પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉજ્જવલા સબસિડી પરના આજના નિર્ણયથી પરિવારના બજેટમાં ઘણી સરળતા આવશે: પ્રધાનમંત્રી શ્રી


પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો વિવિધ ક્ષેત્રોને હકારાત્મક અસર કરશે, આપણા નાગરિકોને રાહત આપશે: પીએમ

Posted On: 21 MAY 2022 8:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું છે કે ઉજ્જવલા સબસિડી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગેના આજના નિર્ણયોથી વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર પડશે, આપણા નાગરિકોને રાહત મળશે અને વધુ ‘ઇઝ ઓફ લિવિંગ’ થશે.

નિર્ણયો અંગે નાણામંત્રીના ટ્વીટ્સને ટાંકીને પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"અમારા માટે હંમેશા લોકો પ્રથમ છે!

આજના નિર્ણયો, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડા સાથે સંબંધિત નિર્ણયો વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર કરશે, આપણા નાગરિકોને રાહત આપશે અને વધુ ‘ઇઝ ઓફ લિવિંગ’ કરશે.”

"ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીયોને, ખાસ કરીને મહિલાઓને મદદ કરી છે. ઉજ્જવલા સબસિડી અંગેનો આજનો નિર્ણય કૌટુંબિક બજેટને મોટા પ્રમાણમાં સરળ બનાવશે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1827243) Visitor Counter : 205