સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કંપનીઓ “ખાદી” બ્રાન્ડનો ઉપયોગ કરીને નકલી PPE કીટ્સનું વેચાણ કરી રહી છે; KVIC કાયદેસર પગલાં લેવાનું વિચારી રહ્યું છે

Posted On: 04 MAY 2020 5:24PM by PIB Ahmedabad

ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)ના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલીક બોગસ વ્યવસાયિક કંપનીઓ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE)ની કીટ્સનું ઉત્પાદન અને વેચાણ કરી છે અને તેના માટે ખોટી રીતે KVICના નોંધણી કરાયેલા ટ્રેડમાર્કખાદી ઇન્ડિયાનો ઉપયોગ કરી રહી છે. KVIC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અત્યાર સુધીમાં આવી કોઇ PPE તેમણે બજારમાં વેચાણ અર્થે મૂકી નથી.

એવું ધ્યાનમાં આવ્યું છે કે, નકલી PPE કીટ્સ ખાદીના એક ઉત્પાદન તરીકે વેચવામાં આવી રહી છે જે સંપૂર્ણપણે ખોટું છે અને ભ્રામક છે. આથી સ્પષ્ટ કરવું આવશ્યક છે કે, KVIC વિશેષરૂપે પોતાના ઉત્પાદનો માટે ડબલ ટ્વીસ્ટેડ હાથથી કાંતેલા, હાથે વણેલા ખાદીના કાપડનો ઉપયોગ કરે છે અને પોલિએસ્ટર અને પોલીપ્રોપાઇલીન જેવી વણ્યા વગરની સામગ્રીથી બનેલી કીટ્સ ખાદીનું ઉત્પાદન નથી અને KVICનું પણ ઉત્પાદન નથી.

KVICના અધ્યક્ષ શ્રી વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, KVIC ખાદીના કાપડથી બનેલી પોતાની PPE કીટ્સ તૈયાર કરી છે જે પરીક્ષણના વિવિધ સ્તરોએ છે. તેમણે ઉમેર્યું હતું કે, “અત્યાર સુધી અમે ખાદીની PPE કીટ્સ બજારમાં ઉતારી નથી. PPE કીટ્સને ખાદી ઇન્ડિયાના નામે વેચીને છેતરપીંડી કરવીએ ગેરકાનુની છે. સિવાય કીટ અમારા ડૉક્ટરો, નૈદાનિક અને આરોગ્ય સહાયકોની સુરક્ષા માટે ગંભીર જોખમ પણ ઉભુ કરી શકે છે. જેઓ કોરોના કેસોનો નિયમિતરૂપે સામનો કરી રહ્યા છે તેમને આનાથી જોખમ છે.” શ્રી સક્સેનાએ જણાવ્યું હતું કે, KVIC આવી છેતરપીંડી સામે કાયદેસર કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે.

દિલ્હી સ્થિત એકનિચિયા કોર્પોરેશનદ્વારા બનાવવામાં આવેલી નકલી PPE કીટ્સનો કિસ્સો KVICના ડેપ્યુટી સીઇઓ શ્રી સત્ય નારાયણના ધ્યાનમાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, KVIC કોઇપણ પ્રકારની PPE લોન્ચ કરી નથી. તેમણે કામ માટે કોઇ ખાનગી એજન્સી પાસેથી પણ કામ લીધું નથી.

હાલમાં, KVIC માત્ર વિશેષરૂપે ડિઝાઇન કરવામાં આવેલા ખાદીના ફેસ માસ્કનું ઉત્પાદન અને વિતરણ કરે છે જે ઉચ્ચતમ સુરક્ષા માપદંડોને અનરૂપ છે. KVIC માસ્કના ઉત્પાદન માટે ડબલ ટ્વીસ્ટ કરેલા ખાદીના કાપડનો ઉપયોગ કરે છે કારણ કે તે 70 ટકા ભેજને અંદર રાખવામાં મદદ કરે છે. ઉપરાંત માસ્ક હાથથી કાંતેલ અને હાથથી વણેલા ખાદીના કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યા હોય છે જે શ્વાસ લેવામાં અને ધોવા માટે યોગ્ય છે. તે બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવિક રીતે વિઘટનીય રીતે નિકાલ યોગ્ય છે.

 

 

GP/DS

 

 



(Release ID: 1621040) Visitor Counter : 223