પ્રધાનમંત્રીનું કાર્યાલય
રચનાત્મકતા અને વૈવિધ્ય એ આપણાં સ્ટાર્ટ-અપ્સની બે અનોખી લાક્ષણિકતાઓ છેઃ પ્રધાનમંત્રી મોદી
प्रविष्टि तिथि:
16 JAN 2021 9:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે રચનાત્મકતા અને વૈવિધ્ય ક્ષમતા એ આપણાં સ્ટાર્ટ-અપ્સના દુનિયાની બે અનોખી લાક્ષણિકતાઓ છે. તેઓ આજે વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી “પ્રારંભ: સ્ટાર્ટ-અપ ઇન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ” માં સંબોધન આપી રહ્યા હતા.
રચનાત્મકતા મારફતે સ્ટાર્ટ-અપ્સના નવા અભિગમો, નવી ટેકનોલોજી અને નવા માર્ગોમાં વૃધ્ધિ કરે છે. તે સમયની સાથે સાથે જીર્ણ થઈ ગયેલી વિચાર પ્રક્રિયામાં પણ પરિવર્તન લાવે છે.
મોટી સંખ્યામાં લોકો વિવિધ પ્રકારના વિચારો લઈને આવતા હોવાથી વિવિધીકરણનો અભૂતપૂર્વ વ્યાપ અને સત્વ સાથે વિવિધ ક્ષેત્રોમાં તે સમૂળગુ પરિવર્તન લાવે છે. તેના દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ આવે છે. આ વ્યવસ્થા તંત્રનુ અનોખુ પાસુ એ છે કે તે વાસ્તવિક દ્રષ્ટિકોણને બદલે ભાવનાથી પ્રેરિત હોય છે. “હું આ કરી શકુ” ની ભાવના આજે ભારત જે રીતે કામ કરી રહ્યું છે તેમાં દેખાઈ આવે છે. તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ “ભીમ યુપીઆઈ ”નું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે તેના દ્વારા ચૂકવણીની પધ્ધતિમાં ક્રાંતિ આવી છે. ડિસેમ્બર, 2020 સુધીમાં તો યુપીઆઇ મારફતે ભારતમાં 4 લાખ કરોડથી વધુના વ્યહવારો થયા છે. સમાન પ્રકારે ભારત સોલાર અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ક્ષેત્રમાં પણ અગ્ર સ્થાન ધરાવે છે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1689338)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam