PIB Headquarters

કોવિડ-19 પર PIBનું દૈનિક બુલેટીન

Posted On: 09 APR 2020 7:20PM by PIB Ahmedabad
 • અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 5734 કેસોની પુષ્ટિ થઇ છે અને 166ના મોત નોંધાયા છે. 473 દર્દી સાજા થયા/ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
 • કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થાની તૈયારી માટે રૂ. 15000 કરોડનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું
 • મંત્રીઓના સમૂહે કોવિડ-19 વર્તમાન સ્થિતિ અને વ્યવસ્થાપન માટે લેવાયેલાની સમીક્ષા કરી
 • પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત- યુ.એસ. ભાગીદારી અગાઉ ક્યારેય નહોતી એટલી મજબૂત છે..
 • NGOને રાહત કાર્યોના ઉદ્દેશ્યથી FCI પાસેથી સીધુ ખાદ્યાન્ન ખરીદવાની મંજૂરી.
 • કંપનીઓને અસામાન્ય સાધારણ બેઠક યોજવાના નિયમોમાં રાહત આપવામાં આવી.

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 5734 કેસોની પુષ્ટિ થઇ છે અને 166ના મોત નોંધાયા છે. 473 દર્દી સાજા થયા/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બહુશાખીય કેન્દ્રીય ટીમો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જે રાજ્યો અને રાજ્ય આરોગ્ય વિભાગોને ક્લસ્ટર ક્વૉરન્ટાઇન પ્લાન અને હોસ્પિટલોની તૈયારીઓ (કોવિડ-19 દર્દીઓના માટે ICU અને વેન્ટિલેટર વ્યવસ્થાપન) સંબંધિત પ્રવૃત્તિઓમાં મદદરૂપ થવા માટે યોજાઇ હતી..

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1612755

ભારત સરકારે કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થાની તૈયારી માટે રૂ. 15,000 કરોડનું પેકેજ મંજૂર કર્યુ

કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થા તૈયારી માટે ભારત સરકારે રૂ.15,000 કરોડના પેકેજ તરીકે નોંધપાત્ર રોકાણની જાહેરાત કરી છે. આ મંજૂર કરાયેલા ભંડોળનો ઉપયોગ કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ (રૂ. 7774 કરોડની રકમ)ના તાત્કાલિક ઉપયોગ અને બાકીની રકમ મિશન મોડ અભિગમ હેઠળ મધ્યમ-ગાળાની સહાય (1-4 વર્ષ) માટે વાપરવામાં આવશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612661

મંત્રીઓના સમૂહે કોવિડ-19 વર્તમાન સ્થિતિ અને વ્યવસ્થાપન માટે લેવાયેલાની સમીક્ષા કરી

મંત્રીઓના સમૂહ (GoM) દ્વારા કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા થઇ હતી. મંત્રીઓના સમૂહે કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાં, સુરક્ષાત્મક વ્યૂહરચના તરીકે સામાજનિક અંતરની વર્તમાન સ્થિતિ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વાર લેવામાં આવેલા સખત પગલાં અંગે ચર્ચા કરી હતી..

 https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612666

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અગાઉ કરતાં વધારે મજબૂત બન્યાં છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અગાઉ કરતાં ઘણાં મજબૂત અને વધારે ગાઢ છે. અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને અમેરિકાના કોવિડ-19 સામેના સંઘર્ષમાં હાઇડ્રોક્સિક્લોરોક્વાઇનનો પુરવઠો પૂરો પાડવાના ભારતનાં નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યા પછી શ્રી મોદીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612483

બિન સરકારી સંગઠનો રાહત કાર્યો માટે સીધા એફસીઆઈ પાસેથી ખાદ્યાન્ન સામગ્રી ખરીદી શકશે

રાષ્ટ્ર વ્યાપી લૉકડાઉનના આ સમયગાળા દરમિયાન બિન સરકારી સંગઠનો (એનજીઓ) અને સમાજ સેવી સંસ્થાનો હજારો ગરીબ અને વંચિત લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ સંગઠનોને ખાદ્યાન્ન સામગ્રીનો અવિરત પુરવઠો મળતો રહે તેની ખાતરી કરવા માટે સરકાર એફસીઆઈને સુચના આપી છે કે તે ઈ-હરાજીની પ્રક્રિયામાં ગયા વગર જ મુક્ત બજાર વેચાણ યોજના (Open Market Sale Scheme – OMSS)ના ભાવે આવા સંગઠનોને ઘઉં અને ચોખા ઉપલબ્ધ કરાવી રહી છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612361

કંપનીઓને VC અથવા OAVM દ્વારા અસામાન્ય સાધારણ બેઠક (EGM) યોજનાની MCA દ્વારા મંજૂરી, ઇ-વોટિંગ/ રજિસ્ટર્ડ ઇમેલ દ્વારા સરળ વૉટિંગ કરવાનું રહેશે

કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તા. 08-04.2020ના રોજ બહાર પાડવામાં આવેલા સામાન્ય પરિપત્ર નંબર. 14/2020 અંતર્ગત લિસ્ટેડ કંપનીઓ અથવા 1000 કે તેથી વધુ શેરધારકો ધરાવતી કંપનીઓએ VC/ OAVM દ્વારા EGM યોજવા માટે કંપની એક્ટ, 2013 અંતર્ગત ઇ-વોટિંગ સુવિધા પૂરી પાડવી જરૂરી છે. અન્ય કંપનીઓ માટે, રજિસ્ટર્ડ ઇમેલ આઇડી દ્વારા વોટિંગ માટે અતિ સરળીકૃત વ્યવસ્થાતંત્ર અમલમાં મૂકી શકાય જેથી સરળતાથી તેનું અનુપાલન થઇ શકે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612396

શ્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજયોના કૃષિ મંત્રીઓ સાથેની બેઠકમાં ખેડૂતો માટેનાં રાહતનાં પગલાંની સમિક્ષા કરી

કોરોના વાયરસ મહામારીને કારણે ઉભા થયેલા પડકારયુક્ત સમયમાં પણ ખેત કામગીરીઓ હાથ ધરી શકાય તે માટે રાજ્યોએ કરેલા પ્રયાસોની કેન્દ્રીય કૃષિ મંત્રીએ સરાહના કરી. ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલી કામગીરીઓ, ખેત પેદાશોની તથા ખેત ઉત્પાદનો, ખેતી માટેનાં સાધનો, ફર્ટિલાઈઝર્સ તથા ખેતીનાં ઉપકરણો અને યંત્ર સામગ્રીની હેરફેર કરવા માટે અપાયેલી મુક્તિ બાબતે રાજ્યોને આ ક્ષેત્રમાં કામ કરતી એજન્સીઓને માહિતગાર કરવા કહેવામાં આવ્યું.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612493

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ઔદ્યોગિક અને વ્યાપારી સંગઠનો સાથે બેઠક યોજી; તેમની સમસ્યાઓ ઉકેલવા માટે મંત્રાલય કામ કરી રહ્યું હોવાની ખાતરી આપી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ ઔદ્યોગિક અને વ્યાપારી સંગઠનો સાથે બેઠક યોજીને પાયાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને કોવિડ-19 તેમજ તેના પગલે લાગું કરવામાં આવેલા લૉકડાઉનના કારણે તેમને પડતી સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને રેલવે મંત્રી શ્રી પીયૂષ ગોયલ, રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશ તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612625

પિયુષ ગોયેલનો નિકાસકારોને મોટા ધ્યેય માટે વિચારવા તથા કોરોના વાયરસ પછીના સમય માટે સજ્જ બની સંભવિત તક ઝડપી લેવા અનુરોધ; તેમણે કહ્યું કે આપણે વિશ્વમાં જવાબદાર નાગરિક તરીકે ઓળખાઈએ છીએ

આજે વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયે વિવિધ દેશની નિકાસ પ્રોત્સાહન કાઉન્સિલો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ કર્યો હતો અને કોરોના વાયરસને પ્રસાર અને તે પછી લદાયેલા લૉકડાઉનને કારણે ઉભી થયેલી વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા તથા નિકાસકારોએ સામનો કરવો પડતો હોય તેવી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612398

પોસ્ટલ જીવન વીમા અને ગ્રામીણ પોસ્ટલ જીવન વીમાનું પ્રીમિયમ ચુકવવાની મુદત 30 જૂન 2020 સુધી લંબાવાઇ

તમામ PLI / RPLI ગ્રાહકોની સવલત માટે લેવામાં આવેલા પગલાં તરીકે, પોસ્ટ્સ વિભાગના પોસ્ટલ જીવન વીમાના નિયામકે માર્ચ 2020, એપ્રિલ 2020 અને મે 2020માં ચુકવવાપાત્ર પ્રીમિયમ ભરવા માટેની મુદત 30 જૂન 2020 સુધી લંબાવી છે અને આ મુદત સુધી કોઇ જ પેનલ્ટી/ ડિફૉલ્ટ ફી લેવામાં આવશે નહીં.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1612757

આવાસ અને શહેરી બાબતોને લગતા મંત્રાલય દ્વારા ખાસ કોવિડ-19ને લગતા પ્રશ્નોના નિવારણ માટે સ્વચ્છતા એપનું નવું વર્ઝન પ્રસિદ્ધ કરવામાં આવ્યું

સ્વચ્છ ભારત મિશન (શહેરી) અંતર્ગત નાગરિકો માટે એક ખૂબ જ જાણીતા ફરિયાદ નિવારણ ટુલ, સ્વચ્છતા– MoHUA એપના સમગ્ર દેશમાં પહેલેથી જ 1.7 કરોડથી વધુ શહેરી વપરાશકર્તાઓ છે. આ એપને હવે સુધારવામાં અને વધુ મજબૂત કરવામાં આવી છે જેથી કરીને નાગરિકો પોતાના સંલગ્ન યુએલબી દ્વારા પણ સંબોધવામાં આવેલી કોવિડ-19ને લગતી ફરિયાદો મેળવી શકે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612550

ભારતીય રેલવેએ આશરે 6 લાખ ફરી વાપરી શકાય તેવા માસ્ક અને 40,000 લીટરથી વધુ હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યું

કોવિડ-19 બીમારીનો ફેલાવો અટકાવવા માટે લેવાતાં પગલાં આગળ વધારતાં ભારતીય રેલવે દ્વારા ભારત સરકારની આરોગ્ય સંભાળ પહેલોને સહાયક સાબિત થવા માટે તેનાથી શક્ય હોય તેવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ દિશામાં ભારતીય રેલવે દ્વારા તેના તમામ ઝોનલ રેલવે, ઉત્પાદન એકમો અને PSU ફરી વાપરી શકાય તેવા માસ્ક અને સેનિટાઇઝરનું ઘરેલું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612503

સામાજિક સેવાની પ્રતિબદ્ધતા જાળવીને રેલવેએ 28 માર્ચથી અત્યાર સુધી જરૂરિયાતમંદ લોકોને રાંધેલા ભોજનની 8.5 લાખથી વધારે થાળી પૂરી પાડી

કોવિડ-19ને કારણે દેશમાં લાગુ થયેલા લોકડાઉન પછી જરૂરિયાતમંદ લોકો સુધી રાંધેલું ભોજન પૂરું પાડવાની શરૂઆત કરનાર ભારતીય રેલવેએ આઇઆરસીટીસીના રસોડા, આરપીએફ સંસાધનો અને બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ)ના પ્રદાન દ્વારા લંચ માટે પેપર પ્લેટ અને ડિનર માટે ફૂડ પેકેજ સાથે રાંધેલુ ભોજન પૂરું પાડવાની કામગીરી જાળવી રાખી છે. આ રીતે રેલવેએ સામાજિક સેવાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. ભોજનનું વિતરણ ગરીબો, નિરાધાર, ભિખારીઓ, બાળકો, કૂલીઓ, સ્થળાંતરિત કામદારો, તરછોડાયેલી વ્યક્તિઓ વચ્ચે થાય છે. વળી ભોજનની શોધમાં રેલવે સ્ટેશનની આસપાસ ફરતી વ્યક્તિઓને પણ ભોજન આપે છે તેમજ રેલવે સ્ટેશનથી થોડા અંતરે વસતાં જરૂરિયાતમંદોને પણ ભોજન પ્રદાન કરે છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612612

પ્રધાનમંત્રી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાત થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 આંતરરાષ્ટ્રીય મહામારી અને એના પરિણામે વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થા અને આર્થિક સ્થિતિ સામે ઊભા થયેલા પડકારો વિશે ચર્ચા કરી હતી. તેમણે મહામારીનો સામનો કરવા પોતપોતાના દેશોમાં લેવામાં આવેલા પગલાં વિશે મહત્ત્વપૂર્ણ જાણકારીઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612586

પ્રધાનમંત્રી અને પ્રજાસત્તાક યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાત થઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક યુગાન્ડાનાં મહામહિમ રાષ્ટ્રપતિ યોવેરી કાગુટા મુસેવેની સાથે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારીને લીધે ઊભા થયેલા આરોગ્યલક્ષી અને આર્થિક પડકારો પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મુસેવેનીને ખાતરી આપી હતી કે, ભારત વર્તમાન આરોગ્યલક્ષી કટોકટી દરમિયાન આફ્રિકામાં એના મિત્ર દેશો સાથે ઊભું છે અને યુગાન્ડામાં વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવાના સરકારનાં પ્રયાસોને શક્ય તમામ પ્રકારનો સાથસહકાર આપશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612605

જાહેર અને ખાનગી એરલાઇન ઓપરેટરો તેમજ સંબંધિત એજન્સીઓ કોવિડ-19 સામેની લડાઇમાં સેવાના સહિયારા ઉદ્દેશ્યથી અવિરત કામ કરી રહ્યા છે

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં ICMR અને HLL તેમજ અન્યના કન્સાઇન્મેન્ટ સહિત આવશ્યક તબીબી પૂરવઠાના કન્સાઇન્મેન્ટની સતત ડિલિવરી કરવામાં આવી રહી છે. સ્થાનિક જાહેર અને ખાનગી એરલાઇન ઓપરેટરો જેમકે એર ઇન્ડિયા, ભારતીય વાયુ સેના, પવન હંસ, ઇન્ડિગો અને બ્લુ ડાર્ટ દ્વારા 08 એપ્રિલ 2020ના રોજ દવાઓ, ICMRના કન્સાઇન્મેન્ટ, HLLના કન્સાઇન્મેન્ટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો શ્રીનગર, કોલકાતા, ચેન્નઇ, બેંગલુરુ, ભૂવનેશ્વર અને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવામાં આવ્યો હતો.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1612737

કોવિડ-19; સ્માર્ટ સિટીમાં સાર્વજનિક સ્થળોનું ડિસઇન્ફેક્શન

કોવિડ-19 ઉપદ્રવને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી ત્યારથી ભારતના શહેરોમાં શહેરના સેનિટાઇઝિંગ જેમાં ખાસ કરીને સાર્વજનિક સ્થળો કે જેને સ્થાનિક સ્તરે વાયરસનો ફેલાવો કરવા માટે સૌથી વધુ સંભવિત સ્થળો માનવામાં આવે છે તેના સેનિટાઇનિંગના નોંધપાત્ર પ્રયાસો ચાલી રહ્યા છે. 25 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનો અમલ કરાયો ત્યારથી શહેરો દ્વારા સાર્વજનિક સ્થળોને ડિસન્ફેક્ટ કરવા માટે સંખ્યાબંધ અભિગમ અપનાવવામાં આવ્યા છે જેમાં બસ/ રેલવે સ્ટેશનો, માર્ગો, બજારો, હોસ્પિટલ પરિસરો, બેંકો વગેરેને ડિસઇન્ફેક્ટ કરવાની કામગીરી ચાલે છે.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1612763

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીના સૂચન અનુસાર નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જેઈઈ (મેઈન) 202૦ માટેના ઓનલાઈન અરજી ફોર્મમાં કેન્દ્ર પસંદ કરવાના શહેરોમાં સુધારો કરવા માટેના સમયમાં વધારો કર્યો

વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિના પગલે અને જેઈઈ (મેઈન) 2020ના ઉમેદવારો દ્વારા સામનો કરવામાં આવી રહેલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાને સલાહ આપી છે કે તે વિદ્યાર્થીઓને પોતાના પસંદગીના કેન્દ્ર માટેના શહેરો પસંદ કરી ઉમેરવા માટેની પરવાનગી આપીને તેમની અરજીઓમાં સુધારો કરવા માટેના સમયગાળામાં વધારો કરે. તે અનુસાર રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા દ્વારા જેઈઈ (મેઈન) 220 માટે ઓનલાઈન અરજી પત્રકમાં સુધારો કરવા અંગે એનટીએ દ્વારા અરજી ફોર્મમાં સુધારો કરવા અને કેન્દ્રની પસંદગી ઉમેરવા માટેનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612621

ભારત સરકાર દ્વારા કોવિડ-19ના વ્યવસ્થાપન માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના દીક્ષા (DIKSHA) પોર્ટલ પર ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનીંગ– iGOT’ નામનું એક ટ્રેનીંગ મોડ્યુલ શરુ કરવામાં આવ્યું

iGOT ઉપર ડૉક્ટર્સ, નર્સ, પેરામેડીક્સ, સ્વચ્છતા કર્મચારીઓ, ટેકનિશિયન્સ, ઓક્ઝીલરી નર્સિંગ મીડવાઈવ્ઝ (ANMs), રાજ્ય સરકારના અધિકારીઓ, સિવિલ ડીફેન્સ અધિકારીઓ, જુદા જુદા પોલીસ સંસ્થાનો, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC), નહેરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS), રાષ્ટ્રીય સેવા યોજનાઓ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભારત સ્કાઉટ અને ગાઈડ તેમજ તે સમયના અન્ય સ્વયંસેવકો.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612496

ડીઓપીટી પ્રથમ પ્રકારનાં આઇજીઓટી ઇ-લર્નિંગ પ્લેટફોર્મ સાથે મોખરાનાં કોવિડ-19 વોરિયર્સને સક્ષમ બનાવશે

પર્સનલ અને ટ્રેનિંગ વિભાગે રોગચાળા સામે લડવા તાલીમ અને અપડેટ સાથે સજ્જ કરવા તમામ ફ્રન્ટ-લાઇન વર્કર્સ માટે કોવિડ-19 સામે સંઘર્ષ કરવા લર્નિંગ પ્લેટફોર્મ (https://igot.gov.in) શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉચિત તાલીમ તેમને રોગચાળાના તબક્કાઓ માટે તૈયાર પણ કરશે. અન્ય સંભવિત બીજી હરોળના વર્કફોર્સને કોવિડ 19ની તાલીમ આપીને ભારત વિકસતા સંજોગો માટે વધુ સારી રીતે તૈયાર કરશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612438

ભારતીય રેલવે દ્વારા તમામ મહત્વના કેન્દ્રોને જોડવા માટે 58 રૂટ ઉપર 109 સમયપત્રકવાળી પાર્સલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી

સમગ્ર દેશમાં પૂરવઠા શ્રુંખલાને પ્રોત્સાહન આપવાના એક મોટા પગલા તરીકે ભારતીય રેલવેએ જરૂરી ચીજવસ્તુઓ અને માલસામાનની રાષ્ટ્રવ્યાપીહેરફેર માટે સમયપત્રક ધરાવતી પાર્સલ ટ્રેનોનીવિના અવરોધ સેવાઓનો પ્રારંભ કર્યો છે. તેનાથી સામાન્ય નાગરિકો, ઉદ્યોગો અને કૃષિ માટે જરૂરી માલસામાનની ઉપલબ્ધતાને વેગ મળે તેવી શક્યતા છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612306

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન ડિજિટલ શિક્ષણમાં નોંધપાત્ર વધારો

શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બંને દ્વારા આંતરિક રીતે અને વિદ્યાર્થીઓમાં વિવિધ માધ્યમોથી ઑનલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને ઉપલબ્ધ સંસાધનોના આધારે અભ્યાસની સામગ્રી શેર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આમાં સ્કાઇપે, ઝૂમ, ગૂગલ ક્લાસરૂમ, ગૂગલ હેંગઆઉટ, કાઇઝા જેવા સુનિયોજિત પ્લેટફોર્મ દ્વારા શિક્ષકોના લેક્ચર અપલોડ કરવાથી માંડીને યુટ્યૂબ, વોટ્સએપ, SWAYAM, NPTEL જેવા ડિજિટલ શિક્ષણના સંસાધનોની લિંક શેર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઑનલાઇન જર્નલ પૂરી પાડવામાં આવે છે.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1612747

કોવિડ-19 મહામારી દરમિયાન રાહત આપવા માટે ESIC દ્વારા કેટલાક પગલાં લેવાયા

કોવિડ-19 મહામારીના કારણે દેશ અત્યારે પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં સામાજિક અંતર લાગુ કરવા માટે લૉકડાઉનનો અમલ થયેલો છે. આ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે, કર્મચારી રાજ્ય ભવિષ્ય નિધિ (ESIC) દ્વારા તેના હિતધારકો અને જાહેર સભ્યોને રાહત આપવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=161275

કામના સ્થળે આદિજાતિ સમૂહોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્વ-સહાય સમૂહો માટે TRIFED દ્વારા UNICEFના સહયોગથી ડિજિટલ ઝુંબેશ શરૂ કરાશે

આદિજાતિ સમૂહોને તેમના કાર્યસ્થળે સલામતી સુનિશ્ચિત કરવા માટે TRIFED દ્વારા UNICEFના સહયોગથી એક ડિજિટલ કમ્યુનિકેશન વ્યૂહરચનાનું નિર્માણ કરવામાં આવશે જેથી આવા કાર્યોમાં સંકળાયેલા સ્વ-સહાય સમૂહોમાં ડિજિટલ ઝુંબેશનો આરંભ થઇ શકે. આ ઝુંબેશમાં સામાજિક અંતરના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612394

SCTIMSTના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો ચેપ લાગેલા દર્દીના ગળાના સ્ત્રાવના સફળ મેનેજમેન્ટ માટે સ્ત્રાવ શોષી લે તેવી સુપર શોષક સામગ્રી વિકસાવી

આ સામગ્રીને ચિત્રા એક્રિલોસોર્બ સિક્રેસન સોલિડીફિકેશન સિસ્ટમનામ આપવામાં આવ્યું છે જે ખૂબ જ કાર્યક્ષમ સુપર એબોસર્બટન્ટ છે અને શ્વાસોસ્વાસમાંથી નીકળેલા પ્રવાહી દ્રવ્ય તથા શરીરના અન્ય પ્રવાહીઓનુ ઘનીકરણ કરીને તેને ચેપમુક્ત બનાવે છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612539

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • ક્વૉરન્ટાઇન, લક્ષણો ન ધરાવતાં પોઝિટીવ દર્દી અને કોવિડ દર્દીઓની મદદ માટે અરૂણાચલ પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા કોવિડકેર એપ લોન્ચ કરવામાં આવી.
 • કોવિડ કટોકટીની વચ્ચે આસામની ઊચ્ચ માધ્યમિક શૈક્ષણિક પરિષદે 1લા વર્ષની પરીક્ષા ન યોજના અને તમામ 1લા વર્ષના વિદ્યાર્થીઓને 2જા વર્ષમાં પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે.
 • મણીપૂરના મુખ્યમંત્રીએ ઘરમાં રહેવા, સ્વસ્થતા અને સામાજિક અંતર જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવવા મ્યુઝિક વીડિયો બહાર પાડ્યો છે.
 • મિઝોરમમાં બહારથી આવતાં શાકભાજીને સૌ પ્રથમ રાજ્યની કોવિડ-19 તબીબી કાર્યવાહક ટીમ દ્વારા ચકાસવામાં આવશે.
 • નાગાલેન્ડે પોતાને 34 આઇસોલેશન અને 43 ક્વૉરન્ટાઇન કેન્દ્રો સાથે કોવિડ-19 સામે લડવા માટે તૈયાર કર્યુ છે. 84 સરકારી અને 52 ખાનગી એમ્બ્યુલન્સને સેવામાં જોડવામાં આવી છે.
 • સિક્કીમના રાજ્યપાલે રાજ્ય સરકારને કોવિડ-19 માટે પરીક્ષણ લેબની ઝડપથી સ્થાપવા કરવા માટે વિનંતી કરી છે.
 • ત્રીપૂરાના મુખ્યમંત્રીએ માહિતી આપી છે કે રાજ્યના એકમાત્ર પોઝિટીવ દર્દીની સ્થિતિ અત્યારે સ્થિર છે.
 • છેલ્લા બે દિવસથી કેરળમાં સાજા થયેલાં દર્દીઓના સંખ્યા નવા ચેપગ્રસ્ત કેસોની સંખ્યા કરતાં વધારે છે. કેરળને કોવિડ સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપીની સંભાવના ચકાસવા ICMRની મંજૂરી મળી છે. મુંબઇમાં વધુ બે મલયાલી નર્સને ચેપ લાગ્યો છે. ગઇકાલ સુધી કુલ કેસો 345 હતા.
 • તામિલનાડુમાં વ્યાપારી સંગઠનો સાથે ગ્રેટર ચેન્નઇ કોર્પોરેશને નાગરિકોને આવશ્યક ચીજ-વસ્તુઓનો પૂરવઠો પૂરો પાડવા લોકડાઉન સમયગાળા દરમિયાન શાકભાજી અને કરિયાણાની ચીજ-વસ્તુઓનું મોબાઇલ વાન દ્વારા વિતરણ કરવાનું નક્કી કર્યુ છે. અહીં કુલ કેસો 738 છે.
 • હૈદરાબાદ ખાતે બિરલા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (BITS) પિલાણી ખાતે સંશોધકોએ કોવિડ-19 સામે લડી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓ માટે ફરી વાપરી શકાય તેવો 3ડી પ્રિન્ટેડ ફેસ માસ્ક વિકસાવ્યો છે. તેલંગણાના નિઝામાબાદમાં આઠ વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. અહીં કુલ કેસ વધીને 461 થઇ ગયા છે.
 • આંધ્રપ્રદેશ સરકાર ક્વૉરન્ટાઇનમાં રખાયેલા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારવારની સાથે સાથે પોષણયુક્ત આહાર પૂરો પાડવા તમામ પગલાંઓ હાથ ધરી રહી છે. અનંતપુર સરકારી હોસ્પિટલમાં કામ કરી રહેલા જુનિયર ડૉક્ટરોએ N-95 માસ્ક અને PPE કીટ્સ પૂરી નહીં પાડવા બદલ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ આ હોસ્પિટલના બે ડૉક્ટર અને બે નર્સ ચેપગ્રસ્ત થયા હતા. અહીં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 348 થઇ ગઇ છે.

Fact Check on #Covid19

 

 

RP(Release ID: 1612767) Visitor Counter : 114