PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
25 JUN 2020 6:25PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 25.06.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: કુલ 75 લાખથી વધુ સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા; દર્દીઓ સાજા થવાનો દર વધીને 57.43% નોંધાયો
અત્યારે દેશમાં કોવિડ-19ના પરીક્ષણની લેબોરેટરીઓની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને હાલમાં પરીક્ષણ લેબોરેટરીની સંખ્યા વધીને 1007 સુધી પહોંચી ગઇ છે. આમાં 734 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 273 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે. જાન્યુઆરી 2020માં ખૂબ જ મર્યાદિત સંખ્યામાં કોવિડ-19ના પરીક્ષણો થતા હતા ત્યાંથી વધીને છેલ્લા 24 કલાકમાં 2,07,871 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં 75 લાખથી વધુ પરીક્ષણો થતા કુલ આંકડો 75,60,782 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી 13,012 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,71,696 દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર વધીને 57.43% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,86,514 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં ભારતમાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ કોવિડના કેસની સંખ્યા 33.39 છે જેની સરખામણીએ સમગ્ર દુનિયામાં પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીએ કોવિડના કેસની સરરેશ સંખ્યા 120.21 છે. તેમજ પ્રત્યેક એક લાખ લોકોએ સમગ્ર દુનિયામાં સરેરાશ મૃત્યુદર 6.24 છે જ્યારે તેની સરખામણીએ ભારતમાં 1.06 મૃત્યુ/લાખ વ્યક્તિ છે. દુનિયાના સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક ભારત છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી લવ અગ્રવાલની અધ્યક્ષતામાં કેન્દ્રની એક ટીમ આગામી 26 થી 29 જૂન 2020 દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુની મુલાકાત લેશે. આ ટીમ રાજ્યના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે અને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે હાલમાં ચાલી રહેલા પ્રયાસોને વધુ મજબૂત કરવા માટે તેમની સાથે સંકલન કરશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634254
ડૉ. હર્ષવર્ધને રેડક્રોસ સોસાયટીની ‘ઇ-બ્લડ સર્વિસ’ મોબાઇલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો
આ એપ્લિકેશન સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (CDAC)ની ઇ-રક્તકોષ દ્વારા તૈયાર કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સંખ્યાબંધ લોકોને તેમના પરિવારમાં કેટલીક ચોક્કસ તબીબી પરિસ્થિતિઓને કારણે લોહી સંબંધિત સેવાઓની નિયમિત ધોરણે જરૂર પડતી હોય છે. આ એપ્લિકેશન દ્વારા, એક સમયે લોહીના ચાર યુનિટ માટે વિનંતી કરી શકાય છે અને આ લોહી લેવા માટે કોઇ વ્યક્તિ આવે તે માટે બ્લડબેંક 12 કલાક સુધી રાહ જોશે. આ એપ્લિકેશન IRCS NHQ ખાતે લોહીના યુનિટ્સની જરૂર હોય તેવા લોકોને લોહી મેળવવા માટે ખૂબ સરળતા કરી આપે છે.” તેમણે ઉમેર્યું હતું કે, દેશ અત્યારે મહામારીનો સામનો કરી રહ્યો છે તેવા સમયમાં આ મોબાઇલ એપ્લિકેશન જેને લોહીની ખૂબ જ જરૂર હોય તેવા લોકોને મોટી સહાયતા પૂરી પાડશે. ડૉ. હર્ષવર્ધને પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના સમયમાં રક્તદાન કરનારા તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓની પ્રશંસા કરી હતી. રેડક્રોસ દ્વારા સ્વૈચ્છિક રક્તદાતાઓને આવનજાવન માટે સુવિધા પૂરી પાડીને અથવા રક્તદાનનના સ્થળે લોહી એકત્ર કરવા માટે બ્લડ કલેક્શન મોબાઇલ વાન મોકલીને રક્તદાન માટે સુવિધા કરી આપી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634231
કોવિડ સામે ભારતની લડાઇ: BMCએ મુંબઇના ઉત્તરીય ઉપનગરમાં વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે ‘ધારાવી મોડેલ’ અપનાવ્યું
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાયરસ સામેની લડાઇ દરમિયાન જે બોધપાઠ શીખવા મળ્યો તેને અમલમાં રાખતા BMC (બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા શહેરના ઉત્તરીય ઉપનગરોમાં રેપિડ એક્શન પ્લાનનો હવે અમલ કરવામાં આવી રહ્યો છે. મુંબઇના મુખ્ય કોવિડ-19 હોટસ્પોટ્સ જેમકે ધારાવી અને વર્લીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે ત્યારે, મુલુંડ, ભાંડુપ, મલાડ, કાંદીવલી, બોરીવલી અને દહીસર જેવા કેટલાક ઉત્તરીય ઉપનગરોમાં હજુ પણ દૈનિક ધોરણે કેસની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. વર્લી અને ધારાવીમાં આ વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે અપનાવવામાં આવેલી વ્યૂહરચનાના આધારે આ રેપિડ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનના ભાગરૂપે, BMC દ્વારા એમ્બ્યુલન્સમાં 50 મોબાઇલ તાવ ક્લિનિક આ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ મોબાઇલ ક્લિનિક્સ આખો દિવસ ડૉક્ટરોની ટીમ સાથે ફરતા રહે છે અને ઘરે ઘરે જઇને લોકોનું સ્ક્રિનિંગ કરે છે, તાવ તેમજ અન્ય લક્ષણો, સહ-બીમારીની તપાસ કરે છે અને જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો સ્વેબ એકત્ર કરે છે.
પ્રધાનમંત્રી 26 જૂનને શુક્રવારના રોજ 'આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન'નો પ્રારંભ કરશે
કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1634259
પ્રત્યક્ષ કરવેરા અને બેનામી કાયદા અંતર્ગત વિવિધ સમય મર્યાદાઓ લંબાવવામાં આવી
દેશમાં કોરોના વાયરસ (કોવિડ-19) મહામારીના કારણે તમામ ક્ષેત્રોમાં કરદાતાઓ કાનૂની અને નિયમનકારી અનુપાલનો પૂર્ણ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેને ધ્યાનમાં રાખીને, સરકારે કરવેરા અને અન્ય કાયદા (ચોક્કસ જોગવાઇઓની રાહત) વટહુકમ, 2020 31 માર્ચ 2020ના રોજ બહાર પાડ્યો હતો જેમાં વિવિધ મર્યાદાઓની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિવિધ અનુપાલનો માટે કરદાતાઓ રાહત આપવાના આશય સાથે, સરકારે 24 જૂન 2020ના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2018-19 માટે મૂળ તેમજ સુધારેલ આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને 31 જુલાઇ 2020 કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2019-20 માટે રીટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપવાના આશય સાથે, એવા કરદાતાઓ કે જેમની સ્વ-આકારણી કર જવાબદારી રૂ. 1 લાખ સુધી હોય તેવા કિસ્સામાં મુદત લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. જોકે, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, એવા કરદાતાઓ કે જેમની સ્વ-આકારણી કર જવાબદારી રૂ. 1 લાખથી વધુ હોય તેવા કિસ્સામાં મુદત લંબાવવામાં આવી નથી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634070
શહેરી મિશનોની પાંચમી વર્ષગાંઠ – પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), સ્માર્ટ સિટી મિશન અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન
આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપસિંહ પુરીએ આ પ્રસંગે યોજાયેલા એક વેબિનારમાં જણાવ્યું હતું કે, “ભારતે દુનિયાના ઇતિહાસમાં સૌથી વ્યાપક સુનિયોજિત શહેરીકરણ કાર્યક્રમોમાંથી એક કાર્યક્રમને હાથ ધર્યો છે”. 47 કાર્યાન્વિક એકીકૃત નિયંત્રણ અને સંચાલન કેન્દ્રો (ICCC) કોવિડ સામે પ્રતિક્રિયા આપવા માટે વૉરરૂમ બની ગયા છે અને ખૂબ જ અસરકારક ભૂમિકા નિભાવી છે. સ્માર્ટ રસ્તા, સ્માર્ટ સોલર, સ્માર્ટ વોટર, PPP અને વાઇબ્રન્ટ પબ્લિક સ્પેસ પરિયોજનાઓ પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. અમૃત -11 હેઠળ, કરવામાં આવેલા સુધારાઓમાં 54 સીમાચિહ્નરૂપ સુધારા છેલ્લા ચાર વર્ષમાં અમલમાં મુકવામાં આવ્યા છે – અસરકારક સુશાસન અને નાગરિક સેવાઓ પૂરી પાડવા માટે શહેર સ્તરની સંસ્થાઓની ક્ષમતા વધુ મજબૂત કરવાના આશયથી આ અમલ કરવામાં આવ્યો છે. PMAY (શહેરી) અંતર્ગત મંજૂર કરવામાં આવેલા ઘરોની સંખ્યા અગાઉની શહેરી આવાસ યોજનાઓમાં મંજૂર કરવામાં આવેલા ઘરોની સંખ્યા કરતા લગભગ આઠ ગણી વધુ છે. PMAY(U) અંતર્ગત બાંધકામ પ્રવૃત્તિઓના કારણે રોજગારી નિર્માણમાં અનેકગણી અસર જોવા મળી છે અને આ પરિયોજનાઓથી ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ દ્વારા 1.65 કરોડ લોકોને રોજગારી મળી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634268
કેન્દ્રીય ગૃહમંત્રીએ કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયોને “સીમાચિહ્નરૂપ” ગણાવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને “સીમાચિહ્નરૂપ” ગણાવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આ નિર્ણયો બદલ અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે, “આ નિર્ણયો વર્તમાન પડકારજનક સમયમાં આત્મનિર્ભરતા, ગરીબોના કલ્યાણ અને અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં મોદી સરકારની પ્રતિબદ્ધતાનો વધુ એક પૂરાવો છે.”
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634061
ભારતીય રેલવે દ્વારા 24/06/2020 સુધીમાં 1.91 લાખ PPE ગાઉન, 66.4 હજાર લીટર સેનિટાઇઝર, 7.33 લાખ માસ્કનું નિર્માણ કરવામાં આવ્યું
કોવિડ-19 મહામારીના તબક્કામાં ભારતીય રેલવે અગ્ર હરોળમાં કામ કરતા તબીબી કર્મચારીઓ અને અન્ય પરિચાલન સ્ટાફના કર્મચારીઓની સુરક્ષા પૂરી પાડવાના પડકારનો સામનો કરવા માટે અન્ય મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે સંકલનમાં રહીને સંપૂર્ણપણે સહકાર આપવા માટે તૈયાર રહે છે. રેલવે તંત્ર દ્વારા પોતાની સુવિધાઓ તૈયાર કરવા/સુધારવા માટે સંકલિત રીતે પોતાના તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવે વર્કશોપે આ પડકાર ઝીલ્યો છે અને PPE કવરઓલ, સેનિટાઇઝર, માસ્ક, કોટનું ઇન-હાઉસ ઉત્પાદન કર્યું છે. આ તમામ સામગ્રીના ઉત્પાદન માટે કાચી સામગ્રી પણ ફિલ્ડ યુનિટ્સ દ્વારા જ ઉત્પાદિત કરવામાં આવી છે. 24/06/2020 સુધીમાં ભારતીય રેલવે દ્વારા કુલ 1.91 લાખ PPE ગાઉન, 66.4 હજાર લીટર સેનિટાઇઝર, 7.33 લાખ માસ્ક વગેરેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જૂન અને જુલાઇ મહિના માટે PPE કવરઓલના ઉત્પાદનનું લક્ષ્ય દરેક મહિના માટે 1.5 લાખ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634280
MSDE-IBMની ભાગીદારીમાં ભારતમાં નવા નોકરી ઇચ્છુકો સુધી પહોંચવા અને વ્યવસાય માલિકોને નવા સંસાધનો પૂરા પાડવા માટે “સ્કિલ્સ બિલ્ડ રિગ્નાઇટ” નામથી વિનામૂલ્યે ડિજિટલ અભ્યાસ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય અંતર્ગત આવતા તાલીમ મહા નિયામક (DGT) વ્યાવસાયિક તાલીમ યોજનાઓના અમલીકરણ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ સપનું સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. DGTએ છેલ્લા એક વર્ષમાં, સંખ્યાબંધ ડિજિટલ ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાણ કર્યું છે જેથી ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓને તૈયાર કરી શકાય. હાલમાં કોવિડ-19ના સતત પ્રભાવની સ્થિતિમાં પણ DGTએ વિદ્યાર્થીઓ/ તાલીમાર્થીઓ, તાલીમ આપનારાઓ અને પ્રશાસકો માટે મલ્ટીમીડિયા અને તેના જેવા અન્ય ડિજિટલ સંસાધનોનું મિશ્રણ કરીને બ્લેન્ડેડ/ ઇ-લર્નિંગ સક્ષમ કરવાના પોતાના પ્રયાસો એકધારા ચાલુ રાખીને ઉદ્યોગજગતના ભાગીદારો સાથે જોડાણની પ્રક્રિયા ચાલુ રાખી છે અને પોતાના ભારત કૌશલ્ય અભ્યાસ પ્લેટફોર્મની મદદથી ગમે ત્યારે, ગમે ત્યાં ઑનલાઇન ડિજિટલ સામગ્રી પૂરી પાડી છે. સ્કિલ્સ બ્લિડ રિગ્નાઇટનો ઉદ્દેશ નોકરી ઇચ્છુકો અને ઉદ્યોગ સાહસિકોને વિનામૂલ્યે ઑનલાઇન અભ્યાસક્રમનું કાર્ય પૂરું પાડવાનો અને તેમને પોતાની સંબંધિત કારકિર્દી અને વ્યવસાયમાં સહાયક માર્ગદર્શન આપવાનો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633965
શ્રી માંડવિયાએ મહામારીના સમયમાં પણ અર્થતંત્રના પૈડાં એકધારા ચાલુ રાખવામાં યોગદાન આપવા બદલ સમુદ્રી નાવિકોની કામગીરીની પ્રશંસા કરી
જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે આંતરાષ્ટ્રીય સમુદ્રી નાવિક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. મહામારીના સમયમાં પણ અર્થતંત્રના પૈડાં એકધારા ચાલુ રાખવામાં યોગદાન આપવામાં સમુદ્રી નાવિકોની ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ સેવા આપવા તેમજ નવા ભારતનું નિર્માણ કરવા માટે તેમની સલામત મુસાફરીઓની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે, ભારતીય સમુદ્રી નાવિકોનું દેશના અર્થતંત્ર અને વિકાસમાં યોગદાન ઘણું મોટું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1634278
શ્રી ગૌડાએ પ્રસ્તાવિત જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણ પાર્ક્સના વિવિધ પરિબળોની સમીક્ષા કરવા માટે ફાર્માસ્યુટિકલ અધિકારીઓ સાથે બેઠક યોજી
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી સદાનંદ ગૌડાએ ગઇકાલે દેશમાં પ્રસ્તાવિત ત્રણ જથ્થાબંધ દવાઓ અને ચાર તબીબી ઉપકરણ પાર્ક્સના વિકાસ સંબંધિત વિવિધ પરિબળોની સમીક્ષા કરવા માટે ફાર્માસ્યુટિકલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગૌડા અને શ્રી માંડવિયાએ સૂચન આપ્યા હતા કે, પાર્ક્સના સ્થળ તેમજ PLI યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદની રૂપરેખા કેટલાક સારી રીતે નિર્ધારિત કરવામાં આવેલા માપદંડો અનુસાર હોવી જોઇએ જેથી પાર્ક્સનો યોગ્ય વિકાસ સુનિશ્ચિત થઇ શકે. શ્રી ગૌડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાઓ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સુવિધાઓના રૂપમાં ક્લસ્ટર્સમાં ઉપલબ્ધ લાભોના કારણે જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનમાં સ્પર્ધાત્મકતા વધારશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633977
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળઃ રાજ્યના આરોગ્ય મંત્રી કે કે શૈલજાએ ચેતવણી આપી છે કે રાજ્યમાં કોઇપણ સમયે કોવિડ-19નું સામુદાયિક સંક્રમણ શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના પાટનગર સહિત છ જિલ્લાઓને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યાં છે. ડીજીપી લોકનાથ બહેરાએ જણાવ્યું હતું કે જે લોકો કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા તેમને હવે સમજાવવામાં નહીં આવે અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યની બહાર બે કેરળવાસીઓના કોવિડના કારણે મૃત્યુ નીપજ્યાં હતા. કેરળમાં ગઇકાલે એક જ દિવસમાં સૌથી વધારે 152 કેસોનો ઉછાળો નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી કોવિડના કુલ નોંધાયેલા કેસોની સંખ્યા 3,603 છે અને 1,891 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 1,54,759 વ્યક્તિઓ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.
- તામિલનાડુઃ કોવિડ-19ના કારણે ઇરાનમાં ફસાઇ ગયેલા તામિલનાડુના જુદા-જુદા જિલ્લાઓના 700 માછીમારો પોતાના ઘરે પાછા ફરવા INS જલશ્વ પર સવાર થયા છે. રાજ્ય દ્વારા 30મી જૂન સુધી એક ઝોનમાંથી બીજા ઝોનમાં હેરફેર પર રોક લગાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓને સલામત રાખવા માટે, ડીજીપીએ કોવિડ-19 મહામારી દરમિયાન ધરપકડ માટે SOP બહાર પાડી છે. ગઇકાલે નવા 2,865 કેસો નોંધાતા અને વધુ 33 લોકોના મૃત્યુ થતાં રાજ્યમાં કોવિડ-19નો કુલ આંક 67,468 અને મૃત્યુઆંક 866 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 28,836 સક્રિય કેસો છે જેમાંથી 18,673 કેસો ચેન્નાઇમાંથી છે.
- કર્ણાટકઃ મેંગલુરુમાં કોવિડ-19ની ફરજ બજાવી રહેલા પાંચ અનુસ્નાતક ડૉક્ટરોનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. સમગ્ર કર્ણાટકમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે 2,879 કેન્દ્રો પર આજે SSLCની પરીક્ષાઓ શરૂ થઇ હતી. રાજ્ય મંત્રીમંડળે કર્ણાટક ઉદ્યોગ સુવિધા કાયદો, 2020માં સુધારાને મંજૂરી આપી છે, જે તમામ પ્રકારની મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો મંજૂરી પ્રદાન કરશે. મહેસૂલ મંત્રીએ બેંગલોર શહેરમાં ફરી વખત લૉકડાઉન લાદવાની સંભાવના નકારી કાઢી હતી. ગઇકાલે 397 નવા કેસો નોંધાયા હતા, 149 લોકોને રજા આપવામાં આવી હતી અને 14 વ્યક્તિઓના મરણ નીપજ્યાં હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 10,118 છે, જેમાંથી 3,799 કેસો સક્રિય છે, 164 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 6,151 લોકોને રજા આપવામાં આવી છે.
- આંધ્રપ્રદેશઃ ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જે કે મહેશ્વરીએ આગામી 28 જૂન સુધી ઉચ્ચ અદાલત અને વિજયવાડા મેટ્રોપોલિટન અદાલતોમાં તમામ પ્રકારની સુનાવણીઓ મુલતવી રાખવાના આદેશો બહાર પાડ્યાં છે. કોવિડ-19 ટાસ્કફોર્સના અધિકારીઓએ તામિલનાડુની સરહદ ઉપર આવેલા ચિત્તુરમાં નગરી વિધાનસભા મતવિસ્તારમાં વધી રહેલા પોઝિટીવ કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોવિડ કેસોમાં થયેલા વધારાના કારણે પૂર્વ ગોદાવરી જિલ્લા પ્રશાસને આજે સમગ્ર જિલ્લામાં લૉકડાઉન લાગુ કર્યું છે. શ્રીકાકુલમ જિલ્લામાં કોવિડ પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત થઇ રહેલા વધારાના કારણે જિલ્લા પ્રશાસને તાવ અંગે સર્વેક્ષણ હાથ ધરવા આરોગ્ય અધિકારીઓને સૂચના આપી છે. છેલ્લા 24 કલાકમાં 19,085 નમૂનાઓના પરીક્ષણ બાદ 553 નવા કેસો નોંધાયા હતા, 118 લોકોને રજા આપવામાં આવી હતી અને સાત લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 10,884 છે, જેમાંથી 5,760 કેસો સક્રિય છે, 4,988 લોકોને રજા અપાઇ છે અને 136 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- તેલંગણાઃ ભારતમાં કોવિડ-19ની દવા રેમડેસિવિરના ઉત્પાદન અને વેચાણની ભારતીય ઔષધ નિયંત્રણ નિર્દેશક (DCGI) પાસેથી મંજૂરી મળ્યા બાદ, હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની હેતેરોએ જણાવ્યું હતું કે તેણે 20,000 કિટ પૂરી પાડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કુલ કેસોની સંખ્યા 10,444 છે, જેમાંથી 5,858 કેસો સક્રિય છે.
- આસામઃ આસામમાં કોવિડ-19ના સ્વૈચ્છિક પરીક્ષણ માટે ગુવાહાટીમાં નાગરિકો માટે ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં 31 કોવિડ કાઉન્સેલિંગ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે.
- નાગાલેન્ડઃ દિમાપુર જિલ્લા પ્રશાસને માસ્ક ન પહેરવા માટે લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. નાગાલેન્ડ માટે GST અંતર્ગત નફાખોરી વિરોધી તપાસ સમિતિની રચના કરી છે.
- મણિપુરઃ મણિપુર રાજ્ય સરકારે આશ્વાસન આપ્યું હતું કે ખાતરની કોઇ અછત સર્જાશે નહીં અને તેમણે અપીલ કરી હતી કે ખેડૂતોને તે અંગે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલ કોવિડ-19 દર્દીઓના ડાયાલિસિસમાં સહાયતા માટે સ્ટેટ મિશન ડિરેક્ટર દ્વારા અપાયેલી માર્ગદર્શિકા અનુસાર ડાયાલિસિસ એકમોને કાર્યન્વિત કરવા માટે અપાયેલી સૂચના બાદ 5 જિલ્લા હોસ્પિટલ પૈકીની પ્રથમ હોસ્પિટલ બની ગઇ છે.
- મિઝોરમઃ મિઝોરમમાં વધુ 3 સાજા થયેલા દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી 118 કેસો સક્રિય છે અને 27 દર્દીઓ સાજા થયા છે.
FACTCHECK



(Release ID: 1634346)