નાણા મંત્રાલય
પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર યોજનામાં આર્થિક પરિવર્તનની સાથે એન્જિન-સડક, રેલવે, એરપોર્ટસ, બંદર, જાહેર પરિવહન, જળમાર્ગ અને નિર્બાધ બહુઆયામી સંપર્ક અને લોજિસ્ટિક દક્ષતાને સામેલ કરાશે
રાષ્ટ્રીય રાજમાર્ગ નેટવર્કને વર્ષ 2022-23માં 25000 કિમી સુધી વિસ્તારિત કરવામાં આવશે
તમામ હિતધારકોને રિયલ ટાઈમ માહિતી પ્રદાન કરવા માટે એપ્લિકેશન પ્રોગ્રામિક ઈન્ટરફેસ (એપીઆઈ) માટે એકીકૃત લોજિસ્ટિક ઈન્ટરફેસ પ્લેટફોર્મ (યુએલઆઈપી) તૈયાર કરાયું
વર્ષ 2022-23માં પીપીપી મોડલના માધ્યમથી ચાર સ્થળો પર મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે
સ્થાનિક વ્યવસાય અને સપ્લાઈ ચેઈનની સહાયતા માટે એક સ્થળ-એક ઉત્પાદનની અવધારણને લોકપ્રિય બનાવવામાં આવશે
કવચ અંતર્ગત 2000 કિમીના રેલવે નેટવર્કને લાવવામાં આવશે, 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનોનું વિનિર્માણ કરાશે
આગામી ત્રણ વર્ષો દરમિયાન મલ્ટીમોડલ લોજિસ્ટિક સુવિધાઓ માટે 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે
રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમને પીપીપી મોડના માધ્યમથી ચલાવવામાં આવશે
વર્ષ 2022-23માં 60 કિમીની 8 રોપવે પરિયોજનાઓ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે
Posted On:
01 FEB 2022 12:49PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં તથા કોર્પોરેટ કાર્યમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરતા કહ્યું કે પીએમ ગતિશક્તિ આર્થિક વૃદ્ધિ અને સતત વિકાસની દિશામાં એક પરિવર્તનકારી પદ્ધતિ છે. આ પદ્ધતિનું સંચાલન સાત એન્જિનો-સડક, રેલવે, એરપોર્ટ, બંદરો, જાહેર પરિવહન, જળમાર્ગ અને લોજિસ્ટિક અવસંરચનાથી થાય છે. કેન્દ્રીય નાણાં મંત્રીએ કહ્યું કે આ સાતેય એન્જિનો એક સાથે મળીને અર્થવ્યવસ્થાને આગળ લઈ જશે. આ એન્જિનોની સહાયતા કરવામાં ઊર્જા પારેષણ, આઈટી સંચાર, ભારે માત્રામાં જળ તેમજ જળ નિકાસ તથા સામાજિક અવસંરચનાઓ પોતાની પૂરક ભૂમિકા અદા કરે છે. તેમણે કહ્યું કે આ ઉત્પાદનને સ્વચ્છ ઊર્જા અને સૌનો પ્રયાસ, જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્રોને સંયુક્ત પ્રયાસ સામેલ છે જેનાથી શક્તિ મળે છે અને તેના પરિણામ સ્વરૂપ વ્યાપક સ્તર પર રોજગારી સર્જન થઈ શકે છે તથા ખાસ કરીને યુવાનો માટે ઉદ્યમની તકોનું પણ સર્જન થઈ શકે છે.
પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર યોજનાઃ
નાણાં મંત્રીએ કહ્યું કે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર યોજનામાં આર્થિક પરિવર્તનના સાત એન્જિન, નિર્બાંધ, બહુવિધ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક દક્ષતા શક્તિ છે. તેમાં ગતિશક્તિ માસ્ટર પ્લાન અનુસાર રાજ્ય સરકારો દ્વારા તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સામેલ હશે. તેનું ધ્યાન પ્લાનિંગ નવોન્મેષી રીતે વિત્તપોષણ, ટેકનોલોજીના ઉપયોગ અને વધુ ઝડપથી ક્રિયાન્વયન પર કેન્દ્રીત હશે.
શ્રીમતી સીતારમણે કહ્યું કે રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપ લાઈનમાં આ 7 એન્જિનોને સંબંધિત પરિયોજનાઓ પીએમ ગતિશક્તિ ફ્રેમવર્કની સાથે જોડવામાં આવશે. માસ્ટર પ્લાનની વિશેષતા વિશ્વસ્તરીય આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો અને વસ્તુઓ બંનેના આવાગમનના વિવિધ માધ્યમો અને પરિયોજનાઓના લોકેશન વચ્ચે લોજિસ્ટિક સમન્વય કરવાનું રહેશે. તેમણે કહ્યું કે આ ઉત્પાદકતાને વધારવા, આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ઝડપ લાવવામાં મદદ મળશે.
સડક પરિવહનઃ
નાણાં મંત્રીએ કહ્યું કે વર્ષ 2022-23માં એક્સપ્રેસ માર્ગ માટે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનનું પ્રતિપાદન કરવામાં આવશે કે જેથી લોકો અને વસ્તુઓનું વધુ ઝડપથી આવાગમન થઈ શકે. વર્ષ 2022-23માં રાષ્ટ્રીય રાજમાર્ગ નેટવર્કમાં 25000 કિમીનું વિસ્તરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિત્તપોષણના નવોન્મેષી ઉપાયોથી 20000 કરોડ રૂપિયા એકત્ર કરાશે કે જેથી જાહેર સંસાધનોને પૂરા કરી શકાય.
વસ્તુ અને લોકોનું નિર્બાધ બહુ-આયામી આવાગમનઃ
શ્રીમતી સીતારમણે કહ્યું કે તમામ માધ્યમોના ઓપરેટરોને ડેટા એક્સચેન્જ, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (એપીઆઈ) માટે અભિકલ્પિત, એકીકૃત લોજિસ્ટિક ઈન્ટરફેસ પ્લેટફોર્મ (યુએલઆઈપી) પર લાવવામાં આવશે. તેનાથી વિવિધ માધ્યમો દ્વારા વસ્તુઓનાં કુશળ આવાગમન, લોજિસ્ટિક ખર્ચ અને સમય ઘટાડવામાં, યથા સમય ઈન્વેન્ટરી મેનેજમેન્ટમાં સહાયતા કરવા અને અપ્રાસંગિક દસ્તાવેજીકરણને દૂર કરવામાં મદદ મળશે. સૌથી મહત્વપૂર્ણ, તેનાથી તમામ હિતધારકોને રિયલ ટાઈમ માહિતી ઉપલબ્ધ થશે અને આંતરરાષ્ટ્રીય હરિફાઈમાં સુધારો થશે. તેમણે કહ્યું કે મુસાફરોને નિર્બાધ સફર માટે સામાન લાવવા-લઈ જવા માટે ખુલ્લા સ્ત્રોતની સુવિધા પણ આપવામાં આવશે.
મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્કઃ
શ્રીમતી સીતારમણે કહ્યું કે વર્ષ 2022-23માં પીપીપી પદ્ધતિમાં ચાર સ્થળો પર મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્કને આરંભ કરવા માટે સંવિદાઓ આપવામાં આવશે.
રેલવે
શ્રીમતી સીતારમણે કહ્યું કે રેલવે પાર્સલોના નિર્બાધ આવાગમનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પોસ્ટ અને રેલવેને જોડવામાં અગ્રિમ ભૂમિકા નિભાવવાની સાથે સાથે રેલવે નાના ખેડૂતો તથા લઘુ તેમજ મધ્યમ ઉદ્યમો માટે નવા ઉત્પાદનો અને કાર્યકુશળ લોજિસ્ટિક સેવાઓ વિકસિત કરશે.
તેમણે કહ્યું કે સ્થાનિક કારોબાર તથા સપ્લાઈ ચેઈનની મદદ કરવા માટે એક સ્થાન-એક ઉત્પાદનની અવધારણાને લોકપ્રિય કરવામાં આવશે.
આત્મનિર્ભર ભારતને અંતર્ગત વર્ષ 2022-23માં 2000 કિમીના નેટવર્કને કવચ અંતર્ગત લાવવામાં આવશે કે જે સુરક્ષા અને ક્ષમતા સંવર્ધન માટે વિશ્વસ્તરની સ્વદેશી ટેકનોલોજી છે. આગામી ત્રણ વર્ષ દરમિયાન 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનોનો વિકાસ અને વિનિર્માણ કરાશે કે જે ઊર્જા ક્ષમતા અને મુસાફરોના સુખદ અનુભવની દ્રષ્ટિએ ઉત્તમ હશે.
રેલ્વે સાથે કનેક્ટિવિટી સહિત સાર્વજનિક શહેરી પરિવહન:
નાણામંત્રીએ જણાવ્યું હતું કે યોગ્ય પ્રકારની મેટ્રો સિસ્ટમના સ્કેલ પર નિર્માણ કરવા માટે ધિરાણની નવીન રીતો અને ઝડપી અમલીકરણને પ્રોત્સાહિત કરવામાં આવશે. સામૂહિક શહેરી પરિવહન અને રેલ્વે સ્ટેશનો વચ્ચે મલ્ટિમોડલ કનેક્ટિવિટી પ્રાથમિકતાના આધારે સુવિધા આપવામાં આવશે. તેણીએ જણાવ્યું હતું કે સિવિલ સ્ટ્રક્ચર્સ સહિતની મેટ્રો સિસ્ટમ્સની ડિઝાઇનને ભારતીય પરિસ્થિતિઓ અને જરૂરિયાતો માટે પુનઃ લક્ષી અને પ્રમાણિત કરવામાં આવશે.
પર્વતમાલા: રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ:
શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે મુશ્કેલ પર્વતીય વિસ્તારોમાં પરંપરાગત રસ્તાઓના પસંદગીના પર્યાવરણીય રીતે ટકાઉ વિકલ્પ તરીકે, રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ PPP મોડ પર હાથ ધરવામાં આવશે. તેણીએ જણાવ્યું હતું કે પ્રવાસનને પ્રોત્સાહન આપવા ઉપરાંત પ્રવાસીઓ માટે કનેક્ટિવિટી અને સુવિધામાં સુધારો કરવાનો ઉદ્દેશ્ય છે. આ ગીચ શહેરી વિસ્તારોને પણ આવરી શકે છે, જ્યાં પરંપરાગત સામૂહિક પરિવહન વ્યવસ્થા શક્ય નથી. તેણીએ જણાવ્યું હતું કે 2022-23માં 60 કિમીની લંબાઈના 8 રોપવે પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ક્ષમતા નિર્માણ:
નાણામંત્રીએ કહ્યું કે કેપેસિટી બિલ્ડીંગ કમિશન, કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને તેમની ઇન્ફ્રા-એજન્સીઓના ટેકનિકલ સમર્થનથી તેમની કુશળતાને અપગ્રેડ કરવામાં આવશે. આનાથી PM ગતિશક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના આયોજન, ડિઝાઇન, ધિરાણ (નવીન રીતો સહિત) અને અમલીકરણ વ્યવસ્થાપનની ક્ષમતામાં વધારો થશે.
2022-23 માટે, નાણામંત્રીએ અર્થતંત્રમાં એકંદર રોકાણને ઉત્પ્રેરિત કરવામાં રાજ્યોને મદદ કરવા માટે રૂ. 1 લાખ કરોડ ફાળવણીની દરખાસ્ત કરી હતી. આ પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન રાજ્યોને મંજૂર કરાયેલ સામાન્ય ઋણ કરતાં વધુ છે.
આ ફાળવણીનો ઉપયોગ પીએમ ગતિશક્તિ સંબંધિત અને રાજ્યોના અન્ય ઉત્પાદક મૂડી રોકાણ માટે કરવામાં આવશે. તેમાં નીચેના ઘટકોનો પણ સમાવેશ થશે:
- પીએમ ગ્રામ સડક યોજનાના અગ્રતા વિભાગો માટે પૂરક ભંડોળ, જેમાં રાજ્યોના હિસ્સા માટેના સમર્થનનો સમાવેશ થાય છે,
- અર્થતંત્રનું ડિજિટાઇઝેશન, જેમાં ડિજિટલ પેમેન્ટ્સ અને OFC નેટવર્કની પૂર્ણતા, અને
- બિલ્ડિંગ બાયલૉ, ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ અને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ હકો સંબંધિત સુધારા.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1794225)
Visitor Counter : 466
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam