પ્રધાનમંત્રીનું કાર્યાલય
હ્યુન્ડાઈ મોટર ગ્રુપના શ્રી યુઈસુન ચુંગ પ્રધાનમંત્રીને મળ્યા
પોસ્ટેડ ઓન:
24 OCT 2024 8:53PM by PIB Ahmedabad
હ્યુન્ડાઈ મોટર ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી યુઈસુન ચુંગ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર એ ભારતનું આર્થિક પાવરહાઉસ છે અને હ્યુન્ડાઈ ગ્રુપ જેવા મોટા રોકાણોથી રાજ્યના લોકોને ઘણો ફાયદો થશે.
X પર હ્યુન્ડાઈ ઈન્ડિયા હેન્ડલની પોસ્ટનો જવાબ આપતા, તેમણે લખ્યું:
“થોડા દિવસો પહેલા શ્રી યુઇસુન ચુંગને મળીને આનંદ થયો. રોકાણ કરવા માટે ભારત ખરેખર આદર્શ સ્થળ છે. પુણેમાં પ્લાન્ટ પ્રત્યે હ્યુન્ડાઈનો ઉત્સાહ જોઈને પણ મને આનંદ થાય છે. મહારાષ્ટ્ર ભારતનું આર્થિક પાવરહાઉસ છે અને આના જેવા મોટા રોકાણથી રાજ્યના લોકોને ઘણો ફાયદો થશે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2068001)
મુલાકાતી સંખ્યા : 109
આ રીલીઝ વાંચો:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam