સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 પર અપડેટ્સ
Posted On:
26 APR 2020 5:13PM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ખાતે ટ્રોમા સેન્ટરની મુલાકાત લઇને કોવિડ-19ની સ્થિતિમાંથી બહાર આવવા માટેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કોવિડ-19ના દર્દીઓ માટે આઇસોલેશન સુવિધા સહિત પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ગણાતી આ ઇમારતના વિવિધ વૉર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કોવિડ-19થી અસરગ્રસ્ત કેટલાક દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમજ ફોન પર વાતચીત કરી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. આ વાતચીતમાં દર્દીઓ તરફ રોબોટથી સંપૂર્ણ સંચાલન થયું હતું. તેમણે AIIMSમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે તેમના પ્રતિભાવો પણ માંગ્યા હતા જેથી જરૂરી સુધારા કરવામાં મદદરૂપ થઇ શકે.
વિગતવાર સમીક્ષા કર્યા પછી, ડૉ. હર્ષવર્ધને વિવિધ એકમોમાં થઇ રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે AIIMSમાં 24X7 ધોરણે કોવિડ-19ના પુષ્ટિ થયેલા અને શંકાસ્પદ દર્દીઓ પર ડિજિટલ પ્લેટફોર્મ અને વીડિયો/ વૉઇસ કોલિંગ ટેકનોલોજીથી દેખરેખ રાખવામાં આવે છે તે સમગ્ર કામગીરીની પ્રશંસા કરી હતી. ડૉ. હર્ષવર્ધને ભારતના લોકોને લૉકડાઉન 2.0નું અક્ષરશ: પાલન કરવાની તેમજ કોવિડ-19નો ફેલાવો રોકવા માટે આને એક અસરકારક દરમિયાન ગણીને તેના પાલનમાં જુસ્સો જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે કારણ કે, હોટસ્પોટ જિલ્લા (HSD) હવે ધીમે ધીમે નોન હોટસ્પોટ જિલ્લા (NHSD) બની રહ્યા છે.
આજે, કેબિનેટ સચિવે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને DGP સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કોવિડ-19 સામે પ્રતિક્રિયા માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે ખાસ જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં કેસોનું ભારણ વધારે છે તેમણે લૉકડાઉનના પગલાંના અસરકારક અમલ અને ચેપ નિયંત્રણની વ્યૂહનીતિ પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. રાજ્યોએ પૂરતા પ્રમાણમા આઇસોલેશન બેડ, ICU બેડ અને વેન્ટિલેટર વગેરેની ઉપલબ્ધતા સહિત તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ ણ ધ્યાન આપવાની જરૂર છે.
દેશમાં અત્યાર સુધીમાં 5804 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 21.90% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 26,496 થઇ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 824 દર્દીના મૃત્યુ થયા છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1618503)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam