આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

કોવિડ-19 સ્માર્ટ શહેરોમાં જાહેર સ્થળો જીવાણુંનાશ કરવાની પ્રક્રિયા

Posted On: 09 APR 2020 5:00PM by PIB Ahmedabad

જાહેર સ્થળો (શેરીઓ, બજારો, ખરીદીના સ્થળો, કમ્યુનિટી સેન્ટર્સ, બગીચાઓ, રમતગમતના મેદાનો અને આવાસી વિસ્તારોમાં પડોશનો વિસ્તાર સહિત) સમુદાયના સામાજિક જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

કોરોનાવાયરસ રોગ 2019 (કોવિડ-19) એ નોવલ કોરોનાવાયરસ દ્વારા જનિત એક ચોક્કસ શ્વાસોચ્છવાસની બીમારી છે કે જે મોટાભાગના કિસ્સાઓમાં શ્વાસના ટીપાઓ, ચેપગ્રસ્ત સાથે સીધા સંપર્કમાં આવવાથી અને ચેપગ્રસ્ત વસ્તુઓ કે સપાટીનો સ્પર્શ કરવાના માધ્યમથી ફેલાય છે. જોકે વાયરસ પર્યાવરણની સપાટી પર જુદા જુદા સમયગાળા સુધી જીવિત રહી શકે છે તેમ છતાંતેને કેમિકલવાળા જીવાણુંનાશકો દ્વારા સરળતાથી નિષ્ક્રિય બનાવી શકાય છે.

જ્યારથી કોવિડ-19ના વિસ્ફોટને વૈશ્વિક રોગચાળા તરીકે જાહેર કરવામાં આવી છે ત્યારથી ભારતીય શહેરો પોતાની જાતને સ્વચ્છ બનાવવા માટેના નોંધપાત્ર પ્રયાસો કરી રહ્યા છે, ખાસ કરીને જાહેર સ્થળો કે જેમને વાયરસના સ્થાનિક ફેલાવા માટે વધુ જોખમી ગણવામાં આવે છે. 25 માર્ચ 2020ના રોજ જ્યારથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી શહેરો બસ/રેલ્વે સ્ટેશનો, શેરીઓ, બજારો, દવાખાનાઓની જગ્યાઓ, બેંકો વગેરેસહિતના જાહેર સ્થળોને જીવાણું રહિત કરવાના જુદા જુદા ઉપાયો કરી રહ્યા છે.

શહેરની સરકારોએ અગ્નિશામક દળો સાથે સહયોગ સાધી લીધો છે અને જીવાણુંનાશકોનો છંટકાવ કરીને શહેરની તમામ શેરીઓને જીવાણું રહિત બનાવવા માટે ફાયર ટેન્ડર્સ, વોટર વોશ પંપ વગેરેનો ઉપયોગ કર્યો છે.

https://ci5.googleusercontent.com/proxy/wQt8NmT35F6Rn-8wY2LS477hUlVy2iisjuhv5RoKBFZfdx1nAXYryG9Uz6Atee80fMlIcr6i081cdJcsHvDfy57ogHDB7ReoXXGk0m16Z8UVRQJuV2zl=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TE6I.jpg

https://ci5.googleusercontent.com/proxy/D2-bv1aKAlJgrTkZQUiL-FFFAblq5nItNWUwc6DaQ4G7gSfrXIN_zUv7_55RWpErX5yyxCrAhiJ6A8Z41MI4VOL-OxKL83zkwLMwKAl3SS8qXQUaKH4T=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003YAXV.jpg

એક મ્યુનિસિપલ કર્મચારી બેંગલુરુમાં કોવિડ-19ના ફેલાવાને રોકવા માટેના પ્રયાસ રૂપે જીવાણુંનાશકનો છંટકાવ કરી રહ્યો છે.

અન્ય શહેરમાં જીવાણું નાશકનો છંટકાવ

 

તાજા શાકભાજીઓ જેવા જરૂરી પુરવઠાની ઉપલબ્ધતાની સુવિધા પૂરી પાડવા માટે કૃષિ બજારોને શહેરોમાં કાર્યાન્વિત કરવામાં આવ્યા હતા અને શહેરી સરકાર દ્વારા આ સ્થળોને સુરક્ષિત રાખવા માટેના પગલાઓ લેવામાં આવ્યા છે. શાકભાજીના બજારો અને અન્ય જાહેર સ્થળો પર હાથ ધોવાની સુવિધા પણ ઉલબ્ધ કરાવવામાં આવી રહી છે.

શહેરો જાહેર સ્થળોને સોડિયમ હાયપોકલોરાઈટનો ઉપયોગ કરીને જીવાણું રહિત બનાવવા માટે નવા નવા પગલાઓ લઇ રહ્યા છે, ઉદાહરણ તરીકે તિરુપ્પુરે હમણાં તાજેતરમાં જ એક જીવાણું નાશક ટનલનો અમલ કર્યો છે કે જે હવે બીજા પણ અનેક શહેરોમાં તેમના કૃષિ / શાકભાજી બજારોમાં અમલમાં મુકવામાં આવી રહી છે. આ મોડલ પર આધારિત જરૂરી ચીજવસ્તુઓ પૂરા પાડતા જુદા-જુદા એકમોએ પણ જીવાણુંનાશક ચેમ્બર્સની ગોઠવણી કરી છે.

જાહેર શેરીઓને જીવાણુંરહિત બનાવવામાં અસરકારક ભૌગોલિક કવરેજ માટે રાજકોટ અને સુરતના શહેરોએ હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર્સનો ઉપયોગ કર્યો છે.

ચેન્નાઈ, બેંગલુરુ, રાયપુર અને ગુવાહાટી જેવા સ્માર્ટ શહેરોએ ટેકનોલોજીવાળા ઉપાયોનો ઉપયોગ કરવા માટે પોતાની જાતને સજ્જ બનાવી છે જેવા કે જે જગ્યાઓ પર માનવીને પહોંચવામાં તકલીફ પડે તેમ હોય તેવી સ્થિતિમાં જાહેર સ્થળોને જીવાણું રહિત કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવો.

સ્માર્ટ શહેરો દ્વારા અપનાવવામાં આવેલ કેટલાક મુખ્ય પગલાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

શહેર

પહેલ

ગુવાહાટી

સમગ્ર શહેરમાં સ્વચ્છતાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. શહેરના તમામ ખૂણાઓમાં એન્ટી બેક્ટેરીયલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી શહેરને કોઇપણ પ્રકારના ચેપથી સુરક્ષિત રાખી શકાય. 1200 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે, ઘરે ઘરે જઈને કચરો સવારના સમયમાં એકત્રિત કરવામાં આવી રહ્યો છે, સ્વચ્છતા કર્મચારીઓને સાંજ પછીસમગ્ર શહેરમાં ગોઠવવામાં આવશે જેથી જીવાણું નાશકોનો છંટકાવ કરી શકાય.

મુઝફ્ફરપુર

જીવાણુંનાશક છંટકાવ - ફોગીંગ, એન્ટી લાર્વા સ્પ્રે અને જીવાણુંનાશક સ્પ્રેનો ઉપયોગ કરીને સમગ્ર શહેરને સ્વચ્છ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.

પટના

શહેરી વહીવટીતંત્ર (પટના મ્યુનિસિપલ કોર્પોરેશન)એ શહેરમાં 24 માર્ચ 2020થી જ જેટીંગ મશીનોનો ઉપયોગ કરીને તમામ જાહેર સ્થળોને જીવાણું રહિત બનાવવાની ખાતરી કરી છે. તમામ જાહેર સેવાની ઈમારતો જેવી કે બેંકો, દવાખાનાઓ વગેરેને સ્વચ્છ બનાવવામાં આવી રહ્યા છે. બિહાર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોને પટના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીવાણું રહિત બનાવવામાં આવી હતી. કોરોના વાયરસના વિસ્ફોટ સામેના એક સાવચેતીના પગલારૂપે આ પગલું લેવામાં આવ્યું છે.

ધર્મશાળા

જાહેર સ્થળોને વ્યાપકપણે જીવાણું રહિત બનાવવા માટે સોડિયમ હાયપોકલોરાઈટ (બ્લીચ)નો છંટકાવ કરવા માટે ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ધર્મશાળા

મેકલોડગંજ વિસ્તારના સંપૂર્ણ ક્વોરન્ટાઇન વિસ્તારમાં જરૂરી ચીજવસ્તુઓની ડીલવરી માટે સંકળાયેલ જેતમામ માલવાહક વાહનો છે તેમને નિયમિતપણે એક્ઝીટ પોલ પર ધર્મશાળા એમસી દ્વારા સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે.

જમ્મુ

જમ્મુ શહેરના મુખ્ય વિસ્તારોને યુદ્ધના ધોરણે સ્વચ્છ કરવામાં આવ્યા. સ્વચ્છતા અભિયાનમાં સંલગ્ન સામગ્રી જેવી કે સ્પ્રે પંપ અને સોડિયમ હાયપોકલોરાઈટયુદ્ધના ધોરણે તમામ વોર્ડમાં છંટકાવ કરવા માટે તમામ 75 કાઉન્સિલરોને મોકલી આપવામાં આવ્યા હતા.

રાંચી

સમગ્ર શહેરને સ્વચ્છ કરવા માટે ફોગીંગ મશીનનો ઉપયોગ કરીને 1% હાયપોકલોરાઈટ સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કાવારત્તી

કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્ર અને તેના સંલગ્ન આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. શહેર દ્વારા નિયમિત સફાઈ જેવી સ્વચ્છતા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે.

શિલોંગ

નિયમિત છંટકાવ દ્વારા શહેરનીસફાઈ અને શહેર પોલીસની કડક દેખરેખની સહાયતા સાથે જાગૃતિ અભિયાનો. લોકડાઉન લાગુ અને જાહેર સ્થળો ઉપર 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા ઉપર પ્રતિબંધ સાથે કર્ફ્યુનું અમલીકરણ

ઐઝાવલ

જરૂરી સેવાઓમાં કામ કરી રહેલા અધિકારીઓની સુરક્ષા માટે સ્થળોના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર એક હાથ ધોવાનું મશીન મુકવામાં આવ્યું છે.

કોહિમા

શહેરને સ્વચ્છ કરવા માટે રોડ ક્લિનીંગ વાહનોનો ઉપયોગ

ભુવનેશ્વર

કેટલાક BSCL અધિકારીઓ સ્વચ્છતા ઉપર દેખરેખ રાખી રહ્યા છે અને પ્રત્યેક અને દરેક શહેરી સુવિધાઓઅને યુટિલિટીની સફાઈ ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

અમૃતસર

સંપૂર્ણ શહેરની સફાઈ સૂચવ્યા અનુસાર કેમિકલનો ઉપયોગ કરીને કરવામાં આવી રહી છે. આ પ્રકારના છંટકાવ માટે ફાયર બ્રિગેડ પાસેથીમદદ લેવામાં આવી રહી છે.

ચેન્નાઈ

જીવાણુંનાશની પ્રક્રિયામાં ડ્રોનનો ઉપયોગ.

કોઇમ્બતુર

જાહેર સ્થળોને જીવાણું રહિત બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ

મદુરાઈ

મહત્વના સ્થળો ઉપર વોશ બેઝીનની સુવિધા ધરાવતા જાહેર નળોને હાથ ધોવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે– ૩૦ સંખ્યા. મદુરાઈ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાહેન્ડ સેનીટાઇઝર તૈયાર કરવામાં આવ્યા અને સરકારી કચેરીઓમાં પ્રવેશતા અધિકારીઓ અને જાહેર જનતા ઉપર તેને અમલમાં મુકવામાં આવ્યા.

મદુરાઈ

7 જેટ રોડીંગ મશીનોનો ઉપયોગ કરીને દિવસમાં બે વાર 5% લીઝોલ ધરાવતું સોલ્યુશન જાહેર સ્થળો, બજારો, શાળાઓ, રસ્તાઓ ઉપર લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંતમદુરાઈ કોર્પોરેશનના 100 વોર્ડસને આવરીલેતી શેરીઓમાં 5% લીઝોલ સોલ્યુશનને લગાવવા માટે 100 હેન્ડ સ્પ્રેયર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તંજાવુર

મોટી શેરીઓમાં સોડિયમ હાયપો ક્લોરાઇડનો ઉપયોગ કરીને જીવાણુંનાશક વાહન તરીકે જેટ રોડીંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે નાની શેરીઓમાં વોટર વોશ પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તંજાવુર

ફાયર સર્વિસ વિભાગ સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને જીવાણુંનાશક કાર્યો માટે તેમના સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વેલ્લોર

શહેરના તમામ મુખ્ય પ્રવેશ દ્વારોને નિયંત્રીત કરવામાં આવી રહ્યા છે અને અલગથી ચેકિંગ અને સ્વચ્છતા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

તીરુપ્પુર

યોગ્ય સામાજિક અંતર જાળવીને મહત્વના સ્થળો ઉપર હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ગ્રેટરવારાંગલ

સંપૂર્ણ શહેરને સ્વચ્છ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેની માટે ફાયર વિભાગની સેવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ એમએલએ અને વરિષ્ઠ અધિકારીઓ પોતે આની દેખરેખ રાખી રહ્યા છે.

કરીમનગર

ટ્રેક્ટરવાળા જેટ અને કેમિકલ તરીકે બ્લિચિંગ પાવડરનો ઉપયોગ કરીને સંપૂર્ણ શહેરને સ્વચ્છ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

 

શહેર

પહેલ

અગરતલા

સંપૂર્ણ શહેરને સ્વચ્છ બનાવવામાં આવ્યું છે. 6 એપ્રિલ સુધી દરરોજ દિવસે અને રાત્રે ૩૦,000 લીટર જીવાણુંનાશકનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તમામ જાહેર સ્થળો– રોડસાઈડ, દુકાનો, દવાખાનાઓ, એટીએમ, આંતરરાષ્ટ્રીય ચેક પોસ્ટ વગેરેનેદરરોજ 1% હાયપોકલોરાઈટ સ્પ્રેનો ઉપયોગ કરીને રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમોટાપાયે જીવાણું રહિત કરવામાં આવી રહ્યા છે. શહેરે સકશન જેટીંગ મશીનો કે જે સામાન્ય રીતે આ હેતુ માટે કવર્ડ ડ્રેઈન ક્લિનીંગ માટે ઉપયોગમાં લેવાતા હતા તેને મોડિફાઇડ કર્યા છે.

લખનઉ

તમામ વોર્ડસ માટે ફોગીંગ અને સેનિટેશન કાર્ય ચાલુ, ઘન કચરાના વાહનોને નાગરિકોને મહત્વના સંદેશ પ્રત્યે જાગૃત બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

અલીગઢ

સમગ્ર શહેરને સ્વચ્છ કરવા/ફોગીંગ માટે વર્તમાન વાહનોનું મોડિફિકેશન. તમામ જાહેર સ્થળો– રોડસાઈડ, દુકાનો, દવાખાનાઓ, એટીએમ વગેરેનું મોટા પાયે જીવાણુંરહિત કરવાની પ્રક્રિયા.

બરેલી

શહેરને દિવસમાં બે વાર સ્વચ્છ કરવાની પ્રક્રિયા, તમામ વોર્ડને ફોગીંગ કરવામાં આવ્યા

મોરાદાબાદ

આવતા મુસાફરોના રહેઠાણ સ્થળો અને ઘરોને સ્વચ્છ કરવામાં આવ્યા, દર પંદર દિવસે સંપૂર્ણ શહેરનું ફોગીંગ.

મોરાદાબાદ

સમગ્ર શહેરને સ્વચ્છ કરવા માટે વિશેષ સફાઈ અભિયાન કાર્યક્રમ શહેરમાં ચાલી રહ્યો છે.

સહારનપુર

સમગ્ર જાહેર સ્થળો ઉપર જીવાણું નાશકોનો છંટકાવ કરવા માટે છ ભારે વાહનો અને 100થી વધુ હેન્ડ હેલ્ડ મશીનો લગાવવામાં આવ્યા છે.

તીરુપ્પુર

કોવિડ-19 વિરુદ્ધ લડવા માટે તીરુપ્પુર દ્વારા એક નવીન પ્રકારની જીવાણુંરહિત ટનલ બનાવવામાં આવી છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની યુવા પાંખ યંગ ઇન્ડિયન્સની સાથે મળીને જિલ્લા વહીવટીતંત્રએ આ ટનલની સ્થાપના કરી હતી. ‘જીવાણુંરહિત ટનલ’ એ કોરોના વાયરસના વધુ આગળ ફેલાવાને અટકાવવા માટે તીરુપ્પુર જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોનો એક ભાગ છે. જે લોકો બજારમાં પ્રવેશ કરે છે તેમને પોતાના હાથ ધોવાનું કહેવામાં આવે છે અને ત્રણથી ચાર સેકન્ડ સુધી ‘જીવાણુંરહિત ટનલ’માંથી પસાર થવાનું કહેવામાં આવે છે જે દરમિયાનતેમના માથા પર રહેલા સ્પ્રેયર્સ સુરક્ષાત્મક કેમિકલોનો છંટકાવ તેમની ઉપર કરે છે. એકવાર તેઓ ‘જીવાણુંનાશક ટનલ’માંથી બહાર આવે છે ત્યારબાદ મુલાકાતીઓને બજારમાં પ્રવેશવાની અનુમતી આપવામાં આવે છે.

રાજકોટ

રાજકોટ જાહેર શેરીઓ અને જાહેર સ્થળોને જીવાણું રહિત કરવા માટે હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર્સનો ઉપયોગ કરે છે. રાજકોટની શેરીઓ અને રસ્તાઓ ઉપર જીવાણું નાશકોનો છંટકાવ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર્સ (કૃષિ ક્ષેત્રમાં વાપરવામાં આવતા)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે આવા 14 વધુ મશીનો ટૂંક સમયમાં મેળવી લઈશું. આ રીતે શહેરના તમામ 18 વોર્ડને આવરી લેવામાં આવશે.

 

RP

******



(Release ID: 1612763) Visitor Counter : 337