પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પેરા બેડમિન્ટન મહિલા ડબલ્સ SH6 ઇવેન્ટમાં બ્રોન્ઝ માટે નિત્યા શ્રી સિવાન અને રચના પટેલને અભિનંદન પાઠવ્યા

Posted On: 26 OCT 2023 9:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સની પેરા બેડમિન્ટન મહિલા ડબલ્સ SH6 ઈવેન્ટમાં બ્રોન્ઝ માટે નિત્યા શ્રી સિવાન અને રચના પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"@07nithyasre અને રચના પટેલને એશિયન પેરા ગેમ્સમાં પેરા બેડમિન્ટન વિમેન્સ ડબલ્સ SH6 ઇવેન્ટમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન.

આ સિદ્ધિ તેમના કૌશલ્ય અને તેમની ટીમ વર્કની શક્તિને કારણે છે. આગામી પ્રયત્નો માટે શુભેચ્છાઓ."

CB/GP/JD



(Release ID: 1971705) Visitor Counter : 86