પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં સિલ્વર જીતવા બદલ નિતેશ કુમારને અભિનંદન પાઠવ્યા

Posted On: 27 OCT 2023 7:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL3 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નિતેશ કુમારને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કુમારના પરાક્રમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL3માં સિલ્વર મેડલ જીતવા બદલ નિતેશ કુમારને અભિનંદન!

તેના પરાક્રમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દરેક સ્ટ્રોકમાં સ્પષ્ટ છે.

આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1972324) Visitor Counter : 100