પ્રધાનમંત્રીનું કાર્યાલય
પેન IIT વૈશ્વિક સંમેલનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
04 DEC 2020 10:22PM by PIB Ahmedabad
શ્રી સુંદરમ શ્રીનિવાસન
અધ્યક્ષશ્રી
પેન IIT USA,
પૂર્વ વિદ્યાર્થીગણના મહાનુભવો,
મિત્રો,
આપ સૌની સાથે જોડાવાનો મને ઘણો આનંદ છે. મને ચેન્નઇ, મુંબઇ, ગુવાહાટી અને તાજેતરમાં જ દિલ્હી IITમાં સંબોધન કરવાની તક મળી છે. હું હંમેશા IIT વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યા બાદ તેમનાથી પ્રભાવિત થઉં છુ. હું હંમેશા રીફ્રેશ થઇને તેમજ ભારત અને આપણા ગ્રહના સુરક્ષિત ભવિષ્યની ખાતરી લઇને ત્યાંથી પાછો ફરું છું.
મિત્રો,
તમે ભારતના એવા દીકરાઓ અને દીકરીઓ છો, જેઓ માનવજાતની સેવા કરી રહ્યાં છે. આવિષ્કાર કરવાની તમારી ભાવના દુનિયાને એક મોટું સપનું જોવામાં મદદરૂપ થાય છે. તે તમારી મહાન તાકાતમાં પણ છે. કદાચ તમારા ટેકનિકલ અને વ્યવસ્થાપનના કૌશલ્ય પછી તે બીજા ક્રમે આવે છે. કોઇએ આખા ગ્રહમાં આર્થિક મૂલ્યોમાં IITના પૂર્વ વિદ્યાર્થીના સમુચિત યોગદાનની ગણતરી કરવી જોઇએ. મને ખાતરી છે કે, લગભગ તુલનાત્મક રીતે મોટા કહી શકાય તેવા કોઇ રાષ્ટ્રના GDPની સમકક્ષ તે આંકડો આવશે.
મિત્રો,
એક એવો સમય હતો જ્યારે આ પ્રકારના સંમેલનમાં માત્ર પાંચ કે છ IITના પૂર્વ વિદ્યાર્થીઓ સામેલ થતા હતા. તે આંકડો હવે વધી રહ્યો છે અને લગભગ બે ડઝન સુધી પહોંચી ગયો છે. વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સાથે-સાથે, આપણે સુનિશ્ચિત કર્યું છે કે IITની બ્રાન્ડ માત્રને માત્ર વધુ મજબૂત થઇ છે. ભારતમાં અમે, વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસને ભારતમાં વધુ પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છીએ. કદાચ તમારા ધ્યાનમાં આવ્યું હશે કે તાજેતરના સમયમાં, ભારતમાં હેકાથોનની સંસ્કૃતિ વિકસી રહી છે. આવી કેટલીક હેકાથોનમાં ભાગ લેવાની મને પણ તક મળી છે. આવી હેકાથોનમાં, મેં જોયું કે, યુવા બૌદ્ધિકો રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓ માટે અદભૂત ઉકેલો આપી રહ્યાં છે.
દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપમાં આ ક્ષેત્રમાં અમે સંખ્યાબંધ દેશ સાથે કામ કરી રહ્યાં છીએ. અમારો ઉદ્દેશ અમારા યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. અને, તેઓ વિશ્વકક્ષાના શ્રેષ્ઠ આચરણો શીખે તેવો છે. 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિથી ભારતમાં વૈભવ સંમેલનનું આયોજન કરવાની શરૂઆત કરવામાં આવી છે.
લગભગ એક મહિના સુધી ચાલેલા આ સંમેલનમાં વિજ્ઞાન અને નવાચારના ક્ષેત્રોમાંથી ટોચની ગુણવત્તાના કૌશલ્યવાન લોકો એકમંચ પણ એકઠા થયા હતા. તેમાં સહભાગીઓની સંખ્યા લગભગ ત્રેવીસ હજાર જેટલી હતી. 230 પેનલ ચર્ચાઓનું આયોજન કર્યું હતું. લગભગ 730 કલાક સુધી ચર્ચાઓ ચાલી હતી. આ સંમેલન ઘણું ઉત્પાદન રહ્યું હતું અને તેનાથી વિજ્ઞાન અને નવાચાર ક્ષેત્રમાં ભાવિ સહયોગ માટે એકરાગ બન્યો હતો.
મિત્રો,
ભારત જે પ્રકારે કામ કરી રહ્યું છે તેમાં આમૂલ પરિવર્તનોનું સાક્ષી બની રહ્યું છે. અમે જે વિચારીએ છીએ તે આટલી ઝડપથી ડિલિવર કરવાનું અગાઉ ક્યારેય બન્યું નથી. ચાલો, તમે જેને સારી રીતે જાણ છો તે ક્ષેત્રમાંથી જ હું તમને એક ઉદાહરણ આપુ. પહેલાંના સમયમાં, જ્યારે IITએ એરો-સ્પેસ એન્જિનિયરો આપ્યા ત્યારે, તેમને નિયુક્ત કરવા માટે મજબૂત સ્થાનિક ઔદ્યોગિક ઇકો-સિસ્ટમ નહોતી. આજે, અવકાશ ક્ષેત્રમાં અમારા ઐતિહાસિક સુધારાઓના કારણે, માનવજાત સામેના સૌથી છેવાડાના ક્ષેત્રો પણ ભારતીય કૌશલ્યવાન યુવાનો માટે ખુલી ગયા છે.
આથી જ ભારતમાં દરરોજ નવા ટેક સ્ટાર્ટઅપ્સ શરૂ થઇ રહ્યાં છે. મને ખાતરી છે કે, તમારામાંથી કેટલાક લોકો એવા મુકામ પર હિંમતપૂર્વક પહોંચશે જ્યાં હજુ સુધી કોઇ ગયા નથી! અદ્યતન અને આવિષ્કારપૂર્ણ કામ ભારતના તમામ ક્ષેત્રોમાં થઇ રહ્યું છે. અમારી સરકાર “રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ”ને સહકાર આપવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે.
અમારા સુધારાઓમાં કોઇપણ ક્ષેત્ર બાકાત નથી. કૃષિ, અણુ ઉર્જા, સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ, બેન્કિંગ, કરવેરા બધા જ. આ યાદી હજુ ચાલુ જ છે. અમે શ્રમ ક્ષેત્રમાં તદ્દન નવા જ સુધારા લાવ્યા છીએ, 44 કેન્દ્રીય શ્રમ કાયદાઓને એક કરીને માત્ર ચાર સંહિતામાં સમાવ્યા છે. અમારો કોર્પોરેટ કર દર દુનિયામાં સૌથી ઓછા દર પૈકી એક છે.
થોડા સપ્તાહ પહેલાં, ભારતના મંત્રીમંડળે દસ મુખ્ય ક્ષેત્રોમાં તદ્દન નવી ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણય નિકાસ તેમજ વિનિર્માણમાં વધારો કરવા માટે લેવાયો છે. આ ક્ષેત્રોમાં બૅટરી, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, ઓટોમોબાઇલ્સ, ટેલિકોમ, સૌર ઉર્જા અને અન્ય સામેલ છે. આ દરેક ક્ષેત્ર ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. આ એવી તકો છે તેનો ઉપયોગ થવાની પ્રતિક્ષા થઇ રહી છે.
કોવિડ-19ના આ કસોટીપૂર્ણ સમયમાં, ભારતે વિક્રમી રોકાણ મેળવ્યું છે. આમાંથી મોટાભાગનું રોકાણ ટેક ક્ષેત્રમાં આવ્યું છે. સ્પષ્ટ છે કે, દુનિયા ભારતને એક ભરોસાપાત્ર અને આશાસ્પદ ભાગીદાર તરીકે જુએ છે.
મિત્રો,
પેન IIT ચળવળનું સહિયારું બળ આત્મનિર્ભર ભારતના નિર્માણના અમારા સપનાંને સાકાર કરવામાં વધુ વેગ ઉમેરે છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કેટલાક મહત્વના વળાંકો પર, સમગ્ર દુનિયામાં વસતા પ્રવાસી ભારતીયોએ ભારતના ફરી ઉત્કર્ષમાં વિશ્વાસ મૂક્યો છે. તેઓ નવા ભારતના એમ્બેસેડર બન્યા છે અને ભારતા દૃશ્ટિકોણ સાચી લાગણીના છે તેવું દુનિયાને સમજાવવાનું સુનિશ્ચિત કરવામાં તેમનો અવાજ ઘણો મહત્વપૂર્ણ છે.
મિત્રો,
બે વર્ષ પછી, 2022માં ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરવા જઇ રહ્યું છે. હું પેન IIT ચળવળને “ભારતને પરત આપવા”ના વધુ ઉંચા સીમાચિહ્નો નિર્ધારિત કરવા માટે અનુરોધ કરું છુ. તમારી શૈક્ષણિક સંસ્થા માટેના તમારા પ્રયાસો ખૂબ જ જાણિતા અને પ્રેરક છે. મને છે કે તમારામાંથી ઘણાએ તમારા જુનિયરોને યોગ્ય કારકિર્દીનો માર્ગ પસંદ કરવામાં માર્ગદર્શન આપ્યું છે – ભલે તે શૈક્ષણિક હોય કે પછી ઔદ્યોગિક. આજે, તેમાંથી ઘણા તેમના પોતાના સાહસ માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે. તેઓ એવા તેજસ્વી અને આત્મવિશ્વાસુ યુવાનો છે જેઓ પોતાના સખત પરિશ્રમ અને નવાચારથી અનોખી છાપ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
હવે, હું આપને આ પ્રયાસોમાં પણ તેમને માર્ગદર્શન આપવા માટે આમંત્રણ પાઠવું છુ. હું આપ સૌને અનુરોધ કરું છું કે, કેવી રીતે આપણે આપણી સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠને ચિહ્નિત કરી શકીએ તેના પર આપના વિચારો અને ઇનપુટ શેર કરો. તમે MyGov પર આપના અભિપ્રાયો શેર કરી શકો છો. અથવા, તમે સીધા જ નરેન્દ્ર મોદી એપ પર તેને શેર કરી શકો છો.
મિત્રો,
આજે આપણે લીધેલા પગલાં આપણા ગ્રહની આવતીકાલનું નિર્માણ કરશે. કોવિડ-19 પછીના સમયમાં લગભગ દરેક ક્ષેત્રમાં ફરી અભ્યાસ, ફરી વિચાર, ફરી નવાચાર અને ફરી આવિષ્કારનો ક્રમ જોવા મળશે. સંખ્યાબંધ આર્થિક સુધારાઓની સાથે આ બાબત, આપણા ગ્રહમાં ફરી ઉર્જાનો સંચાર કરશે. આનાથી ‘ઇઝ ઓફ લિવિંગ’ સુનિશ્ચિત થશે અને ગરીબો તેમજ સિમાંત લોકો પર તેની સકારાત્મક અસર પડશે. આપણે એ પણ જોયું કે, મહામારીના સમય દરમિયાન ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગથી કેવી રીતે ઘણા નવાચાર ઉભરી આવ્યા હતા. આ દુનિયાને ન્યૂ નોર્મલ સમાયોજિત કરવા માટે વ્યવહારુ ઉકેલોની જરૂર છે. અને, આ સંવાદને આગળ ચલાવવા માટે તમારાથી બહેતર બીજું કોણ હોઇ શકે? આજે, મોટી સંખ્યામાં IIT પૂર્વ વિદ્યાર્થીગણ વૈશ્વિક સ્તરે નેતૃત્વપૂર્વ હોદ્દાઓ સંભાળી રહ્યાં છે. તમારું મજબૂત નેટવર્ક સમગ્ર ઉદ્યોગજગત, શિક્ષણ સંસ્થાઓ, કળા, સરકારોમાં ફેલાયેલું છે. વ્યવહારુ રીતે તમે માનવજાતની દરેક પ્રવૃત્તિઓ અને ઉત્કૃષ્ટતાના ક્ષેત્રોમાં ઉપસ્થિતિ ધરાવો છો. હું પોતે, જો દરરોજ શક્ય ના હોય તો, દર અઠવાડિયે તમારા એક કે વધુ સમુદાયો સાથે વાર્તાલાપ કરું છુ! હું આપ સૌને ચર્ચા, વિચારવિમર્શ કરવા અને ટેકનોલોજીનીની નવી ઉભરતી દુનિયામાં નવા ઉકેલોનું યોગદાન આપવા માટે અનુરોધ કરું છુ. આ જવાબદારી ઘણી મોટી છે, પરંતુ મને ખબર છે કે, તમારા ખભા તે ઉપાડવા માટે સક્ષમ છે.
આ સાથે, આ વર્ષની પરિષદ માટે હું આપ સૌને મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવું છુ, જેની થીમ છે “ભવિષ્ય અત્યારે છે”. તે ચોક્કસપણે છે.
ગુડલક
અને આપનો ખૂબ ખૂબ આભાર.
SD/GP/BT
(Release ID: 1678517)
Visitor Counter : 361
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam