PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
04 MAY 2020 6:44PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 4.5.2020
Released at 1900 Hrs

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 11,706 દર્દીઓ સાજા થઇ ગયા છે. જે 27.52% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 42,533 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2553 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. તમામ બંધ થયેલા કેસોનો પરિણામ દર (સાજા થયેલા સામે મૃત્યુ) કે જે 17 એપ્રિલથી અત્યાર સુધીમાં હોસ્પિટોલમાં તબીબી વ્યવસ્થાપનની સ્થિતિ સૂચિત કરે છે, તેમાં અવલોકનમાં ધ્યાનમાં આવ્યું છે કે, દેસમાં 17 એપ્રિલ 2020 પહેલા (પરિણામી દર 80:20) જે સ્થિતિ હતી તેની તુલનાએ આજે સ્થિતિ સુધરતા પરિણામી દર 90:10 થઇ ગયો છે.
સૌથી વધુ કોવિડ-19 કેસો ધરાવતા જિલ્લાઓમાં કેન્દ્રીય ટીમો નિયુક્ત કરવામાં આવી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વીસ (20) કેન્દ્રીય જાહેર આરોગ્ય ટીમોની રચના કરવામાં આવી છે જેને દેશમાં કોવિડ-19ના સૌથી વધુ કેસો ધરાવતા 20 જિલ્લામાં નિયુક્ત કરવામાં આવી રહી છે.
વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે ભારત સરકાર સુવિધા કરી આપશે
ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા કરશે. તેમની મુસાફરીની વ્યવસ્થા વિમાન અથવા નૌસેનાના જહાજ દ્વારા કરવામાં આવશે. આ સંબંધે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયુક્તો દ્વારા ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ સુવિધા મેળવવા માટે મુસાફરોએ ચાર્જ ચુકવવાનો રહેશે. હવાઇ મુસાફરી માટે નોન-શિડ્યૂલ્ડ વ્યાપારિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ મુસાફરીની શરૂઆત 7 મેથી તબક્કાવાર કરવામાં આવશે. ફ્લાઇટમાં આવતા પહેલા તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે. જેમનામાં લક્ષણો ન દેખાતા હોય, માત્ર તેવા જ લોકોને મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.
રક્તદાનથી જીવન બચે છે, ચાલો રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવીએ અને જરૂરિયાતમંદ લોકોને સલામત અને ગુણવત્તાપૂર્ણ લોહી સમયસર અને પરવડે તે રીતે મળે તે સુનિશ્ચિત કરીએ: ડૉ. હર્ષવર્ધન
દેશમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરતી વખતે કેન્દ્રી મંત્રીએ જણાવ્યું હતું કે, "કોવિડ-19ના મુશ્કેલ સમય દરમિયાન અમે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી લોહીનો મહત્વપૂર્ણ પૂરવઠો પહોંચાડવામાં સફળ રહ્યા છીએ." તેમણે કહ્યું કે, તેમણે રેડ ક્રોસના અધિકારીઓની બેઠક બોલાવી હતી અને સ્વૈચ્છિક રક્તદાન કરતા લોકો સુધી પહોંચવા જણાવ્યું હતું અને રેડ ક્રોસ સોસાયટીના કામદારો તેમજ સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રચારમાં જોડાયેલા તેમના વાહનો માટે 30,000 પાસની વ્યવસ્થા કરી હતી.
ડૉ. હર્ષવર્ધને મધ્યપ્રદેશના આરોગ્યમંત્રી શ્રી નરોત્તમ મિશ્રા સાથે, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી રાજ્યમાં કોવિડ-19ના નિરાકરણ અને વ્યવસ્થાપન અંગેની સમીક્ષા કરી
કોવિડ-19ના કારણે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, "કેટલાક જિલ્લામાં મૃત્યુદર સરેરાશ કરતા વધુ છે તે જાણીને ઘણું દુઃખ થાય છે." તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું કે, રાજ્યએ બિન-ચેપગ્રસ્ત જિલ્લાઓમાં પણ સર્ચ, સર્વેલન્સ અને SARI / ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીઓના કેસોના પરીક્ષણ પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તેનાથી વધુ વિસ્તારોમાં નવા કેસોનો ફેલાવો ટાળી શકાય છે. તેમણે સલાહ આપી હતી કે, રાજ્યએ બિન-કોવિડ 19 સેવાઓને કોવિડ-19 વ્યવસ્થાપનના કારણે કોઇ જ અવરોધ ન આવે તે પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે.
કોરોના યોદ્ધાઓને ભારતે સલામ કરી, નૌસેનાએ જમીન, વાયુ અને દરિયામાં કોરોના યોદ્ધાઓને સલામી આપી
3 મે 2020ને રવિવારના રોજ કોરોના યોદ્ધાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમગ્ર દેશની સાથે નૌસેના પણ જોડાઇ હતી. કોવિડ-19 સામેની લડાઇમાં તબીબી પ્રોફેશનલો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ જવાનો, સરકારી સ્ટાફ અને મીડિયા સહિત તમામ કોરોના યોદ્ધાઓના અવિરત અને અથાક પ્રયાસો સાથે તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ પ્રત્યે સમગ્ર દેશ કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો હતો ત્યારે ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ કરીને 03 મે 2020ના રોજ જમીન, હવા અને દરિયાઇમાં સખ્યાબંધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
સશસ્ત્ર દળો દ્વારા યોજાયેલી ‘કોરોના યોદ્ધાઓને સરહદના યોદ્ધાઓની સલામ’ પ્રવૃત્તિઓની સંરક્ષણ મંત્રીએ પ્રશંસા કરી
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે અડગપણે લડી રહેલા કોરોના યોદ્ધાઓને સલામી આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ સ્થળે જમીન, વાયુ અને પાણીમાં સશસ્ત્ર દળો દ્વારા યોજવામાં આવેલી સંખ્યાબંધ પ્રવૃત્તિઓની શ્રી રાજનાથસિંહે પ્રશંસા કરી હતી. સશસ્ત્રદળોએ રવિવારે દેશના તમામ કોરોના યોદ્ધાઓના પોતાના અનોખા સૈન્ય અંદાજમાં સલામી આપી તેમની કામગીરીને બિરદાવી હતી. શ્રીનગરથી તિરુવનંતપુરમ અને દીબ્રુગઢથી કચ્છ સુધી સૈન્ય દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેમકે, પોલીસ સ્મારક ખાતે પુષ્પાંજલી, આરોગ્ય પ્રોફેશનલ્સ અને ઇમરજન્સી પૂરવઠા કામગીરીના કર્મચારીઓનું સન્માન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં સેંકડો શહેરોમાં સ્થાનિક આર્મી દ્વારા મુલાકાત યોજવામાં આવી હતી અને આર્મીની ટીમોએ હોસ્પિટલના સંકુલોમાં દેશભક્તિની ધુન વગાડીને કોરોના યોદ્ધાઓનો જુસ્સો વધાર્યો હતો.
કંપનીઓ "ખાદી" બ્રાન્ડના નામે બોગસ PPE કીટ્સનું વેચાણ કરી રહી છે; KVICએ કાયદેસર પગલાં લેવાની ચેતવણી આપી
ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)ના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલીક બોગસ વ્યવસાયિક કંપનીઓ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE)ની કીટ્સનું ઉત્પાદન અને વેચાણ કરી છે અને તેના માટે ખોટી રીતે KVICના નોંધણી કરાયેલા ટ્રેડમાર્ક “ખાદી ઇન્ડિયા”નો ઉપયોગ કરી રહી છે. KVIC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અત્યાર સુધીમાં આવી કોઇ જ PPE તેમણે બજારમાં વેચાણ અર્થે મૂકી નથી. આથી સ્પષ્ટ કરવું આવશ્યક છે કે, KVIC વિશેષરૂપે પોતાના ઉત્પાદનો માટે ડબલ ટ્વીસ્ટેડ હાથથી કાંતેલા, હાથે વણેલા ખાદીના કાપડનો ઉપયોગ કરે છે અને આથી પોલિએસ્ટર અને પોલીપ્રોપાઇલીન જેવી વણ્યા વગરની સામગ્રીથી બનેલી આ કીટ્સ ખાદીનું ઉત્પાદન નથી અને KVICનું પણ ઉત્પાદન નથી.
સશક્ત સમૂહ-6 એ કોવિડ-1 સામે ભારતની લડાઇમાં CSO/NGO/ ઉદ્યોગો/ આંતરરાષ્ટ્રીય સંગઠનોને જોડ્યા
કોવિડ-199 વૈશ્વિક મહામારીના કારણે દેશ અત્યારે અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યો હોવાથી, ભારત સરકાર દ્વારા નીતિ આયોગના CEOની અધ્યક્ષતામાં ગઠન કરવામાં આવેલો સશક્ત સમૂહ 6 (EG6) અત્યારે ભારત સરકારને સિવિલ સોસાયટી સંગઠનો, NGO અને વિકાસ ભાગીદારો, ઔદ્યોગિક ભાગીદારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે તાલમેલ જાળવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે.
DRDO એ UV ડિસઇન્ફેક્શન ટાવર બનાવ્યો
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ ચેપ લાગવાની સંભાવના વધુ હોય તેવા વિસ્તારોમાં ઝડપથી અને રસાયણ મુક્ત ડિસઇન્ફેક્શનની કામગીરી માટે અલ્ટ્રા વાયોલેટ (UV) ડિસઇન્ફેક્શન ટાવર તૈયાર કર્યો છે. આ ઉપકરણને UV બ્લાસ્ટર નામ આપવામાં આવ્યું છે જે UV આધારિત એરિયા સેનિટાઇઝર છે. તેની ડિઝાઇન દિલ્હી સ્થિત DRDOની અગ્રણી લેબોરેટરી લેસર વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્ર (LASTEC) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
શ્રી નરેન્દ્રસિંહ તોમરે સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પર “સરસ કલેક્શન” શરૂ કર્યું
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે સરકારી ઇ-માર્કેટ પ્લેસ (GeM) પોર્ટલ પર આજે ‘સરસ કલેક્શન’ની શરૂઆત કરી છે. GeM અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) ની આ પહેલ, સરસ કલેક્શનમાં ગ્રામણી સ્વ સહાય સમૂહો (SHG) દ્વારા તૈયાર કરવામાં આવેલા દૈનિક ઉપયોગીતાના ઉત્પાદનો બતાવવામાં આવ્યા છે. આનો આશય ગ્રામીણ વિસ્તારના SHGને કેન્દ્ર અને રાજ્ય સરકારના ખરીદદારોનું બજાર પૂરું પાડવાનો છે.
કોવિડ-19ના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં આદિવાસી સમુહો અને કસબીઓની આજીવિકા અને સુરક્ષા માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા
આદિવાસી કસબીઓ અભૂતપૂર્વ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવતા તુરંત, સરકારે આવા આદિવાસી સમૂહો અને કસબીઓને સહકાર આપવા માટે તાકીદના પગલાં લેવાનું શરૂ કર્યું છે.
સિવિલ સર્વિસીસ (પ્રીલિમિનરી) એક્ઝામિનેશન, 2020ની 31 મેના રોજ આયોજિત પરીક્ષા મોકૂફ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ આજે કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉનનાં બીજા તબક્કા પછીની સ્થિતિની સમીક્ષા કરવા માટે વિશેષ બેઠક યોજી હતી. દેશમાં લોકડાઉનને પગલે નિયંત્રણો લંબાવવામાં આવ્યા હોવાની વાતને ધ્યાનમાં લઈને કમિશને નિર્ણય લીધો હતો કે, હાલ પરીક્ષાઓનું આયોજન ફરી શરૂ કરવું અને ઇન્ટરવ્યૂ લેવાનું શક્ય નથી.
પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો કોવિડ-19ની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે: મનસુખ માંડવિયા
રસાયણ અને ખાતર રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની પરિસ્થિતિમાં જન ઔષધી કેન્દ્રો ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે કારણ કે, 6000 જન ઔષધી કેન્દ્રો પર દરરોજ અંદાજે 10 લાખ લોકો આવીને પરવડે તેવી કિંમતે ગુણવત્તાપૂર્ણ દવાઓ લઇ જાય છે. આ કેન્દ્રો દ્વારા હાઇડ્રોક્સિક્લોરોક્વિનનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ડૉ. હર્ષવર્ધન કોવિડ-19 માટે પૂર્વતૈયારીઓ અંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે જોડાયા
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને પૃથ્વી વિજ્ઞાનમંત્રી ડૉ. હર્ષવર્ધને DSTના 50મા સ્થાપના દિવસ નિમિત્તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની તમામ સ્વાયત્ત સંસ્થાઓ અને પેટા કચેરીઓના વડા સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમની S&T પહેલ, ખાસ કરીને કોવિડ-19 મહામારીને ખતમ કરવામાં તેમના પ્રયાસો સંબંધે ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ આ પ્રસંગે કોવિડ-19 અંગે માર્ગદર્શન આપતી “કોવિડ કથા” મલ્ટીમીડિયા માર્ગદર્શિકા પણ લોન્ચ કરી હતી.
મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ
મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)એ કપાસના ખેડૂતો પાસેથી રૂ. 4995 કરોડમાં કુલ 91.90 લાખ ક્વિન્ટલ એટલે કે 18.66 લાખ ગાંસડી કપાસ ખરીદ્યો. ખેડૂતોને ખરીદેલા કપાસની બાકી ચુકવણી કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે; કુલ ખરીદ મૂલ્યમાંથી રૂ.4987 કરોડની ચુકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે
દેશના દરેક ભાગોમાં સ્થાનિક વહીવટીતંત્ર કોવિડ-19ના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા માટે વિવિધ પહેલ કરી રહ્યા છે
ફસાયેલા લોકોને મદદ કરવા માટે કંટ્રોલરૂમ ઉભા કરવા; ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા હોય તે લોકો અને જેમણે સરહદ ઓળંગી હોય તેવા લોરીના ડ્રાઇવરો સહિતના લોકોના મુસાફરીના રૂટ અને સંપર્કોનું ટ્રેસિંગ, શંકાસ્પદોમાં ઘટાડો કરવો; બાયો-મેડિકલ કચરાના ઉપાડ, ટ્રીટમેન્ટ અને નિકાલ માટે પ્રક્રિયાઓનું સૂચન કરવું; અને કૃષિ ઉત્પાદનોની ખરીદી તેમજ વેચાણ કરવા સહિત વિવિધ પહેલ કરવામાં આવી રહી છે.
‘સરદાર પટેલ રાષ્ટ્રીયતા એકતા પુરસ્કાર’ માટે નામાંકન મંગાવવાની તારીખ 30 જૂન 2020 સુધી લંબાવવામાં આવી
ભારત સરકારે ભારતની એકતા અને અખંડિતાને પ્રોત્સાહન આપવામાં ઉલ્લેખનીય યોગદાન બદલ સરદાર વલ્લભભાઇ પટેલના નામે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારના રૂપમાં ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર’ની શરૂઆત કરી છે. આ પુરસ્કાર દ્વારા આ ક્ષેત્રમાં વિવિધ વ્યક્તિ અથવા સંસ્થાઓ અથવા સંગઠનોએ કરેલા ઉલ્લેખનીય અને પ્રેરક યોગદાનને બિરદાવવામાં આવે છે.
પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત દાર્જિલિંગના ભવ્ય વારસા પર 'બેંગાલ બાય ધ હિમાલયાસ' શીર્ષક હેઠળ 14મા વેબિનારનું આયોજન કર્યું
નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ્સ દ્વારા લૉકડાઉન દરમિયાન તેમના દુર્લભ અને ક્યારેય ન જોવાયેલા કલાકૃતિઓના સંગ્રહનું પ્રદર્શન કરવા માટે "NGMA કે સંગ્રહ સે" નામથી વર્ચ્યુઅલ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળઃ રાજ્ય દ્વારા લૉકડાઉન લંબાવવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને દેશના અન્ય ભાગોમાં રહેલા કેરળવાસીઓને પરત લાવવા માટે વિશેષ ટ્રેન ફાળવવા અપીલ કરી છે. અન્ય રાજ્યોમાંથી પાછા ફરવા માટે ઇ-પાસ વ્યવસ્થા દ્વારા 30,000 મલયાલી લોકોને પરવાનગી આપવામાં આવી છે. બિહારે પરવાનગી આપવાનો ઇનકાર કરતાં વિસ્થાપિત શ્રમિકોને પટના લઇ જતી પાંચ વિશેષ ટ્રેન રદ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળે કેરળમાંથી 2 ટ્રેનોને પરવાનગી આપી હતી. ગઇકાલ સુધી કુલ પોઝિટીવ કેસો 499 હતા, જેમાંથી 95 હજુ પણ સક્રિય છે.
- તામિલનાડુઃ રાજ્ય દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર અનુક્રમે રૂ. 3.25 અને રૂ. 2.50નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કેસોની સંખ્યામાં વધારો થયા ચેન્નઇની હોસ્પિટલે કોવિડ-19 સ્થિર દર્દીઓને ક્વૉરેન્ટાઇન કેન્દ્રો ખાતે ખસેડ્યાં હતા. કુડ્ડાલોરમાં કોયામબેટુ ક્લસ્ટરમાંથી કોવિડ-19ના 114 પોઝિટીવ દર્દીઓ અને વિલ્લુપુરમમાંથી 39 પોઝિટીવ દર્દીઓ નોંધાયા હતા. ગઇકાલ સુધી કુલ 3,023 કેસો નોંધાયા હતા, જેમાંથી 1,611 કેસો સક્રિય છે, 30 લોકોના મરણ નીપજ્યાં છે, 1,379 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધારે ચેન્નઇમાંથી 1,458 કેસો નોંધાયાં છે.
- કર્ણાટકઃ રાજ્ય દ્વારા વધુ બે દિવસ માટે વિસ્થાપિત કામદારો માટે વિનામૂલ્યે બસ સેવા વધારવામાં આવી છે. આજે નવા 28 પોઝિટીવ કેસ નોંધાયાં હતા, જેમાં દાવાન્ગેરેમાંથી 21, કલબુરી અને માંડ્યામાંથી બે-બે અને ચિક્કાબલ્લાપુર, હાવેરી અને વિજયપુરામાંથી 1-1 કેસ નોંધાયા છે. કાલબુરીમાં વધુ એક મરણ નીપજ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 642 પોઝિટીવ કેસ નોંધાયાં છે, જેમાંથી 26 લોકોના મરણ નીપજ્યાં છે અને 304 લોકોને રજા આપવામાં આવી છે.
- આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ સેવાને એડવાન્સ લાઇફ સપોર્ટ (ALS)માં તબદિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામડાંઓમાં સેવા આપી રહેલા 19,584 સફાઇ કામદારોને વિશેષ કીટ પૂરી પાડવા રાજ્યએ રૂ. 3.84 કરોડની ફાળવણી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના વધુ 67 કેસો નોંધાયાં છે, જ્યારે 36 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને આ સમયગાળામાં કોઇ મરણ નીપજ્યું નથી. કુલ કેસો વધીને 1,650 થયા છે. હાલ રાજ્યમાં 1,062 કેસો સક્રિય છે, કુલ 524 લોકો સાજા થયા છે અને 33 લોકોના મરણ નીપજ્યાં છે. કોવિડ-19 સૌથી વધુ પોઝિટીવ કેસો ધરાવતાં જિલ્લાઓમાં કુર્નૂલ (491), ગુંતૂર (338), ક્રિશ્ના (278)નો સમાવેશ થાય છે.
- તેલંગણાઃ રાજ્યના મંત્રીમંડળ દ્વારા કોવિડ-19 લૉકડાઉનમાંથી બહાર નીકળવાના ભાગરૂપે કેટલાક ક્ષેત્રોમાં નિયમોમાં છૂટછાટ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે આવતી કાલે બેઠક યોજવામાં આવશે. ફસાઇ ગયેલા વિસ્થાપિત કામદારોએ હૈદરાબાદમાં રસ્તાઓ ઉતરીને તેમને ઘરે પાછા મોકલવા માંગ કરી હતી. કોમી અશાંતિ ફેલાવવાના પ્રયાસરૂપે ગઇ કાલે ટોલિચોકી ખાતે વિસ્થાપિત કામદારો દ્વારા વિરોધ સંબંધિત ખોટી અફવા ફેલાવવા માટે બે વ્યક્તિઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોવિડ-19ના 1,082 કેસો નોંધાયા છે, જેમાંથી 508 સક્રિય છે, જ્યારે 545 લોકો સાજા થઇ ગયા છે અને 29 લોકોના મરણ નીપજ્યાં છે.
- ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં સંક્રમિત વિસ્તાર નિર્ધારિત કરેલા વિસ્તારો કડક નિયંત્રણો સાથે જડબેસલાક બંધ કરી દેવામાં આવશે અને તેના દરેક પ્રવેશ અને બહાર જવાના રસ્તા સંપૂર્ણ નાકાબંધી કરાશે. માત્ર ફળ અને શાકભાજીનો પુરવઠો પૂરો પાડતાં લોકો તથા મેડિકલ ઇમરજન્સી ધરાવતાં લોકોની અવરજવરને પરવાનગી આપવામાં આવશે. લોકો અને પરિવહન સાધનોને તપાસ વગર પ્રવેશ માટે મંજૂરી અપાશે નહીં. ચેપગ્રસ્ત વિસ્તારોના પરિઘમાં અંદર અને બહાર જતાં લોકોની અવરજવરની વિગતો નોંધવામાં આવશે. ઉપરાંત ચેપગ્રસ્ત વિસ્તારમાં રહેલા તમામ રહેવાસીઓ અને તમામ શંકાસ્પદ કિસ્સાઓનું નિયમોનુસાર સઘન પરીક્ષણ હાથ ધરવામાં આવશે. ચેપગ્રસ્ત વિસ્તારની અંદર કોઇ દુકાનો, વેપાર, કારખાનાઓ અને ડિસ્પેન્સરી ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- પંજાબઃ પંજાબ સરકારે 20,000નો આંકડો પાર કરીને RT-PCRની કુલ સંખ્યા સાથે કોવિડ સામે લડાઇમાં એક અગત્યનું સીમાચિહ્ન પાર કર્યુ છે. રાજ્ય દ્વારા કિઓસ્ક, પૂલ ટેસ્ટિંગ વગેરે જેવા મોબાઇલ સેમ્પલ એકત્ર કરતાં સાધનો દ્વારા નવીન પરીક્ષણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવા માટે રાજ્યમાં પૂલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. 30 એપ્રિલ, 2020ના રોજ 5,788 પૂલ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ હેતુસર એક વિશેષ ઑનલાઇન પોર્ટલ નિર્ધારિત કરવામાં આવ્યું છે. રાજ્ય દ્વારા પોતાના વતનમાં પરત ફરવા ઇચ્છતાં 6.44 લાખ વિસ્થાપિત શ્રમિકોની સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે.
- હરિયાણાઃ હરિયાણામાં ફસાઇ ગયેલા ભારતના અન્ય દેશોના તમામ કૃષિ શ્રમિકો અને વિસ્થાપિત કામદારોને પોતાના ઘરે સલામત રીતે અને વહેલામાં વહેલી તકે તબક્કાવાર રીતે મોકલવા હરિયાણા સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સરહદી વિસ્તારોના કૃષિ શ્રમિકોને બસ દ્વારા તેમના ઘરે મોકલવામાં આવશે, જ્યારે બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશના શ્રમિકોને હરિયાણાના જુદા-જુદા સ્ટેશન પરથી ખાસ શ્રમિક ટ્રેન મારફતે પરત મોકલવામાં આવશે. બાકીના રાજ્યોના ઓછી સંખ્યા ધરાવતાં વિસ્થાપિત શ્રમિકોને નવી દિલ્હીમાંથી વિશેષ ટ્રેન મારફતે પોતાના વતનમાં પરત મોકલવામા આવશે.
- હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સામૂહિક પ્રયત્નો અને લોકોના સક્રિય સાથ-સહકારના કારણે ટૂંક જ સમયમાં હિમાચલ પ્રદેશ કોરોના મુક્ત રાજ્ય તરીકે ઉભરી આવશે. તેમણે જણાવ્યું હતું કે હવે તે બાબત ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઇ છે કે રાજ્યની મુલાકાત લેનારા તમામ લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવેશ કરી રહેલા લોકો માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તે પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી રહેશે કે તેમના વિસ્તારમાં પ્રવેશતા કોઇપણ વ્યક્તિ ક્વૉરેન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન ન કરે.
- અરૂણાચલ પ્રદેશઃ રાજ્ય સરકારે જાહેર સ્થળો અને કામકાજના સ્થળો માટે વિગતવાર દિશા-નિર્દેશો બહાર પાડ્યાં છે. મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે જ્યાં સુધી રસી શોધવામાં ન આવે ત્યાં સુધી કોવિડ-19 સામે લડવા માટે ચુસ્ત નિવારાત્મક પગલાંઓનું પાલન કરવાનું રહેશે.
- આસામઃ આરોગ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ જિલ્લામાં કોવિડ-19 પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે બોંગાઇગાંવમાં ચેપગ્રસ્ત વિસ્તારો અને ક્વૉરેન્ટાઇન કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
- મેઘાલયઃ મુખ્યમંત્રીએ 5 મેથી અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો પરત ફરી રહ્યાં હોવાથી જરૂરી તૈયારીની જાણકારી મેળવવા શિલોંગની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યુ હતું.
- મણીપૂરઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગ્રીન ઝોન હોવાનો ફાયદો ઉઠાવવા માટે સરકારે લુવાંગસંગબમ ટેકરીઓ ઉપર ફળો ધરાવતાં છોડો રોપવાનું શરૂ કર્યુ છે.
- મિઝોરમઃ રાજ્ય સરકારે માસ્કના ફરજિયાત ઉપયોગ અને રાજ્યમાં કોઇપણ સ્થળે સામાજિક અંતર જાળવવા સંબંધિત વટહુકમ બહાર પાડ્યો છે. આ વટહુકમનું ઉલ્લંઘન કરનાર સામે ગુનો દાખલ કરાશે.
- નાગાલેન્ડઃ મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્યની બહાર ફસાઇ ગયેલા 16,526 લોકોને અત્યાર સુધી રૂ. 6.47 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.
- સિક્કીમઃ કોવિડ-19 સામે લડાઇ લડવા અગ્રીમ શ્રેણીના મીડિયા કર્મચારીઓના ઉપયોગ માટે રાજ્યપાલે સિક્કીમની પ્રેસ ક્લબના મહાસચિવને ફેસ માસ્ક અને સેનિટાઇઝરનો જથ્થો સુપરત કર્યો હતો.
- ત્રિપૂરાઃ રાજ્ય સરકારે 33,000 વિસ્થાપિત કામદારોને તેમના સંબંધિત રાજ્યોમાં મોટાભાગે ટ્રેન મારફતે પરત મોકલ્યાં હતા.
- મહારાષ્ટ્રઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા 678 પોઝિટીવ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 12,974 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી 548 લોકોના મરણ નીપજ્યાં છે. મુંબઇમાં નવા 441 કેસો નોંધાયા છે અને વધુ 21 લોકોના મરણ થયા છે. માત્ર મુંબઇમાં કુલ કેસોની સંખ્યા 8,800ના આંકને સ્પર્શી ગઇ છે. 10,223 પોઝિટીવ કેસો સાથે મુંબઇ મેટ્રોપોલિટન વિસ્તાર રાજ્યના પોઝિટીવ કેસોમાંથી 80% કેસો ધરાવે છે.
- ગુજરાતઃ ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 5,428 થઇ ગઇ છે. ઉપરાંત મૃત્યુઆંક વધીને 290 થઇ ગયો છે, જે મહારાષ્ટ્ર બાદ સમગ્ર દેશમાં સૌથી વધારે છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી આ જીવલેણ બિમારીમાંથી 1,042 લોકો સ્વસ્થ થયા છે.
- રાજસ્થાનઃ જયપુરમાં આજે નવા 12 કેસ નોંધાયા જયપુરમાં પોઝિટીવ કેસોની સંખ્યા 1,000ના આંકડો પાર કરી ગઇ છે, જ્યારે રાજ્યમાં પોઝિટીવ કેસોની સંખ્યા 3,000નો આંક પાર કરીને 3,009 થઇ ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 75 લોકોના મરણ નીપજ્યાં છે, જેમાંથી એકમાત્ર જયપુરમાંથી જ 45 લોકોના મરણ નીપજ્યાં છે.
- મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન કોવિડ-19ના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવતાં મુખ્યમંત્રીએ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા ડૉક્ટરની વિશેષ ટીમોને તાત્કાલિક મોકલવાનો આદેશ આપ્યો છે. ઉજ્જૈનમાં માત્ર 150 પોઝિટીવ કેસ હોવા છતાં 30 લોકોના મરણ નીપજ્યાં છે, જે રાજ્યના મૃત્યુદરમાં સૌથી વધારે છે. 1,568 પોઝિટીવ કેસો સાથે ઇંદોર રાજ્યનું સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર છે.
- ગોવાઃ 24મી માર્ચથી લૉકડાઉન જાહેર થયા બાદ ગોવામાં ફસાઇ ગયેલા આશરે 90 ટકા વિસ્થાપિત કામદારો તેમના વતન પાછા ફરી ગયા છે. રાજ્યની કાર્યકારી સમિતિએ પંચાયત સ્તરે એકત્રિત કરાયેલી માહિતીના આધારે આ જાણકારી આપી હતી. શ્રમિક કામદારોમાં સૌથી વધારે પડોશી રાજ્ય કર્ણાટકના કામદારોનો અને ત્યાર પછી ઉત્તરપ્રદેશ અને બિહારના કામદારોનો સમાવેશ થાય છે.
FACT CHECK



(Release ID: 1621048)
Visitor Counter : 392
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam