યુવા બાબતો અને રમત મંત્રાલય

સ્વતંત્રતાના 75 વર્ષોની ઉજવણી કરવા દેશવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નો શુભારંભ કરાવતા યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર


યુવાન મન, તન અને આત્મા તંદુરસ્ત અને ફિટ ઇન્ડિયાના મુખ્ય ચાલક છે: શ્રી અનુરાગ ઠાકુર

સમગ્ર દેશના દરેક જિલ્લામાં 75 ગામો, આશરે 750 જિલ્લાઓમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન આયોજિત થશે: શ્રી અનુરાગ ઠાકુર

Posted On: 13 AUG 2021 3:13PM by PIB Ahmedabad

મહત્વના ભાગ:

  • આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન થઈ રહ્યું છે.
  • શ્રી અનુરાગ સિંહ ઠાકુરે નૂતન ભારતને ફિટ ઇન્ડિયા બનાવવા ફિટનેસની પ્રતિજ્ઞા લેવડાવી.
  • ‘ફિટ ઇન્ડિયા’ ‘હિટ ઇન્ડિયા’ બનાવશે: શ્રી અનુરાગ ઠાકુર
  • યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિકે પણ મહત્વપૂર્ણ ઓળખરૂપ સ્થળોએ ભાગ લેનારાઓ સાથે વાતચીત કરી હતી.

 

ભારતની આઝાદીના 75 વર્ષોની ઉજવણી કરતા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન શ્રી નિશિથ પ્રમાણિકે 13મી ઑગસ્ટે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0ના દેશવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ અવસરે ઉપસ્થિત રહેલા લોકોમાં રમતગમત વિભાગના સચિવ શ્રી રવિ મિત્તલ અને યુવા બાબતોના વિભાગનાં સચિવ શ્રીમતી ઉષા શર્મા પણ હતાં.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FF2E.jpg

દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી ફ્રીડમ રનને કેન્દ્રીય મંત્રીએ લીલી ઝંડી બતાવી હતી અને સ્ટેડિયમ ખાતે ફ્રીડમ રનમાં ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમ દેશભરમાં પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલ; લાહૌલ સ્પિટિમાં કઝા પોસ્ટ; મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા અને પંજાબમાં અટ્ટારી સીમા જેવાં અન્ય ઘણાં મહત્વપૂર્ણ ઓળખરૂપ સ્થળો સહિત સમગ્ર દેશમાં અન્ય 75 સ્થળોએ પણ યોજાયો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZEK1.jpg

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં ભાગ લઈને શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ન્યુ ઇન્ડિયાને ફિટ ઇન્ડિયા બનાવવાની ફિટનેસ પ્રતિજ્ઞા લેવડાવી હતી. આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0ના શુભારંભ પ્રસંગે ખેલકૂદ મંત્રીએ અન્ય ભાગ લેનારાઓની સાથે રાષ્ટ્રગાન ગાયું હતું.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00303S7.jpg

 

 

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં શૌર્યની  ઉજવણી કરતા શૌર્ય નૃત્યના પર્ફોર્મન્સ સાથે આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો અને ત્યારબાદ મંત્રીઓએ સમગ્ર દેશમાં સશસ્ત્ર અને અર્ધલશ્કરી દળો અને નહેરુ યુવા કેન્દ્ર સંગઠન (એનવાયકેએસ)ના સભ્યો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરીને એમની દેશની રક્ષા કરવા માટે જ નહીં પરંતુ ફિટનેસને એમનાં જીવનના નિત્ય ક્રમ તરીકે ઉપાડી લેવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરવા બદલ પણ પ્રશંસા કરી હતી.

સમગ્ર દેશમાં વિવિધ મહત્વપૂર્ણ ઓળખરૂપ સ્થળોએ ભાગ લેનારાઓ સાથે વાતચીત કરતા રમતગમત મંત્રીએ કહ્યું હતું કે ભારત આઝાદીના 75 વર્ષોની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 અભિયાનનું આયોજન થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ફ્રીડમ રન ઇવેન્ટ ભારતને આઝાદી અપાવનારા એમનાં રાષ્ટ્રીય નાયકો સાથે પણ જોડશે. આગામી 25 વર્ષોમાં, આપણો દેશ કેવો આકાર અને દિશા લે છે એનો આધાર આપણે કેવાં ફિટ રહીએ છીએ એના પર રહેલો છે એવો મત મંત્રીએ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ‘યુવાન મન, તન અને આત્મા તંદુરસ્ત અને ફિટ ઇન્ડિયાના મહત્વપૂર્ણ ચાલક છે.’ માત્ર ‘ફિટ ઇન્ડિયા જ ‘હિટ ઇન્ડિયા’ બનાવશે એમ મંત્રીએ ઉમેર્યું હતું. શ્રી અનુરાગ ઠાકુરે દરેક નાગરિકને આ ચળવળનો હિસ્સો બનવા અનુરોધ કર્યો હતો, “પ્રધાનમંત્રીએ તમામને ફિટ ઇન્ડિયાને જન આંદોલન બનાવવા હાકલ કરી છે જે લોકોની ભાગીદારીથી જ શક્ય બનશે. હું દરેકને અનુરોધ કરું છું કે તેઓ એમનું સ્થળ અને એમને ગમતી દોડ પસંદ કરે અને આ ઐતિહાસિક આંદોલનનો ભાગ બને.”

આસામના એસએસબી જવાનો સાથે વાતચીત કરતા મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ભારત આઝાદીના 75 વર્ષોની ઉજવણી કરી રહ્યું છે ત્યારે 75 સ્થળોનાં લોકો આ ચળવળમાં જોડાશે અને તે દરેક વ્યક્તિ સુધી પહોંચશે. અટ્ટારી સરહદેથી બીએસએફના જવાન જોડાયા હતા અને એમની સાથેના સંવાદ દરમ્યાન મંત્રીએ બીએસએફના જવાનને ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે ફિટ ઇન્ડિયાની ચળવળ દરેક ગામમાં લઈ જવા કહ્યું હતું. અલાહાબાદમાં આઝાદ પાર્કથી સીઆરપીએફના જવાન જોડાયા હતા. યુવા અને રમતગમતના રાજ્ય કક્ષાના પ્રધાન શ્રી નિશિથ પ્રામાણિકે એમના સંવાદમાં ફિટ ઇન્ડિયા ચળવળમાં ભાગ લેવા બદલ જવાનોનો આભાર માન્યો હતો અને પ્રધાનમંત્રીનાં ન્યુ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાનાં સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004USF1.jpg

બાદમાં મીડિયા સાથે વાતચીત કરતા શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે “અમે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા અને દેશના યુવાનોને ફિટનેસ ઉપાડી લેવા માટે પ્રોત્સાહિત કરવા  ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 આયોજિત કરી છે. સમગ્ર દેશના 75 ઓળખરૂપ સ્થળોએ આ દોડ આયોજિત થઈ રહી છે જે તેને દેશના આશરે 750 જિલ્લાઓમાં 75 ગામોમાં આગળ લઈ જશે અને ફિટનેસ કી ડોઝ, આધા ઘંટા રોઝ’ અભિયાનને પ્રોત્સાહિત કરશે. આની સાથે અમારો ઉદ્દેશ પ્રધાનમંત્રીના ફિટનેસ આંદોલનને દેશના દરેક ભાગમાં લઈ જવાનો અને તેને સામૂહિક ફિટનેસ ચળવળ બનાવવાનો છે. ફ્રીડમ રન 15મી ઑગસ્ટે શરૂ થશે અને 2021ની બીજી ઑક્ટોબર સુધી ચાલશે. આની સાથે, અમારો હેતુ સમગ્ર દેશમાં 7.50 કરોડથી વધુ યુવાનો અને નાગરિકો સુધી પહોંચવાનો છે.” 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005U28V.jpg

 

આ પ્રસંગે બોલતા શ્રી નિશિથ પ્રામાણિકે કાર્યક્રમમાં ભાગ લેનારા તમામનો આભાર માન્યો હતો અને કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ન્યુ ઇન્ડિયાને ફિટ ઇન્ડિયા બનાવવાનું છે અને આ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 આ સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006TJW6.jpg

 

રમતગમત સચિવ શ્રી રવિ મિત્તલે કહ્યું કે બીજી ઑક્ટોબર 2021 સુધી દર સપ્તાહે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 75 જિલ્લામાં અને દરેક જિલ્લાના 75 ગામોમાં આયોજિત થઈ રહી છે. અભિયાનનો ઉદ્દેશ લોકોને દોડવું અને રમવા જેવી ફિટનેસની પ્રવૃત્તિઓને એમનાં દૈનિક જીવનમાં ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0ની મહત્વની પ્રવૃત્તિઓમાં પ્રતિજ્ઞા, રાષ્ટ્રગાનનું ગાન, ફ્રીડમ રન, સ્થળોએ સાંસ્કૃતિક સમારોહ, યુવા સ્વયં સેવકોમાં ભાગ લેવાની જાગૃતિ અને એમનાં ગામોમાં પણ આવી જ ફ્રીડમ દોડ આયોજિત કરવાનો સમાવેશ થાય છે. લોકોએ એમની નોંધણી અને એમની દોડને ફિટ ઇન્ડિયાના પોર્ટલ https://fitindia.gov.in અપલોડ કરી શકે છે અને પોતાની  સોશિયલ મીડિયા ચેનલ પર હૅશટેગ #રન4ઇન્ડિયા #Run4India અને હૅશટેગ આઝાદીકાઅમૃતમહોત્સવ  #AzadikaAmritMahotsav સાથે પ્રમોટ કરી શકે છે.

અગ્રણી લોકો, લોકપ્રતિનિધિઓ, ભારત ગણરાજ્યના નેતાઓ, સામાજિક કાર્યકરો, રમતગમતનાં વ્યક્તિઓ, મીડિયા હસ્તીઓ, તબીબો, ખેડૂતો અને સૈન્ય જવાનોને વિવિધ સ્તરે આ કાર્યક્રમોમાં ભાગ લઈને લોકોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા વિનંતી કરાઇ રહી છે. કાર્યક્રમો સમગ્ર દેશમાં કોવિડ-19ના પ્રોટોકોલ્સને અનુસરીને શારીરિક રીતે અને વર્ચ્યુઅલી આયોજિત થઈ રહ્યા છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

 



(Release ID: 1745454) Visitor Counter : 371