સંરક્ષણ મંત્રાલય

DRDO એ યુવી ડિસઇન્ફેક્શન ટાવર ઉપકરણ ‘યુવી બ્લાસ્ટર’ વિકસાવ્યું

Posted On: 04 MAY 2020 5:13PM by PIB Ahmedabad

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) ઊંચું ઇન્ફેક્શન ધરાવતા જોખમકારક વિસ્તારોનું ઝડપથી અને રસાયણમુક્ત ડિસઇન્ફેક્શન કરવા માટે અલ્ટ્રા વાયોલેટ (યુવી) ડિસઇન્ફેક્શન ટાવર વિકસાવ્યાં છે.

યુવી બ્લાસ્ટર નામનું ઉપકરણ એરિયા સેનિટાઇઝર છે. ઉપકરણને દિલ્હીમાં ડીઆરડીઓની ટોચની પ્રયોગશાળા લેસર સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર (એલએએસટીઇસી) ગુરુગ્રામ સ્થિત ન્યૂ એજ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ મટિરિયલ્સ પ્રાઇવેટ લિમિટેડની મદદથી વિકસાવ્યું છે.

યુવી બ્લાસ્ટર ઇલેક્ટ્રોનિક ઉપકરણ, કમ્પ્યુટર્સ તથા પ્રયોગશાળાઓ અને ઓફિસોમાં અન્ય સાધનો જેવી હાઈ ટેક સર્ફેસ માટે ઉપયોગ છે, જેનું રાસાયણિક પદ્ધતિ સાથે ડિસઇન્ફેક્શન કરવું ઉચિત નથી. પ્રોડક્ટ એરપોર્ટ, શોપિંગ મોલ, મેટ્રો, હોટેલ, કારખાના, ઓફિસો વગેરે જેવા લોકોના વધારે પ્રવાહ ધરાવતા એરિયા માટે પણ અસરકારક છે.

યુવી આધારિત એરિયા સેનિટાઇઝરનો ઉપયોગ વાઇફાઇ લિન્કનો ઉપયોગ કરીને લેપટોપ / મોબાઇલ ફોન દ્વારા રિમોટ ઓપરેશન દ્વારા થઈ શકે છે. ઉપકરણ લેમ્પ ધરાવે છે. દરેક લેમ્પ 360 ડિગ્રી ઇલ્યુમિનેશન માટે 254 એનએમ વેવલેંગ્થ પર 43 વોટ યુવી-સી પાવર ધરાવે છે. રૂમમાં વિવિધ જગ્યાઓ પર ઉપકરણને મૂકીને આશરે 12 x 12 ફીટની રૂમને ડિસઇન્ફેક્ટ કરવા આશરે 10 મિનિટ અને 400 ચોરસ ફીટની રૂમ માટે 30 મિનિટ લાગે છે.

ઉપરાંત રૂમ અચાનક ખુલવાથી કે માનવીય હસ્તક્ષેપ થવાથી સેનિટાઇઝર બંધ થઈ જાય છે. ઉપકરણની સલામતીની અન્ય એક ખાસિયત આર્મ ઓપરેશનની ચાવી છે.

 

 

GP/DS

 

 

 (Release ID: 1621029) Visitor Counter : 381