મંત્રીમંડળ

કેન્દ્રીય મંત્રીમંડળે બીએસએનએલને 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણીને મંજૂરી આપી


ત્રીજા પુનરુત્થાન પૅકેજનો ખર્ચ રૂ.89,047 કરોડ થાય છે

બીએસએનએલની અધિકૃત મૂડી રૂ.1,50,000 કરોડથી વધારીને રૂ.2,10,000 કરોડ કરવામાં આવશે

Posted On: 07 JUN 2023 2:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરીને બીએસએનએલ માટે ત્રીજાં પુનરુત્થાન પૅકેજને મંજૂરી આપી દીધી છે, જેમાં કુલ રૂ. 89,047 કરોડનો ખર્ચ થશે. તેમાં બીએસએનએલ માટે મૂડી ઉમેરવા મારફતે 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણી સામેલ છે.

બીએસએનએલની અધિકૃત મૂડી રૂ. 1,50,000 કરોડથી વધારીને રૂ. 2,10,000 કરોડ કરવામાં આવશે.

આ રિવાઇવલ પૅકેજ સાથે બીએસએનએલ એક સ્થિર ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર તરીકે ઉભરી આવશે, જે ભારતનાં દૂર-સુદૂરનાં વિસ્તારોમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સ્પેક્ટ્રમની વિગતો નીચે મુજબ છે:

 

બૅન્ડ

ફાળવાયેલ સ્પેક્ટ્રમ

અંદાજપત્રીય મદદ

700 મેગા હર્ટ્ઝ

22 એલએસએમાં જોડી બનાવી 10 મેગા હર્ટ્ઝ

રૂ. 46,338.60 કરોડ

3300 મેગા હર્ટ્ઝ

22 એલએસએમાં જોડી બનાવી 70 મેગા હર્ટ્ઝ

રૂ. 26,184.20 કરોડ

26 GHz

21 એલએસએમાં જોડી બનાવી 800 મેગા હર્ટ્ઝ અને 1 એલએસએમાં જોડી બનાવી 650 મેગા હર્ટ્ઝ

રૂ. 6,564.93 કરોડ

2500 મેગા હર્ટ્ઝ

6  એલએસએમાં જોડી બનાવી 20 મેગા હર્ટ્ઝ અને 10 મેગા હર્ટ્ઝ 2 એલએસએમાં જોડી બનાવીને

રૂ. 9,428.20 કરોડ

 

વિવિધ વસ્તુઓ

રૂ. 531.89 કરોડ

કુલ

રૂ. 89,047.82 કરોડ

આ સ્પેક્ટ્રમ ફાળવણી સાથે, બીએસએનએલ નીચે મુજબ કરી શકશે:

    1. સમગ્ર ભારતમાં ૪ જી અને ૫ જી સેવાઓ પૂરી પાડશે.
    2. વિવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ હેઠળ ગ્રામીણ અને આવરી ન લેવાયેલાં ગામોમાં ૪જી કવરેજ પ્રદાન કરવું.
    3. હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (એફડબલ્યુએ) સેવાઓ પૂરી પાડવી.
    4. કૅપ્ટિવ નોન-પબ્લિક નેટવર્ક (સીએનપીએન) માટે સેવાઓ /સ્પેક્ટ્રમ પ્રદાન કરવું.

બીએસએનએલ/એમટીએનએલનું પુનરુત્થાન:

  • સરકારે વર્ષ 2019માં બીએસએનએલ/એમટીએનએલ માટે પ્રથમ રિવાઇવલ પૅકેજને મંજૂરી આપી હતી. તે રૂ. 69,000 કરોડનું હતું અને તેણે બીએસએનએલ/એમટીએનએલમાં સ્થિરતા લાવી હતી.
  • • વર્ષ 2022માં સરકારે બીએસએનએલ/એમટીએનએલ માટે રૂ. 1.64 લાખ કરોડનાં બીજાં રિવાઇવલ પૅકેજને મંજૂરી આપી હતી. તેમાં કેપેક્સ માટે નાણાકીય સહાય, ગ્રામીણ લેન્ડલાઇન્સ માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ, બેલેન્સશીટ પર દબાણ ઘટાડવા માટે નાણાકીય સહાય, અને એજીઆરની બાકી નીકળતી રકમની પતાવટ, બીબીએનએલનું બીએસએનએલમાં મર્જર વગેરે પૂરું પાડવામાં આવ્યું હતું.
  • આ બંને પૅકેજનાં પરિણામે બીએસએનએલે નાણાકીય વર્ષ 2021-22થી ઓપરેટિંગ પ્રોફિટ કમાવવાનું શરૂ કરી દીધું છે. બીએસએનએલનું કુલ દેવું રૂ. 32,944 કરોડથી ઘટીને રૂ. 22,289 કરોડ થયું છે.
  • બીએસએનએલની મુખ્ય નાણાકીય બાબતો નીચે મુજબ છે:
 

નાણાકીય વર્ષ  2020-21

નાણાકીય વર્ષ  2021-22

નાણાકીય વર્ષ  2022-23

આવક

18,595 કરોડ

19,053 કરોડ

20,699 કરોડ

કાર્યકારી નફો

1,177 કરોડ

944 કરોડ

1,559 કરોડ

 

  • બીએસએનએલે હોમ ફાઇબર સેગ્મેન્ટમાં મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. તે દર મહિને ૧ લાખથી વધુ નવાં જોડાણો પ્રદાન કરે છે. મે ૨૦૨૩માં બીએસએનએલનો કુલ હોમ ફાઇબર ગ્રાહકોનો આધાર ૩૦.૮૮ લાખ છે. ગયા વર્ષે હોમ ફાઇબરમાંથી કુલ આવક રૂ. 2,071 કરોડ હતી.

સ્વદેશી 4G/5G ટેક્નૉલોજી

  • ટેલિકોમ ટેક્નૉલોજી એ વ્યૂહાત્મક ટેક્નૉલોજી છે, જે વિશ્વમાં મર્યાદિત સંખ્યામાં એન્ડ-ટુ-એન્ડ ટેક્નૉલોજી પ્રદાતાઓ ધરાવે છે.
  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર વિઝન હેઠળ ભારતની પોતાની 4G/5G ટેક્નૉલોજી સ્ટેકને સફળતાપૂર્વક વિકસાવવામાં આવી છે.
  • ગોઠવણી શરૂ થઈ ગઈ છે. કેટલાક મહિનાઓના ફિલ્ડ ડિપ્લોયમેન્ટ બાદ તેને સમગ્ર બીએસએનએલ નેટવર્ક પર દેશમાં ઝડપથી શરૂ કરવામાં આવશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1930479) Visitor Counter : 203