પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કથકલી ઉસ્તાદ, ગુરુ ચેમનચેરી કુંહિરામન નાયરના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો


Posted On: 15 MAR 2021 4:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કથકલી ઉસ્તાદ, ગુરુ ચેમનચેરી કુંહિરામન નાયરના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "કથકલી ઉસ્તાદ, ગુરુ ચેમનચેરી કુંહિરામન નાયરના અવસાનથી દુઃખ થયું. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પ્રત્યેનો તેમનો જુસ્સો સુપ્રસિદ્ધ હતો. તેમણે આપણા શાસ્ત્રીય નૃત્યોમાં આગામી પ્રતિભાને વધારવા માટે અસાધારણ પ્રયત્નો કર્યા. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. "

 

SD/GP/BT


(Release ID: 1704892) Visitor Counter : 219