પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોલેન્ડના વોર્સોમાં કોલ્હાપુર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી
પોસ્ટેડ ઓન:
21 AUG 2024 10:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોમાં કોલ્હાપુર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે આ સ્મારક કોલ્હાપુરના મહાન રાજવી પરિવારને શ્રદ્ધાંજલિ છે. આ રાજવી પરિવાર બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાઓને કારણે વિસ્થાપિત પોલિશ મહિલાઓ અને બાળકોને આશ્રય આપવામાં મોખરે હતો, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોથી પ્રેરિત, કોલ્હાપુરના મહાન રાજવી પરિવારે માનવતાને દરેક વસ્તુથી ઉપર મૂકી અને પોલિશ મહિલાઓ અને બાળકો માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
વોર્સોમાં કોલ્હાપુર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી. આ સ્મારક કોલ્હાપુરના મહાન રાજવી પરિવારને શ્રદ્ધાંજલિ છે. આ શાહી પરિવાર બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાઓને કારણે વિસ્થાપિત પોલિશ મહિલાઓ અને બાળકોને આશ્રય આપવામાં મોખરે હતો. છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોથી પ્રેરિત, કોલ્હાપુરના મહાન શાહી પરિવારે માનવતાને દરેક વસ્તુથી ઉપર મૂકી અને પોલિશ મહિલાઓ અને બાળકો માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું. કરુણાનું આ કાર્ય પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.”
AP/GP/JD
(રીલીઝ આઈડી: 2047456)
મુલાકાતી સંખ્યા : 121
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam