સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં 3 મહિના પછી સૌથી ઓછા દૈનિક નવા કેસ નોંધાયા
કુલ સક્રિય કેસ 6.25 લાખ છે, જે 11 અઠવાડિયા પછી સૌથી ઓછા છે
Posted On:
27 OCT 2020 11:41AM by PIB Ahmedabad
ભારતે કોવિડ સામેની લડતમાં અનેક મહત્વપૂર્ણ લક્ષ્યો હાંસલ કર્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલ કેસ ત્રણ મહિનામાં પહેલીવાર 36,500 (36,470) ની નીચે આવી ગયા છે. નવા કેસ 18 જુલાઈ, 2020ના રોજ 34,884 હતા.
દરરોજ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ સ્વસ્થ થાય છે અને મૃત્યુદરમાં સતત ઘટાડો થતાં, ભારતે ઘટતા સક્રિય કેસ નોંધવાનું સતત વલણ ચાલુ રાખ્યું છે.
બીજી ઉપલબ્ધિમાં, સક્રિય કેસ નોંધપાત્ર રીતે ઘટીને 6.25 લાખ થયા છે. દેશના કુલ પોઝિટીવ કેસ 6,25,857 છે અને હવે તે ફક્ત 7.88% છે.
આ પ્રોત્સાહક પરિણામો રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કેન્દ્રિત વ્યાપક અને સતત ઉંચા દેશવ્યાપી પરીક્ષણ, તાત્કાલિક અને અસરકારક સર્વેલન્સ અને ટ્રેકિંગ, ઝડપી હોસ્પિટલમાં દાખલ કરવું અને કેન્દ્ર સરકારના ધોરણસરની સારવાર પ્રોટોકોલના અસરકારક પાલનની યોજના હેઠળના સહયોગ તથા કેન્દ્રિત અને અસરકારક અમલીકરણનું પરિણામ છે. આ સફળતાનો શ્રેય નિ:સ્વાર્થ સેવા અને દેશના તમામ ભાગોમાં ડોકટરો, પેરામેડિક્સ, અગ્રણી હરોળના કામદારો અને અન્ય તમામ કોવિડ-19 યોદ્ધાઓની સમર્પણ ભાવનાને જાય છે.
દેશમાં આજે કુલ સક્રિય કેસમાંથી 35% કેસ ફક્ત 18 જિલ્લામાંથી નોંધાયા છે.
સાજા થયેલા કેસનો ધરખમ વધારો સક્રિય કેસના ઘટાડાને પૂરક છે. કુલ સાજા થયેલા કેસ 72 લાખ (72,01,070) ને વટાવી ગયા છે. આનાથી સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનું અંતર વધ્યું છે અને જે આજે 65,75,213 છે.
છેલ્લા 24 કલાકમાં 63,842 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધીને 90.62% થયો છે.
નવા સાજા થયેલા કેસમાંથી 78% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
મહારાષ્ટ્ર 9,000થી વધુ સિંગલ ડે રિકવરી સાથે આગળ છે, ત્યારબાદ 8,000થી વધુ રિકવરી સાથે કર્ણાટક આવે છે.
નવા પુષ્ટિ થયેલા કેસોમાંથી 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના છે.
નવા કેસમાં કેરળ અને પશ્ચિમ બંગાળે મહત્તમ યોગદાન આપ્યું છે જેમાં 4000થી વધુ કેસ છે. મહારાષ્ટ્ર, કર્ણાટકમાં 3000થી વધુ નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 488 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી, લગભગ 80% દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે. સતત બીજા દિવસે મૃત્યુઆંક 500ની નીચે છે.
મહારાષ્ટ્ર એ એક દિવસના મહત્તમ મૃત્યુ (84 મૃત્યુ) નોંધ્યા છે.
ભારતનો મૃત્યુ દર 1.50% છે.
SD/GP/BT
(Release ID: 1667772)
Visitor Counter : 222
Read this release in:
Telugu
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam