સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


અત્યાર સુધીમાં 11,706 દર્દી સાજા થયા

Posted On: 04 MAY 2020 6:21PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે મધ્યપ્રદેશના આરોગ્યમંત્રી શ્રી નરોત્તમ મિશ્રા સાથે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચોબે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજીને રાજ્યમાં કોવિડ-19ના નિરાકરણ અને વ્યવસ્થાપન અંગેની સમીક્ષા કરી હતી. સંપર્ક ટ્રેસિંગ, સર્વેલન્સ, ઘરે ઘરે સક્રિય કેસો શોધવાની કામગીરી વધુ મજબૂત કરવી, બિન-કોવિડ બીમારીના વ્યવસ્થાપન અંગે માહિતી માંગી રહેલા લોકોમાં જાગૃતિ ફેલાવવી વગેરે બાબતોની બેઠકમાં ચર્ચા થઇ હતી.

તમામ બંધ થયેલા કેસોનો પરિણામ દર (સાજા થયેલા સામે મૃત્યુ) કે જે 17 એપ્રિલથી અત્યાર સુધીમાં હોસ્પિટોલમાં તબીબી વ્યવસ્થાપનની સ્થિતિ સૂચિત કરે છે, તેમાં અવલોકનમાં ધ્યાનમાં આવ્યું છે કે, દેસમાં 17 એપ્રિલ 2020 પહેલા (પરિણામી દર 80:20) જે સ્થિતિ હતી તેની તુલનાએ આજે સ્થિતિ સુધરતા પરિણામી દર 90:10 થઇ ગયો છે.

દેશમાં અત્યાર સુધીમાં 11,706 દર્દીઓ સાજા થઇ ગયા છે. જે 27.52% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 42,533 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2553 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

અહીં ફરી પુનરોચ્ચાર કરવામાં આવે છે કે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો ચેપનિયંત્રણ માટે સખત પગલાં લે જેથી નવા કેસોનું ભારણ ઓછુ થઇ શકે. તેઓ અવશ્યપણે સુનિશ્ચિત કરે કે, અસરકારક તબીબી વ્યવસ્થાપનની સાથે સાતે ચેપ નિવારણ અને નિયંત્રણની કામગીરી પણ થવી જોઇએ.

અત્યારે લૉકડાઉનમાં છુટછાટ આપવામાં આવી હોવાથી, આપણે શારીરિક અંતર જાળવવા માટે પ્રોટોકોલ અને માર્ગદર્શિકાનું પાલન કરીએ, હાથ ધોવા અને પર્યાવરણની સ્વચ્છતા રાખવા માટે વિવિધ સુરક્ષાત્મક પગલાંનું પાલન કરીએ તે મહત્વપૂર્ણ છે કારણ કે કોવિડ-19નો સામનો કરવા માટે પ્રકારે કાળજી અને સાવચેતી તેમજ સતર્કતા રાખીને આગળ વધી શકાશે. હંમેશા જાહેર સ્થળે જતી વખતે ફેસ કવર અથવા માસ્ક પહેરવું. ચેપગ્રસ્ત વિસ્તારોની બહાર પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ માર્ગદર્શિકા અને સુરક્ષાત્મક પગલાંનું પાલન કરવું. આવશ્યક ચીજોની ખરીદી કરતી વખતે અથવા સામાન્ય સુવિધાઓ મેળવતી વખતે ટોળાં કરવાનું ટાળવું.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS



(Release ID: 1621038) Visitor Counter : 243