પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં મેડલ જીતવા માટે અંશુ મલિક અને સરિતા મોરને અભિનંદન આપ્યા

Posted On: 10 OCT 2021 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં રજત ચંદ્રક જીતવા બદલ અંશુ મલિક અને કાંસ્ય ચંદ્રક માટે સરિતા મોરને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

"વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં રજત ચંદ્રક જીતવા બદલ @OLyAnshu અને કાંસ્ય ચંદ્રક માટે @saritamor3ને  અભિનંદન. આ ઉત્કૃષ્ટ રમતવીરોને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ."

SD/GP/JD



(Release ID: 1762762) Visitor Counter : 221