પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્ક્વોશ મેન્સ સિંગલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સૌરવ ઘોષાલની પ્રશંસા કરી

Posted On: 05 OCT 2023 9:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં સ્ક્વોશ મેન્સ સિંગલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સૌરવ ઘોષાલને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યુઃ

"સ્ક્વોશ મેન્સ સિંગલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ આપણા ચેમ્પિયન ખેલાડી @ SauravGhosal ને શુભેચ્છા. રમતમાં તેના કૌશલ્ય અને નિશ્ચયના અદભૂત પ્રદર્શનથી આ શક્ય બન્યું. આ પોડિયમ ફિનિશ તેની અતૂટ પ્રતિબદ્ધતા અને શિસ્તનું પ્રમાણ છે."

CB/GP/JD



(Release ID: 1964838) Visitor Counter : 110