પ્રધાનમંત્રીનું કાર્યાલય

આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગોને સહાય કરવાના સરકારના પ્રયાસની કડી – પ્રધાનમંત્રી

Posted On: 12 NOV 2020 9:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગોને સહાય પહોંચાડવાના સરકારના પ્રયાસોની દિશામાં એક વધુ પગલું છે.

એક ટ્વીટમાં શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગો સુધી સહાય પહોંચાડવા માટેના અમારા પ્રયાસોને આગળ ધપાવે છે. આ પહેલોથી રોજગારીની તકો ઉભી થશે, વિવિધ સંકટગ્રસ્ત ક્ષેત્રોને ઉપર લાવવા, રોકડના પ્રવાહને સુનિશ્ચિત કરવા, વિનિર્માણ ક્ષેત્રને ગતિ આપવા, રિયલ-એસ્ટેટ ક્ષેત્રને બળ આપવા અને ખેડૂતોને રાહત આપવામાં સહાય મળશે.

 

SD/GP/BT(Release ID: 1672572) Visitor Counter : 191