેની સાથે સંકળાયેલા પ્રવૃત્તિઓની સમગ્ર ઇકોસિસ્ટમની કસોટી કોવિડ-19ના સમય દરમિયાન થઇ ગઇ છે ત્યારે, ફરી પુષ્ટિ કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારની સુધારા પ્રક્રિયામાં ઝડપ લાવવી જોઇએ અને તેમાં એક રાષ્ટ્રીય કાયદો સુવિધાજનક વ્યવસ્થાતંત્ર હોવું જોઇએ જેથી રાજ્યની અંતર બે રાજ્યો વચ્ચે કૃષિ ઉત્પાદનના વેપારમાં સુધારો લાવી શકાય. ભારત સરકારે એ વાતને માન્યતા આપી કે, ખેડૂત બહેતર ભાવે પોતાનો પાક પોતાની પસંદગીના સ્થળે વેચી શકે છે જેથી સંભવિત ખરીદદારોની સંખ્યામાં વધારો થશે. ખેતીની સમજૂતીઓ માટે એક સુવિધાનજક ઇન્ફ્રસ્ટ્રક્ચરની આવશ્યકતા હોવાનું પણ સ્વીકારવામાં આવ્યું હતું. આથી આ બે વટહુકમ બહાર પાડવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629750

 

HRD મંત્રીની અધ્યક્ષતામાં ઇન્સ્ટિટ્યુટ ઓફ એમિનન્સ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલા કામો પ્રગતીની સમીક્ષા માટે બેઠક યોજાઇ

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકની અધ્યક્ષતામાં ઇન્સ્ટિટ્યુટ ઓફ એમિનન્સ (IoE) યોજના  અંતર્ગત મંજૂર કરવામાં આવેલા કામોની પ્રગતીની સમીક્ષા માટે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, IOE અને HEFAના કામકાજો પર દેખરેખ રાખવા માટે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય અંતર્ગત પરિયોજના વ્યવસ્થાપન એકમની 15 દિવસમાં સ્થાપના થવી જોઇએ. શ્રી નિશંકે ખાતરી આપી હતી કે, MHRD દ્વારા IoEની વિવિધ સાર્વજનિક સંસ્થાઓને પ્રતિબદ્ધતા પત્ર મોકલવામાં આવશે કે, IoE માટે MOU અનુસાર ખર્ચ માટે ભંડોળ રિલીઝ કરવામાં આવશે. તેમણે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, કોવિડ-19ના કારણે સ્થગિત થઇ ગયેલી બાંધકામની પ્રવૃત્તિઓ હવે શરૂ થઇ ગઇ છે અને IoEમાં હવે કામગીરી વધુ ઝડપથી આગળ વધી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629676

 

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોવિડ-19 માટે વિજ્ઞાન ક્ષેત્રે દ્વિ-પક્ષીય સહકાર માટે સંશોધન દરખાસ્તો મંગાવવામાં આવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનંમત્રી શ્રી સ્કોટ મોર્રિસન એમ.પી.એ સંયુક્ત રીતે વર્ષ 2020માં કોવિડ-19 માટે વિશેષ સહકારની જાહેરાત કરી છે. 04 જૂન 2020ના રોજ ભારત- ઑસ્ટ્રેલિયાના નેતાઓ વચ્ચે યોજાયેલી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. તદઅનુસાર, ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ઑસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન, ઉર્જા અને સંસાધનો વિભાગે (DISER) રસ ધરાવતા વૈજ્ઞાનિકો અને સંશોધકો પાસેથી ઑસ્ટ્રેલિયા- ભારત વ્યૂહાત્મક સંશોધન ભંડોળ (AISRF) અંતર્ગત કોવિડ-19 માટે સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ મંગાવ્યા છે. AISRFએ વિજ્ઞાન ક્ષેત્રે સહકાર માટેનું દ્વિપક્ષીય સહકાર પ્લેટફોર્મ છે જે ભારત અને ઑસ્ટ્રેલિયાની સરકાર દ્વારા સંયુક્ત રીતે સંચાલિત કરવામાં આવે છે અને ભંડોળ આપવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629605

 

ડૉ. જીતેન્દ્રસિંહે મોદી 2.0 સરકારના નેતૃત્વમાં એક વર્ષમાં DoNERની સિદ્ધિઓને વર્ણવતી પુસ્તિકા અને તેના -સંસ્કરણનું વિમોચન કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરનો પ્રદેશ એક કરતા વધુ પ્રકારે રોલ મોડલ તરીકે ઉભરી આવ્યો છે. છેલ્લા છ વર્ષમાં વિકાસ માટે એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યા પછી, આ પ્રદેશ કોરોના બીમારીના વ્યવસ્થાપન તરીકે પણ રોલ મોડલ તરીકે ઉભરી આવ્યો છે અને સામાન્ય કામકાજની સ્થિતિ ફરી સ્થાપિત કરીને, ફરી એકવાર આ પ્રદેશે સમગ્ર દેશને અનુસરી શકાય તેવું મોડલ પ્રસ્તૂત કર્યું છે. ડૉ. સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી પૂર્વોત્તર પ્રદેશને મળેલી પ્રાથમિકતા અને પ્રોત્સાહનની ફળશ્રૃતિ રૂપે જ આ બધુ શક્ય બન્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629908

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • અરુણાચલ પ્રદેશ: કોવિડ-19ની તપાસ માટે કુલ 10,790 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યારે રાજ્યમાં 46 સક્રિય કેસ છે જ્યારે એક દર્દી સાજો થઇ ગયો છે. 1700થી વધુ પરીક્ષણોના પરિણામની હજુ પ્રતીક્ષા જોવાઇ રહી છે.
 • આસામ: રાજ્યમાં 38 દર્દીઓમાં કોવિડ-19નો રિપોર્ટ બે વખત નેગેટીવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 547 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે 1770 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
 • મણીપૂર: મણીપૂરમાં કોવિડ-19ના વધુ 11 દર્દીના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હોવાની પુષ્ટિ થતા કુલ 143 દર્દીઓ થઇ ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 52 દર્દી બીમારીમાંથી સાજા થઇ ગયા છે અને સાજા થવાનો દર 36 ટકા નોંધાયો છે.
 • મિઝોરમ: મિઝોરમને કોવિડ-19ના સેમ્પલનું પરીક્ષણ કરવા માટે RT-PCR પરીક્ષણ મશીન મળ્યું છે. મશીન ઐઝવાલમાં ઝોરમ મેડિકલ કોલેજ ખાતે લગાવાયું છે.
 • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત વધુ 12 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે જેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા ગુવાહાટી ખાતે આવ્યા હતા. એગ્રી એક્સપોમાં પરત આવી રહેલા લોકોનું ફરજિયાત સ્ક્રિનિંગ કરવાનો અને તેમને અલગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોકોચુંગ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ નાગાલેન્ડમાં TRUE-NAT મશીનની એક્સેસરીઝ ખરીદવા માટે કોવિડ-19 માટેની જિલ્લા ટાસ્ક ફોર્સને રૂપિયા 3 લાખ યોગદાન પેટે આપ્યા છે.
 • કેરળ: રાજ્યમાં કોવિડ-19ના કારણે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે, જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 15 થયો છે. ભૂતપૂર્વ ફુટબોલર અને સંતોષ ટ્રોફી ખેલાડી હમસાક્કોયા (63)ની મલપ્પુરમમાં માંજેરી મેડિકલ કોલેજ ખાતે સારવાર ચાલી રહી હતી તેમનું આજે અવસાન થયું છે. તેઓ રાજ્યના એવા પ્રથમ વ્યક્તિ હતા જેમને કોવિડની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમના પરિવારના 5 સભ્યોની પણ કોવિડ-19ની સારવાર ચાલી રહી છે. કોઝીકોડ મેડિકલ કોલેજમાં કોવિડ-19ના દર્દીઓની ખૂબ નજીકમાં રહેનારા 190 આરોગ્ય કર્મચારીઓને ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા તેમાંથી 118ના સેમ્પલના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. અખાતી દેશોમાં વધુ કેરળવાસીઓ કોવિડ-19ની બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાથી કુલ મૃત્યુઆંક 170 થયો છે. રાજ્યમાં કોવિડના કેસની સંખ્યા ગઇકાલે ત્રણ આંકડામાં વધી હતી. ગઇકાલે 111 કેસ પોઝિટીવ નોંધાયા હતા. હાલમાં રાજ્યમાં 973 દર્દીઓ કોવિડ-19 બીમારીની સારવાર હેઠળ છે.
 • તામિલનાડુ: પુડુચેરીમાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ 8 જૂનથી બિન-કોવિડ દર્દીઓની સારવાર માટે ખોલવામાં આવશે. દરમિયાન, પુડુચેરીમાં વધુ પાંચ વ્યક્તિને કોરોના વાયરસના ચેપનો રિપોર્ટ પોઝિટીવ આવતા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ કેસની સંખ્યા વધીને 104 થઇ છે. તામિલનાડુમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટે રોજનો ચાર્જ નિર્ધારિત કરવામાં આવ્યો છે: ICU માટે મહત્તમ રૂ. 15000, ગ્રેડ 1 અને 2ની હોસ્પિટલોમાં સામાન્ય વૉર્ડ માટે મહત્તમ રૂ. 7500 જ્યારે ગ્રેડ 3 અને 4ની હોસ્પિટલોમાં મહત્તમ રૂ. 5000. મુખ્યમંત્રીએ ઉદ્યોગોને વિનંતી કરી હતી કે, તેઓ વિસ્થાપિત શ્રમિકોના બદલે તેમના કામકાજોમાં તામિલનાડુના શ્રમિકોને રાખે. ચેન્નઇમાં સરકારી હોસ્પિટલમાં કેસોની સંખ્યામાં વધારો થતા સ્ટાફની તીવ્ર અછત સર્જાઇ છે. ચેન્નઇમાં 1116 નવા કેસો સાથે ગઇકાલે રાજ્યમાં કુલ 1438 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા: 28694, સક્રિય કેસ: 12697, મૃત્યુ થયા: 232, સાજા થયા: 15762, ચેન્નઇમાં સક્રિય કેસ 9437
 • કર્ણાટક: રાજ્ય સરકારે જરૂરી સાચવેતીના પગલાં અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરત સાથે હોટેલો અને રેસ્ટોરન્ટને ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. રાજ્ય દ્વારા મહારાષ્ટ્રમાંથી પરત આવી રહેલા લોકો માટે નવા SOP બહાર પાડવામાં આવી છે: નેગેટીવ રિપોર્ટ સાથે 21 દિવસ હોમ ક્વૉરેન્ટાઇન. ચિક્કામગલુર જિલ્લામાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા 16 કેસો સંપૂર્ણ સાજા થઇ જતા જિલ્લો હવે કોવિડ-19થી મુક્ત થઇ ગયો છે. શુક્રવારે રાજ્યમાં એક દિવસમાં કોવિડ-19ના 515 પોઝિટીવ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં રાજ્યની એક દિવસની સૌથી વધુ સંખ્યા છે અને નવા નોંધાયેલા કેસોમાંથી 482 દર્દીઓ અન્ય રાજ્યમાં આવેલા છે. રાજ્યમાં કુલ પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસ: 4835, સક્રિય કેસ: 3088, મૃત્યુ: 57, સાજા થયા: 1688
 • આંધ્રપ્રદેશ: 8 જૂનથી તિરુમાલા મંદિરમાં દર્શનની ટ્રાયલ રન માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે; અલિપ્રી ચેક પોસ્ટને ફુલપ્રૂફ કોવિડ-19 ચેકપોસ્ટમાં રૂપાંતરિત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,36,335 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં પોઝિટીવ કેસનો દર 1.02 ટકા નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,771 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં 161 નવા કેસ નોંધાયા છે, 29 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે અને 24 કલાકમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસ: 3588, સક્રિય કેસ: 1192, સાજા થયા: 2323, મૃત્યુ: 73. વિસ્થાપિત શ્રમિકોમાંથી 741 વ્યક્તિને કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જેમાંથી 467 કેસ હાલમાં સક્રિય છે. વિદેશમાંથી આવેલા લોકોમાંથી 131ને પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે જેમાંથી 127 અત્યારે સક્રિય કેસ છે.
 • તેલંગણાઃ ડાયાલિસીસ દર્દીઓ અને તેમના પ્રાથમિક સંપર્કમાં આવતાં લોકો કોરોના વાયરસનો ભોગ બની રહ્યાં છે. શુક્રવારે આવા ચાર કેસો નોંધાયાં હતાં. દક્ષિણના રાજ્યોમાં તેલંગણા સૌથી વધુ ચેપ દરમાં બીજા ક્રમે છે, જ્યારે કોવિડ-19ના ઝડપથી વધી રહેલા કેસોના ભય વચ્ચે તે સમગ્ર ભારતમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. 4થી જૂન સુધી કુલ 3,290 કેસો નોંધાયાં હતાં. અત્યાર સુધી 448 વિસ્થાપિતો અને વિદેશથી પરત ફરેલા લોકો કોરોનાના ભોગ બન્યાં છે.
 • મહારાષ્ટ્રઃ કોવિડ-19ના નવા 2,436 કેસો નોંધાતાં રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા 80,229 ઉપર પહોંચી ગઇ છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 42,215 છે. રાજ્યના હોટસ્પોટ મુંબઇમાં કોવિડ-19ના નવા 1,150 કેસો નોંધાતા શહેરમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 45,854 પર પહોંચી ગઇ હતી, જેમાંથી અત્યાર સુધી 25,539 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં દર્દીઓ સાજા થવાનો દર 43.81% છે, જ્યારે કોરોનાથી પીડિત દર્દીઓનો મૃત્યુદર 3.55% છે.
 • ગુજરાતઃ કોવિડ-19ના નવા 510 કેસો નોંધાતા રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 19,000ને પાર કરી ગઇ છે. શુક્રવારે કોવિડ-19ના કારણે 35 દર્દીઓના મૃત્યુ થયાં હતાં ત્યારે એક દિવસમાં 344 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર સતત સુધરી રહ્યો છે અને મે મહિનાના અંતિમ અઠવાડિયાના 44.3 ટકાની સરખામણીમાં હાલમાં તે 68.05 ટકા થઇ ગયો છે.
 • મધ્યપ્રદેશઃ કોવિડ-19ના નવા 234 કેસો નોંધાતાં રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા 8,996 થઇ ગઇ છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 2,734 છે. મોટાભાગના નવા કેસો હોટસ્પોટ ઇન્દોર અને ભોપાલમાંથી અને ત્યારબાદ નિમુચ જિલ્લામાંથી નોંધાયાં હતાં. અત્યાર સુધી 384 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
 • રાજસ્થાનઃ આજે કોવિડ-19ના નવા 44 કેસો નોંધાતા રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 10,128 થઇ ગઇ છે. મોટાભાગના નવા કેસો પાલી અને ચુરુ જિલ્લામાંથી નોંધાયાં હતાં. રાજ્યમાં કેસો બમણાં થવાનો દર વધીને 20 દિવસ થઇ ગયો છે. સાજા થવાનો દર પણ વધીને 70%થી વધારે થઇ ગયો છે.
 • છત્તીસગઢઃ શુક્રવારે 127 નવા કેસો પોઝિટીવ નોંધાયાં હતાં અને આજે 18 નવા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત પોઝિટીવ કેસોની સંખ્યા 894 પર પહોંચી ગઇ છે. 18 માર્ચના રોજ નોંધવામાં આવેલા પ્રથમ કેસ બાદ રાજ્યમાં