PIB Headquarters

કોવિડ-19 પર PIBનું દૈનિક બુલેટીન

Posted On: 08 APR 2020 6:51PM by PIB Ahmedabad

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક)

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

અત્યાર સુધીમાં, દેશમાં કોવિડ-19ના 5194 કેસોની પુષ્ટિ થઇ છે અને 149 લોકોનાં મૃત્યુ નોંધાયા છે. 402 દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સરકાર રાજ્યો / કેન્દ્ર શાસિત કેન્દ્રો દ્વારા લૉકડાઉન અસરકારક અમલને સુનિશ્ચિત કરવા અને નાગરિકો દ્વારા સામાજિક અંતર જાળવવામાં આવે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કારણ કે તેનાથી જ COVID-19ના ચેપનો ફેલાવો નિયંત્રિત કરવામાં મદદ મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612343

પ્રધાનમંત્રીએ રાજકીય પક્ષોનાં નેતાઓ સાથે બેઠક કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સંસદમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા દરેકનું જીવન બચાવવાની છે. તેમણે કહ્યું કે, વર્તમાન સ્થિતિ માનવજાતના ઇતિહાસમાં યુગપરિવર્તક ઘટના છે અને આપણે એની અસરનો સામનો કરવા પરિવર્તન કરવું પડશે. તેમણે આ મહામારી સામેના સંઘર્ષમાં કેન્દ્ર સાથે સંયુક્તપણે કામ કરવાના રાજ્ય સરકારનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સંઘર્ષમાં તમામ રાજકીય પક્ષો એકમંચ પર આવ્યાં છે, જેથી દેશમાં રચનાત્મક અને સકારાત્મક રાજકારણ જોવા મળ્યું છે. નેતાઓએ નીતિ માપદંડો અંગે પ્રતિભાવો, સૂચનો આપ્યા હતા અને લૉકડાઉન તેમજ આગામી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612270

ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર દ્વારા કહ્યું કે કોવિડ-19 સામેની લડાઇ માટે લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1995 હેઠળની જોગવાઇઓનો ઉપયોગ કરીને આવશ્યક ચીજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે

દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે, આવશ્યક ચીજવસ્તુ (EC) અધિનિયમ 1995 હેઠળની જોગવાઇઓને ઉપયોગ કરીને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તાકીદના ધોરણે પગલાં લેવામાં આવે. આ પગલામાં સ્ટોકની મર્યાદા નિર્ધારિત કરવી, મહત્તમ કિંમતો નક્કી કરવી, ઉત્પાદન વધારવું, વિક્રેતાઓના ખાતાની તપાસ અને અન્ય પગલાં સામેલ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612170

આવકવેરા વિભાગે આવકવેરા સાથે સંબંધિત રૂ. 5 લાખ સુધીનાં તમામ રિફંડની ચૂકવણી કરવાનો નિર્ણય લીધો; જીએસટી અને કસ્ટમના તમામ રિફંડ ચૂકવવા મંજૂરી; એમએસએમઈ સહિત આશરે 1 લાખ કંપનીઓને લાભ થશે

આશરે 14 લાખ કરદાતાઓને લાભ થશે; તાત્કાલિક ધોરણે રૂ. 18,000 કરોડનું કુલ રિફંડ આપવાની મંજૂરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612308

ભારતીય રેલવેએ કોવિડ-19નો પડકાર ઝીલવા 2500થી વધારે ડૉક્ટરો અને 35000 પેરામેડિક સ્ટાફને તૈનાત કરશે

કોવિડ-19 સામે સંઘર્ષને જાળવી રાખીને ભારતીય રેલવેએ ભારત સરકારનાં હેલ્થકેર પ્રયાસોમાં પૂરક બનવા શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રકારનાં વિવિધ પગલાંઓમાં કોવિડ-19 સામે જરૂરિયાતો પૂર્ણ કરવા હાલની રેલવે હોસ્પિટલોને સજ્જ કરવી, કટોકટીની જરૂરિયાતો પૂર્ણ કરવા હોસ્પિટલના બેડ અંકિત કરવા, વધારાનાં ડૉક્ટર અને પેરામેડિક્સની ભરતી કરવી, આઇસોલેશન કોચ તરીકે પેસેન્જર કોચમાં સુધારો કરવો, તબીબી ઉપકરણોની ઉપલબ્ધતા કરવી, પીપીઇ અને વેન્ટિલેટર્સ વગેરેનું ઇન-હાઉસ ઉત્પાદન કરવું સામેલ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612306

કોરોનાવાયરસ (કોવિડ-19) સામેની લડાઇમાં ભારતીય વાયુ સેનાનો સતત સહકાર

છેલ્લા કેટલાક દિવસમાં ભારતીય વાયુ સેનાએ નોડલ પોઇન્ટ્સથી પૂર્વોત્તરમાં મણીપૂર, નાગાલેન્ડ અને ગંગટોક પ્રદેશો સુધી; તેમજ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવશ્યક તબીબી વસ્તુઓનો પૂરવઠો એરલિફ્ટ કર્યો છે. આ ઉપરાંત, 06 એપ્રિલ 2020ના રોજ An-32 એરક્રાફ્ટ દ્વારા ચેન્નઇથી ભૂવનેશ્વર સુધી ICMRના 3500 કિલો તબીબી ઉપકરણોના જથ્થાને પહોંચાડવામાં આવ્યો હતો. ઓડિશામાં પરીક્ષણની લેબ અને સુવિધા ઉભી કરવા માટે આ જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612071

લાઇફલાઇન ઉડાનના વિમાનો દ્વારા 7 એપ્રિલ સુધીમાં દેશભરમાં 39 ટનથી વધુ તબીબી ચીજોનો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો

લાઇફલાઇન ઉડાન વિમાનો દ્વારા 7 એપ્રિલ 2020 સુધીમાં સમગ્ર દેશમાં 39.3 ટન તબીબી ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે. કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન આ વિમાનોમાં કુલ 240 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 161 ફ્લાઇટ્સ લાઇફલાઇન ઉડાન અંતર્ગત ચલાવવામાં આવી છે જેણે 1,41,080 કિમી અંતર કાપ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612307

લૉકડાઉન દરમિયાન શણની મિલો બંધ રહેવાથી અનાજના પેકેજીંગની સમસ્યા નિવારવા કાપડ મંત્રાલયે HDPE / PP બેગની મર્યાદા વધારી

કાપડ મંત્રાલયે લૉકડાઉનમાં શણની મિલો બંધ રહેવાને કારણે તથા ઘઉંની ખેતી કરતા ખેડૂતોનાં હિત જાળવી રાખવા માટે અને અનાજના સંગ્રહ માટે ઉભુ થયેલુ સંકટ નિવારવા તેમજ અનાજ ભરવા માટે વૈકલ્પિક પેકેજીંગ બેગ ઉપલબ્ધ થાય તે હેતુથી તા. 26 માર્ચ, 2020ના રોજ એચડીપીઈ/ પીપી બેગની મર્યાદા ગાંસડીની મહત્તમ છૂટ આપવા પાત્ર મર્યાદા 1.80 લાખ ગાંસડી કરી હતી તે નિયમ પણ હળવો કરીને તા. 6 માર્ચ, 2020ના રોજ 2.62 લાખ ગાંસડી જેટલી કરીને વધુ છૂટ આપી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612102

શ્રી અર્જૂન મુંડાએ ગૌણ વન પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ માટે રાજ્યની નોડલ એજન્સીઓને સલાહ આપવા અંગે મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો

આદિજાતિ બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી અર્જૂન મુંડાએ 15 રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્ય નોડલ એજન્સીઓને લઘુતમ ટેકાના ભાવ (MSP)થી ગૌણ વન પેદાશો (MFP)ની પ્રાપ્તિ કામગીરી હાથ ધરવા માટે સલાહ આપવામાં આવે. આ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ; ગુજરાત; મધ્યપ્રદેશ; કર્ણાટક; મહારાષ્ટ્ર; આસામ; આંધ્રપ્રદેશ; કેરળ; મણીપૂર; નાગાલેન્ડ; પશ્ચિમ બંગાળ; રાજસ્થાન; ઓડિશા; છત્તીસગઢ; અને ઝારખંડ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612285

કોવિડ-19ના કારણે લૉકડાઉન વચ્ચે FCI24 માર્ચથી 14 દિવસ દરમિયાન સમગ્ર દેશમાં કુલ 20.19 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નના પરિવહન માટે 721 રેક દોડાવ્યા

કોવિડ-19 સામેની લડાઇમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી 24.03.2020 પછી છેલ્લા 14 દિવસમાં FCI દ્વારા દરરોજ સરેરાશ 1.44 લાખ મેટ્રિક ટનનું પરિવહન કરવામાં આવે છે. જ્યારે FCI દ્વારા લૉકડાઉન પૂર્વે સરેરાશ દરરોજ 0.8 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવતું હતું. દેશભરમાં 06.04.2020 સુધીમાં લગભગ 18.42 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન લઇ જવા માટે કુલ 658 રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612127

કેન્દ્રીય કૃષિ મંત્રીએ લૉકડાઉન દરમિયાન ખેડૂતોને મુશ્કેલીમાંથી બચાવવા વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી

શ્રી તોમરે કંટ્રોલ રૂમ બનાવી નિયમિતપણે દેખરેખ રાખવાના આદેશ આપ્યા; ખેત પેદાશો અને અન્ય સંલગ્ન વસ્તુઓની હેરફેર વિના અવરોધે થવી જોઈએ તેમ કહ્યું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612171

ડૉ. જીતેન્દ્રસિંહે કોવિડ-19ના પગલે કેન્દ્રીય ભંડાર દ્વારા તૈયાર કરવામાં આવેલી 2200 આવશ્યક ચીજવસ્તુની કીટ્સ દિલ્હીમાં જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવા માટે આપી

ડૉ. જીતેન્દ્રસિંહે કોવિડ-19ના પગલે કેન્દ્રીય ભંડાર દ્વારા તૈયાર કરવામાં આવેલી 2200 આવશ્યક ચીજવસ્તુની કીટ્સ દિલ્હીમાં જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવા માટે આપી. દરેક કીટમાં 9 વસ્તુઓ સમાવવામાં આવી છે જે એક જરૂરિયાતમંદ પરિવાર માટે થોડા સમય સુધી મદદરૂપ થઇ શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612282

કોરોના વાયરસના દર્દીઓને ચકાસવા માટે શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ ટેલિફોન બૂથ જેવુ પરિક્ષણ બૂથ વિકસાવ્યુ

દર્દીને સીધા સંપર્ક વગર ચકાસવા માટે આ નવતર પ્રકારનુ ચેપમુક્ત તપાસ બૂથ ટેલિફોન બૂથની જેમ બંધ હોય છે, જેથી દર્દીને સીધા સંપર્ક વગર તપાસી શકાય છે અને ડૉકટરને ચેપ પ્રસરતો અટકે છે. આ બૂથ લેમ્પ, ટેબલ ફેન, રેક અને અલ્ટ્રાવાયોલેટ (UV) પ્રકાશથી સજજ હોય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612278

 

******

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

પૂર્વોત્તર પ્રદેશ

 • અરૂણાચલ સરકારે ક્વૉરેન્ટાઇનમાં રહેલા લોકોને મદદ કરવા માટે કોવિડ કેર એપ્લિકેશન શરૂ કરી.
 • આસામમાં કોવિડ-19ની કટોકટી વચ્ચે કેટલાક ઇસ્લામિક સંગઠનોએ રાજ્યમાં સમગ્ર મુસ્લિમ સમાજને અપીલ કરી કે, શબ-એ-બારાત ઘરે કરો.
 • મણીપૂરના મુખ્યમંત્રીએ કોવિડ-19ને નિયંત્રણમાં લાવવા માટે લૉકડાઉનનો સમય વધારવા પ્રધાનમંત્રીને અપીલ કરી.
 • મેઘાલયમાં કેદીઓને મહામારીથી બચાવવા માટે જેલમાં આઇસોલેશન સેલ તૈયાર કરવામાં આવ્યા.
 • મિઝોરમના કોલાસીબમાં આંગણવાડી વર્કરો આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મચારીઓ માટે માસ્ક સીવીને યોગદાન આપી રહ્યા છે.
 • નાગાલેન્ડમાં ખ્રિસ્તી બહુમતી વિસ્તારોમાં ચર્ચોએ 12મી એપ્રિલે ઇસ્ટરની ઉજવણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો.
 • સિક્કીમમાં શાળાઓને નિર્દેશ કરવામાં આવ્યા કે રાજ્ય સરકારના ઑનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવે જેથી વિદ્યાર્થીઓનું ઇ-શિક્ષણ શરૂ થઇ શકે.

 

પશ્ચિમ પ્રદેશ

 • ગુજરાતના જામનગર જિલ્લામાં 5 એપ્રિલના રોજ કોવિડ-19થી ચેપગ્રસ્ત થયેલા 14 મહિનાના બાળકનું એક કરતા વધુ અંગો નિષ્ક્રિય થતા મૃત્યુ થયું જે ભારતમાં સૌથી નાના કોરોના પીડિત દર્દીનું મોત છે. આ બાળક વિસ્થાપિત શ્રમિક દંપતીનું સંતાન હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં 179 લોકોને પોઝિટીવ રિપોર્ટ આવ્યો.
 • મધ્યપ્રદેશ સરકારે આજથી આવશ્યક સેવા વ્યવસ્થાપન અધિનિયમ (ESMA)નો અમલ શરૂ કર્યો. ESMAથી રાજ્ય સરકારને સમગ્ર રાજ્યમાં કોવિડ-19 મહામારીના કારણે વિતરણ વ્યવસ્થામાં થયેલા વિપેક્ષમાં લઘુતમ સ્થિતિમાં આવશ્યક સેવાઓ એકસમાન રીતે પૂરી પાડવામાં મદદ મળશે.
 • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજસ્થાનમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત વધુ 40 દર્દી નોંધાયા. રાજસ્થાનમાં કોરોના વાયરસથી કુલ 328 દર્દીઓ અસરગ્રસ્ત. જયપૂરમાં સૌથી વધુ  54 પોઝિટીવ કેસ નોંધાયા.
 • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મેડિકલ કોર્પ્સ, નિવૃત્ત નર્સ અને વૉર્ડ્સ તરીકે કામ કર્યું હોય તેવા સૈન્યના નિવૃત્ત જવાનોને વિનંતી કરી કે કોવિડ-19 સામેની લડાઇમાં કોરોના યોદ્ધા તરીકે તેઓ જોડાય. તેમણે સમગ્ર મુંબઇમાં તાવ ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી જેથી કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો પરથી કામનું ભારણ ઘટે.

દક્ષિણ પ્રદેશ

 • કેરળ: રાજ્યમાં લૉકડાઉનમાં હળવી રાહત આપવામાં આવી. સરકારે ગુરુવાર અને રવિવારના રોજ વાહનોના વર્કશોપ ખોલવાની મંજૂરી આપી. મંત્રીમંડળે કસારાગોડ MC ખાતે 273 નવી પોસ્ટ તૈયાર કરવાની મંજૂરી આપી.
 • તામિલનાડુ: સરકારે ઇન્વેસિવ વેન્ટિલેટર્સ, N95 માસ્ક, એન્ટી વાયરલ અને એન્ટી મેલેરિયલ દવાઓ, RT-PCR પરીક્ષણ કીટ્સ, PPE વગેરેના ઉત્પાદનમાં સંકળાયેલા MSME માટે સબસિડી અને છુટછાટની જાહેરાત કરી.
 • આંધ્રપ્રદેશ: આજે 15 નવા કેસ નોંધાયા. કુલ કેસની સંખ્યા વધીને 329 થઇ; રાજ્યમાં 63 હોટસ્પોટ ઓળખી કાઢવામાં આવ્યા
 • તેલંગાણા: રાજ્યમાં વાયરસનો ફેલાવો તપાસવા માટે 100 હોટસ્પોટ ઓળખી કાઢવામાં આવ્યા; આ વિસ્તારોમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. હૈદરાબાદમાં ગાચીબોલી સ્પોર્ટ્સ વિલેજ ખાતે 1500 બેડની નવી કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.
 • કર્ણાટક: આજે અત્યાર સુધીમાં નવા 6 પોઝિટીવ કેસ નોંધાયા. કુલ પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 181; 4નાં મોત; 28 સાજા થયા.

Fact Check on #Covid19

*****

RP(Release ID: 1612388) Visitor Counter : 62