સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કોવિડ પરીક્ષણોમાં વધારો; સંચિત પરીક્ષણો 15 કરોડને પાર


છેલ્લા 10 દિવસમાં 1 કરોડ ટેસ્ટ

છેલ્લા 11 દિવસથી સતત 40,000 કરતા ઓછા દૈનિક નવા કેસ

છેલ્લા પાંચ દિવસથી દરરોજ 500 કરતા ઓછા મૃત્યુ નોંધાયા છે

Posted On: 10 DEC 2020 10:35AM by PIB Ahmedabad

ભારતે વૈશ્વિક રોગચાળા સામેની લડતમાં ફરીવાર એક સીમાચિહ્ન પાર કર્યો છે. સંચિત પરીક્ષણોની સંખ્યા 15 કરોડને પાર થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 9,22,959 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી જેના દ્વારા ભારતની કુલ સંચિત પરીક્ષણોની સંખ્યા વધીને 15,07,59,726 થઈ છે.

છેલ્લા એક કરોડ પરીક્ષણો માત્ર 10 દિવસમાં ઉમેરવામાં આવ્યા હતા. સતત વ્યાપક અને મોટા પ્રમાણમાં પરીક્ષણના પરિણામે પોઝિટીવીટી દરમાં ઘટાડો થયો છે.

WhatsApp Image 2020-12-10 at 10.10.34 AM.jpeg

બીજી નોંધપાત્ર સિદ્ધિમાં ભારતે અગિયાર દિવસો સુધી રોજિંદા 40,૦૦૦ કરતાં ઓછા કેસ નોંધાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં ફક્ત 31,521 વ્યક્તિઓ કોવિડ સંક્રમિત થયા હોવાનું જણાયું છે.

WhatsApp Image 2020-12-10 at 10.10.50 AM.jpeg

ભારતે પણ એ જ સમયગાળામાં 37,725 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી હતી જેના પગલે સક્રિય કેસના ભારણમાં વધુ ઘટાડો થયો છે. ભારતના હાલના 3,72,293 સક્રિય કેસનું ભારણ ભારતના કુલ પોઝિટીવ કેસના માત્ર 3.81% છે.

WhatsApp Image 2020-12-10 at 10.04.07 AM.jpeg

કુલ સાજા થયેલા કેસની સંખ્યા આજે 92.5 લાખ (92,53,306)થી વધુ થઈ ગઈ છે. સાજા થવાનો દર વધીને 94.74% થયો છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે અને હાલમાં 8,881,013 છે.

નવા સાજા થયેલા કેસમાંથી 77.30% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.

મહારાષ્ટ્રમાં 5,051 વ્યક્તિઓ કોવિડમાંથી સ્વસ્થ થયા છે. કેરળ અને દિલ્હીમાં અનુક્રમે 4,647 અને 4,177 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ છે.

WhatsApp Image 2020-12-10 at 9.58.28 AM.jpeg

નવા કેસમાંથી 74.65% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 4,981 કેસ નોંધાયા છે. કેરળમાં ગઈકાલે 4,875 નવા કેસ નોંધાયા જ્યારે પશ્ચિમ બંગાળમાં 2,956 દૈનિક કેસ નોંધાયા.

WhatsApp Image 2020-12-10 at 9.58.25 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 412 મૃત્યુઆંકમાંથી 77.67% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા છે.

અહેવાલ પ્રમાણે નવા મૃત્યુમાંથી 18.20% મહારાષ્ટ્રમાં થયા છે જેમાં 75 લોકોનાં મૃત્યુ થયા છે. દિલ્હીમાં પણ 50 લોકોના મૃત્યુ થયા હતા. જે કુલ મૃત્યુના 12.13 % જેટલા થયા છે.

WhatsApp Image 2020-12-10 at 9.58.26 AM.jpeg

 છેલ્લા પાંચ દિવસથી દૈનિક નવા મૃત્યુ 500 કરતા ઓછા થયા છે.

WhatsApp Image 2020-12-10 at 10.13.53 AM.jpeg

SD/GP/BT



(Release ID: 1679653) Visitor Counter : 214