પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી લાલજી ટંડનના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
21 JUL 2020 11:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી લાલજી ટંડનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
શ્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં શ્રી ટંડનને "બંધારણીય બાબતોમાં ખુબ કુશળ" ગણાવ્યા.
તેમણે કહ્યું, “શ્રી લાલજી ટંડનને સમાજની સેવા કરવાના તેમના અથાગ પ્રયત્નો માટે યાદ કરવામાં આવશે. તેમણે હંમેશાં લોકકલ્યાણને મહત્ત્વ આપતાં, એક અસરકારક વહીવટકર્તા તરીકેની પોતાની ઓળખ બનાવી. તેમના નિધનથી દુઃખ થયું.”
પ્રધાનમંત્રીએ શ્રી ટંડનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયી સાથેના ઘણાં સમયના સંબંધને પણ યાદ કર્યા હતા.
SD/DS/GP/BT
(રીલીઝ આઈડી: 1640161)
મુલાકાતી સંખ્યા : 245
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam