પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત 2.0’ના 11મા એપિસોડનું સંબોધન કર્યું


ભારતની કોરોના સામેની લડાઈ જનઆંદોલન છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ થૂંકવાની આદતમાંથી મુક્ત થવા અપીલ કરી

Posted On: 26 APR 2020 4:49PM by PIB Ahmedabad

મન કી બાત 2.0ના 11મા એપિસોડનું સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતની કોરોના સામેની લડાઈ જનઆંદોલન છે અને લોકોની સાથે સરકાર અને વહીવટીતંત્ર પણ રોગચાળા સામે લડત ચલાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશનો દરેક અને તમામ નાગરિક લડાઈમાં સૈનિક છે અને નાગરિકો લડાઈમાં મોખરે છે. તેમણે લોકોનાં સંકલ્પની પ્રશંસા કરી હતી કે, કેવી રીતે દરેક અને તમામ સ્થળે લોકો એકબીજાની મદદ કરવા આગળ આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જરૂરિયાત મંદો માટે ભોજનની વ્યવસ્થા કરવી, અનાજનો પુરવઠો પૂરો પાડવો, લોકડાઉનનાં નિયમોનું પાલન કરવું, હોસ્પિટલોમાં વ્યવસ્થાઓથી લઈને તબીબી ઉપકરણોનું સ્વદેશી ધોરણે ઉત્પાદન કરવુંસંપૂર્ણ દેશ એકસાથે આગેકૂચ કરી રહ્યો છે. તેમણે લોકોને વધુ પડતા વિશ્વાસમાં રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમારે એવું માનવું જોઈએ કે તમારા શહેર, ગામ, શેરી કે ઓફિસ સુધી કોરોના પહોંચ્યો નથી, તો હવે નહીં પહોંચે. તેમણે દો ગઝ દૂરી હૈ જરૂરીને મંત્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ બે ગજનું અંતર જાળવવું જોઈએ અને પોતે સ્વસ્થ રહેવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે, વધુ પડતા ઉત્સાહમાં સ્થાનિક સ્તરે બેદરકારી દાખવવી જોઈએ અને લોકોએ હંમેશા સતર્ક રહેવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાર્યશૈલી, જીવનશૈલી અને લોકોની રોજિંદી આદતોમાં ઘણા સકારાત્મક ફેરફારો આવી રહ્યાં છે. આપણી આસપાસ માસ્ક પહેરવાની અને ચહેરો ઢાંકવાની અસર દેખાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે બદલાતી પરિસ્થિતિમાં માસ્ક લોકોનાં જીવનનો ભાગ બની ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, હવે માસ્ક સભ્ય સમાજનું અભિન્ન અંગ બની જશે. જો લોકો પોતાને અને અન્ય લોકોને રોગથી મુક્ત કરવા ઇચ્છતાં હોય, તો તેમણે માસ્ક ધારણ કરવો પડશે. તેમણે લોકોને ચહેરો ઢાંકવા ગમ્ચા અને હાથરૂમાલનો ઉપયોગ કરવાનું સૂચન પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમાજમાં અન્ય એક બાબતને લઈને જાગૃતિ અને સમજણ આવી છે કે, જાહેરમાં થૂંકવાથી આરોગ્યને કેટલું નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, લોકો કોઈ પણ જગ્યાએ થૂંકે છે ખરાબ આદત છે તથા સ્વચ્છતા અને આરોગ્ય એમ બંને માટે ગંભીર પડકાર છે. તેમણે લોકોને થૂંકવાની આદતમાંથી મુક્ત થવા અપીલ કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, એનાથી મૂળભૂત સ્વચ્છતાના ધોરણો સુધરવાની સાથે કોરોના ઇન્ફેક્શનના પ્રસારને અટકાવવામાં પણ મદદ મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કટોકટી દરમિયાન દેશવાસીઓના સંકલ્પથી ભારતમાં નવા પરિવર્તનની શરૂઆત થઈ છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં વ્યવસાયો, ઓફિસો, શૈક્ષણિક સંસ્થાઓ અને તબીબી ક્ષેત્ર ઝડપથી કામગીરીમાં નવા પરિવર્તનો તરફ આગળ વધી રહ્યાં છે. દરરોજ બદલાતી સ્થિતિનો સામનો કરવા ટેકનોલોજીના મોરચે દેશમાં દરેક ઇનોવેટર એક યા બીજા સમાધાનો રજૂ કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર, રાજ્ય સરકારો, દરેક અને તમામ વિભાગ તથા સંસ્થાઓ સંપૂર્ણ ક્ષમતાઓએ રાહત આપવા માટે ઝડપથી સંકલન સ્થાપિત  કર્યું છે. ઉડ્ડયન ક્ષેત્રમાં કામ કરતાં લોકો, રેલવે કર્મચારીઓ દેશવાસીઓની સમસ્યાઓને દૂર કરવા માટે રાતદિવસ કામ કરી રહ્યાં છે. તેમણે વિશેષ અભિયાન લાઇફલાઇન ઉડાનથી દેશનાં દરેક ખૂણામાં દવાઓ અતિ ટૂંકા સમયગાળામાં કેવી રીતે પહોંચે છે એનો ઉલ્લેખ કર્યો હતો. ત્રણ લાખ કિલોમીટરની ઉડાન ભરનાર લાઇફલાઇન ઉડાન દેશનાં અંતરિયાળ વિસ્તારોમાં લોકો માટે તબીબી સાધનસામગ્રી પૂરી પાડે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રેલવે લોકડાઉન દરમિયાન સતત દોડતી રહી છે, જેથી દેશભરમાં સામાન્ય નાગરિકને આવશ્યક ચીજવસ્તુઓની ખેંચ પડે. ભારતીય રેલવેએ 60 રુટો પર 100થી વધારે પાર્સલ ટ્રેનો દોડાવી છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, પોસ્ટલ વિભાગના કર્મચારીઓએ તબીબી સાધનસામગ્રી સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ખરાં અર્થમાં તમામ લોકો કોરોના વોરિયર્સ છે. સરકારની જરૂરિયાતમંદ અને ગરીબોને મદદ કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે નાણાં ગરીબોના ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવ્યાં છે. ત્રણ મહિના માટે નિઃશુલ્ક ગેસ સિલિન્ડર અને અનાજ જેવી સુવિધાઓ ગરીબોને આપવામાં આવે છે. તેમણે વિવિધ સરકારી વિભાગોના પ્રયાસો અને બેંકિંગ ક્ષેત્રનાં કર્મચારીઓને ખભેખભો મિલાવીને કામ કરવાની ભાવનાને બિરદાવી હતી.

પ્રધાનમંત્રીએ રોગચાળા સામે લડવામાં રાજ્ય સરકારોની સક્રિય ભૂમિકાની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્રો અને રાજ્ય સરકારોએ ઉઠાવેલી જવાબદારીઓ કોરોના સામે લડવામાં મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની મહેનત પ્રશંસનીય છે. દેશભરમાં તબીબી સેવાઓ અદા કરતા લોકો માટે સન્માન પ્રકટ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડૉક્ટરો, નર્સો, પેરા-મેડિકલ સ્ટાફ, સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ ભારતને કોરોનામુક્ત કરવા માટે રાતદિવસ ફરજ બજાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આપણે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, તેમની સલામતી જળવાઈ રહે અને તાજેતરમાં દિશામાં એક પગલાં તરીકે એક વટહુકમ જાહેર થયો છે. વટહુકમ કોરોના વોરિયર્સને હેરાન કરતાં કે ઇજા કરતાં કે હિંસક ઘટનાઓમાં સંકળાયેલા લોકો સામે કડક પગલાંની જોગવાઈ પૂરી પાડે છે.

ઘરકામ કરતાં લોકો, આપણી વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરતાં સામાન્ય કામદારો અથવા નજીકની દુકાનોમાં અંગત કામ કરતાં લોકો, આવશ્યક સેવાઓની ડિલિવરી કરતાં લોકો, બજારમાં કામ કરતાં મજૂરો, નજીકમાં ઓટો રિક્ષા ડ્રાઇવરોનું ઉદાહરણ આપીને શ્રી મોદીએ કહ્યું હતું કે, આજે લોકોને અહેસાસ થાય છે કે, તેમના વિના જીવન કેટલું મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે, લોકો સાથીદારોને યાદ કરવાની સાથે તેમની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યાં છે. એટલું નહીં સોશિયલ મીડિયામાં સન્માન સાથે તેમના વિશે લખી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકો ડૉક્ટરો, સફાઈ કામદારો અને પ્રકારની સેવા કરતાં અન્ય વ્યક્તિઓ તથા પોલીસ કર્મચારીઓને નવી દ્રષ્ટિ સાથે જોઈ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે પોલીસ કર્મચારીઓ સુનિશ્ચિત કરે છે કે, ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન અને દવાઓ મળે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે સામાન્ય લોકો પોલીસ સાથે સંવેદનાના સૂર સાથે જોડાઈ રહ્યાં છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર covidwarriors.gov.in ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. પ્લેટફોર્મ મારફતે નાગરિક સમાજ અને સ્થાનિક વહીવટીતંત્રના પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો એકબીજા સાથે જોડાયા છે. તેમણે અતિ ટૂંકા ગાળામાં ડૉક્ટરો, નર્સો, આશા-એએનએમ વર્કર્સ, એનસીસી અને એનએસએસ કેડેટ્સ, અલગ-અલગ ક્ષેત્રોનાં વ્યાવસાયિકો સહિત 1.25 કરોડ લોકો પોર્ટલ પર સામેલ થયા છે એની પ્રશંસા કરી હતી. કોવિડ વોરિયર્સ કટોકટી વ્યવસ્થાપન યોજનાઓ તૈયાર કરવામાં અને એનો અમલ કરવામાં સ્થાનિક  સ્તરે મદદરૂપ થયા છે. તેમણે લોકોને કોવિડ વોરિયર બનવા અને દેશની સેવા કરવા covidwarriors.gov.in પર જોડાવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ સૂચવ્યું હતું કે, કટોકટી દરમિયાન ભારતે પોતાના માનવતાવાદી અભિગમ અને જવાબદારી સાથે દુનિયાભરમાં જરૂરિયાતમંદોને તબીબી પુરવઠો પૂરો પાડ્યો છે. તેમણે કહ્યું  હતું કે, દુનિયાભરના લોકો ભારતના આયુર્વેદ અને યોગના મહત્ત્વ તથા રોગપ્રતિકારક ક્ષમતામાં વધારવામાં એની ભૂમિકા પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છે. શ્રી મોદીએ આયુષ મંત્રાલયે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે કોરોના સાથે સંબંધિત આચારસંહિતાનું પાલન કરવા લોકોને વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આયુષ મંત્રાલયે હૂંફાળું પાણી, ઉકાળો અને અન્ય માર્ગદર્શિકાઓ જાહેર કરી છે, જે લોકો માટે અતિ ઉપયોગી પુરવાર થશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આપણી કમનસીબી છે કે, આપણે હંમેશા આપણી ક્ષમતા અને ભવ્ય પરંપરાઓની અવગણના કરીએ છીએ. તેમણે યુવા પેઢી માટે વૈજ્ઞાનિક ભાષામાં આપણા પરંપરાગત સિદ્ધાંતોનો પ્રસાર કરવા પુરાવા આધારિત સંશોધન પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જે દુનિયાએ આનંદ સાથે યોગનો સ્વીકાર કર્યો છે, દુનિયા આયુર્વેદના સદીઓ જૂના સિદ્ધાંતોનો પણ સ્વીકાર કરશે.

પ્રધાનમંત્રીએ અખાત્રીજના પવિત્ર દિવસે નાગરિકોને પર્યાવરણ, જંગલ, નદીઓ અને સંપૂર્ણ પારસ્થિતિક તંત્રનું જતન કરવા વિશે વિચારવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો લોકો નવીનીકરણ ઊર્જા સાથેનો પુરવઠો જળવાઈ રહે એવું ઇચ્છતાં હોય, તો તેમણે સૌપ્રથમ પૃથ્વીને હંમેશા સમૃદ્ધ રહે એવી સુનિશ્ચિતતા કરવી પડશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અખાત્રીજનો તહેવાર કટોકટી દરમિયાન દાનની ભાવનાને મજબૂત કરવાનો પ્રસંગ પણ છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવના જીવનમાં મહત્ત્વપૂર્ણ દિવસ છે અને ભગવાન બસવેશ્વરની જન્મજયંતિ પણ છે. તેમણે કહ્યું હતું કે, પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોએ અગાઉ કરતાં વધારે બંદગી કરવી જોઈએ, જેથી ઇદ અગાઉ દુનિયાને કોરોનામાંથી મુક્તિ મળે અને ઉત્સાહ સાથે ઇદની ઉજવણી લોકો કરી શકે.

શ્રી મોદીએ લોકોને રમઝાન દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી હતી, કારણ કે શેરીઓ, બજારો અને મોહલ્લા કે કોલોનીઓમાં શારીરિક અંતર જાળવવાના નિયમોનું પાલન કરવું અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે દો ગજ દૂર વિશે અને ઘરોની બહાર નીકળવા અંગે લોકોને જાગૃતિ લાવનાર તમામ સામુદાયિક આગેવાનોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરોનાએ ભારત સહિત દુનિયાભરમાં તહેવારોની ઉજવણીની રીત બદલી નાંખી છે અને એનાથી તેમનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે.

 

GP/DS



(Release ID: 1618502) Visitor Counter : 331