પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 21મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે
પોસ્ટેડ ઓન:
20 JAN 2022 12:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધન પછી ઉદ્ઘાટન થશે.
સોમનાથ મંદિરમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલની સરકારી સુવિધા મંદિરથી દૂર આવેલી હોવાથી નવા સરકીટ હાઉસની જરૂરિયાત અનુભવાઈ હતી. નવું સર્કિટ હાઉસ રૂ. 30 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિરની નજીક આવેલું છે. તે સ્યુટ, વીઆઇપી અને ડીલક્સ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ વગેરે સહિતની ટોચની કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. લેન્ડસ્કેપિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો મળી શકે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1791176)
મુલાકાતી સંખ્યા : 307
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam