પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 11 માર્ચ, 2021ના રોજ સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાનું કિંડલ સંસ્કરણ રજૂ કરશે

Posted On: 10 MAR 2021 4:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી 11 માર્ચ, 2021ના રોજ ગુરૂવારે સવારે 10.25 વાગ્યે સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાનું કિંડલ વર્ઝન રજૂ કરશે તેમજ આ પ્રસંગે સંબોધન પણ કરશે. આ સમારોહનું આયોજન સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાની 5 લાખથી વધુ નકલોના વેચાણની ઉજવણી માટે કરવામાં આવ્યું છે.

સ્વામી ચિદભવાનંદજી તમિલનાડુમાં તિરૂચિરાપલ્લીમાં તિરૂપ્પરાઈથુરાઈ ખાતે શ્રી રામક્રિશ્ના તપોવનમ આશ્રમના સ્થાપક છે. સ્વામીજીએ 186 જેટલા પુસ્તકો લખ્યા છે અને સાહિત્યના તમામ પ્રકારોમાં લેખનકાર્ય કર્યુ છે. તેમનું ગીતા પરનું વિદ્વતાપૂર્ણ કાર્ય આ વિષય પરના સૌથી વ્યાપક પુસ્તકોમાંનું એક છે. તેમની ટિપ્પણીઓ સાથે ગીતાનું તમિલ સંસ્કરણ 1951માં પ્રકાશિત થયું, તેના પછી 1965માં અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેનો અનુવાદ તેલુગુ, ઉડિયા, જર્મન અને જાપાનીઝ ભાષામાં ભક્તો દ્વારા કરવામાં આવ્યો છે.

SD/GP/JD



(Release ID: 1703833) Visitor Counter : 184