સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સળંગ 13મા દિવસે 10 લાખ કરતાં ઓછા સક્રિય કેસનું વલણ જળવાઇ રહ્યું


અઠવાડિયાના અંતે રાજાઓ હોવા છતાં, ભારતમાં સતત ત્રણ દિવસ સુધી દૈનિક 10 લાખ કરતાં વધારે નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું

Posted On: 04 OCT 2020 11:14AM by PIB Ahmedabad

ભારતમાં સળંગ છેલ્લા 13 દિવસથી સક્રિય કેસની સંખ્યા 10 લાખ કરતાં ઓછી હોવાનું વલણ જળવાઇ રહ્યું છે.

આજે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 9,37,625 નોંધાઇ છે. ગઇકાલે સક્રિય કેસની સંખ્યાની સરખામણીએ આ આંકડો 7371 ઓછો છે.

આ વખતે અઠવાડિયાના અંતે રાજાઓ હોવા છતાં, ભારતમાં ગુરુવાર, શુક્રવાર અને શનિવારના રોજ દૈનિક ધોરણે અનુક્રમે 10,97,947, 11,32,675 અને 11,42,131 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભારતમાં દૈનિક પરીક્ષણોની સંખ્યામાં પ્રચંડ વધારો નોંધાયો છે. દેશમાં હાલમાં દરરોજ 15 લાખ કરતાં વધારે પરીક્ષણો થઇ શકે છે.

છેલ્લા દસ દિવસમાં દૈનિક ધોરણે સરેરાશ 11.5 લાખ પરીક્ષણ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી 2020માં ભારતમાં માત્ર એક પરીક્ષણથી શરૂ કરીને આજદિન સુધીમાં કુલ પરીક્ષણની સંખ્યા 7.89 કરોડનો આંકડો વટાવી ગઇ છે. દેશમાં પોઝિટીવિટી દરમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. પોઝોટીવિટી દરમાં પ્રગતીપૂર્વક ઘટાડો થઇ રહ્યો હોવાથી કોવિડ-19નું સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે પરીક્ષણ ખૂબ જ અસરકારક સાધન પૂરવાર થઇ રહ્યું છે.

ખૂબ જ ઉંચા સ્તરે પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી કોવિડ-19ના કેસને વહેલી તકે ઓળખી કાઢવાનું, તાત્કાલિક આઇસોલેશનમાં રાખવાનું અને તેમની અસરકારક સારવાર કરવાનું શક્ય બન્યું છે. આના કારણે મૃત્યુદરમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.

ભારતમાં દૈનિક ધોરણે સાજા થનારા કેસની સંખ્યાનું સ્તર ઘણું વધારે નોંધાઇ રહ્યું હોવાથી દેશમાં છેલ્લા 24 કલાકમાં 82,260 નવા દર્દીઓ સાજા થયા છે. તેની સામે નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા 75,829 છે. તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસમાં નવા પોઝિટીવ કેસની સંખ્યા કરતાં નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 55 લાખ (55,09,966)નો આંકડો વટાવી ગઇ છે. એક જ દિવસમાં ઘણી મોટી સંખ્યામાં દર્દી સાજા થવાની સંખ્યાના કારણે રાષ્ટ્રના સરેરાશ રિકવરી દરમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે અને હાલમાં આ દર વધીને 84.13% સુધી પહોંચી ગયો છે.

નવા સાજા થયેલા કુલ કેસમાંથી 75.44% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થયા હોવાનું નોંધાયું છે.

સૌથી વધુ સક્રિય કેસની સંખ્યા સાથે અગ્રેસર રહેલા મહારાષ્ટ્ર રાજ્યમાં નવા સાજા થયેલા દર્દીની સંખ્યા પણ સૌથી વધુ નોંધાઇ રહી છે જ્યારે ત્યારબાદ સૌથી વધુ રિકવરી અનુક્રમે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નોંધાઇ છે.

દેશમાં કુલ સક્રિય કેસમાંથી 77.11% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. આજની તારીખે, દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાથી વાસ્તવમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને માત્ર 14.32% રહી છે.

નવા કેસમાંથી 78% કેસની સંખ્યા દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. મહારાષ્ટ્રમાં 14,000 કરતા વધારે નવા કેસ છે. કર્ણાટક અને કેરળમાં અનુક્રમે 9886 અને 7834 નવા કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 1000 કરતાં ઓછા (940) દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા કુલ મૃત્યુમાંથી 80.53% દર્દીના મૃત્યુ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં નોંધાયા છે. ગઇકાલે નોંધાયેલા કુલ મૃત્યુમાંથી 29.57% એટલે કે 278 દર્દીના મૃત્યુ માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. ત્યારપછીના ક્રમે કર્ણાટકમાં 100 દર્દી મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંકમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે.

 

SD/GP/BT



(Release ID: 1661615) Visitor Counter : 143