નાગરિક ઉડ્ડયન મંત્રાલય

જાહેર અને ખાનગી એરલાઇન ઓપરેટરો તેમજ સંબંધિત એજન્સીઓ કોવિડ-19 સામેની લડાઇમાં સેવાના સહિયારા ઉદ્દેશ્યથી અવિરત કામ કરી રહી છે


તબીબી માલસામાન સલામતીના યોગ્ય માપદંડોનું પાલન કરીને પહોંચાડવામાં આવે છે

Posted On: 09 APR 2020 4:55PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં ICMR અને HLL તેમજ અન્યના કન્સાઇન્મેન્ટ સહિત આવશ્યક તબીબી પૂરવઠાના કન્સાઇન્મેન્ટની સતત ડિલિવરી કરવામાં આવી રહી છે. સ્થાનિક જાહેર અને ખાનગી એરલાઇન ઓપરેટરો જેમકે એર ઇન્ડિયા, ભારતીય વાયુ સેના, પવન હંસ, ઇન્ડિગો અને બ્લુ ડાર્ટ દ્વારા 08 એપ્રિલ 2020ના રોજ દવાઓ, ICMRના કન્સાઇન્મેન્ટ, HLLના કન્સાઇન્મેન્ટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો શ્રીનગર, કોલકાતા, ચેન્નઇ, બેંગલુરુ, ભૂવનેશ્વર અને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ આરોગ્ય મંત્રાલય, કાપડ મંત્રાલય, પોસ્ટ વિભાગ વગેરેના માલસામાનની ડિલિવરી માટે સંકલન કામગીરી કરી રહ્યું છે જેથી દેશના તમામ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાનો સહિયારો ઉદ્દેશ્ય સિદ્ધ થઇ શકે. વધુમાં, માલસામાનના એકત્રીકરણથી માંડીને ગંતવ્ય સ્થળ સુધી તેની ડિલિવરી માટેની સમગ્ર પરિવહન પ્રક્રિયા દરમિયાન દરેક તબક્કે સલામતીના પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે.

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા અંદાજે 248 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 167 ફ્લાઇટ્સનું પરિચાલન લાઇફલાઇન ઉડાન હેઠળ કરવામાં આવ્યું છે જેમાં કુલ 1,50,006 કિમી અંતર કાપવામાં આવ્યું છે.

ક્રમ

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

કુલ ફ્લાઇટ્સ

1

26.3.2020

02

--

-

-

02

04

2

27.3.2020

04

09

01

-

--

14

3

28.3.2020

04

08

-

06

--

18

4

29.3.2020

04

10

06

--

--

20

5

30.3.2020

04

-

03

--

--

07

6

31.3.2020

09

02

01

 

--

12

7

01.4.2020

03

03

04

--

-

10

8

02.4.2020

04

05

03

--

--

12

9

03.4.2020

08

--

02

--

--

10

10

04.4.2020

04

03

02

--

--

09

11

05.4.2020

--

--

16

--

--

16

12

06.4.2020

03

04

13

--

--

20

13

07.4.2020

04

02

03

--

--

09

14

08.4.2020

03

--

03

   

06

 

કુલ

56

46

57

06

02

167

 

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તરના પ્રદેશો અને અન્ય ટાપુ પ્રદેશો માટે એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ પ્રાથમિક તબક્કે જોડાણ કર્યું છે.

એર ઇન્ડિયા દ્વારા 08 એપ્રિલ 2020ના રોજ કોલંબો ખાતે 3.76 ટન પૂરવઠો લઇ જવામાં આવ્યો હતો. એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અન્ય દેશોમાં વાયુ માર્ગે લઇ જવા માટે સમયપત્રક અનુસાર સમર્પિત કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરશે.

સ્થાનિક કાર્ગો આપરેટર્સ: બ્લુ ડાર્ટ, સ્પાઇસજેટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 8 એપ્રિલ 2020 સુધીમાં 220 કાર્ગો વિમાનો ચલાવીને 2,99,775 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 1805.6 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 61 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 8 એપ્રિલ 2020 દરમિયાન 70 સ્થાનિક ઉડાન દ્વારા 67,273 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 1,075 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.

ઇન્ડિગો દ્વારા 3થી 8 એપ્રિલ 2020ના સુધીમાં કુલ 15 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 12,206 કિમીનું અંતર કાપીને 4.37 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

સ્પાઇસજેટ દ્વારા સ્થાનિક કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન (08.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

08-04-2020

11

100.63

10,329

 

સ્પાઇસજેટ દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન (08.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

08-04-2020

6

57.38

12,366

 

બ્લુ ડાર્ટ દ્વારા માલસામાનનું પરિવહન (08.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

08-04-2020

6

1,23.300

5,027.85

 

ઇન્ડિગો દ્વારા માલસામાનનું પરિવહન (08.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

 

15

4.37

12,206

 

(નોંધ – ઇન્ડિગો દ્વારા પરિવહન કરવામાં આવેલા વજનમાં વિનામૂલ્યે લઇ જવામાં આવતા તબીબી પૂરવઠાના સરકારી માલસામાનના કન્સાઇન્મેન્ટ પણ સામેલ છે.)

 

RP

****



(Release ID: 1612737) Visitor Counter : 183