PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 08 JUL 2020 6:33PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 08.07.2020

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: કોવિડ-19માંથી સાજા થવાના રાષ્ટ્રીય સરેરાશ દરમાં ઝડપી સુધારો આવ્યો; 61.53% સુધી દર પહોંચ્યો

દેશમાં કોવિડ-19ના નિદાન માટે સેમ્પલના પરીક્ષણો કરવાની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2,62,679 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 53000થી વધુ સેમ્પલનું પરીક્ષણ ખાનગી લેબોરેટરીઓમાં કરવામાં આવ્યું છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 1,04,73,771 સુધી પહોંચી ગયો છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 795 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 324 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1119 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. વધુ સંખ્યામાં કોવિડ-19ના દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યાની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યાનો તફાવત 1,91,886 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 16,883 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,56,830 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે. હાલમાં દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાના દરમાં એકધારો સુધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે આ દર વધીને 61.53% થઇ ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,64,944 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637290

 

કોવિડ-19માં મૃત્યુદર ઘટાડવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો મજબૂત કરવાના આશયથી એઇમ્સ દિલ્હીએ કોવિડના તબીબી વ્યવસ્થાપન માટે રાજ્યોને ટેલિ-કન્સલ્ટેશન દ્વારા માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હવે નવી દિલ્હીમાં એઇમ્સના નિષ્ણાતો તબીબોની ટીમને રાજ્યોમાં વિવિધ હોસ્પિટલોમાં ICUમાં દર્દીઓની સારવાર કરતા તબીબોને માર્ગદર્શન આપવા અને યોગ્ય નોલેજ સહકાર પૂરો પાડવા માટે સામેલ કરી છે. કોવિડ-19ના વ્યવસ્થાપન માટે તબીબી હસ્તક્ષેપ પ્રોટોકોલમાં ટેલિ કન્સલ્ટેશન એક મહત્વપૂર્ણ ઘટક છે. નવી દિલ્હીમાં એઇમ્સના નિષ્ણાત તબીબોની ટીમ વિવિધ રાજ્યોની હોસ્પિટલોમાં ICUમાં રાખવામાં આવેલા દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન માટે માર્ગદર્શન પૂરું પાડવા માટે ટેલિ/વીડિયો કન્સલ્ટેશનના માધ્યમથી તબીબોને સલાહસૂચન કરશે. તેઓ કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવા માટે રાજ્યોને તબીબી વ્યવસ્થાપન માટે સૂચનો આપશે. રાજ્યોમાં તબીબોને સમયસર અને નિષ્ણાંતોનું માર્ગદર્શન આપવા માટે દર અઠવાડિયે બે વખત એટલે કે મંગળવારે અને શુક્રવારે આ ટેલિ-કન્સલ્ટેશનના સત્રોનું આયોજન કરવામાં આવશે. આ કવાયતનું પ્રથમ સત્ર શરૂ થઇ ગયું છે. દસ હોસ્પિટલોને આ માટે પસંદ કરવામાં આવી છે જેમાં મુંબઇ (મહારાષ્ટ્ર)ની નવ અને ગોવાની એક છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637175

 

પ્રત્યેક દસ લાખની વસ્તીઓ સાજા થવાનો દર પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસોની સંખ્યામાં ઝડપથી વધ્યો

ભારતમાં જે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઘણી મોટી સંખ્યમાં કોવિડ-19ના કેસો છે તેઓ કોવિડના પોઝિટીવ કેસોના વહેલા નિદાન અને અસરકારક તબીબી વ્યવસ્થાપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેથી પ્રત્યેક દસ લાખની વસ્તીઓ સાજા થવાનો દર પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસોની સંખ્યા કરતા ઘણો વધુ રહે તે સુનિશ્ચિત થઇ શકે. આ દર્શાવે છે કે, જ્યારે પોઝિટીવ કેસોની સંખ્યા કદાચ વધારે હોઇ શકે છે પરંતુ તેઓ ઝડપથી સાજા થવાની શક્યતા પણ વધુ છે. આના કારણે સક્રિય કેસની સંખ્યા સાજા થયેલાની સરખામણીએ ઓછી રહે છે. આનાથી એ પણ સુનિશ્ચિત થાય છે કે, કોવિડ આરોગ્ય સંભાળ સુવિધાઓ દબાણ હેઠળ નથી અને તેમણે અતિશય ખેંચતાણમાં કામ કરવું પડતું નથી. ભારતમાં હાલમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સાજા થયેલા કેસની સંખ્યા 315.8 છે જ્યારે તેની સરખામણીએ પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસની સંખ્યા ખૂબ ઓછી એટલે કે 186.3 છે. રાજ્યો દ્વારા RT-PCR પરીક્ષણો, રેપિડ એન્ટીજેન પરીક્ષણ સહિત પરીક્ષણની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું છે જેના કારણે કેસોના વહેલા નિદાનમાં ઘણી મદદ મળી છે. રાજ્યો દ્વારા વરિષ્ઠ અને વધુ ઉંમરના લોકો, સહ-બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો સહિત જેમને બીમારીનો ચેપ લાગવાનું જોખમ ઘણું વધારો હોય તેવા લોકોને ટ્રેક કરવા માટે કેટલીક મોબાઇલ એપ્લિકેશનો પણ તૈયાર કરવામાં આવી છે. સમુદાયો, આશા અને ANMના સ્થાનિક સરકારમાં સહયોગના કારણે પણ સમુદાયોમાં અસરકારક રીતે સર્વેલન્સ રાખવામાં ઘણી મદદ મળી છે.

Screenshot (2).png

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637024

 

મંત્રીમંડળે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડહેઠળ કેન્દ્રિય ક્ષેત્રની યોજનામાં ધિરાણની સુવિધાને મંજૂરી આપી

પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી મંત્રીમંડળની બેઠકે એક નવી દેશ વ્યાપી સેન્ટ્રલ સેક્ટરની યોજના- એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળને મંજૂરી આપી છે. આ યોજનામાં અર્થક્ષમ યોજનાઓને પોસ્ટ- હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્યુનિટીવ ફાર્મીંગ એસેટસ માટે વ્યાજમાં રાહત અને નાણાંકિય સહયોગ મારફતે ડેબ્ટ ફાયનાન્સીંગ કરવામાં આવશે. ચાલુ વર્ષે રૂ.10 હજાર કરોડની મંજૂરીથી શરૂઆત કરીને ધિરાણોની ચૂકવણી 4 વર્ષના ગાળામાં કરવામાં આવશે અને આગામી 3 નાણાંકિય વર્ષમાં રૂ.30 હજાર કરોડ આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637294

 

મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના/ આત્મનિર્ભર ભારત હેઠળ જૂનથી ઓગસ્ટ, 2020 સુધી સુધીના વધુ ત્રણ માસ માટે ઈપીએફનો ફાળો 24 ટકા સુધી વિસ્તારવાની દરખાસ્તને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં સરકારે જાહેર કરેલી  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) / આત્મ નિર્ભર ભારત હેઠળ એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીઓના હિસ્સાનુ 12 ટકા અને માલિકના હિસ્સાના 12 ટકા યોગદાન રાખવા માટેની દરખાસ્તને મંજૂરી આપી છે, જે વધુ 3 માસ એટલે કે જૂનથી ઓગસ્ટ 2020 સુધી અમલમાં રહેશે. આ મંજૂરી તા. 15 -04-2000ના રોજ મંજૂર કરવામાં આવેલી માર્ચથી મે 2020 સુધીની હાલની યોજના ઉપરાંતની રહેશે. આ યોજનાનો કુલ અંદાજીત ખર્ચ રૂ. 4860 કરોડ થશે. 3.67 લાખ એકમોમાં 72 લાખથી વધુ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637278

 

મંત્રીમંડળે શહેરી વિસ્થાપિતો/ ગરીબો માટે પરવડે તેવા ભાડાંના આવાસ પરિસરો વિકસાવવાની મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (PMAY – U) અંતર્ગત પેટા-યોજના તરીકે શહેરી સ્થળાંતરિતો/ગરીબો માટે પરવડે તેવા ભાડાંના આવાસ પરિસરો (AHRCs) વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રવર્તમાન ખાલી પડેલા સરકારી ભંડોળથી બનેલા આવાસ પરિસરોને 25 વર્ષો માટે રાહત કરારો મારફતે ARHCમાં પરિવર્તિત કરવામાં આવશે. રાહત પ્રાપ્તકર્તા પરિસરોને મરામત/સુધારા-વધારા અને ઓરડાઓની જાળવણી દ્વારા અને પાણી, ગટરલાઇન, સ્વચ્છતા, રસ્તા વગેરે જેવા માળખાકીય અંતરને દૂર કરીને પરિસરોને રહેવાલાયક બનાવશે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો રાહત પ્રાપ્તકર્તાની પસંદગી પારદર્શી નિવિદા મંગાવીને કરશે. સમય કરતાં પહેલા અથવા પોતાની રીતે ચલાવવા આગામી ચક્રને ફરી શરૂ કરવા માટે 25 વર્ષો બાદ પરિસરોનેફરીથી ULBમાં પરિવર્તિત કરવામાં આવશે. 25 વર્ષો માટે પોતાની ઉપલબ્ધ ખાલી જમીનો ઉપર ARHC વિકસાવવા માટે જાહેર/ ખાનગી એકમોને પરવડે તેવા આવાસ વગેરેની સમકક્ષ જ વપરાશ પરવનાગી, 50% વધારાની FAR/ FSI, પ્રાથમિક ક્ષેત્ર ધિરાણ દરે રાહત ઋણ, કર રાહતો જેવા વિશેષ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637276

 

મંત્રીમંડળે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના"ના લાભની સમયમર્યાદા 01.07.2020થી વધુ ત્રણ મહિના લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી  મંત્રીમંડળની બેઠકે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની ઉજ્જવલાના લાભાર્થીઓ માટે પ્રધાનંમત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભ વધુ ત્રણ મહિના લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 01.07.2020થી વધુ ત્રણ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળશે. PMGKY- ઉજ્જવલા અંતર્ગત 01.04.2020થી ત્રણ મહિનાના સમયગાળા માટે પીએમયુવાયના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક રિફિલ પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ યોજના અંતર્ગત એપ્રિલથી જૂન, 2020 દરમિયાન ઉજ્જવલાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂ. 9709.86 કરોડ હસ્તાંતરિત કરવામાં આવ્યાં હતાં અને પીએમયુવાયના લાભાર્થીઓને 11.97 કરોડ સીલિન્ડર આપવામાં આવ્યાં હતાં. આ યોજનાની સમીક્ષા દરમિયાન એવી જાણકારી મળી છે કે, પીએમયુવાયના લાભાર્થીઓના એક વર્ગે યોજનાના ગાળાની અંદર સીલિન્ડર રિફિલની ખરીદી કરવા તેમના ખાતાંમાં અગાઉથી જમા રકમનો ઉપયોગ કર્યો નથી. મંત્રીમંડળે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સમયમર્યાદા વધુ ત્રણ મહિના લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. એનાથી પીએમયુવાયના એ લાભાર્થીઓને લાભ થશે, જેમણે સિલિન્ડર ખરીદવા માટે અગાઉથી જમા થયેલી રકમનો ઉપયોગ કરીને રિફિલની ખરીદી કરી નથી. એટલે પોતાના ખાતામાં અગાઉથી હસ્તાંતરિત થયેલી રકમ ધરાવતા લાભાર્થી હવે 30 સપ્ટેમ્બર સુધી ફ્રી રિફિલની ડિલિવરી મેળવી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637274

 

મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવાની મંજૂરી આપી જુલાઈથી નવેમ્બર, 2020 સુધી પાંચ મહિના માટે આખા ચણાનું નિઃશુલ્ક વિતરણ થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કોવિડ-19ના આર્થિક પ્રતિસાદના ભાગરૂપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ને વધુ પાંચ મહિના જુલાઈથી નવેમ્બર, 2020 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારા, 2013 (એનએફએસએ) હેઠળ તમામ લાભાર્થી કુટુંબોને વિતરણ માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 9.7 લાખ મેટ્રિક ટન આખા ચણાનું વિતરણ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દરેક લાભાર્થી કુટુંબને આગામી પાંચ મહિના એટલે કે જુલાઈથી નવેમ્બર, 2020 સુધી દર મહિને 1 કિલોગ્રામ ચણા નિઃશુલ્ક આપવામાં આવશે. આ યોજનાનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,849.24 કરોડ છે. આ યોજના અંતર્ગત આશરે 19.4 કુટુંબોને આવરી લેવામાં આવ્યાં છે. પીએમજીકેએવાય લંબાવવાના તમામ ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે. યોજનાને લંબાવવી એ ભારત સરકારની આગામી પાંચ મહિના દરમિયાન કોવિડથી પેદા થયેલા વિક્ષેપને કારણે ખાદ્યાન્નની અનુપલબ્ધતાને લીધે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને કોઈ પણ ગરીબ કુટુંબને ભૂખ્યા ન રહેવું પડે એવી કટિબદ્ધતાને અનુરૂપ કામગીરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637255

 

મંત્રીમંડળે વધારે અનાજ ફાળવવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગાળો જુલાઈથી પાંચ મહિના વધુ લંબાવીને નવેમ્બર, 2020 સુધી કરવાની મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કોવિડ-19નો સામનો કરવા આર્થિક ઉપાય તરીકે કેન્દ્રીય પૂલમાં ખાદ્યાન્નની વધારાની ફાળવણી કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ની સમયમર્યાદા જુલાઈથી વધુ  પાંચ મહિના લંબાવીને નવેમ્બર, 2020  સુધી કરવાની મંજૂરી આપી દીધી છે. ભારત સરકારે દેશમાં કોવિડ-19થી પેદા થયેલા આર્થિક અવરોધોને કારણે ગરીબોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે માર્ચ, 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી)ની જાહેરાત કરી હતી. આ પેકેજમાં અન્ય બાબતો ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)નું અમલીકરણ સામેલ છે, જેના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારા, 2013 (એનએફએસએ) અંતર્ગત આવરી લેવામાં આવેલા લગભગ 81 કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ વધારે અનાજ (ચોખા/ઘઉં) મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી ગરીબ અને આર્થિક રીતે નબળાં કુટુંબ/લાભાર્થી કોઈ પણ નાણાકીય પરેશાનીનો સામનો કર્યા વિના સરળતાપૂર્વક ખાદ્યાન્ન મેળવી શકે. આ કાર્યક્રમ અંતર્ગત શરૂઆતમાં ત્રણ મહિના એપ્રિલ, મે અને જૂન માટે મફતમાં ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637282

 

ECHS અંતર્ગત કોવિડ-19 સામે લડવા માટે દરેક પરિવાર દીઠ એક પલ્સ ઓક્સિમીટરની ખરીદી માટે રકમ ચુકવવામાં આવશે

કોવિડ-19ના દર્દીઓની આરોગ્યની સ્થિતિની દેખરેખ રાખવા માટે તેમના શરીરમાં ઓક્સિજનની સાંદ્રતાનું સ્તર માપવું તે એક સૌથી મહત્વના માપદંડમાં ગણવામાં આવે છે તેથી, સંરક્ષણ મંત્રાલય (MoD), ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ (DSEW) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભૂતપૂર્વ સૈનિક યોગદાન આરોગ્ય યોજના (ECHS) અંતર્ગત લાભાર્થીઓને પ્રત્યેક પરિવારને એક પલ્સ ઓક્સીમીટર ખરીદવા માટેની રકમ ચુકવવામાં આવશે. જે ECHS લાભાર્તીઓને કોવિડ-19 ચેપનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોય તેમને પરિવાર દીઠ એક પલ્સ ઓક્સીમીટર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ ખરીદીની રકમનું વળતર ઓક્સીમીટરની વાસ્તવિક કિંમત અનુસાર ચુકવવામાં આવે છે જેમાં મહત્તમ રૂપિયા 1200નું વળતર આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637171

 

કોવિડ-19ના દર્દીઓ પર એન્ટી વાયરલ અને હોસ્ટ-ડાયરેક્ટેડ થેરાપીનું મિશ્રણ કરીને તબીબી પરીક્ષણ કરવા માટે નિયમનકારી મંજૂરી મેળવવા CSIR લેક્સાઇ સાયન્સિસ સાથે ભાગીદારી કરી

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) દ્વારા હૈદરાબાદ સ્થિત લેસ્કાઇ લાઇફ સાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને ફોર-આર્મ રેન્ડમાઇઝ્ડ નિયંત્રિત તબક્કા- IIIનું તબીબી પરીક્ષણ કરવા માટે નિયમનકારી મંજૂરી માંગવામાં આવી છે. આ અભ્યાસનો મૂળ ઉદ્દેશ કોવિડ-19ના દર્દીઓમાં બીમારીના પ્રસાર અને રોગવિજ્ઞાનને એકસાથે ઉકેલીને એન્ટી વાયરલ (વાયરલ પ્રવેશ અને પ્રતિકૃતિ અવરોધકો) અને હોસ્ટ- ડાયરેક્ટેડ થેરાપી (HDT)નું મિશ્રણ અને પુનઃહેતુથી ઉપયોગ કરવાનો અને કોવિડ-19ના દર્દીઓમાં આદર્શ સંભાળ સાથે ત્રણ દવાઓના સંયોજન (ફેવીપિરાવીર+ કોલ્ચિસીન, યુમિફેનોવીર+ કોલ્ચિસીન અને નાફામોસ્ટેટ+ 5-ALA) અને નિયંત્રિત આર્મની સલામતી અને કાર્યદક્ષતા નિર્ધારિત કરવાનો છે. MUCOVIN નામનું તબીબી પરીક્ષણ મેદાંતા મેડિસિટી સાથે ભાગીદારીમાં કરવામાં આવશે અને તેમાં ચાર અલગ અલગ વયજૂથના 300 દર્દી એટલે કે પ્રત્યેક જૂથમાં 75 દર્દી સમાવવામાં આવશે અને સ્ક્રિનિંગ તેમજ સારવાર સહિત 17 થી 21 દિવસ માટે પરીક્ષણ કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637016

 

કેન્દ્રીય HRD મંત્રીએ ધોરણ IX થી XII માટે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે CBSE દ્વારા અભ્યાસક્રમમાં સુધારાની જાહેરાત કરી

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકેજણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં હાલમાં ઉભી થયેલી અસામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CBSEને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સુધારો કરવાની અને વિદ્યાર્થીઓ પર અભ્યાસક્રમનું ભારણ ઓછું કરવાની સલાહ આપવામાં આવી હતી. તદઅનુસાર, CBSE દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, થોડા અઠવાડિયા પહેલાં, તેમણે તમામ શિક્ષણવિદો પાસેથી અભ્યાસ ક્રમમાં સુધારા અંગેના સૂચનો સોશિયલ મીડિયાના માધ્યમથી #SyllabusForStudents2020 હૅશટૅગનો ઉપયોગ કરીને મંગાવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ ફેરફારોને સંબંધિત અભ્યાસક્રમ સમિતિઓ દ્વારા અંતિમરૂપ આપવામાં આવ્યું છે અને તેના માટે અભ્યાસક્રમ સમિતિ તેમજ બોર્ડના સરકારી સંગઠનની માન્યતા મેળવવામાં આવી છે. અભ્યાસનું સ્તર હાંસલ કરવાના મહત્વને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમાં મૂળભૂત બાબતોને યથાવત રાખીને તેમાં 30% સુધી વ્યવહારુ રીતે કાપ મૂકવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637012

 

ઝડપથી ફિલ્મ ઉત્પાદન ફરી શરૂ કરવા માટે સરકાર દ્વારા SoPની જાહેરાત કરવામાં આવશે: શ્રી પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટૂંક સમયમાં અનલૉક તબક્કામાં ફિલ્મોના ઉત્પાદનનું કાર્ય ઝડપથી ફરી શરૂ કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓ (SoP) બહાર પાડવામાં આવશે. શ્રી જાવડેકરે ગઇકાલે FICCI ફ્રેમ્સના 21મા સંસ્કરણમાં સંબોધન આપતી વખતે જણાવ્યું હતું કે, કોવિડના કારણે હજુ પણ સ્થગિત રહેલી ફિલ્મ નિર્માણની કામગીરી ઝડપથી ફરી શરૂ કરવા માટે, અમે તમામ ક્ષેત્રોમાં પ્રોત્સાહકો સાથે આગળ આવી રહ્યા છીએ જેમાં ટીવી શ્રેણીઓ, ફિલ્મ નિર્માણ, સહ-ઉત્પાદન, એનિમેશન, ગેમિંગ વગેરે પણ સામેલ છે. અમે ટૂંક સમયમાં આ અંગે માપદંડોની જાહેરાત કરીશું. સામાન્યપણે મીડિયા અને મનોરંજન ઉદ્યોગના વાર્ષિક સંમેલનનું આયોજન મુંબઇમાં પવાઇ લેક ખાતે કરવામાં આવે છે પરંતુ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને, 2020ના સંસ્કરણનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637005

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબઃ કોવિડ વ્યવસ્થાપન અને સંભાળ વ્યૂહરચના વધુ મજબૂત બનાવવા માટે, પંજાબ સરકારે આરોગ્ય અને તબીબી શિક્ષણ અને સંશોધનના સલાહકાર ડૉ. કે.કે. તલવારની દેખરેખ હેઠળ બે 'નિષ્ણાત સલાહકાર સમિતિઓ'ની રચના કરી છે. આ સમિતિઓની રચના પટિયાલા અને અમૃતસરની સરકારી મેડિકલ કોલેજોમાં વધુ સારા વ્યવસ્થાપન અને વિવિધ કોવિડ સંભાળ સંબંધિત બાબતોની સંભાળ સુનિશ્ચિત કરવા માટે રચવામાં આવી છે.
  • હરિયાણાઃ હરિયાણાના મુખ્યમંત્રીએ હરિયાણામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો હેઠળ તેમના એકમોની સ્થાપના કરવા માટે યુવા સાહસિકોને તમામ સહાયતા અને સહકાર ઉપલબ્ધ કરાવવાની ખાતરી પૂરી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યના 22 જિલ્લાઓમાં સ્થાપવામાં આવનારા વિવિધ શ્રેણીના 56 સમૂહોની ઓળખ કરી છે જે રાજ્યમાં આશરે 70,000 MSMEને લાભદાયક પૂરવાર થશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર તે બાબત સુનિશ્ચિત કરશે કે કોવિડ-19ના કારણે રાજ્યમાં અસ્તિત્વ ધરાવતાં MSMEની કામગીરી પ્રભાવિત ન થાય.
  • હિમાચલ પ્રદેશઃ પ્રવાસન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અને કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે રાજ્યમાં આતિથ્ય ક્ષેત્રને રાહત પૂરી પાડવા માટે કાર્યકારી મૂડી ઋણ ઉપર વ્યાજ રાહતની યોજના રજૂ કરી છે.
  • મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાક દરમિયાન 5,134 નવા દર્દીઓ નોંધાવાની સાથે જ મહારાષ્ટ્રમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધીને 2,17,121 પર પહોંચી ગઇ છે. છેલ્લા બુલેટિન અનુસાર 806 કેસો નોંધાતા મુંબઇમાંથી કોવિડ પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આજદિન સુધી, રાજ્યમાં 1,18,558 દર્દીઓ કોવિડ-19ના સંક્રમણમાંથી સાજા થઇ ચૂક્યાં છે, જેથી હવે બાકી બચેલા સક્રિય કેસોની સંખ્યા 89,294 રહી ગઇ છે. મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકા અનુસાર મુંબઇમાં હોટલ ફરી શરૂ થઇ છે, જેમાં તેમની ક્ષમતાથી એક-તૃતીયાંશ કામગીરીને મંજૂરી અપાઇ છે. બિન ચેપગ્રસ્ત વિસ્તારોમાં દુકાનો અને વ્યવસાયોને સાંજે 7 વાગ્યાં સુધી ખુલ્લી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. અગાઉ તેમને સવારે 9થી સાંજે 5 વાગ્યા વચ્ચે કામગીરી કરવા મંજૂરી અપાઇ હતી.
  • ગુજરાતઃ ગુજરાતમાં કોવિડ-19ના 778 પોઝિટીવ કેસો નોંધાયા છે અને 17 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. 26,744 સાજા થયેલા/ રજા અપાયેલા દર્દીઓની સંખ્યા સહિત રાજ્યમાં કોવિડ-19નો કુલ આંકડો 37,636 પર પહોંચ્યો છે અને 1,979 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં કોવિડમાંથી સાજા થવાનો દર 71.41% પર પહોંચી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી સુપર-સ્પ્રેડરના સામૂહિક એન્ટિજેન પરીક્ષણોનો બીજો તબક્કો શરૂ કર્યો છે. સામૂહિક એન્ટિજેન ટેસ્ટ હેઠળ શાક-ભાજી, ફળ, દૂધ, કરિયાણા વિક્રેતાઓ અને મેડિકલ સ્ટોર ધારકોને આવરી લેવામાં આવશે. આ ઝૂંબેશમાં વાળંદની દુકાનો, પાનના ગલ્લા, ફેરિયાઓ અને શાક-ભાજીની લારીઓ ધરાવતાં વિક્રેતાઓને પણ આવરી લેવામાં આવશે.
  • રાજસ્થાનઃ આજે સવારે 173 નવા કેસો નોંધાતા રાજ્યનો કોવિડ-19નો આંકડો વધીને 21,577 ઉપર પહોંચી ગયો છે. આજે સૌથી વધારે સંખ્યામાં અલવર જિલ્લામાંથી 81 કેસો નોંધાયા હતા, ત્યારબાદ 34 કેસો જયપુરમાંથી અને કોટામાંથી 12 કેસો નોંધાયા હતા. રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 77.43% નોંધાયો છે, જે મોટા રાજ્યોમાં સૌથી વધારે છે.
  • મધ્યપ્રદેશઃ નવા નોંધાયેલા 343 કેસોની સાથે રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 15,627 થઇ ગઇ છે. અત્યારે રાજ્યમાં 3,237 સક્રિય કેસો છે, જ્યારે આજદિન સુધી 11,768 દર્દીઓ સાજા થયા છે. આજદિન સુધી કોવિડ-19ના કારણે કુલ 622 લોકોના મૃત્યુ પણ નોંધાયા છે.
  • છત્તીસગઢઃ મંગળવારે છત્તીસગઢમાં નવા 99 કેસો નોંધાયા હતા, જેના કારણે કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા 3,415 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યારે 673 સક્રિય કેસો છે.
  • કેરળઃ એક 53 વર્ષીય વ્યક્તિના મૃત્યુ થતાં રાજ્યમાં 29માં વ્યક્તિનું કોવિડ બિમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું. કાસરગોડનો મૂળ વતની આ વ્યક્તિ ગઇકાલે કર્ણાટકના હુબલીમાંથી પરત ફર્યો હતો. આ દરમિયાન રાજધાની તિરુવનંતપુરમના સીમાવર્તી વિસ્તારમાં આવેલા પૂંટુરાના મસ્ત્ય કેન્દ્ર મહામારીનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. અહીં છેલ્લા પાંચ દિવસમાં 600 નમૂનાઓમાંથી 119 કેસો પોઝિટીવ નોંધાયા હતા. કેરળ અને તામિલનાડુના સરહદી વિસ્તારોમાં માછીમારી માટે માછીમારોની અવર-જવર પર નિયંત્રણ મેળવવા કમાન્ડોની નિમણૂંક કરવામાં આવી રહી છે તેમજ દરિયાઇ વિસ્તારોમાં ચુસ્ત દેખરેખ ગોઠવવામાં આવી છે. અર્નાકુલમનો હવાલો ધરાવતા મંત્રી વી.એસ. સુનિલ કુમારે જણાવ્યું હતું કે કોચીમાં પૂર્વ નોટિસ વગર લૉકડાઉન લાગુ કરવામાં આવી શકે છે કારણ કે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. કોવિડના કારણે ઓમાનમાં વધુ એક કેરળવાસીનું મૃત્યુ નીપજ્યું હતું, જેની સાથે અખાતી દેશોમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 307 પર પહોંચી ગઇ છે. મંગળવારે કેરળમાં કોવિડ-19ના 272 કેસો નોંધાયા હતા. સમગ્ર રાજ્યમાં 2,411 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને કુલ 1,86,576 લોકો ક્વૉરેન્ટાઇન હેઠળ છે.
  • તામિલનાડુઃ પુડુચેરીમાં એક પટાવાળાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યાં બાદ રાજનિવાસને 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે અને LGનું પરીક્ષણ કરવામાં આવશે. કેસોમાં ભારે વધારો નોંધાતા પુડુચેરીમાં ગ્રામીણ વિસ્તારોમાં નમૂનાઓનું એકત્રીકરણ વધારી દેવામાં આવ્યું છે, વધુ 112 કેસો નોંધાતા તામિલનાડુમાં કુલ કેસોની સંખ્યા વધીને 1,151 પર પહોંચી ગઇ છે. રાજ્યના વીજળી મંત્રી પી. થાંગામણીનો કોવિડ-19 ટેસ્ટ બુધવારે પોઝિટીવ આવ્યો હતો. ઊચ્ચ શિક્ષણ મંત્રી કે.પી. અમ્બાઝગન બાદ કોરોનાથી સંક્રમિત થયેલા તે બીજા મંત્રી છે. અત્યાર સુધી 10 ધારાસભ્યો ચેપગ્રસ્ત બની ચૂક્યાં છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 13 જુલાઇથી સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. ગઇકાલે 3,616 નવા કેસો નોંધાયા હતા, જ્યારે 4,545 લોકો સાજા થયા હતા અને 61 વ્યક્તિઓના મરણ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 1,18,594 છે, જેમાંથી 45,839 કેસો સક્રિય છે, 1,571 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી 71,116 લોકોને રજા આપવામાં આવી છે. ચેન્નાઇમાં અત્યારે 22,374 સક્રિય કેસો છે.
  • કર્ણાટકઃ કર્ણાટક ઉચ્ચ અદાલત દ્વારા LKGથી ધોરણ 5ના વિદ્યાર્થી માટે રાજ્ય સરકાર દ્વારા ઑનલાઇન વર્ગો પર મૂકાયેલા પ્રતિબંધના નિર્ણય ઉપર સ્ટે મુકવામાં આવ્યો છે. કર્ણાટકમાં કોવિડ-19 કેસોનો 25,000નો આંક વટાવી જતા મહામારીનો સામનો કરવા માટે રાજ્યની રણનીતિ સંબંધિત વિવિધ વર્ગોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ટીમે રાજ્ય સરકારને પરીક્ષણમાં થતા વિલંબને ઘટાડવા, પરીક્ષણમાં વધારો કરવા અને સમુદાયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. ગઇકાલે 1,498 નવા કેસો નોંધાયા હતા, 571 લોકોને રજા અપાઇ હતી અને 15 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 26,815 છે, જેમાંથી 15,297 કેસો સક્રિય છે અને 416 લોકોના મૃત્યુ થયા છે. 11,098 લોકોને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ ગુંતૂરમાં એક સરકારી ડૉક્ટરનું કોવિડ-19ના કારણે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે જિલ્લામાં એક મ્યુનિસિપલ કમિશનર દરજ્જાના અધિકારીનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. પ્રવર્તમાન 20 મોબાઇલ ટેસ્ટિંગ વાહનો ઉપરાંત રાજ્ય સરકાર રાજ્યના જુદા-જુદા ભાગોમાં વધુ 50 મોબાઇલ ટેસ્ટિંગ વાહનોનો ઉમેરો કરવાનું વિચારી રહી છે. કોવિડ સામે લડી રહેલા અગ્રીમ હરોળના કર્મચારીઓ વિરુદ્ધ ભેદભાવ દાખવતી ઘટનામાં ચેપગ્રસ્ત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરનારા 10 સફાઇ કામદારોને શ્રીકાકુલમ જિલ્લાના તેક્કાલી ગામમાં તેમના રહેણાંક વિસ્તારમાં પ્રવેશવા દીધા નહોતા. 27,643 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ છેલ્લા 24 કલાક દરમિયાન 1,062 નવા કેસો નોંધાયા છે, 1,332 લોકોને રજા અપાઇ છે અને 12 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. કુલ કેસોની સંખ્યા 22,259 છે, જેમાંથી 10,894 કેસો સક્રિય છે, 11,101 લોકોને રજા અપાઇ છે અને 264 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • તેલંગણાઃ રાજ્યનો ટૂંક જ સમયમાં તેવા રાજ્યોની યાદીમાં ઉમેરો થશે જે રેપિડ એન્ટિજેન ટેસ્ટ હાથ ધરશે. તેલંગણા સરકારે એક લાખથી વધારે એન્ટિજેન ટેસ્ટ કિટ્સ ખરીદ કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે ક્યારે એન્ટિજેન ટેસ્ટની શરૂઆત કરવામાં આવશે. ગઇકાલ સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 27,612 છે, 11,012 કેસો સક્રિય છે, 313 લોકોના મૃત્યુ થયા છે અને 16,287 લોકોને રજા અપાઇ છે.
  • અરૂણાચલ પ્રદેશઃ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પ્રેમા ખાંડુએ કોવિડ-19 પરિસ્થિતિની ચર્ચા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજ્ય આરોગ્યસંભાળ ક્ષમતા અને પરીક્ષણ ક્ષમતામાં મોટા પાયા પર વધારો કરશે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ NHM હેઠળ નર્સોની વધારાની 250 જગ્યાઓ ઊભી કરવા માટે મંજૂરી આપી છે.
  • મણિપુરઃ મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન. બિરેન સિંહે જિરિબામ ખાતે 5 PHED પ્રોજેક્ટ્સ, 1 CAF અને PD પ્રોજેક્ટ અને 1 રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તબીબી વિભાગના સંયુક્ત નિદેશકની અધ્યક્ષતામાં ડૉક્ટરોની 5 સભ્યની ટીમે જિલ્લામાં કોવિડ-19 સંબંધિત સલામતી પગલાંઓની અને કોવિડ સંભાળ કેન્દ્રની સ્થાપનાની સમીક્ષા કરી હતી.
  • મેઘાલયઃ આજે મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો પર્વતીય વિસ્તારમાં બે લોકો કોવિડ-19માંથી સાજા થયા હતા. હવે રાજ્યમાં 52 સક્રિય કેસો છે અને અત્યાર સુધી 45 લોકો સાજા થઇ ચૂક્યાં છે.
  • મિઝોરમઃ મિઝોરમમાં આજે કોવિડ-19ના વધુ ત્રણ કેસોની પુષ્ટિ થઇ હતી. અત્યારે કુલ કેસોની સંખ્યા 201 છે અને રાજ્યમાં 58 કેસો સક્રિય છે.
  • નાગાલેન્ડઃ નાગાલેન્ડના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ પેરેન જિલ્લામાં પરિસ્થિતિની સમીક્ષા કરવા અને સમૂદાય સ્તરે મહામારીના ફેલાવાને રોકવા માટે અસરકારક રણનીતિ ઘડી કાઢવા માટે બેઠક બોલાવી હતી. નાગાલેન્ડમાં 12 નવા પોઝિટીવ કેસોની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 656 છે, જેમાંથી 353 કેસો સક્રિય છે અને 303 લોકો સારવાર બાદ સાજા થયા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1637343) Visitor Counter : 232