PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
26 APR 2020 6:16PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 26.4.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 5804 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 21.90% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 26,496 થઇ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 824 દર્દીના મૃત્યુ થયા છે. આજે, કેબિનેટ સચિવે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને DGP સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કોવિડ-19 સામે પ્રતિક્રિયા માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે ખાસ જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં કેસોનું ભારણ વધારે છે તેમણે લૉકડાઉનના પગલાંના અસરકારક અમલ અને ચેપ નિયંત્રણની વ્યૂહનીતિ પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, ભારતમાં પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે કારણ કે, હોટસ્પોટ જિલ્લા (HSD) હવે ધીમે ધીમે નોન હોટસ્પોટ જિલ્લા (NHSD) બની રહ્યા છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618503
પ્રધાનમંત્રીએ 'મન કી બાત 2.0'ના 11મા એપિસોડમાં સંબોધન કર્યું
'મન કી બાત 2.0'ના 11મા એપિસોડમાં સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતની કોરોના સામેની લડાઇ લોકો દ્વારા લડાવામા આવી રહી છે અને લોકોના સંગાથમાં સરકાર અને વહીવટીતંત્ર મહામારી સામે લડી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશનો દરેક નાગરિક આ લડાઇમાં યોદ્ધા છે અને તેઓ લડાઇમાં આગળ રહીને લડી રહ્યા છે તેમણે અત્યાર સુધી લોકોએ આપેલા સહકારની પ્રશંસા કરી હતી અને લોકો દરેક સ્થળે કેવી રીતે મદદ માટે આગળ આવ્યા અને એકબીજાને મદદ કરી તે કામગીરીને બિરદાવી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618502
26.04.2020ના રોજ ‘મન કી બાત 2.0’ના 11માં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618356
‘સીધુ માર્કેટીંગ’ મંડીઓમાં ભીડ ઓછી કરવામાં સહાયક બને છે અને લૉકડાઉન દરમ્યાન ખેત પેદાશોનું સમયસર વેચાણ થઈ શકે છે
ભારત સરકાર ખેડૂતોને સીધુ બજાર મળી રહે અને સારું વળતર મળે તે માટે પ્રયાસો કરી રહી છે. સાથે સાથે કૃષિ વિભાગે મંડીઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવા માટે ઍડવાઈઝરી બહાર પાડી હોવાથી કોરોના વાયરસ મહામારી વચ્ચે રોગનો પ્રસાર થતો અટકે. રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતો/ખેડૂત જૂથો/ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન/ સહકારી મંડળીઓ વગેરેને જથ્થા બંધ ગ્રાહકો/ મોટા રિટેઈલરો/ પ્રોસેસરો વગેરેને સીધો માલ વેચવામાં સહાય કરવા વિનંતી કરવામાં આવી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618302
કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતા તબીબી પ્રોફેશનલો માટે જરૂરી કવરઓલના ઉત્પાદનની ક્ષમતા વધારીને દૈનિક 1 લાખથી વધુ કરવામાં આવી
અત્યાર સુધીમાં અંદાજે કુલ દસ લાખથી વધારે કવરઓલ યુનિટ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું. કોવિડ-19 સામેની લડાઇમાં અગ્ર હરોળના યોદ્ધા ગણાતા આરોગ્ય સંભાળ કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવા માટે આ એક મોટું પગલું છે. PPE કવરઓલ ઉત્પાદનમાં બેંગલુરુ સૌથી આગળ; તામિલનાડુમાં ચેન્નઇ અને ત્રિપૂર, પંજાબમાં ફગવાડા અને લુધિયાણા, NCRમાં નોઇડા અને ગુરુગ્રામ પણ PPE કવરઓલના ઉત્પાદનના હબ બન્યા. પૂરવઠાની સાંકળ સારી રીતે ચાલતી રહે અને તમામ અવરોધો દૂર કરીને એકધારો પૂરવઠો મળી રહે તે માટે સરકાર વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને ઉત્પાદકો સાથે કામ કરી રહી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618406
IIT બોમ્બેના વિદ્યાર્થીના નેતૃત્વમાં ટીમે ઓછા ખર્ચે મિકેનિકલ વેન્ટિલેટર ‘રુહદાર’ બનાવ્યું
IIT બોમ્બેના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, NIT શ્રીનગર અને ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (IUST), અવંતીપુરા, પુલવામા, જમ્મુ અને કાશ્મીરની ટીમ સાથે આવો જ એક સમૂહ છે જેઓ વેન્ટિલેટરની જરૂરિયાતની સમસ્યાનો ઉકેલ લઇને આગળ આવ્યા છે. આ ટીમે ઓછા ખર્ચે તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સામગ્રીમાંથી વેન્ટિલેટર તૈયાર કર્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618427
સરકાર કોરોના સહાયતા યોજના હેઠળ રૂ. 1000ની સહાય કરતી હોવાના દાવાના વોટ્સએપ પરના સમાચાર ખોટા
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)ના ફેક્ટ ચેક એકમે આજે ટ્વીટમાં સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકાર કોરોના સહાયતા યોજના નામની કોઇપણ યોજના હેઠળ કોઇપણ વ્યક્તિને રૂપિયા 1000ની આર્થિક સહાય કરતી નથી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618397
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે કોવિડ-19 સામે ભારતની લડતનું મૂલ્યાંકન કરવા ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ્સ સાથે વ્યાપક પરામર્શ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618293
પર્યટન મંત્રાલયની “દેખો અપના દેશ” વેબિનાર શ્રેણીમાં “અવધ કી સૈર – લખનઉનું ગૌરવ” વિષય દ્વારા પાક કળા પર્યટનમાં રહેલી સંભાવનાઓ બતાવાઇ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1618398
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- આસામ: લૉકડાઉન પછી આસામમાં, 18 જિલ્લાના 28 રેલવે સ્ટેશનો પર ચોખા, મીઠુ, ખાંડ, બટાકા, ડુંગળી જેવી આવશ્યક ચીજો ઉતારવામાં આવી. દરરોદ સરેરાશ 1500 ટ્રકમાં પરિવહન થાય છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં 44624 ટ્રકોના ફેરામાં 357 રેલવે રેકનો જથ્થો ઉતારવામાં આવ્યો. લૉકડાઉનમાં ખાદ્યાન્નના પૂરતા જથ્થા માટે FCIના 179 રેક આસામમાં આવ્યા જેથી સમગ્ર પૂર્વોત્તરમાં પૂરવઠો પહોંચે. આમાં, 4.7 મેટ્રિક ટન ચોખા અને 0.21 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો આવ્યો. આમાંથી 3.75 મેટ્રિક ટન ચોખા અને 0.14 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો આસામ માટે છે. આરોગ્ય મંત્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરી કે, આજે 8 દર્દીનો કોવિડ-19નો ટેસ્ટ નેગેટિવ આવતા તેઓ સાજા થઇ જવાથી તેમને રજા આપવામાં આવી. તેઓ 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રહેશે.
- મણીપૂર: મણીપૂરમાં લૉકડાઉન ઉપાડી લીધા પછી જિલ્લાવાર પરત ફરનારાઓની સંખ્યાનું મૂલ્યાંકન થઇ રહ્યું છે. તેમના માટે ક્વૉરેન્ટાઇન સ્થળો પણ ઓળખી કાઢવામાં આવ્યા છે.
- મિઝોરમ: રાજ્ય કલ્યાણ બોર્ડે રાજ્યમાં લૉકડાઉન વચ્ચે 49,598 દૈનિક વેતનદાર શ્રમજીવીઓને દરેકને રૂ. 3000ની સહાય કરી.
- નાગાલેન્ડ: નાગાલેન્ડમા લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા 469 લોકોની ધરપકડ કરવામાં આવી. સોશિયલ મીડિયા ઉલ્લંઘન સંબંધિત 5 કેસ થયા અને 335 વાહનો જપ્ત કરવામાં આવ્યા. નાગાલેન્ડ સરકારે અત્યાર સુધીમાં ફસાયેલા લોકોમાં રૂ. 1.63 કરોડ વહેંચ્યા. કુલ ચકાસણી કરાયેલી અરજીઓની સંખ્યા 9,800 થઇ.
- ચંદીગઢ: અત્યાર સુધીમાં 21.5 લાખ ફુડ પેકેટનું કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું. ચંદીગઢ જિલ્લા વહીવટીતંત્રએ તમામ ગુરુદ્વારા, NGO અને સ્વ સહાય સમૂહોએ ઉપરોક્ત કામકાજમાં સહકાર આપ્યો તે બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. શહેરમાં કોવિડ-19ના વ્યવસ્થાપન પર દેખરેખ માટે નવું કંટ્રોલ અને કમાન્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. અધિકારીઓ કંટ્રોલરૂપમાંથી શાકભાજી, ફળ, દુધ, બ્રેડના વિતરણ અને સેનિટાઇઝેશન કામ પર દેખરેખ રાખશે.
- પંજાબ: સરકારે કોવિડ-19 મહામારીના પગલે રહેણાંક/ વ્યાપારી સ્થળો અને હોસ્પિટલોમાં એર કન્ડિશનરના ઉપયોગ સંબંધિત એડવાઇઝરી બહાર પાડી. પંજાબ સરકારે ઇ-સંજીવની નામથી ઓનલાઇન OPD (દર્દી માટે ડૉક્ટર)ની શરૂઆત કરી, મોહાલીના C-DAC દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેલિમેડિસિન ઉકેલને તેની સાથે એકીકૃત કર્યો. તેનાથી ગ્રામીણ અને કોઇપણ આઇસોલેટેડ સામુદાયિક વિસ્તારો સુધી મોટી સંખ્યામાં લોકો સુધી વિશેષજ્ઞ આરોગ્ય સંભાળ પ્રોફેશનલોની પહોંચી વધી. તેમાં એવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે જે નિષ્ણાત ડૉક્ટરોના નેટવર્ક સાથે લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડે છે અને સામાન્ય આરોગ્ય સંબંધિત ચિંતાઓના ઘરેબેઠા ઉકેલ મેળવી શકે છે.
- હરિયાણા: મુખ્યમંત્રીએ ‘હેલ્પમી’ નામથી મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી જેનો ઉદ્દેશ્ય ટેલિમેડિસિન, આવનજાવનના પાસ, ખરીદીમાં મદદ, સુકા રેશન અને રાંધેલા ખોરાકની ડિલિવરી, શિક્ષણ સામગ્રી વગેરે સહિત જરૂરી સુવિધાઓ એક જ એપ્લિકેશનમાં આપવાનો છે. છેલ્લા પાંચ દિવસમાં કુલ 19.26 લાખ મેટ્રિક ટન ઘઉં રાજ્યમાં 130707 ખેડૂતો પાસેથી ખરીદવામાં આવ્યા.
- હિમાચલ પ્રદેશ: સરકારે 26.04.2020થી કર્ફ્યૂના કલાકોમાં સવારે 5.30 થી 7.00 સુધી રાહત આપવાનો નિર્ણય લીધો જેથી વરિષ્ઠ નાગરિકો અને સામાન્ય લોકો મોર્નિંગ વોક માટે નીકળી શકે. રાજ્ય સરકારે સોમવારથી કર્ફ્યૂમાં ત્રણના બદલે ચાર કલાક રાહત આપવાનો પણ નિર્ણય લીધો. આનાથી સામાજિક અંતર જળવાશે અને દુકાનોમાં ભીડ પણ ઓછી રહેશે. રાજ્ય સરકારે બાંધકામની સામગ્રીની હેરફેર કરતી આંતરરાજ્ય ટ્રકોને માઇનિંગ સાઇટ્સથી પ્રોજેક્ટ વિસ્તાર સુધી જવાની મંજૂરી આપતો નિર્ણય લીધો. સરકારે માર્ગ બાંધકામ મશીનરીને આંતર જિલ્લા હેરફેર માટે મંજૂરી આપી જેથી તેને બાંધકામ સાઇટ સુધી પહોંચાડી શકાય.
- કેરળ: મુખ્યમંત્રીએ આંતરરાજ્ય સરહદોએ લૉકડાઉનના ચુસ્ત અમલના નિર્દેશ આપ્યા. રાજ્યમાં પરીક્ષણની સંખ્યા વધારવામાં આવશે જે હાલમાં સરેરાશ 500થી નીચે છે. NORKA (બિન નિવાસી કેરેલીયનની બાબતો) રૂટ્સ નામનું સરકારી ઉપક્રમ વિદેશમાં ફસાયેલા અને વતન આવવા માંગતા લોકોને પાછા લાવવા અંગે નોંધણી શરૂ કરશે. તેમના માટે રાજ્યમાં વધુ ક્વૉરેન્ટાઇન સુવિધાઓ શરૂ કરાશે. કુલ પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા – 457, સક્રીય કેસો- 116, સાજા થયા – 338, ઓબ્ઝર્વેશન હેઠળ- 21044, નમૂના પરીક્ષણ - 22360
- તામિલનાડુ: બીમારી વધુ ફેલાતી રોકવા માટે તામિલનાડુના 5 શહેરોમાં આજથી સંપૂર્ણ લૉકડાઉનનો અમલ. તામિલનાડુના કોઇમ્બતૂરમાં બે પોલીસ સ્ટેશનને છ કર્મચારીના ટેસ્ટ પોઝિટીવ આવતા બંધ કરી દેવાયા. ચેન્નઇ નગર નિગમે કોયામ્બેદુ બજારમાં પોઝિટીવ કેસો નોંધાતા ફેરીયાઓની તપાસ ઝડપી બનાવી. ગઇકાલ સુધી કુલ કેસ – 1821, સક્રીય કેસ – 835, મૃત્યુ – 23, રજા આપી -960 મહત્તમ કેસ ચેન્નઇમાં – 495.
- કર્ણાટક: કર્ણાટકમાં બેંગલુરુમાં એક 45 વર્ષીય ગર્ભવતી મહિલાનું મોત થતા કોવિડ-19ના કારણે કુલ મૃત્યુ 19 થયા. રાજ્ય સરકારના ડેટા બતાવે છે કે, નવા કેસોમાં લક્ષણો ન હોય તેવા લોકોની સંખ્યા ઘણી વધારે છે. કુલ કેસ – 501, મૃત્યુ -19, સાજા થયા- 117
- આંધ્રપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 81 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1097 થઇ. સક્રીય કેસ – 835, સાજા થયા -231, મૃત્યુ -31. કુર્નૂલ, ગુંતૂર અને ક્રિશ્ના જિલ્લામાં પોઝિટીવ કેસોની સંખ્યા વધતા લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાયો. શ્રી કાકુલમ જિલ્લામાં પથાનપથમ સંપૂર્ણ સીલ કરાયું – 3 પોઝિટીવ કેસોના તમામ પ્રાથમિક સંપર્કો ઓળખી કાઢવામાં આવ્યા. સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતા જિલ્લા: કુર્નૂલ (279), ગુંતૂર (214), ક્રિશ્ના (177).
- તેલંગાણા: રાજ્યમાં PPE કીટ્સની અછતના કારણે રમકાડાના ઉત્પાદકોએ હવે વિશાખાપટ્ટનમ સેઝમાં કીટ્સના ઉત્પાદનનો નિર્ણય લીધો. સાત લાખની વસ્તી ધરાવતો ગડવાલ જિલ્લો કોવિડનો હોટસ્પોટ બન્યો. આ જિલ્લામાં અત્યાર સુધીમાં 45 કેસ નોંધાયા અને એક થવા બે કેસ દરરોજ ઉમેરાય છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 990 થઇ.
PIB FACTCHECK
(Release ID: 1618513)
Visitor Counter : 280
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam