પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીએ દ્વિતિય ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન આપશે

Posted On: 25 FEB 2021 4:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 11. 50 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દ્વિતિય ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન આપશે.

આ રમતોત્સવનું આયોજન 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2021 દરમિયાન થશે. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય યુવા મામલાઓ અને રમતગમત મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ અને વિન્ટર ગેમ્સ એસોસિએશન ઓફ જમ્મુ-કાશ્મીરના સહયોગથી કરવામાં આવ્યું છે. અહીં ખેલકૂદની પ્રવૃતિઓમાં આલ્પાઈન સ્કીઈંગ, નોર્ડિક સ્કી, સ્નોબોર્ડિંગ, સ્કી માઉન્ટેનિયરીંગ, આઈસ હોકી, આઈસ સ્કેટીંગ, આઈસ સ્ટોક વગેરે સામેલ છે. 27 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તથા બોર્ડ્સ દ્વારા તેમની ટીમોને આ રમતોત્સવમાં સામેલ થવા મોકલવામાં આવી રહી છે.

SD/GP/JD


(Release ID: 1700798) Visitor Counter : 128