મંત્રીમંડળ
મંત્રીમંડળે કોલકાતા બંદર ટ્રસ્ટનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખરજી ટ્રસ્ટ રાખવાની મંજૂરી આપી
Posted On:
03 JUN 2020 5:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કોલકાતા બંદર ટ્રસ્ટનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખરજી ટ્રસ્ટ રાખવાની મંજૂરી આપી છે.
કોલકાતા બંદર ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની 25 ફેબ્રુઆરી 2020ના રોજ બેઠક યોજાઇ હતી અને કોલકાતા બંદરનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ, કોલકાતા રાખવા અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેઓ અગ્રણી ન્યાયશાસ્ત્રી, વિદ્વાન, વિચારક અને વિશાળ જનસમુદાયના નેતા હોવાથી આ બંદર ટ્રસ્ટને તેમનું નામ આપવાનો વિચાર કરવામાં આવ્યો હતો.
12 જાન્યુઆરી 2020ના રોજ કોલકાતા બંદરના દોઢસો વર્ષના મહોત્સવની ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે પશ્ચિમ બંગાળના લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને, એવી જાહેરાત કરવામાં આવી હતી કે, કોલકાતા બંદરને પશ્ચિમ બંગાળના સૌથી પાત્રતા ધરાવતા પુત્ર અને રાષ્ટ્રીય સિંચાઇના પ્રણેતા તેમજ બંગાળના વિકાસના સ્વપ્નદૃશ્ટા, ઔદ્યોગિકરણના પ્રેરણામૂર્તિ અને એક કાયદો એક રાષ્ટ્રના પ્રખર હિમાયતી ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીનું નામ આપવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
કોલકાતા બંદર દેશનું સૌથી પહેલું મોટું બંદર તેમજ નદી કાંઠે આવેલું એકમાત્ર બંદર છે. 17 ઓક્ટોબર 1870ના રોજ 1870ના અધિનિયમ V અનુસાર પોર્ટ ઓફ કલકત્તાના સુધારા માટે કમિશનરોની નિયુક્તિ બાદ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન શરૂ થયું હતું. પ્રથમ શિડ્યૂલ, ભાગ -1 – ભારતીય બંદરોના મુખ્ય બંદર અધિનિયમ, 1908માં તે અનુક્રમ નંબર 1 પર આવે છે અને મુખ્ય બંદરો અધિનિયમ, 1963 દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. કોલકાતા બંદરે 150 વર્ષની સફર પૂરી કરી છે અને તેની આ સફરમાં તે ભારતનું વેપાર, વાણિજ્ય અને આર્થિક વિકાસનું પ્રવેશદ્વાર બન્યું છે. તે ભારતની સ્વતંત્રતની લડત, પહેલું અને બીજુ વિશ્વયુદ્ધ અને ખાસ કરીને પૂર્વીય ભારત સહિત દેશમાં આકાર લઇ રહેલા સોશિયો-કલ્ચરલ પરિવર્તનોનું સાક્ષી રહ્યું છે.
સામાન્યપણે, ભારતમાં મુખ્ય બંદરો જ્યાં તે હોય તે શહેર અથવા નગરના નામ પરથી નામ આપવામાં આવેલા છે. જોકે ભૂતકાળમાં, કેટલાક બંદરોને, વિશેષ કિસ્સામાં અથવા અગ્રણી નેતાઓના અભૂતપૂર્વ યોગદાનને ધ્યાનમાં રાખીને તે મહાન નેતાઓ નામે બંદરોના નામ રાખવામાં આવ્યા છે. ન્હાવા શેવા બંદરનું નામ 1989માં બદલીને જવાહરલાલ નહેરુ બંદર ટ્રસ્ટ રાખવામાં આવ્યું હતું. 2011માં ટુટીકોરિન બંદરનું નામ બદલીને વી.ઓ.ચિદમ્બરનાર બંદર ટ્રસ્ટ રાખવામાં આવ્યું હતું અને એન્નોર બંદર લિમિટેડનું નામ બદલીને શ્રી કે. કામરાજરના માનમાં કામરાજર બંદર લિમિટેડ રાખવામાં આવ્યું છે. તેઓ અગ્રણી સ્વતંત્રતા સેનાની તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. તાજેતરમાં 2017માં કંડલા બંદરનું નામ બદલીને દીનદયાળ બંદર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, સંખ્યાબંધ હવાઇમથકોનું નામ પણ બદલીને ભારતના મહાન રાષ્ટ્રીય નેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે.
GP/DS
(Release ID: 1629067)
Visitor Counter : 302
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Kannada
,
Malayalam