PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 05 JUN 2020 6:41PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

Date: 05.06.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19 કુલ 5,355 દર્દી સાજા થઇ ગયા છે જેથી અત્યાર સુધીમા દેશમાં કોવિડ-19ના કુલ 1,09,462 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર હાલમાં 48.27% નોંધાયો છે. અત્યારે દેશમાં કુલ 1,10,960 સક્રિય કેસો છે જેને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

દેશમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધીને 507 થઇ ગઇ છે અને ખાનગી પરીક્ષણ લેબોરેટરીની સંખ્યા વધીને 217 થઇ છે (કુલ 727 લેબોરેટરી). છેલ્લા 24 કલાકમાં 1,43,661 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 43,86,379 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. 5 જૂન 2020ની સ્થિતિ અનુસાર, કોવિડ સંબંધિત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવીને 1,66,460 આઇસોલેશન બેડ, 21,473 ICU બેડ અને 72,497 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ સાથે દેશમાં 957 કોવિડ સમર્પિત હોસ્પિટલો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1,32,593 આઇસોલેશન બેડ; 10,903 ICU બેડ અને 45,562 ઓક્સિજન સપોર્ટ વાળા બેડ સાથે કુલ 2,362 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો પણ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે 11,210 ક્વૉરેન્ટાઇન કેન્દ્રો અને 7,529 કોવિડ સંભાળ કેન્દ્રો કુલ 7,03,786 બેડની સુવિધા સાથે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629641

 

પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ વૈશ્વિક રસી-સમિટ’ 2020માં સંબોધન કર્યું; ભારતે આંતરરાષ્ટ્રીય રસી સંધિ ગાવીમાટે 15 મિલિયન અમેરિકી ડૉલરનું વચન આપ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જ્હોન્સનના યજમાન પદે યોજાયેલી વર્ચ્યુઅલ વૈશ્વિક રસી સમિટમાં સંબોધન કર્યું હતું જેમાં 50થી વધુ દેશો- વ્યવસાયિક અગ્રણીઓ, UN એજન્સીઓ, સિવિલ સોસાયટી, સરકારી મંત્રીઓ, દેશના વડા અને અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના આ સમયમાં ભારત દુનિયા સાથે એકજૂથ થઇને ઉભું રહ્યું છે. ભારતે આજે આંતરરાષ્ટ્રીય રસી સંધિ ગાવીમાટે 15 મિલિયન અમેરિકી ડૉલરનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીએ, અમુક રીતે, વૈશ્વિક સહકારની મર્યાદાઓ છતી કરી છે અને બતાવી દીધું છે કે, તાજેતરના ઇતિહાસમાં પહેલી વખત, સમગ્ર માનવજાત એક જ સામાન્ય દુશ્મનનો સામનો કરી રહી છે. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ગુણવત્તાપૂર્ણ દવાઓ અને રસીનું ઓછા ખર્ચે ઉત્પાદન કરવા માટે, ભારત પોતાની ઝડપથી વિસ્તરણ પામી રહેલી પ્રતિકારકતામાં પોતાના સ્થાનિક અનુભવ તેમજ નોંધનીય વૈજ્ઞાનિક સંશોધન કૌશલ્ય સાથે, પોતાની પરખાયેલી ક્ષમતાની મદદથી દુનિયાની પડખે એકજૂથ થઇને ઉભું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629461

 

કેન્દ્રએ રાજ્યોને GST પેટે રૂપિયા 36,400 કરોડનું વળતર આપ્યું

કેન્દ્ર સરકારે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ડિસેમ્બર 2019 થી ફેબ્રુઆરી 2020ના સમયગાળા માટે ગઇકાલે GST ક્ષતિપૂર્તિ તરીકે રૂપિયા 36,400 કરોડ વળતર પેટે ચુકવવા માટે રીલિઝ કર્યા છે. સરકારે કોવિડ-19ના કારણે ઉભી થયેલી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વળતર આપ્યું છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારોને ઘણા ખર્ચ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે જ્યારે તેમના આવકના સ્રોતોને ખૂબ જ વિપરિત અસર પડી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629446

 

ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી IYD2020ની વૈશ્વિક ઉજવણી કરવામાં આવશે

પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી આરોગ્ય કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD2020)ની ઉજવણી ડિજિટલ માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. આજે આયુષ મંત્રાલયની સાથે સાંસ્કૃતિક સંબંધો માટે ભારતીય પરિષદના પ્રમુખ ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધેએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ નિવેદન આપ્યું હતું. ડૉ. સહસ્ત્રબુદ્ધેએ ઉમેર્યું હતું કે, આ વર્ષે, આ કાર્યક્રમમાં દરેક વ્યક્તિમાં વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે પ્રતિકારક શક્તિ વધારવામાં યોગની ઉપયોગીતા અને આ કટોકટીના કારણે કેટલાક મહત્વપૂર્ણ પાસાઓનું સંચાલન કરવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવશે. આ સંયુક્ત પત્રકાર પરિષદમાં આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોચેટા પણ ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-19 વાયરસ અતિ ચેપી પ્રકૃતિનો હોવાથી તે બાબતને ધ્યાનમાં રાખતા મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે આ પ્રકારે ઉજવણીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629446

 

HRD મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કોવિડ-19ના સમયમાં સલામત ઑનલાઇન અભ્યાસ નામની માહિતી પુસ્તિકાનું વિમોચન કર્યું

રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NDERT) અને નવી દિલ્હી ખાતે આવેલી યુનેસ્કોની કચેરી દ્વારા સંયુક્ત રીતે આ માહિતી પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકા બાળકો અને યુવાનોને મૂળભૂત રૂપે શું કરવું અને શું ન કરવું તેનું પાલન કરીને કેવી રીતે ઑનલાઇન સલામત રહેવું તેની માહિતી મેળવવામાં ખૂબ ઉપયોગી નીવડશે અને તેની મદદથી માતાપિતા અને શિક્ષકોને પણ તેમના બાળકોને કેવી રીતે ઇન્ટરનેટનો સલામત ઉપયોગ કરવો તે શીખવવામાં મદદ મળી શકશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629603

 

બહેરીન અને ઓમાનથી આવેલા 176 ભારતીય નાગરિકોએ કોચીના નૌસેના બેઝ ખાતે ક્વૉરેન્ટાઇનનો સમય પૂરો કર્યો

બહેરીન અને ઓમાનથી આવેલા 176 ભારતીય નાગરિકોને કોચી ખાતે નૌસેના બેઝમાં ફરજિયાત ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા તેમણે ગઇકાલે તેમનો ક્વૉરેન્ટાઇનનો સમય પૂરો કર્યો છે. સધર્ન નવલ કમાન્ડ કોવિડ કેર સેન્ટર (CCC)માં રહેલા આ લોકો હવે દેશના વિવિધ ભાગોમાં પરત ફરશે. તમામ રહેવાસીના અહીં રોકાણ દરમિયાન તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમામના ટેસ્ટ નેગેટીવ આવ્યા પછી તેમને રજા આપવામાં આવી હતી. ઓમાનથી આવેલા છેલ્લા 49 ભારતીયોએ ગઇકાલે CCCમાંથી રજા મેળવી હતી જ્યારે બહેરીનથી આવેલા 127 ભારતીયોને 1 અને 2 જૂન દરમિયાન ભારતીય નૌસેનાની આ ક્વૉરેન્ટાઇન સુવિધામાં રજા આપવામાં આવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629423

 

મહારાષ્ટ્રના વન ધન વિકાસ કેન્દ્રોએ હાલમાં ચાલી રહેલી કોવિડ કટોકટી દરમિયાન આદિજાતિ સમુદાયોને મદદ કરવા માટે નવીનતમ પહેલો શરૂ કરવામાં નેતૃત્વ સંભાળ્યું

આદિજાતિ બાબતોના મંત્રાલય અંતર્ગત TRIFED દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના હેઠળ વન ધન કેન્દ્રો, મુશ્કેલીના આ સમયમાં આદિજાતિ સમુદાયોને આજીવિકા ઉભી કરવાની રીતોમાં મદદરૂપ થવામાં નેતૃત્વ સંભાળી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી આરોગ્ય કટોકટીના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વર્ગોમાંથી એક આદિજાતિ સમુદાય છે કારણ કે તેમની મોટાભાગની આવક ગૌણ વન પેદાશોની પ્રવૃત્તિઓ જેમકે એકત્રીકરણ પર નિર્ભર હોય છે, જે સામાન્યપણે એપ્રિલથી જૂનની વચ્ચે મહત્તમ હોય છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ હોવા છતાં વન ધન યોજનાની સાફલ્યગાથા ગણતરીમાં લઇ શકાય તેવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629423

 

જાહેર સેવા પરીક્ષા 2019ના બાકી રહેલા ઉમેદવારોની વ્યક્તિત્વ કસોટી 20 જુલાઇ 2020થી લેવામાં આવશે

કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા આજે વિશેષ બેઠકનું આયોજન કરીને કોવિડ-19ના કારણે ઉભી થયેલી પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. લૉકડાઉનમાં આપવામાં આવેલી છુટછાટો અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તબક્કાવાર રાહતોને ધ્યાનમાં લઇને આયોગે પરીક્ષાઓ/ ભરતી કસોટીઓ (RT)નું સુધારેલું સમયપત્રક બહાર પાડવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાઓ/ ભરતી કસોટીઓ (RT)ના સુધારેલા સમયપત્રકની વિગતો UPSCની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે. આયોગે જાહેર સેવા પરીક્ષા 2019ના બાકી રહેલા ઉમેદવારોની વ્યક્તિત્વ કસોટી 20 જુલાઇ 2020થી લેવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોને આ અંગે વ્યક્તિગત જાણ કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629613

 

પૂર્વોત્તર પ્રદેશ ભારતમાં વ્યવસાયના નવા મુકામ તરીકે ઉભરી આવશે: ડૉ. જીતેન્દ્રસિંહ

પૂર્વોત્તર પ્રદેશ વિકાસ માટે કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભા) અને પ્રધાનમંત્રની કચેરીમાં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, દેશમાં પૂર્વોત્તર પ્રદેશ ધીમી પરંતુ મક્કમ ગતિએ ભારતમાં વ્યવસાયના નવા મુકામ તરીકે ઉભરી રહ્યો છે. કોવિડ પછીના નવા પાયાના પરિવર્તનો, અર્થતંત્ર, વ્યાપાર, વૈજ્ઞાનિક સંશોધન અને કેટલાક અન્ય વિવિધ ક્ષેત્રોમાં નવી પ્રગતિની સંભાવના સાથે, પૂર્વોત્તર પ્રદેશ દેશના અર્થતંત્રનું નવું હબ તેમજ સ્ટાર્ટઅપ માટે પસંદગીનું મુકામ બની રહ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629654

 

ડૉ. જીતેન્દ્રસિંહે મોદી 2.0 સરકારના નેતૃત્વમાં એક વર્ષમાં DoPPWની સિદ્ધિઓને વર્ણવતી -પુસ્તિકાનું વિમોચન કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે ગઇકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોદી 2.0 સરકારના નેતૃત્વમાં પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગે (DoPPW) એક વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓને વર્ણવતી ઇ-પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. વિભાગના તમામ અધિકારીઓને સંબોધન કરતા ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કોવિડ-19 દરમિયાન પેન્શનરોના અજંપા અને ડરને દૂર કરવા માટે આ વિભાગે પોતાની ફરજની મર્યાદા બહાર જઇને આ બીમારી અંગે વેબીનારનું આયોજન કર્યું હતું જેમાં અગ્રણી ડૉક્ટરોએ પેન્શનરોને સલાહસૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિભાગને નિવૃત્ત અને વરિષ્ઠ લોકોની સેવા કરવાની અનોખી તક મળે છે જે અન્ય બીજા કોઇ વિભાગને મળતી નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629409

 

CSIR લેબ દેશવ્યાપી સમર રીસર્ચ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરશે

કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત થવાની સ્થિતિ સર્જાતા તેને દૂર કરવા માટે નોર્થ ઇસ્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (NEIST) કામ કરી રહી છે. જોરહાટ સ્થિત CSIR-NEIST દ્વારા દેશવ્યાપી CSIR- સમર રીસર્ચ ટ્રેનિંગ કાર્યક્રમ (CSIR-SRTP-2020)નું આયોજન અને સંકલન કરવામાં આવશે. આ ઑનલાઇન કાર્યક્રમ (CSIR-SRTP-2020) સમગ્ર દેશમાં ફેલાયેલી 38 CSIR લેબોરેટરીના ફેકલ્ટી અને માર્ગદર્શકો દ્વારા આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629412

 

DST વિજ્ઞાન અને ટેકનોલોજીના હસ્તક્ષેપોથી SC અને STમાં કોવિડ-19 સામે ટકી રહેવાની ક્ષમતાનું નિર્માણ કરી રહ્યો છે

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)નો સાયન્સ ફોર ઇક્વિટી એમ્પાવર્મેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (SEED) પ્રભાગ કેટલીક જ્ઞાન સંસ્થા (KI) તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) આધારિત બિન સરકારી સંગઠનો (NGO)ને અનુદાન સહાય કરી રહ્યો છે જેથી SC અને ST સમુદાયોને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે તેમની આજીવિકા અને આર્થિક સ્થિતિ પર થયેલી વિપરિત અસરમાંથી બહાર આવવા માટે સર્વાંગી વિકાસ દ્વારા મદદરૂપ થઇ શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629610

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબ: કોવિડ-19 મહામારીનો ચેપ વધુ ફેલાતો રોકવા માટે આવા દર્દીઓને સમયસર શોધી શકાય તેવા આશય સાથે જનસમુદાયમાં સ્ક્રિનિંગની કામગીરી વધુ વેગવાન અને સઘન કરવા માટે, પંજાબ સરકારે માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલો/ ક્લિનિકો અને ખાનગી લેબોરેટરીઓ દ્વારા કોવિડ-19ના પરીક્ષણો માટે મોકલવામાં આવેલા સેમ્પલોનું વિનામૂલ્યે RT-PCR પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. ખાનગી હોસ્પિટલો નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરીને જરૂરી હેરફેર અને સેમ્પલ એકત્ર કરવાની અને પેકિંગ કરવાની કામગીરી કરશે, તેને લઇને નજીકમાં આવેલી સરકારી આરોગ્ય સુવિધા સુધી પહોંચાડશે.
  • હરિયાણા: કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારજનક તબક્કા વચ્ચે વ્યવસાયો પર પડેલી વિપરિત અસરો ઓછી કરવા માટે વિવિધ સંગઠનોને સહકાર આપવાના આશયથી હરિયાણા સરકાર સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સહયોગથી વર્ચ્યુઅલ મેન્ટરશીપ વર્કશોપની શ્રેણી લાવી છે. ખાસ કરીને વૈશ્વિક કટોકટીની આ સ્થિતિમાં વર્ચ્યુઅલ મેન્ટરશીપ વર્કશોપની શ્રેણી સ્ટાર્ટઅપ્સના પરિપ્રેક્ષ્યને વધુ વ્યાપક કરવાના અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાના આશયથી શરૂ કરવામાં આવી છે. આ ત્રણ મહિનાનો કાર્યક્રમ છે જેમાં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ ઉદ્યોગોના નિષ્ણાતો સાથે વાર્તાલાપ કરવાની, પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે અથવા તેને ઉન્નત સ્તરે લઇ જવા માટે તેમના જ્ઞાન અને તજજ્ઞતામાંથી કંઇક શીખવાની તક પૂરી પાડે છે. આ કાર્યક્રમમાં સમૂહ સત્ર અને વ્યક્તિત રૂબરૂ સત્રો પણ સામેલ કરવામાં આવ્યા છે.
  • કેરળ: રાજ્યમાં અનલૉક 1.0ના ભાગરૂપે ધાર્મિક સ્થળો ખોલવા સામે IMA દ્વારા રાજ્ય સરકારને ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આવો નિર્ણય લેવાથી અજ્ઞાત સ્રોતોના કારણે રાજ્યમાં કોવિડ-19ના સામુદાયિક સંક્રમણનું જોખમ ઘણું વધી જશે. રાજ્ય સરકારે આજે કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી SOPના આધારે અનલૉક 1.0 માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. કોઝિકોડમાં એક ગર્ભવતી મહિલાને કોરોનાનો પોઝિટીવ ટેસ્ટ આવ્યા પછી, ડૉક્ટર સહિત કેટલાક સ્ટાફને ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કોઝિકોડ કલેક્ટરે માવૂર પંચાયતને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાનો આદેશ આપ્યો છે કારણ કે આ પંચાયત વિસ્તારમાં કોવિડ-19ના ઘણા કેસની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં કોવિડ-19ના નવા 94 કેસની ગઇકાલે પુષ્ટિ થઇ હતી. રાજ્યમાં કુલ કોવિડ-19 પોઝિટીવ કેસની સંખ્યા 1,588 થઇ છે જેમાંથી 884 દર્દીઓ હાલમાં અલગ અલગ હોસ્પિટલમાં તબીબી સારવાર હેઠળ છે.
  • તામિલનાડુ: તામિલનાડુના પાંચ મંત્રી ચેન્નઇમાં કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે 15 કન્ટેઇન્મેન્ટ ઝોન પર દેખરેખ રાખશે. મુખ્યમંત્રીની વ્યાપક આરોગ્ય વીમા યોજના હેઠળ રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19 સારવારને આવરી લેવામાં આવી છે અને સારવારની ચાર્જની ઉપલી મર્યાદા નક્કી કરવામાં આવી છે. તામિલનાડુમાં ગઇકાલે વધુ 1,384 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 12 વ્યક્તિના મોત નીપજ્યાં છે. ચેન્નઇમાં નવા 1,072 કેસ નોંધાયા છે. ગઇકાલ સુધીમાં રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 27256 થઇ છે. સક્રિય કેસ: 12132, મૃત્યુ: 220, સાજા થયેલા દર્દી: 14901, ચેન્નઇમાં સક્રિય કેસ: 9066 નોંધાયા છે.
  • કર્ણાટક: ગ્રામીણ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાંથી પરત આવેલા વિસ્થાપિત શ્રમિકોને મનરેગા હેઠળ રોજગારી આપવા માટે રાજ્ય તૈયાર છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના બીજા એક દર્દીની પ્લાઝ્મા થેરાપીથી સારવાર કરવામાં આવી છે અને તે સાજો થઇ જતા ICUમાંથી બહાર લાવવામાં આવ્યો છે. રાજ્યમાં ગઇકાલે નવા 257 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 106 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી અને ચાર દર્દી મૃત્યુ પામ્યા હતા. ગઇકાલ સુધીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા: 4320, સક્રિય કેસ: 2651, મૃત્યુ: 57, સાજા થયા: 1610
  • આંધ્રપ્રદેશ: રાજ્યમાં 8 જૂનથી હોટેલો અને રેસ્ટોરન્ટ ફરી શરૂ થઇ રહ્યા હોવાથી APTDC હોટેલો સહિત તમામ હોટેલ અને રેસ્ટોરન્ટે અનુસરવાની SOP રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. 11 જૂનથી તિરુમાલાદર્શન ફરી શરૂ થશે. દરરોજ માત્ર 6000 ભક્તોને મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આંધ્રપ્રદેશ પર્યાવરણ વ્યવસ્થાપન એજન્સીની જેમ રાજ્ય સરકારને કચરો ટ્રાન્સફર કરવા માટે ઑનલાઇન પ્લેટફોર્મ શરૂ કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9831 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં 50 કેસ પોઝિટીવ નોંધાયા છે, વધુ બે દર્દીના મરણ નીપજ્યાં છે અને 21 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 3427, સક્રિય કેસ: 1060, સાજા થયા: 2294, મૃત્યુ: 73. કુલ 700 વિસ્થાપિત લોકોમાં કોરોના પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે જેમાંથી 442 સક્રિય કેસ છે. વિદેશથી આવેલામાંથી 123 પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 119 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,23,564 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
  • તેલંગાણા: હાલમાં ચાલી રહેલા વંદે ભારત મિશનનો ત્રીજો તબક્કો શરૂ કરવા માટે સરકારે તૈયારી કરી લીધી છે, સેંકડો લોકો શહેરમાં પરત આવવા ઇચ્છતા હોવાથી તેમણે મદદ માટે સત્તાધીશોનો સંપર્ક કર્યો છે. રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલોના 37 ડૉક્ટરોના કોવિડ-19ના રિપોર્ટ પોઝિટીવ આવતા આ બાબતને ગંભીરતાથી લઇને તેલંગાણા ઉચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, સરકાર પૂરતા પ્રમાણમાં વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE) અને અન્ય સલામતી સામગ્રી ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મચારીઓને પૂરી પાડવામાં આવતી હોવાનો દાવો કરી રહી છે તો પછી આ ડૉક્ટરો કેવી રીતે સંક્રમિત થયા. 3 જૂનના રોજ રાજ્યમાં કુલ પોઝિટીવ કેસ 3147 નોંધાયા હતા. અત્યાર સુધીમાં 448 વિસ્થાપતો અને વિદેશથી આવેલા લોકોમાં કોરોનાનો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1629721) Visitor Counter : 285