સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સતત 5મા દિવસે દૈનિક નવા કેસ 50 હજાર કરતા ઓછા નોંધાયા


સક્રિય કેસનું ભારણ 4.9 લાખ, કુલ કેસના 5.63%

Posted On: 12 NOV 2020 11:10AM by PIB Ahmedabad

સતત પાંચમા દિવસે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ 50,000 કરતા ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 47,905 વ્યક્તિઓ કોવિડ-19 પરીક્ષણમાં પોઝિટીવ માલુમ પડ્યા છે.

છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા 52,718 કેસ નોંધાતા, રોજિંદા નવા કેસની સંખ્યા કરતાં દૈનિક સાજા થયેલા કેસની વધુ સંખ્યા નોંધાવવાનું વલણ 40મા દિવસે પણ યથાવત છે.

આ વલણ દ્વારા ભારતના સક્રિય કેસ ભારણમાં સતત ઘટાડો યથાવત છે જે હાલમાં 4.98 લાખ છે. જે ભારતના કુલ પોઝિટીવ કેસના માત્ર 5.63% છે, ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,89,294 છે, જે 5 લાખથી ઓછા છે.

નવા કેસની સરખામણીએ સાજા થયેલા કેસની વધુ સંખ્યાના વલણ સાથે સાજા થવાના દરમાં પણ વધારો થયો છે. તે હાલમાં 92.89% છે. આજે સાજા થયેલા કુલ કેસની સંખ્યા 80,66,501 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધીને 75,77,207 થઈ ગયું છે.

નવા સાજા થયેલા કેસમાંથી 78% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.

મહારાષ્ટ્રમાં નવા સાજા થયેલા 9,164 કેસ સાથે એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઈ છે. દિલ્હીમાં 7,264 લોકો સ્વસ્થ થયા છે, ત્યારબાદ કેરળમાં 7,252 લોકો સાજા થયા છે.

10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ નવા કેસમાંથી 78% કેસ નોંધાવ્યા છે.

દિલ્હીમાં વધુ એક ઉછાળો જોવા મળ્યો હતો અને સૌથી વધુ દૈનિક નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીની 8,593 નવા કેસ સાથેની તેની સૌથી વધુ સંખ્યા છે. દિલ્હી બાદ કેરળમાં 7,007 કેસ નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં 4,907 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 550 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુદર આજે 1.48% થયો  છે.

આ નવા મૃત્યુઆંકમાંથી 80% મૃત્યુ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે. મહારાષ્ટ્રનો હિસ્સો 125 લોકોના મૃત્યુ સાથે 22.7% છે. છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 85 અને 49 નવા મૃત્યુ થયા છે.

 

SD/GP/BT

 



(Release ID: 1672204) Visitor Counter : 188