પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ડૉ. બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથાનું વિમોચન કરશે અને તેમના સન્માનમાં પ્રવરા ગ્રામીણ શિક્ષણ સંસ્થાના નામનું પરિવર્તન કરશે
Posted On:
12 OCT 2020 7:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સવારે 11 વાગ્યે ડૉ. બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથાનું વિમોચન કરશે અને પ્રવરા ગ્રામીણ શિક્ષણ સંસ્થાનું નામ પરિવર્તન કરીને ‘લોકનેતે ડૉ. બાળાસાહેબ વિખે પાટિલ પ્રવરા ગ્રામીણ શિક્ષણ સંસ્થા' કરશે.
ડૉ. બાળાસાહેબ વિખે પાટિલ ઘણાં બધા સત્ર માટે લોકસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેમની આત્મકથાનું નામ 'દેહ વેચાવા કારણી" છે, જેનો અર્થ છે 'ઉમદા હેતુ માટે પોતાનું જીવન સમર્પિત કરવું', અને તેનું યોગ્ય નામ આપવામાં આવ્યું છે કેમ કે તેમણે કૃષિ અને સહકારી સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમના અગ્રણી કાર્ય દ્વારા પોતાનું સમગ્ર જીવન સમાજના હિત માટે સમર્પિત કર્યું છે.
ગ્રામીણ જનતાને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડવા અને બાળકીઓના સશક્તિકરણના લક્ષ્ય સાથે પ્રવરા ગ્રામીણ શિક્ષણ સંસ્થાની સ્થાપના 1964 માં અહમદનગર જિલ્લાના લોણી ખાતે કરવામાં આવી હતી. સંસ્થા અત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શારીરિક અને માનસિક વિકાસના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત છે.
SD/GP/BT
(Release ID: 1663865)
Visitor Counter : 186
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam