પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં દાયકાઓ પછી અશ્વારોહણ ડ્રેસેજ ટીમ દ્વારા ઐતિહાસિક ગોલ્ડ મેડલની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
26 SEP 2023 4:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં 41 વર્ષ પછી અશ્વારોહણ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ હૃદય છેડા, અનુષ અગ્રવાલા, સુદીપ્તિ હજેલા અને દિવ્યકૃત સિંહને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
"તે અત્યંત ગર્વની વાત છે કે ઘણા દાયકાઓ પછી, આપણી અશ્વારોહણ ડ્રેસેજ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે!
હૃદય છેડા, અનુષ અગ્રવાલ, સુદીપ્તિ હજેલા અને દિવ્યકૃત સિંઘે અપ્રતિમ કૌશલ્ય, ટીમ વર્કનું પ્રદર્શન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
હું આ ઐતિહાસિક સિદ્ધિ માટે ટીમને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1960898)
મુલાકાતી સંખ્યા : 171
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam