પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ મંત્રાલયે વ્યૂહાત્મક રીતે-મહત્વના 928 લાઇન રિપ્લેસમેન્ટ યુનિટ્સ/સબ-સિસ્ટમ્સ/સ્પેર્સ અને ઘટકોની 4થી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિને મંજૂરી આપી

પ્રધાનમંત્રીએ તેને સંરક્ષણ ક્ષેત્ર માટે સકારાત્મક વિકાસ ગણાવ્યો

Posted On: 16 MAY 2023 9:39AM by PIB Ahmedabad

એક ટ્વીટમાં, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન, શ્રી રાજનાથ સિંહે માહિતી આપી છે કે 928 વ્યૂહાત્મક રીતે-મહત્વના લાઇન રિપ્લેસમેન્ટ યુનિટ્સ (LRUs)/સબ-સિસ્ટમ્સ/સ્પેર્સ અને ઘટકોની ચોથી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ (PIL) મંજૂર કરવામાં આવી છે. આ યાદીમાં રૂ. 715 કરોડના મૂલ્યની આયાત અવેજીકરણ કિંમત સાથે ઉચ્ચ સ્તરની સામગ્રી અને સ્પેરનો સમાવેશ થાય છે.

શ્રી રાજનાથ સિંહના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;

સંરક્ષણ ક્ષેત્ર માટે સકારાત્મક વિકાસ. આ આત્મનિર્ભર ભારત પ્રત્યેના આપણા સંકલ્પને બળ આપશે અને સ્થાનિક ઉદ્યોગસાહસિક પ્રતિભાને પ્રોત્સાહિત કરશે.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1924382) Visitor Counter : 185