સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે બીજા દિવસે પણ સક્રિય કેસની સંખ્યા 7 લાખથી ઓછી જાળવી રાખી


સાજા થયેલા કેસની કુલ સંખ્યા 70 લાખને પાર

કુલ સાજા થયેલા કેસમાંથી 61% કેસ 6 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના છે

Posted On: 24 OCT 2020 11:36AM by PIB Ahmedabad

ભારતે સક્રિય કેસ નોંધવાના આંકમાં ઘટાડાનું વલણ સતત જાળવી રાખ્યું છે. સક્રિય કેસ સતત બીજા દિવસે 7 લાખ કરતા ઓછા છે અને 6,80,680 છે.

સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટિવ કેસના માત્ર 8.71% છે.

સક્રિય કેસની સંખ્યા દૈનિક ધોરણે સતત ઘટાડા પર છે. જે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા લાગુ કરાયેલી કેન્દ્ર સરકારની સફળ ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેક વ્યૂહરચનાનું પરિણામ છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસમાં પરિવર્તન વૈવિધ્યસભર થયું છે, જે વૈશ્વિક રોગચાળા સામેની તેમની લડતમાં વિવિધ તબક્કા સૂચવે છે.

છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન દિન પ્રતિદિન સક્રિય કેસોમાં એક પ્રગતિશીલ ઘટાડો થયો છે.

સક્રિય કેસનું ઘટતું વલણ સાજા થયૅલા કેસમાં અખંડ વધારાને પૂરક છે. કુલ સાજા થયેલા કેસ 70 લાખને પાર કરી ગયા છે અને 70,16,046 થઇ ગયા છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 89.78% થયો છે.

કુલ સાજા થયેલા કેસમાંથી 61% કેસ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ 6 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના છે.

તાજેતરમાં સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસો કરતાં વધી ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં 67,549 કોવિડ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે, જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસ 53,370 છે.

નવા સાજા થયેલા કેસમાંથી 77% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

એક દિવસમાં 13,000 થી વધુ સાજા થયેલા કેસ સાથે મહારાષ્ટ્રએ મહત્તમ યોગદાન આપ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 53,370 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 80% કેસ દસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.

કેરળ 8000થી વધુ કેસ સાથે મોખરે છે, મહારાષ્ટ્રમાં 7000થી વધુ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 650 લોકોના મૃત્યુ થયા છે.

આમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 80% જેટલા મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 184 લોકો મૃત્યુ પામ્યા છે.

 

SD/GP/BT



(Release ID: 1667330) Visitor Counter : 171