વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ભારતમાં સીએસઆઇઆરની તમામ પ્રયોગશાળાઓ તેમના સંબંધિત વિસ્તારો અને આસપાસનાં ક્ષેત્રોમાં ભોજન, સેનિટાઝર્સ, માસ્ક વગેરે પ્રદાન કરીને જરૂરિયાતમંદોને સહાય કરવા આગળ આવી


કોવિડ-19 રોગચાળા દરમિયાન સીએસઆઇઆરની પ્રયોગશાળાઓ મૈસૂરની સીએસઆઇઆર-સીએફટીઆરઆઈ, પાલમપુરની સીએસઆઇઆર-આઇએચબીટી, ભુવનેશ્વરની સીએસઆઇઆર-આઇએમએમટી, ધનબાદની સીએસઆઇઆર-સીઆઇએમએફઆર અને દેહરાદૂનની સીએસઆઇઆર-આઇઆઇપી પરપ્રાંતીય મજૂરો, દર્દીઓ, હેલ્થ વર્કર્સ, પોલીસ અને અન્યોને તૈયાર ભોજન પ્રદાન કર્યું

પોતાના સંશોધન અને વિકાસ (આરએન્ડડી) માટે તથા વિજ્ઞાન અને ટેકનોલોજી (એસએન્ડટી) જાણકારી માટે પ્રસિદ્ધ હોવાની સાથે સીએસઆઇઆર સંકટ સમયે તાત્કાલિક અને અસરકારક મદદ પ્રદાન કરવાનો ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવે છે

Posted On: 30 APR 2020 3:18PM by PIB Ahmedabad

દેશના લોકો વચ્ચે SARS-CoV-2ના ઝડપી પ્રસારને અટકાવવા માટે સામાજિક અંતર મુખ્ય મંત્ર હોવાની સાથે દેશમાં રોગચાળાના પ્રસારની ગતિને ધીમી પાડવા લોકડાઉન વ્યવહારિક સોલ્યુશન બન્યું છે. જ્યારે પગલું આવશ્યક બની ગયું છે, ત્યારે એનાથી પરપ્રાંતીય જેવા સમાજનાં નબળા વર્ગો અને આર્થિક રીતે નબળાં વર્ગોની મુશ્કેલીઓ પણ વધી છે.

પોતાના સંશોધન અને વિકાસ (આરએન્ડડી) અને વિજ્ઞાન અને ટેકનોલોજી (એસએન્ડટી)ના આધાર માટે પ્રસિદ્ધ હોવા ઉપરાંત સીએસઆઇઆર અગાઉ દેશમાં મુખ્ય આફતો દરમિયાન તાત્કાલિક અને ઉપયોગી હસ્તક્ષેપો પ્રદાન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ઉત્તરકાશી અને ચેન્નાઈમાં પૂર હોય કે ફેની ચક્રવાત હોય, સીએસઆઇઆરની પ્રયોગશાળાઓએ તમામ સંકટોમાં પાણીનું શુદ્ધિકરણ કરવાની ટેકનોલોજીઓ, હેન્ડ પમ્પો, ચક્રવાત દરમિયાન આશ્રયસ્થાનો, માળખાગત પુનર્વસન અને તૈયાર પૌષ્ટિક ભોજન સ્વરૂપે સાથસહકાર અને સહાય પ્રદાન કરી છે.

સીએસઆઇઆરના ડીજી ડો. શેખર માંડેએ કહ્યું હતું કે, “સીએસઆઇઆરએ વાયરસના રંગસૂત્રોની જોડીઓનો ક્રમ મેળવવા, દવાઓ અને નિદાન કિટ વિકસાવવા તથા કોવિડ-19 સામે રસી શોધવાની યોજના સંયુક્તપણે બનાવી છે, કારણ કે સીએસઆઇઆરએ ખાદ્ય પદાર્થ સાથે સંબંધિત સંશોધન અને ટેકનોલોજીઓ વિકસાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે દેશમાં વિવિધ સ્થળોમાં પરપ્રાંતીય મજૂર અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને ખાદ્ય સહાય પ્રદાન કરવાનો નિર્ણય લીધો હતો. મને જણાવતા ખુશી થાય છે કે, ભારતમાં સીએસઆઇઆરની તમામ પ્રયોગશાળાઓ તેમના વિસ્તારો અને આસપાસના ક્ષેત્રોમાં ભોજન, સેનિટાઇઝરો, માસ્ક વગેરે પ્રદાન કરીને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડે છે.”

દેશની સૌથી પ્રસિદ્ધ ફૂટ ટેકનોલોજી સંશોધન સંસ્થા, મૈસૂર સ્થિત સીએસઆઇઆર-સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઇઆર-સીએફટીઆરઆઈ) વર્ષોથી અનેક ખાદ્ય પદાર્થો અને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીઓ વિકસાવવા માટે જાણીતી છે, જેનાથી ખેડૂતોને લાભ થયો છે અને સાથે સાથે દેશવાસીઓને અતિ પોષક મૂલ્ય-સંવર્ધિત ખાદ્ય ઉત્પાદનો પ્રાપ્ત થયા છે. અત્યારે સીએસઆઇઆર-સીએફટીઆરઆઈએ બે મહાનગરોમાં 56,000થી વધારે પરપ્રાંતીય મજૂરો, દર્દીઓ, ડૉક્ટરો અને પોલીસ કર્મચારીઓને પ્રોટિનનું ઊંચું પ્રમાણ ધરાવતા 10 ટન બિસ્કિટ, 1 ટન સ્પાઇરુલિના ચિક્કી, ઇલાયચીનો સ્વાદ ધરાવતું 10 ટન પાણી અને 5 ટન પૌષ્ટિક ફ્રૂટ બાર પ્રદાન કરવા પગલું લીધું હતું. સીએસઆઇઆર-સીએફટીઆરઆઈ દ્વારા પૂરી પાડવામાં આવતી ખાદ્ય ચીજવસ્તુઓ લાંબો સમય સુધી સારી જળવાઈ રહે છે. તેઓ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પૌષ્ટિક પદાર્થો સાથે પૂરક છે અને SARS-CoV-2 વાયરસ સામે લડવામાં મદદ કરે છે.

ઉદાહરણ તરીકે ફ્રૂટ બાર રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે જાણીતા વિટામિન સી અને ઝિંક ધરાવે છે. સ્પાઇરુલિના ચિકી સ્પાઇરુલિના અને વિટામિન , બીટા કેરોટિન અને સરળતાથી પચી જતા અલ્ગાલ પ્રોટિન જેવા સૂક્ષ્મ પૌષ્ટિક પદાર્થો ધરાવે છે. વાણિજ્યિક ધોરણે ઉપલબ્ધ પીણાઓનો વિકલ્પ સ્વસ્થ વિકલ્પ ઇલાયચીનો રસ ધરાવતું પાણી, મસાલાનો અર્ક (ઇલાયચીનો સ્વાદ) બન્યું છે.

હકીકતમાં સીએસઆઇઆર-સીએફટીઆરઆઈએ કોવિડ-19ના દર્દીઓની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા અને એમની અંદર ઉત્સાહનો સંચાર કરવા એમ્સ-નવી દિલ્હીને પ્રોટિનનું ઊંચું પ્રમાણ ધરાવતા 500 કિલોગ્રામ બિસ્કિટ અને વધારે પ્રોટિન ધરાવતી ધરાવતી 500 કિલોગ્રામ ચિકી પણ પૂરી પાડી હતી. સામાન્ય બિસ્કિટની સરખામણીમાં બિસ્કિટમાં પ્રોટિન 60થી 80 ટકા વધારે છે.

સીએસઆઇઆર-સીએફટીઆરઆઈના ડાયરેક્ટર ડો. કેએસએમએસ રાઘવરાવે કહ્યું હતું કે, “પૌષ્ટિક પદાર્થોની પસંદગી રીતે કરવામાં આવી હતી કે, તેઓ પ્રોટિન કે ખનીજ પદાર્થો સાથે મુખ્ય પદાર્થોમાં પૂરક બને. તેમાં વિટામિન પણ છે, જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે, કારણ કે લોકડાઉન સાથે ગંભીર ચિંતા અને અનિશ્ચિતતા સંકળાયેલી છે તથા સામાજિક અને પારિવારિક અંતરના સમયમાં વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ટકાવી રાખવા પ્રોટિન અને વિટામિન બંને જરૂરી છે.”

બેંગાલુરુ શહેરમાં પરપ્રાંતીય મજૂરો માટે આવકવેરા ઓફિસ તરફથી રાહત કામગીરી હાથ ધરનાર પ્રિન્સિપલ ઇન્કમ ટેક્ષ કમિશનર શ્રી ઝાકિર થોમસે કહ્યું હતું કે, “સીએસઆઇઆર-સીએફટીઆરઆઇ પ્રયાસોમાં ઉત્કૃષ્ટ પાર્ટનર છે. વહીવટીતંત્રના કોઈ પણ પ્રકારનાં અવરોધો વિના અમે પ્રોટિનથી સમૃદ્ધ બિસ્કિટો અને સિંગની ચીકીઓ પરપ્રાંતીય મજૂર વચ્ચે તાત્કાલિક વહેંચી શક્યા છીએ. બાળકોને ખાદ્ય પદાર્થો બહુ પસંદ પડ્યાં છે જોઈને આનંદ થયો છે. મારું માનવું છે કે, વિજ્ઞાનને લોકો સુધી લઈ જવાનું ઉત્તમ ઉદાહરણ પણ છે.”

દરમિયાન ઉત્તરમાં લોકડાઉનને કારણે કેટલાંક પરપ્રાંતીય મજૂર પરિવારો ફસાઈ ગયા છે અને તેઓ ભોજન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે એવી જાણકારી પંચાયતના પ્રતિનિધિઓ આપતા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીઓમાં જાણીતી અન્ય એક સંસ્થા પાલમપુર સ્થિત સીએસઆઇઆર-ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયોરિસોર્સ ટેકનોલોજી (સીએસઆઇઆર-આઇએચબીટી) 60 ટન દાલ ચાવલ આલૂ મિક્સ, 2.16 ટન તૈયાર સ્થાનિક વાહની (કાંગરા), 1500 સ્પાઇરુલિના પીનટ બાર (સિંગની ચિક્કી), 1000 મલ્ટિગ્રામ એનર્જી બાર તથા 1500 મલ્ટિગ્રેન પ્રોટિન પાવડર ધરાવતા 5000 બોક્ષ પરપ્રાંતીય મજૂરની સાથે ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, હેલ્થ વર્કર્સ અને પોલીસ કર્મચારીઓ માટે મોકલ્યા હતા. ખાદ્ય પદાર્થો રસાયણ અને પ્રિઝર્વેટિવ્સથી મુક્ત છે, જે પ્રોબાયોટિક અસર ધરાવે છે અને 12 મહિના સુધી બગડતા નથી.

દેહરાદૂનમાં સીએસઆઇઆર-આઇઆઇપી છેલ્લા એક મહિનાથી દરરોજ આશરે 300 વ્યક્તિઓને ભોજન પણ પ્રદાન કરે છે.

ભુવનેશ્વરમાં સ્થિત સીએસઆઇઆર-ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિનરલ્સ એન્ડ મટિરિયલ્સ ટેકનોલોજી (સીએસઆઇઆર-આઇએમએમટી) પણ 30,000 લોકોને ખિચડી પણ આપી હતી. ઉપરાંત સીએસઆઇઆર-આઇએચબીટીએ ભુવનેશ્વરની પોલીસ કમિશનરની કચેરીને હેન્ડ સેનિટાઇઝર અને સાબુ પણ આપ્યો હતો. કર્ણાટકમાં દોનિમલાઈ આયર્ન આયર માઇનમાં પોસ્ટિંગ થયેલા સીએસઆઇઆર-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇનિંગ એન્ડ ફ્યુઅલ રિસર્ચ (સીએસઆઇઆર-સીઆઇએમએફઆર)ના સ્ટાફે જરૂરિયાતમંદ માટે આવશ્યક અનાજ-કરિયાણું ધરાવતા ફૂડ પેકેટનું વિતરણ કરીને પોતાના તરફથી સાથસહકાર આપ્યો હતો.

સીએસઆઇઆર-આઇએચબીટી દ્વારા તૈયાર કરવામાં આવેલા ફૂડ બોક્ષો પરપ્રાંતીય મજૂરવર્ગ વચ્ચે વિતરણ માટે તૈયાર છે તથા સીએસઆઇઆર-આઇએચબીટીમાંથી ભોજન ભુવનેશ્વરમાં સીએસઆઇઆર-આઇએમએમટી દ્વારા વહેંચવામાં આવ્યું હતું.

ઉપરાંત ખાદ્ય સહાય પ્રદાન કરવા સીએસઆઇઆર ઉદ્યોગ પાસેથી ટેકો મળવાની સાથે ગ્રામીણ ઉદ્યોગસાહસ દ્વારા ગ્રામીણ/સામાજિક ઉદ્યોગસાહસો ઊભા કરવા ટેકો આપવાની યોજના પણ ધરાવે છે. એનાથી રોગચાળા દરમિયાન ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં સ્થળાંતરણ કરતાં લોકો માટે તકો ઊભી થશે. એમાં સામાજિક અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ડિસઇફેક્ટન્ટ, સેનિટાઇઝર્સ, સાબુઓ માસ્ક, મોજાં, ખાદ્ય ઉત્પાદનો, પાણીનું શુદ્ધિકરણ કરવાની કિટ વગેરેનું ઉત્પાદન કરવા સાથે સંબંધિત તાલીમ સંકળાયેલી હશે.

 

#CSIRFightsCovid19

 

 

GP/DS



(Release ID: 1619606) Visitor Counter : 144