પ્રધાનમંત્રીનું કાર્યાલય

યુકેના વિદેશ, રાષ્ટ્રમંડળ અને વિકાસ બાબતોના મંત્રી ડોમિનિક રાબે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 16 DEC 2020 1:18PM by PIB Ahmedabad

યુકેના વિદેશ, રાષ્ટ્રમંડળ અને વિકાસ બાબતોના મંત્રી ડોમિનિક રાબે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

યુકેના પ્રધાનમંત્રી શ્રી બોરીસ જ્હોનસન સાથેની તાજેતરની ટેલિફોનિક વાતચીતને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કોવિડ પછીની દુનિયામાં ભારત-યુકેની ભાગીદારીના મહત્વ અંગે ભાર મૂક્યો. દ્વિપક્ષીય સંબંધની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે તેમણે વેપાર અને નિવેશ, સંરક્ષણ અને સુરક્ષા, સ્થળાંતર અને ગતિશીલતા, શિક્ષણ, ઉર્જા, હવામાન પરિવર્તન અને આરોગ્યને આવરી લેતા મહત્વાકાંક્ષી અને પરિણામલક્ષી-360 ડિગ્રી રોડમેપ માટે હાકલ કરી.

વિદેશ મંત્રી રાબે પ્રધાનમંત્રી શ્રી મોદીને યુકેના પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સન તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી અને યુકે દ્વારા તાજેતરમાં સહ-યજમાનીમાં આયોજિત હવામાન મહત્વાકાંક્ષા સમિટમાં ભાગ લેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. સંયુક્ત મૂલ્યો અને હિતોના આધાર પર ભારત સાથેના તેમના સંબંધોને વધુ ઘનિષ્ઠ કરવા અને  સામાન્ય વૈશ્વિક પડકારોનો સાથે મળીને પડકારવાની ક્ષમતાઓને પ્રાથમિકતા આપવા ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.

વિદેશ મંત્રી રાબે પ્રધાનમંત્રી બોરીસ જ્હોનસનનો પત્ર હસ્તગત કરવાની તક લીધી, જેમાં પ્રધાનમંત્રીને 2021માં યુકેની અધ્યક્ષતામાં જી-7 બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ તેમનો આભાર માન્યો અને આમંત્રણ સ્વીકાર્યું.

પ્રધાનમંત્રીએ આવતા મહિને ભારતના 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી બોરીસ જહોનસનને મળવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

SD/GP/BT

 

 


(રીલીઝ આઈડી: 1681058) મુલાકાતી સંખ્યા : 210