પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને સ્લોવાક રિપબ્લિકનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન - "ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ" એનાયત કરવામાં આવ્યું

प्रविष्टि तिथि: 15 JUN 2026 11:35PM by PIB Ahmedabad

એક ખાસ સમારંભમાં, સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનું સર્વોચ્ચ રાજ્ય સન્માન, "ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ" એનાયત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ ખાસ સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને સ્લોવાકિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એવોર્ડ સ્વીકારતા તેમણે કહ્યું કે આ સન્માન ભારતના 1.4 અબજ લોકો અને ભારત અને સ્લોવાકિયા વચ્ચેના મિત્રતાના અતૂટ બંધનોને સમર્પિત છે.

આ એવોર્ડને ભારત અને સ્લોવાકિયાના લોકોને બાંધતા સ્નેહ, વિશ્વાસ અને આત્મીયતાનું પ્રતીક ગણાવતા, પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે આ સન્માન બંને દેશોની ભાવિ પેઢીઓને તેમની ખાસ મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરણા આપશે.

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2273390) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Telugu , Kannada , Malayalam