PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 30 APR 2020 6:20PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 30.4.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 8,324 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 25.19% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 33,050 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં નવા 1718 કેસો પોઝિટીવ મળ્યાની પુષ્ટિ થઇ છે. દેશમાં કેસોની સંખ્યા બમણી થવાના આંકડાનું વિશ્લેષણ દર્શાવે છે કે, કેસ બમણા થવાની રાષ્ટ્રીય સરેરાશ હાલમાં 11 દિવસ છે જે લૉકડાઉન પહેલાં 3.4 દિવસ હતી. મૃત્યુના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો જાણવા મળ્યું છે કે, કેસોમાં મૃત્યુદર 3.2% છે જેમાંથી 65% પુરુષો અને 35% મહિલાઓ છે. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિન-કોવિડ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત થાય તે હેતુથી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી હર્ષવર્ધને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે અને લોહીની બિમારી ધરાવતાં લોકો માટે રક્તદાનથી માંડીને તેમને લોહી ચઢાવવાની સુધીની સેવાઓ સુનિશ્ચિત થાય તે માટે નિર્દેશો આપવામાં આવ્યાં છે. રાજ્યોને તમામ આરોગ્ય સેવાઓ, ખાસ કરીને ખાનગી ક્ષેત્રની સેવાઓ કાર્યરત રાખવા જણાવાયું છે, જેથી આવી મહત્ત્વપૂર્ણ સેવાઓની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619764

 

પ્રધાનમંત્રીએ ભારતમાં રોકાણને વેગ આપવા માટે વ્યૂહનીતિની ચર્ચા કરવા વ્યાપક બેઠક યોજી

પ્રધાનમંત્રીએ આજે કોવિડ-19 મહામારીના કારણે દેશના અર્થતંત્રમાં આવેલા પછડાટમાંથી બેઠા થઇને તેને વેગ આપવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા તેમજ સ્થાનિક રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે વ્યૂહનીતિની ચર્ચા કરવા વ્યાપક બેઠકનું આયોજન કર્યું હતું. દેશમાં વર્તમાન ઔદ્યોગિક જમીનો/ પ્લોટ/ એસ્ટેટ્સમાં ઝડપથી કાર્યરત થઇ શકે અને જરૂરી આર્થિક સહાય કરી શકે તેવા વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે એક યોજના હોવી જોઇએ તેવું આ બેઠકમાં ચર્ચાયું હતું. આ બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, રોકાણકારોને હાથ પર લાવવા માટે વધુ સુરક્ષાત્મક પગલાં લેવાની જરૂર છે, તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે અને તેમને તમામ કેન્દ્રીય તેમજ રાજ્ય સરકાર સ્તરે સમયસર માન્યતાઓ અને મંજૂરીઓ મેળવવામાં મદદ કરવાની જરૂર છે.

For details, https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619759

 

ગૃહ મંત્રાલયે કોવિડ-19 મહામારીના કારણે લૉકડાઉનની સ્થિતિ પર એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનની સ્થિતિ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. આ સમીક્ષામાં એવું જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી લૉકડાઉનના કારણે સ્થિતિમાં ખૂબ મોટો લાભ થયો છે જોરદાર સુધારો આવ્યો છે. લૉકડાઉનથી થયેલો લાભ હજુ પણ બચાવી શકાય તે સુનિશ્ચિત કરવા માટે, 3 મે સુધી લૉકડાઉનના દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન કરવું આવશ્યક છે. કોવિડ-19 સામે લડવા માટે નવા દિશાનિર્દેશ 4 મેથી લાગુ કરવામાં આવશે જેથી ઘણા જિલ્લામાં મોટી રાહત મળશે. આવનારા દિવસોમાં આ અંગે જાહેરાત કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619570

 

ડૉ. હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સ દ્વારા સિવિલ સોસાયટી સંગઠનો/NGO સાથે ચર્ચા કરી

લૉકડાઉન દરમિયાન સમાજના વિવિધ વર્ગો ભોજન અન્ય જરૂરિયાતની ચીજો પૂરી પાડવામાં નિઃસ્વાર્થ સેવા કરનારા 92,000થી વધુ NGO પ્રત્યે ડૉ. હર્ષવર્ધને પ્રધાનમંત્રી તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કોવિડ-19ના વ્યવસ્થાપનમાં આ સંસ્થાઓની કામગીરીને ખૂબ મહત્વપૂર્ણ ગણાવી હતી તેની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આવી સંસ્થાઓના આ કાર્યોથી અન્ય લોકો પણ આગળ આવીને યોગદાન આપવા માટે પ્રેરાયા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619755

 

કોવિડ-19 ના પગલે જાહેર થયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ માટે પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડર પર યુજીસીની માર્ગદર્શિકાઓ

આજે યુજીસીએ જાહેર કરેલી માર્ગદર્શિકાઓમાં મુખ્ય ભલામણો નીચે મુજબ છે

1. ઇન્ટરમીડિયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓઃ વર્તમાન અને અગાઉના સેમિસ્ટરનાં આંતરિક મૂલ્યાંકનને આધારે ગ્રેડ આપવામાં આવશે. જે રાજ્યોમાં કોવિ-19ની સ્થિતિ સામાન્ય છે, એ રાજ્યોમાં જુલાઈ મહિનામાં પરીક્ષાઓ લેવાશે.

2. ટર્મિનલ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ: પરીક્ષાઓ જુલાઈ મહિનામાં યોજાશે.

3. દરેક યુનિવર્સિટીમાં કોવિડ-19 સેલ ઊભો કરવામાં આવશે, જે શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાઓના સંબંધમાં વિદ્યાર્થીઓને સમસ્યાઓનું સમાધાન મેળવવા સક્ષમ બનાવશે.

4.યુજીસીમાં ઝડપથી નિર્ણયો લેવા કોવિડ-19 સેલ બનાવવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619561

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના વચ્ચે ફોન પર ચર્ચા થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે  બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા પર એશિયા અને બંને દેશોની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી તથા બંનેએ પોતપોતાના દેશમાં એની અસરો ઘટાડવા લીધેલા પગલાંની જાણકારી ટૂંકમાં આપી હતી. પ્રધાનમંત્રીએ મોદીએ સાર્ક કોવિડ-19 ઇમરજન્સી ફંડમાં 1.5 મિલિયન ડોલરનું પ્રદાન આપવા બદલ પ્રધાનમંત્રી શેખ હસીનાનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી શેખ હસીનાએ એશિયામાં કોવિડ-19નો સામનો કરવા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં લીડ લેવામાં તથા બાંગ્લાદેશને તબીબી પુરવઠા અને ક્ષમતા નિર્માણ એમ બંને દ્રષ્ટિએ પુરવઠો પૂરો પાડવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619418

 

પ્રધાનમંત્રી અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર ડો આંગ સાન સુ કી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 એપ્રિલ 2020ના રોજ મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર ડો આંગ સાન સુ કી સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવોએ અત્યારે ઉભી થયેલી કોવિડ 19ની સ્થાનિક અને પ્રાદેશિક સંદર્ભમાં પરિસ્થિતિની ચર્ચા કરી હતી અને આ મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે બંનેએ પોતાના દેશોમાં લેવાયેલા પગલાં અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા. ભારતના પડોશી પ્રથમ નીતિમાં મ્યાનમારને મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ગણાવતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કોવિડ 19ના કારણે મ્યાનમાર પર આરોગ્ય અને આર્થિક સંકટની અસર ઘટાડવા માટે શક્ય હોય એટલો સહકાર આપવા માટે ભારત તૈયાર હોવાનું જણાવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619584

 

લોકડાઉનના સમયગાળા દરમિયાન ઉદ્યોગો તથા વેપારના પ્રશ્નો ઉપર દેખરેખ રાખવા માટે અને જુદા જુદા હિતધારકો દ્વારા સામનો કરવામાં આવી રહેલ સમસ્યાઓને ઉકેલવામાં DPIIT કન્ટ્રોલ રૂમ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે

વાણિજ્ય અને ઉદ્યોગો મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા એક 26.03.2020ની અસરથી ઉદ્યોગો અને વેપારના મુદ્દાઓ ઉપર દેખરેખ રાખવા અને આ પ્રકારના મુદ્દાઓને સંલગ્ન રાજ્ય સરકારો, જીલ્લા અને પોલીસ તંત્ર તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓ સુધી પહોંચાડવા માટે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી હતી. 89% પ્રશ્નોનો ઉકેલ/ નિકાલ કરવામાં આવ્યો; મંત્રી, સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિયમિતપણે રાખવામાં આવેલ દેખરેખ અને સમીક્ષાના કારણે તાત્કાલિક ઉકેલ લાવવામાં મદદ કરી છે; ટેલીફોન નંબર 011-23062487 છે અને ઈમેઈલ controlroom-dpiit[at]gov[dot]in છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619612

 

કૃષિ મંત્રીએ કહ્યું કે લૉકડાઉનમાં પણ ખેડૂતો માટે મોદી સરકાર જેટલી રકમ પહેલા ક્યારેય કોઈએ નથી આપી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, સરકારે લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને કૃષિ ક્ષેત્રને સૌથી વધુ પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું કે આના પરિણામે દેશમાં ક્યાંય ખાદ્યાન્ન અને દાળની અછત વર્તાઇ નથી તેમજ સરકારે શાકભાજી અને દૂધનો પૂરવઠો પહોંચાડવાનું પણ સુનિશ્ચિત કર્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619567

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001G7O1.jpg

 

લાઇફલાઇન ઉડાન અંતર્ગત 411 ફ્લાઇટ્સમાં આવશ્યક અને તબીબી પૂરવઠો પહોંચાડીને કોવિડ-19 સામેની લડાઇ વધુ મજબૂત કરવામાં આવી

અત્યાર સુધીમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 411 ફ્લાઇટ્સનું પરિચાલન કરાયું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા 4,04,224 કિલોમીટર હવાઇ અંતર કાપીને 776.1 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને સરહદી વિસ્તારો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાઇફલાઇન ઉડાનઅંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પવન હંસ હેલિકોપ્ટર્સમાં 28 એપ્રિલ 2020 સુધીમાં 7,257 કિમી અંતર કાપીને 2.0 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619631

 

આખા દેશમાં અંદાજે 8 કરોડ મોબાઈલ સુધી આરોગ્ય સેતુ એપ પહોંચી

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને કોરોના મહામારીના કારણે ઉભી થઇ રહેલા પ્રતિકૂળતાઓમાંથી નવી તકો શોધવા માટે અને ભારતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં વૈશ્વિક હબ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ સંગઠનો, ચેમ્બર્સ અને આ ક્ષેત્ર અગ્રણી ઔદ્યોગિક માંધાતાઓ સાથે બેઠક દરમિયાન તેમણે વિનંતી કરી હતી કે, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રએ તકો અને આ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વૈશ્વિક રોકાણને આકર્ષવા મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવવો જોઇએ. તેમણે અત્યારે સંપૂર્ણ નવો વળાંક લેવાના તબક્કે છે તેવા મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619564

 

શ્રી ગડકરીના હસ્તે એમએસએમઈ બેંક ઓફ સ્કીમ્સ, આઈડીયાઝ, ઈનોવેશન એન્ડ રિસર્ચ પોર્ટલનો પ્રારંભ

આ પોર્ટલ (http://ideas.msme.gov.in/) મારફતે કેન્દ્ર, રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની તમામ યોજનાઓનો સંપર્ક કરી શકાય છે. તેમાં આ ક્ષેત્ર માટેનાં આઈડીયાઝ, ઈનોવેશન અને રિસર્ચ સંશોધન અપલોડ કરવાની પણ જોગવાઈ છે. આ પોર્ટલમાં માત્ર આઈડીયાઝનું ક્રાઉડ સોર્સીંગ જ નહીં, પણ ક્રાઉડ સોર્સીંગ મારફતે આઈડીયાઝનું મૂલ્યાંકન અને રેટીંગ વગેરેના અનોખા ફીચર્સની પણ જોગવાઈ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619600

 

ભારતીય રેલવેએ આજે વિનામૂલ્યે ભોજન વિતરણનો 30 લાખનો આંકડો વટાવી દીધો
કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન દેશમાં અંદાજે 300 જગ્યાએ ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરરોજ હજારો લોકોને ગરમ ભોજન ખવડાવવા અને તેમનામાં આશાનું કિરણ જગાવવા ભારતીય રેલવે સંગઠનો એકજૂથ થયા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619611

 

ઓટોમોબાઇલ ક્ષેત્રના માંધાતાઓએ કોવિડ મહામારીનો સામનો કરવામાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી

ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગોના પસંદગીના CEOના સમૂહ સાથે બેઠક યોજી ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્ર પર કોવિડ-19ની સંભવિત અસરો વિશે જાણકારી મેળવી હતી અને આ વિપરિત અસરોને ઘટાડવા માટે જરૂરી નીતિગત હસ્તક્ષેપો વિશે ઉદ્યોગના અગ્રણીઓ પાસેથી સૂચનો સાંભળ્યા હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619599

 

ઘર ખરીદનારાઓ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગના તમામ હિતધારકોના હિતને સુરક્ષિત રાખવા માટે MOHUA ઝડપથી વિશેષ ઉપાયો પર એડવાઇઝરી ઇશ્યૂ કરશેઃ હરદીપ એસ પુરી

રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) ધારા, 2016 (રેરા)ની જોગવાઈઓ અંતર્ગત રચિત કેન્દ્રીય સલાહકાર પરિષદ (સીએસી)ની એક મહત્ત્વપૂર્ણ બેઠક આજે આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીની અધ્યક્ષતામાં વેબિનારના માધ્યમથી યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોવિડ-19 અને લોકડાઉનથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર અસરની ચર્ચા થઇ હતી અને રેરાની જોગવાઈઓ અંતર્ગત એને કુદરતી આપત્તિ કે અનપેક્ષિત ઘટનાગણવા પર વાત થઈ હતી. આવાસમંત્રીએ વ્યાપક ચર્ચાવિચારણા કર્યા પછી તમામ ભાગીદારોને આશ્વાસન આપ્યું હતું કે, તમામ હિતધારકોના હિતોને ધ્યાનમાં રાખીને આ મુદ્દે વિચાર કરવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, એમઓએચયુએ ઝડપથી વિશેષ ઉપાયોને લઈને તમામ રેરા/રાજ્યોને એક એડવાઇઝરી ઇશ્યૂ કરશે, જે ઘર ખરીદવા ઇચ્છતા ગ્રાહકો અને રિયલ એસ્ટેટ ઉદ્યોગના અન્ય તમામ હિતધારકોના હિતોને સુરક્ષિત કરવા માટે જરૂરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619565

 

જનઔષધિ કેન્દ્રો સુધી પહોંચવા માટે 3,25,000થી વધારે લોકો જનઔષધિ સુગમમોબાઇલ એપનો ઉપયોગ કરી રહ્યા છે

કોવિડ-19 કટોકટીને કારણે રાષ્ટ્રવ્યાપી લોકાડાઉન વચ્ચે જનઔષધિ સુગમ મોબાઇલ એપ લોકોને તેમની નજીકમાં સ્થિત પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર (પીએમજેએકે) અને વાજબી કિંમત ધરાવતી જેનેરિક મેડિસનની ઉપલબ્ધતાની જાણકારી મેળવવા મોટા પાયે મદદરૂપ થઈ રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619571

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20200429-WA00367VX1.jpg

 

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જમ્મુ અને કાશ્મીર, લડાખ અને પૂર્વોત્તરના રાજ્યોમાં કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા કરવા પૂર્વ સૈન્ય વડાઓ અને એર માર્શલ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619414

 

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે રોજગાર સર્જન, ગ્રામીણ ગૃહનિર્માણ, માળખાકીય સવલતોના વિકાસ તેમજ ગ્રામીણ આજીવિકાને વધુ મજબૂત બનાવવા સંદર્ભે ઘડાયેલી ગ્રામીણ વિકાસ યોજનાઓનો કોવિડ-19 સંબંધિત આવશ્યક તકેદારીઓ સાથે સક્રિયપણે અમલ કરવા જણાવ્યું

રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સને સંબોધતાં તેમણે MGNREGS હેઠળ જળ સંચય, ભૂગર્ભ જળનાં રિચાર્જ તેમજ સિંચાઈના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપર ભાર મૂક્યો હતો; PMGSY હેઠળ મંજૂર થયેલા માર્ગ પ્રોજેક્ટો હાથ ધરવા તેમજ અધૂરા માર્ગ પ્રોજેક્ટો શરૂ કરવા માટે કામની સત્વરે ફાળવી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. શ્રી તોમરે જણાવ્યું કે પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 2.21 કરોડ ઘર માટે મંજૂરી અપાઈ છે, જેમાંથી 1 કરોડ 86 હજાર ઘરનાં બાંધકામ પૂરાં થયાં છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619566

 

ભારતમાં સીએસઆઇઆરની તમામ પ્રયોગશાળાઓ તેમના સંબંધિત વિસ્તારો અને આસપાસનાં ક્ષેત્રોમાં ભોજન, સેનિટાઝર્સ, માસ્ક વગેરે પ્રદાન કરીને જરૂરિયાતમંદોને સહાય કરવા આગળ આવી
કોવિડ-19 રોગચાળા દરમિયાન સીએસઆઇઆરની પ્રયોગશાળાઓ મૈસૂરની સીએસઆઇઆર-સીએફટીઆરઆઈ, પાલમપુરની સીએસઆઇઆર-આઇએચબીટી, ભુવનેશ્વરની સીએસઆઇઆર-આઇએમએમટી, ધનબાદની સીએસઆઇઆર-સીઆઇએમએફઆર અને દેહરાદૂનની સીએસઆઇઆર-આઇઆઇપી પરપ્રાંતીય મજૂરો, દર્દીઓ, હેલ્થ વર્કર્સ, પોલીસ અને અન્યોને તૈયાર ભોજન પ્રદાન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619606

 

આગ્રા સ્માર્ટ સિટી GIS ડેશબોર્ડનો ઉપયોગ કરીને કોવિડ-19 હોટસ્પોટ પર દેખરેખ રાખી રહ્યું છે

વધુ વિગતો માટે:, https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619594

 

 

 

 

 

 

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

•          ચંદીગઢઃ ચંદીગઢ વહીવટીતંત્રએ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સતત વધી રહેલા કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે બાપુધામ કોલોની, સેક્ટર 30-બી અને કાચી કોલોની જેવા પ્રભાવિત વિસ્તારોમાં સઘન નિરીક્ષણ અને પરીક્ષણ હાથ ધરાશે. બાપુધામ કોલોનીમાં વધુ 2,500 લોકોનો સમાવેશ કરવા માટે પ્રભાવિત વિસ્તાર વધારવામાં આવશે, જેથી કોરોનાના સંક્રમણને વધારે અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય.

•          પંજાબઃ મુખ્યમંત્રીએ 3 મે બાદ રાજ્યમાં કરફ્યુની મુદત વધુ બે અઠવાડિયા માટે વધારવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે કોવિડ-19ના સલામતી નિયમોનું ચુસ્ત પાલન કરીને બિન-સંક્રમિત અને રેડ ઝોન ન હોય તેવા વિસ્તારોમાં લૉકડાઉનના નિયંત્રણો મર્યાદિત પ્રમાણમાં ઉઠાવી લેવા માટે અનેક પગલાંઓની જાહેરાત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દુકાનો, દુકાનદારો અને તેમાં કામ કરી રહેલા કામદારો માટે સ્વચ્છતા અને સેનિટાઇઝેશન જાળવવા અંગેની નવા દિશા-નિર્દેશો બહાર પાડ્યાં છે. આમ દુકાનદારોને જે દુકાનોને કામગીરી કરવા મંજૂરી આપવામાં આવી છે તેના પ્રકારના સંદર્ભમાં સરકાર દ્વારા બહાર પડાયેલાં નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે અને તેમને જ્યાં સુધી દુકાનના કામકાજને લાગે-વળગે છે ત્યાં સુધી નિર્ધારિત કરવામાં આવેલી માનક કાર્યવાહી પ્રક્રિયાઓ અનુસરવાની રહેશે.

•          હરિયાણાઃ સોશિયલ મીડિયા ઉપર ફરી રહેલા ખોટા સમાચારના સંદર્ભમાં હરિયાણા સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે નાણાં વિભાગે એપ્રિલ મહિના માટે કર્મચારીઓનો પગાર અટકાવી રાખવા અંગે કોઇ પરિપત્ર બહાર પાડ્યો નથી. હરિયાણાના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના આ સમયગાળામાં પણ રાજ્ય સરકાર જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓમાં સરકારી ભરતીઓ ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે 12,500 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પહેલેથી નિર્ધારિત રીતે આગળ વધી રહી છે. લેખિત પરીક્ષા પછી તેના પરિણામોની જાહેરાત લૉકડાઉન સમયગાળા બાદ જાહેર કરવામાં આવશે.

•          હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કાચા માલનો અવિરત પુરવઠો સુનિશ્ચિત ઉપલબ્ધ કરાવવા ઉપરાંત રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓને તેમના એકમો સરળતાથી ચલાવવા માટે તમામ શક્ય સહાયતા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને તેમની કારખાનાઓમાં અસરકારક રીતે સામાજિક અંતર જાળવવા પગલાં લેવાની અપીલ કરી હતી. કેન્દ્ર સરકારે મહેસૂલી ખાધ અનુદાન, GST ખાધ અંગે વળતર, કેન્દ્રીય કરવેરાઓમાં હિમાચલનો હિસ્સો, મનરેગા રકમ, NHM કાર્યક્રમ, આપત્તિ રાહત રકમ અને EAP સહિત એપ્રિલ, 2020માં રાજ્ય સરકારને રૂ. 1,899 કરોડ પૂરા પાડ્યાં છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે રાજ્યોની ટૂંકાગાળાની લોનની મર્યાદામાં પણ 60 ટકા સુધીનો વધારો કર્યો છે. આ પગલાંઓ હિમાચલ પ્રદેશને કોરોના વાઇરસ મહામારીનો અસરકારક રીતે સામનો કરવામાં મદદ કરશે.

•          કેરળઃ કેટલાક પોઝિટીવ કેસ નોંધાતા તિરૂવનન્તપુરમમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે અને બે સ્થાનો ઉપર આવેલી ત્રણ હોસ્પિટલના તબીબી કર્મચારીઓને દેખરેખ હેઠળ મુકવામાં આવ્યાં છે. પલક્કડમાં 5 વ્યક્તિઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 2 કુવૈત અને 2 અબુધાબી એમ ગલ્ફ દેશમાં કોવિડ-19ના કારણે વધુ 4 કેરળવાસીઓના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યપાલે સરકારી કર્મચારીઓના પગારને મુલતવી રાખતાં વટહુકમ ઉપર હસ્તાક્ષર કર્યા છે. પગારનું વિતરણ સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને પોલીસદળના જવાનોને કરવામાં આવશે. ગઇકાલ સુધી રાજ્યમાં કુલ 485 સક્રિય કેસ હતા, જ્યારે 369 લોકોને રજા આપવામાં આવી છે અને કુલ 4 લોકોના મરણ નીપજ્યાં છે.

•          તામિલનાડુઃ ચેન્નઇમાં વિવિધ જગ્યાએ ચેપમુક્તિની ફરજમાં રોકાયેલા 3 અગ્નિશામક અને બચાવદળના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. હોટસ્પોટ વિલ્લુપુરમમાંથી ગ્રીન ઝોન ક્રિષ્નાગીરીમાં ફરજ ઉપર પાછા ફરેલા સરકારી ડૉક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તેમના વિલ્લુપુરમ અને ક્રિષ્નાગીરી ખાતે રોકાણના સ્થાનોને ચેપગ્રસ્ત જાહેર કરાયા છે. કોવિડ-19 બાદ વિદેશી ઉદ્યોગોને આકર્ષવા માટે રાજ્ય દ્વારા મુખ્યસચિવની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. ગઇકાલ સુધી કુલ કેસોઃ 2,162, સક્રિય કેસોઃ 922, મૃત્યુઃ 27, રજા આપવામાં આવીઃ 1,210. ચેન્નઇમાંથી મહત્તમ 768 કેસો નોંધાયા છે.

•          કર્ણાટકઃ આજે અત્યાર સુધી 22 નવા કેસો નોંધાયા છે. બેલાગાવીમાંથી 14, બેંગ્લોરમાંથી 3, વિજયપુરામાંથી 2 અને 1-1 દેવાનગેરે, દક્ષિણ કન્નડા અને ટુમકૂરમાંથી નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 557 છે. અત્યાર સુધી 21 લોકોના મરણ નીપજ્યાં છે અને 223 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્ય કેબિનેટે 3 મે પછી કેટલાક નિયમોમાં છૂટછાટ આપવા કેન્દ્ર સરકારના નિર્ણયનું પાલન કરવાનું નક્કી કર્યુ છે અને 3 મે પછી સમગ્ર રાજ્યમાં તમામ ઔદ્યોગિક પ્રવૃતિઓને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

•          આંધ્રપ્રદેશઃ આશરે 21.55 લાખ પરિવારોએ નિઃશુલ્ક અનાજ પ્રાપ્ત કર્યુ છે. TTD લૉકડાઉનના સમયગાળા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય અનુસાર શ્રદ્ધાળુઓને દર્શન માટે મંજૂરી આપશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 નવા કેસો નોંધાયા હતા, 34 લોકોને રજા આપવામાં આવી છે અને 6,497 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કુલ કેસોની સંખ્યા વધીને 1,403 થઇ ગઇ છે, જેમાંથી 1,051 સક્રિય કેસો છે, 321 લોકો સાજા થયા છે અને 31 લોકોના મરણ નીપજ્યાં છે. પરીક્ષણની સંખ્યામાં કરાયેલા વધારાના કારણે પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જ્યાં સૌથી વધારે પોઝિટીવ કેસો છે તેવા જિલ્લાઓમાં કુર્નૂલમાં 386, ગુંતૂરમાં 287, ક્રિશ્નામાં 246, નેલ્લોરમાં 84, ચિત્તૂરમાં 80 કેસોનો સમાવેશ થાય છે.

•          તેલંગણાઃ લૉકડાઉનના કારણે પરિવહન ક્ષેત્રમાં ઊભી થયેલી કટોકટી હૈદરાબાદ અને તેલંગણામાં આવશ્યક ચીજ-વસ્તુઓના પુરવઠાને પ્રભાવિત કરે તેવી સંભાવના છે. રેપિડ ટેસ્ટ કિટ્સ વિકસાવવા માટે હૈદરાબાદ ખાતે આવેલી તાતા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), હૈદરાબાદની ESIC હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. પુડુચેરીએ તેલંગણા પાસેથી 2 લાખ PPE કિટની માગણી કરી છે. ગઇકાલ સુધી રાજ્યમાં 1,016 કેસો નોંધાયા હતા, જેમાંથી 582 સક્રિય છે, 409 સાજા થયા છે અને 25 લોકોના મરણ નીપજ્યાં છે.

•          અરૂણાચલ પ્રદેશઃ ઇટાનગરમાં ફસાયેલા 300 અરૂણાચલ પ્રદેશના રહેવાસીઓને તેમના ઘરે જવા દેવાની મંજૂરી આપવામાં આવી હતી. લૉકડાઉનના તમામ નિયમોનું પાલન કરીને તેમને બસ દ્વારા મોકલવામાં આવ્યાં હતા.

•          આસામઃ આરોગ્યમંત્રી શ્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે આસામના બોન્ગાઇગાઓ જિલ્લામાં કોવિડ-19 4 વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. આથી અહીં કોવિડ-19 કેસોની સંખ્યા વધીને 41 પર પહોંચી ગઇ છે.

•          મેઘાલયઃ શિલોંગની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 2 વધુ પોઝિટીવ કેસનું પરીક્ષણ નેગેટીવ આવ્યું હતું. તેમને સાજા થયેલા જાહેર કરવા માટે નિયમોનુસાર 24 કલાક પછી તેમની ઉપર ફરી ટેસ્ટ કરવામાં આવશે.

•          મણીપૂરઃ રાજ્યની બહાર ફસાયેલા મણીપૂર વાસીઓની પરત ફરવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાયબ કમિશનર સાથે ક્વૉરેન્ટાઇન કેન્દ્ર અને અન્ય સુવિધાઓની તૈયારી અંગે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

•          મિઝોરમઃ PM કિસાન યોજનાનો લાભ લેવા માટે 92,201 ખેડૂતોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી લૉકડાઉનની વચ્ચે 66,108થી વધારે લોકોને ખાસ નાણાકીય સહાય આપવામાં આવી રહી છે.

•          નાગાલેન્ડઃ કોરોના વાયરસ મહામારીના કારણે કોહિમામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો વિલંબિત થઇ રહ્યાં છે. મે મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર થવાની સંભાવના છે.

•          સિક્કીમઃ ભારત સરકારના ગૃહ બાબતોના મંત્રાલયે બહાર પાડેલા નવા દિશા-નિર્દેશો અનુસાર રાજ્ય સરકારની કામગીરીના આયોજનની સમીક્ષા હાથ ધરવા માટે મુખ્ય સચિવે રાજ્ય સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

•          ત્રિપૂરાઃ મુખ્યમંત્રી રાહત કોષમાં અનુદાન આપવા અને કોવિડ-19 મહામારીની વચ્ચે શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમની સેવાઓ આપવા બદલ મુખ્યમંત્રીએ અગરતાલા મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માન્યો હતો.

•          મહારાષ્ટ્રઃ 597 નવા કેસો નોંધાતાની સાથે રાજ્યમાં કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યાનો આંક વધીને 9,915 ઉપર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 1,539 લોકો સાજા થયા છે, જ્યારે રાજ્યમાં 432 લોકોના મરણ નીપજ્યાં છે. મુંબઇમાં સૌથી વધારે 3,096 કેસો નોંધાયા છે. નાસિક જિલ્લામાં માલેગાવ કોવિડ-19ના નવા હોટસ્પોટ તરીકે ઊભરી આવ્યું છે.

•          ગુજરાતઃ આજે સવાર સુધી 308 નવા કેસો નોંધાતા ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યાનો આંક 4,000ને પાર જઇને 4,082 થઇ ગયો છે. અત્યાર સુધી 527 લોકો સાજા થયા છે, જ્યારે વધુ 18 લોકોના મૃત્યુ નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 197 થઇ ગયો છે. નિયમોના ચુસ્ત પાલન સાથે કેન્દ્ર સરકાર પરપ્રાંતીય શ્રમિકોની હેરફેરને મંજૂરી આપી રહી હોવાથી ગુજરાતમાં રહેલા લાખો સ્થળાંતરિત કામદારો તેમના વતનમાં પાછા ફરવા તૈયારી કરી રહ્યાં છે.

•          રાજસ્થાનઃ રાજ્યમાં નવા 86 કોરોના વાયરસના કેસ નોંધાતા કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 2,524 પર પહોંચી ગઇ છે. વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધી 57 લોકોના મૃત્યુ નોંધાઇ ચૂક્યાં છે, જ્યારે 827 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની કટોકટીની વચ્ચે જોધપુર જિલ્લામાં ઉદારતાની ઉમદા કામગીરી સામે આવી છે. ઉમ્મેદનગર ગામના રામ નિવાસ માંડાએ તેમની આજીવન બચત કરીને રાખેલી રૂ.50 લાખની રકમ ગરીબો અને ભૂખ્યા લોકોના ભોજન માટે દાન કરી છે. તેમણે 83 ગ્રામ પંચાયતમાં 8,500 પરિવારોને રેશન કીટ પૂરી પાડી છે.

•          મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં નોંધાયેલા કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 2,561 થઇ ગઇ છે. તેમાંથી 461 લોકો સાજા થયા છે જ્યારે 129 લોકોના મરણ નીપજ્યાં છે.

•          છત્તીસગઢઃ આજ દિન સુધી રાજ્યમાં કોવિડ-19ના માત્ર 4 સક્રિય કેસો છે. અત્યાર સુધી નોંધાયેલા 38 કેસોમાંથી 34 લોકો સાજા થઇ ગયા છે.

•          ગોવાઃ ગોવામાં અત્યાર સુધી માત્ર 7 પોઝિટીવ કેસો નોંધાયા હતા, જ્યાં હાલમાં કોવિડ-19નો એકપણ સક્રિય કેસ નથી.

 

 



(Release ID: 1619781) Visitor Counter : 293