પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ PSLV-C51/એમેઝોનિયા-1 મિશનના પ્રથમ સમર્પિત વાણિજ્યિક લોંચની સફળતા પર એનએસઆઇએલ અને ઇસરોને અભિનંદન આપ્યાં
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                28 FEB 2021 1:24PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસઆઇએલ અને ઇસરોને પ્રથમ સમર્પિત વાણિજ્યિક મિશન PSLV-C51/એમેઝોનિયા-1 ઉપગ્રહને અંતરિક્ષમાં સફળતાપૂર્વક તરતો મૂકવા બદલ અભિનંદન આપ્યા હતા. 
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “PSLV-C51/Amazonia-1 મિશનના પ્રથમ સમર્પિત વાણિજ્યિક લોંચની સફળતા પર એનએસઆઇએલ અને @isroને અભિનંદન. આ મિશને દેશમાં અંતરિક્ષ ક્ષેત્રમાં સુધારાઓના નવા યુગની શરૂઆત કરી છે. આ ઉપગ્રહની સાથે ચાર નાનાં ઉપગ્રહો સહિત કુલ 18 ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યાં છે, જે આપણી યુવા પેઢીની ગતિશીલતા અને નવીનતા દર્શાવે છે.”
પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને પણ PSLV-C51 દ્વારા બ્રાઝિલના એમેઝોનિયા-1 ઉપગ્રહને સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો મૂકવા પર અભિનંદન આપ્યા હતા. 
પ્રધાનમંત્રીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે, “PSLV-C51 દ્વારા બ્રાઝિલના એમેઝોનિયા-1 ઉપગ્રહને સફળતાપૂર્વક તરતો મૂકવા પર રાષ્ટ્રપતિ @jairbolsonaroને અભિનંદન. આ અંતરિક્ષ ક્ષેત્રમાં આપણા સાથસહકારમાં ઐતિહાસિક ક્ષણ છે અને બ્રાઝિલના વૈજ્ઞાનિકોને મારી શુભકામનાઓ.”
 
SD/GP/JD
                
                
                
                
                
                (Release ID: 1701521)
                Visitor Counter : 317
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam