પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમને સંબોધન કરશે
Posted On:
04 JUN 2021 7:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સવારે 11 વાગ્યે વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગથી ભાગ લેશે. આ કાર્યક્રમનું આયોજન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે થઈ રહ્યું છે. આ વર્ષના કાર્યક્રમનો હાર્દ છે ‘વધુ સારા પર્યાવરણ માટે બાયોફ્યુઅલ્સને ઉત્તેજન’.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રી ‘ ભારતમાં ઇથેનોલ મિશ્રણ 2020-2025 માટેના રોડમેપ અંગે નિષ્ણાત સમિતિનો હેવાલ’ પ્રસિદ્ધ કરશે. વિશ્વ પર્યાવરણ દિન ઉજવવા માટે ભારત સરકાર ઈ-20 જાહેરનામું પ્રસિદ્ધ કરી રહી છે જેમાં ઑઇલ કંપનીઓને પહેલી એપ્રિલ 2023થી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ, જેમાં ઇથેનોલની ટકાવારી 20% સુધી હશે, એ વેચવા નિર્દેશ છે; અને વધારે ઇથેનોલ મિશ્રણો ઈ12 અને ઈ15 માટે બીઆઇએસના ધારાધોરણો નિર્દિષ્ટ છે. આ પ્રયાસો વધારાની ઇથેનોલ આસવન (ડિસ્ટિલેશન)ની ક્ષમતાઓ સ્થાપવાનું સુગમ બનાવશે અને સમગ્ર દેશમાં મિશ્રિત બળતણ બનાવવા માટેની સમયમર્યાદા પૂરી પાડશે. આનાથી 2025 પહેલાં, ઇથેનોલ બનાવતા રાજ્યોમાં અને આસપાસના પ્રદેશોમાં ઇથેનોલનો વપરાશ વધારવામાં પણ મદદ મળશે.
પ્રધાનમંત્રી પૂણેમાં ત્રણ સ્થળોએ ઈ 100 વિતરણ મથકોનો એક પાઇલટ પ્રોજેક્ટ પણ શરૂ કરશે. પ્રધાનમંત્રી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અને કૉમ્પ્રેસ્ડ બાયોગેસ પ્રોગ્રામ્સ હેઠળ ખેડૂતો સાથે, તેઓએ આ શક્ય બનાવ્યું હોય, એમના પહેલા અનુભવને ઊંડી નજરે જાણવા માટે એમની સાથે સંવાદ પણ કરશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1724565)
Visitor Counter : 359
Read this release in:
Marathi
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam